નવી દિલ્હી, September 14, 2018 /PRNewswire/ --
પ્રદર્શકોની સહભાગિતામાં 25%ની વૃદ્ધિની નોંધ કરે છે -
UBM India દ્વારા પ્રગતિ મેદાનમાં ઉત્તર ભારતનો સૌથી મોટો જ્વેલરી ટ્રેડ શો
The Delhi Jewellery and Gem Fair (DJGF), જે નું આયોજન UBM India દ્વારા કરવામાં આવે છે, તેની 7 મી આવૃત્તિ સાથે રાજધાનીના શહેરમાં મુખ્ય જ્વેલર્સ, આયાત અને નિકાસ વેપારીઓ અને મુખ્ય ઔદ્યોગિક સંગઠનોને એકત્રિત કરવા માટે તૈયાર છે. પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાનાર ત્રણ દિવસનો મેળાવડો (29 સપ્ટેમ્બર - 1 ઓક્ટોબર, 2018), જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં કેટલાક નવા વલણોનું પ્રદર્શન કરશે. The Bullion & Jewellers Association, Delhi Jewellers Association, Maliwara Jewellers Association અને Karol Bagh Jewellers Association જેવા પ્રતિષ્ઠિત સંગઠનો અને ઉદ્યોગોના સમર્થન દ્વારા આ મેળાવડાને જ્વેલરી સેક્ટરના એક અભિન્ન ભાગ તરીકે માન્યતા પ્રાપ્ત થાય છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/742912/Delhi_Jewellery_Gem_Fair.jpg )
ભાગ લેનાર 700 થી વધુ સહભાગી બ્રાન્ડ્સ અને સહભાગિતામાં 25% ની વૃદ્ધિ સાથે આ શો ખરેખર જવેલર્સ માટે પ્રચલિત જ્વેલરી અને રત્નોના સોર્સિંગના નિર્દિષ્ટ સ્થાન તરીકે વૃદ્ધિ પામ્યો છે.
DJGF જ્વેલરીના જથાબંધ વેપારી, રિટેલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, રત્નો, મોતી સપ્લાયર્સ અને વેપારીઓ, મૂલ્યવાન ધાતુ અને જ્વેલરી માઉન્ટ વેપારીઓ અને સપ્લાયરો અને વેપાર અને સરકારી સંગઠનોના પ્રતિનિધિ, બધાને એક છત હેઠળ આવતા, મળતા, જોડાતા, નેટવર્ક અને તેમનો બિઝનેસ વધારતા જોવાનું આયોજન ધરાવે છે. આ વર્ષે એક્સ્પો 'જેમસ્ટોન આઇડેન્ટિફિકેશન', 'સિન્થેટીક ડાયમન્ડ્સ એચપી એચટી અને સીવીડી' 'ડાયમંડ એસોર્ટમેન્ટ એન્ડ વેલ્યુએશન' અને 'ડાયમંડ ગ્રેડીંગ ટુ ટ્રેડિંગ' પર ત્રણ દિવસ ઇન્સાઇટફુલ સેમિનાર યોજશે. એક્સ્પો સોર્સિંગ, વ્યવસાયનું સંચાલન, જ્ઞાન અને બજારના વલણોનું આદાન-પ્રદાન કરે છે અને સૌથી અગત્યપણે સેક્ટરના મનોબળમાં વૃદ્ધિ કરનાર એક અજોડ પ્લૅટફૉર્મ બનવા માંગે છે, જે સેક્ટરે તાજેતરના સમયમાં સારી એવી અસ્થિરતા જોઈ છે.
આ વર્ષે પ્રદર્શકોની યાદીમાં અન્યો સાથે Shilpi Jewels, Vikas Chain, Unique Chain, Riddhima Chain, Swarnshilp, Rohtak Chain, Heera Jewellers, Shri Balaji Gold, Royal Chain અને Classic Solitaires નો સમાવેશ થાય છે. શરૂઆત તરીકે, UBM India એ ઉત્તર ભારતીય શહેરોમાં બરેલી, ચંદીગઢ અને દેહરાદૂન જેવા શહેરોમાં શ્રેણીબદ્ધ સફળ શૉઝ નું આયોજન કર્યું છે.
DJGF ની 7 મી આવૃત્તિની જાહેરાત અને ઉત્તર ભારતમાં જ્વેલરી ઉદ્યોગોની વધતી જતી સંભાવના અંગે બોલતાં UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીએ વર્ષો જતા સૌંદર્ય શાસ્ત્ર તેમજ રોકાણમાં સુધારો કરવાની તેની દ્વિ ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને, દેશમાં પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું છે. દેશની વિવિધતાને કારણે જ્વેલરીમાં હંમેશા સાંસ્કૃતિક જોડાણ રહેલ છે અને આમ, તેનો ઉપયોગ ભૌગોલિક પરંપરાઓમાં રહેલો છે. જ્વેલરી પોર્ટફોલિયોમાં વૈશ્વિક સ્તરે અને ભારતભરમાં, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા જેવા અનેક શહેરોમાં અને ચેન્નઈ અને મુંબઈમાં આ વર્ષે બે નવા શોમાં તેની કુશળતાથી, UBM India પ્રીમિયર Delhi Jewellery and Gem Fair ની 7 મી આવૃત્તિનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઉત્તર ભારત દેશનું મુખ્ય બજાર છે જે, માત્ર થોડા જ નામ, જેવા કે Mughal antique, gold, diamond and kundan navratna, સહિત ચળકતા અને સ્ટેટ્મેન્ટ જ્વેલરી પીસીસ માટે જાણીતું છે. UBM India સ્પાર્કલ (ચળકાટ) માટેના આ પ્રેમને સમજે છે, અને Delhi Jewellery and Gem Fair દ્વારા, આ ક્ષેત્રના જુસ્સાને વધુ પ્રોત્સાહન આપવાનું ધ્યેય રાખે છે."
"2017 માં Delhi Jewellery and Gem Fair ની છઠ્ઠી આવૃત્તિએ જ્વેલરી બજારમાં વિશ્વાસની ભાવનાને સશક્ત બનાવી અને વિશિષ્ટ મુલાકાતીઓની સંખ્યામાં 54% ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. દર વર્ષે આ મેળાવડાની સફળતાથી અમે અત્યંત આનંદિત છીએ અને અમે વધુ વ્યાપક વેપારી દર્શકોને આકર્ષવા માટે નવા જ્વેલરી ટ્રેન્ડ્સ, અનન્ય જ્વેલરી પોર્ટફોલિયો અને નૉલેજ શેરિંગ સેમિનારનું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશું."
DJGF 2018, રિટેલ જ્વેલર્સ ગિલ્ડ એવોર્ડઝની ચોથી આવૃત્તિનું આયોજન પણ કરશે જે UBM India દ્વારા એક અનન્ય પહેલ છે, જેના દ્વારા રિટેલ જ્વેલરી બિઝનેસમાં વ્યક્તિઓ અને સંગઠનોની શ્રેષ્ઠતા અને પ્રયાસોને સમગ્ર ભારતના સ્તરે માન્યતા આપી અને તેમને સન્માનિત કરવામાં આવે છે. 3 વર્ષના સમયગાળામાં, RJGA દ્વારા દેશના વિવિધ ખૂણાઓથી મોટી અને નાની કંપનીઓને સમાન વિચારણા પ્રદાન કરીને ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધુ પારદર્શક અને પ્રક્રિયા આધારિત એવોર્ડઝની સ્થાપના કરી છે.
પ્રક્રિયા સલાહકારો તરીકે Ernst & Young સાથે રિટેલ જ્વેલર્સ ગિલ્ડ એવોર્ડઝ, રિટેલ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં દેશની શ્રેષ્ઠ પ્રતિભાને પદ્ધતિસરની, વ્યવસાયિક પ્રક્રિયા દ્વારા બહાર લાવશે. આ વર્ષે એવોર્ડઝની વ્યાપક શ્રેણીની રચના રિટેલ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેમાં 'Store of the Year', 'Excellence in Design', 'Marketing Excellence' અને 'Operational Excellence' નો સમાવેશ થાય છે.
RJGA 2018 ની હાઇલાઇટ્સમાં રિટેલ જ્વેલરી માટે Walk of Fame હશે - જે હેઠળ વિખ્યાત બ્રાન્ડ્સ દ્વારા વિવિધ માસ્ટરપીસનું એક વિશિષ્ટ પ્રદર્શન કરવામાં આવશે. આ વર્ષે પણ, એવોર્ડ સમારંભમાં સેલિબ્રિટી શો સ્ટોપર્સ દ્વારા આકર્ષક ફેશન સિક્વન્સ, ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો પાસેથી ઇનસાઇટ્સ, મનોરંજન અને નેટવર્કીંગ સત્રોનું આયોજન કરવામાં આવશે.
DJGF વિશે:
DJGF નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. DJGF વિશે વધુ માહિતી માટે https://delhi.jewelleryfair.in/ અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
કોઈ પણ મીડિયા સંબંધિત પ્રશ્નો માટે, કૃપા કરીને સંપર્ક કરો:
મીડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article