મુંબઈ, September 12, 2018 /PRNewswire/ --
BolognaFiere અને UBM India દ્વારા ભારતીય અને વૈશ્વિક સૌંદર્ય સમુદાય માટે
એક ગ્લૅમરસ, એક કટીંગ-એજ ઇવેન્ટ
BolognaFiere અને UBM India દ્વારા મુંબઈ ખાતે સહારા સ્ટાર હોટેલમાં આજે Cosmoprof India ની સૌથી વધુ પ્રતીક્ષિત પ્રથમ આવૃત્તિનું લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ શોના ઉદ્ઘાટન પ્રસંગે Lakme Lever ના સીઇઓ Mr. Pushkaraj Shenai, Ms. Namrata Soni, બોલીવુડના make-up artist; Mr. Samir Srivastav, સીઇઓ, JCB Salon; Mrs. Cinzia Barbieri, બોર્ડના સભ્ય, BolognaFiere Cosmoprof S.p.a.; Mr. Giorgio Contini, ઇન્ટરનેશનલ ડિરેક્ટર, BolognaFiere S.p.a..; Mr. Enrico Zannini, જનરલ મેનેજર, BolognaFiere Cosmoprof; Mr. Mattia Miglio, ઇન્ટરનેશનલ માર્કેટિંગ મેનેજર, BolognaFiere Cosmoprof; Mr. Michael Duck, એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ, UBM Asia Ltd.; UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras,, UBM Indiaના ગ્રુપ ડિરેક્ટર Mr. Rahul Deshpande સહિત ઇન્ડસ્ટ્રીના અન્ય અગ્રણીઓએ હાજરી નોંધાવી હતી. Las Vegas અને Hong Kong માં સફળ, સિગ્નેચર ટ્રેડ શો સાથે, જેમાં સંચિત રીતે 370,000 જેટલા વ્યાવસાયિકો અને સમગ્ર વિશ્વમાંમાંથી 7,000 કંપનીઓનો સમાવેશ થાય છે, Cosmoprof પ્લેટફોર્મ એ ભારતમાં પ્રવેશ કર્યો છે જે એક ગતિશીલ અને સૌંદર્ય સેક્ટર માટે વિકાસશીલ માર્કેટ છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/684196/Cosmoprof_India_Preview.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/741602/Cosmoprof_launch.jpg )
15 દેશોમાંથી, 107 કંપનીઓ - સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને - સાથે બે દિવસની (10 મી - 11 મી સપ્ટેમ્બર), કટીંગ-એજ ઇવેન્ટ તૈયાર ઉત્પાદનોની બ્રાન્ડ, ખાસ કરીને કોસ્મેટિક્સ અને ટોઇલેટરીઝ, બ્યૂટી સેલોન, હેર, નેઇલ અને ઍક્સેસરીઝ માટે અને પુરવઠા શૃંખલા માટે, કાચા માલ અને ઘટકોના અગ્રણીઓ સાથે, કરાર આધારિત ઉત્પાદન અને ખાનગી લેબલ્સ, ઍપ્લીકૅટર્સ, પ્રાથમિક અને દુય્યમ પેકેજિંગ બંને માટે નવી તક રજૂ કરે છે.
Cosmoprof India ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "વ્યક્તિગત માવજત પર વધારેલ પ્રીમિયમ, વપરાશની પેટર્નમાં અને જીવનશૈલીમાં ફેરફાર, વધુ બેહતર ખરીદશક્તિ અને બ્રાન્ડની અસરકારક માર્કેટિંગના કારણે સૌંદર્ય ઉત્પાદનો અને ઉપચારની જાગરૂકતા ભારતમાં તેના સર્વોચ્ચ સ્થાને છે. ભારતીય ઉપ-ખંડ ગ્રાહકોના વિસ્તૃત આધાર વચ્ચે હવે માંગમાં રહેલા વિશ્વ-કક્ષાના સુંદર ઉત્પાદનોની શોધમાં આતુર છે. Cosmoprof India, Cosmoprof Worldwide જેવી એક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના વિશાળ જ્ઞાન અને કુશળતા દ્વારા સમર્થિત, વ્યવસાયોને સમૃદ્ધ થવામાં મદદ કરવા સાથે, સુંદરતા અને કોસ્મેટિક ઉદ્યોગ વલણો અને વિકાસનું વિશ્લેષણ અને આગાહી કરવાનું ધ્યેય રાખે છે. અમારો પ્રિવ્યૂ માત્ર રચનાત્મક જ નથી, પણ માહિતીપ્રદ અને આકર્ષક ત્રણ દિવસ માટેનું વચન આપે છે. તે ફાયદાકારક માર્કેટમાં લાભ મેળવવા માટે ભારતમાં સૌંદર્ય અને સૌંદર્ય પ્રસાધનોના વ્યાવસાયિકો માટે માળખાગત રીતે પુષ્કળ મૂલ્ય લાવવા માંગે છે. વધુમાં, નવા ઔદ્યોગિક, સેવા અને પેકેજિંગ ઉકેલો પૂરા પાડનારા સપ્લાયરો અને અગ્રણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે નેટવર્કીંગ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવામાં સહાય પ્રાપ્તિ સુનિશ્ચિત કરે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને નવીન તકનીકીઓ અને બહેતર ગુણવત્તાના માનકો સાથે પરિચય કરાવે છે."
BolognaFiere Cosmoprof અને BolognaFiere ગ્રુપના બોર્ડના સભ્ય, Cinzia Barbieri એ જણાવ્યું હતું કે, "દેશ દ્વારા ઓફર કરવામાં આવતી વ્યવસાયની તકો વધારવા માટે Cosmoprof નેટવર્ક પ્રથમ વખત ભારતમાં આવ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સની શોધમાં ઝડપથી વૃદ્ધિ પામતું માર્કેટ છે અને તે જ સમયે સ્થાનિક વિતરકો પણ વિકસિત થઇ રહ્યા છે. Cosmotalks કૅલેન્ડરના સેમિનાર્સ અને વર્કશોપ સાથે, સહભાગીઓને બ્યૂટી યુનિવર્સમાં નવું શું છે તેના પર અપડેટ મેળવવાની તક મળશે. ભારતીય કોસ્મેટિક ઉદ્યોગને આગળ વધારવા માટે મુખ્ય આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને અભિપ્રાય અગ્રણીઓ તેમના અનુભવો અને જ્ઞાનને શેર કરશે અને નવી પ્રક્રિયાઓ અને વલણો સૂચવશે."
Cosmoprof India પ્રિવ્યૂ અનેક આકર્ષક પ્રસ્તુતિઓ અને લાક્ષણિક કાર્યક્રમોથી સજ્જ હશે. દાખલા તરીકે, Cosmoprof India પ્રિવ્યૂમાં થનારી Cosmotalks ના ગહન સત્રો અને પરિસંવાદો, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ભાગીદારોના જોડાણનો લાભ મેળવશે. Beautystreams, જે પ્રોજેક્ટ્સના કન્સલ્ટિંગ અને માર્કેટ રેખાઓના વિકાસમાં પારંગતતા ધરાવે છે તેમના દ્વારા 'Spring/Summer 2019 beauty trend forecast': આગામી સિઝન માટે સૌંદર્ય ઇન્ડસ્ટ્રી માટે કલર, ટેક્સ્ચર અને લૂક સંબંધિત પ્રેરણા' પ્રસ્તુત કરવામાં આવી હતી. Euromonitor, જે એક અતિશય સંદર્ભિત બજાર સંશોધન સંસ્થા છે, તેઓએ 'New consumer values and novel concepts in beauty', શીર્ષક હેઠળ સત્રનું આયોજન કર્યું હતું, જે હેઠળ દર્શાવાયું કે ગ્રાહકો કેવી રીતે અર્થપૂર્ણ વપરાશ અને ગુણવત્તા, પારદર્શકતા, સરળતા અને કસ્ટમાઇઝ્ડ અનુભવ જેવા લાભદાયી મૂલ્યો તરફ વળ્યા છે. દિવસ 2 પર ICMAD - Independent Cosmetic Manufacturers and Distributors, અમેરિકન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝના એસોસિએશન દ્વારા 'The top 10 most important things you need to know to do business in India', પર સેમિનારનું આયોજન કરવામાં આવશે. Centdegrés, એક ડિઝાઇન એજન્સી જે સૌથી મોટા વૈશ્વિક કોર્પોરેશનો સાથે સહયોગ ધરાવે છે, તે 'Designing the next generation of Indian beauty brands' શીર્ષક ધરાવતા સત્ર દરમિયાન વૈશ્વિક બજારો પર ભારતીય બ્રાન્ડ્સના સંભવિત પ્રભાવનું વિશ્લેષણ કરશે. Kline & Company, સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક જૂથો માટેની કન્સલ્ટિંગ એજન્સી, ખાસ કરીને વાળ સેક્ટર, જે દેશમાં ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સેગમેન્ટ્સમાંનું એક છે તેવા વ્યાવસાયિક વિશ્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને, 'The challenges and opportunities of the Indian salon hair care market', રજૂ કરશે. દિવસ 2 પર JCKRC SPA Destination 'Doyens of Indian Wellness Industry'.' ના સત્રને પણ સંચાલિત કરશે.
અત્યંત પ્રતીક્ષિત ફીચર, Cosmoprof OnStage દ્વારા કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ નવીનીકરણ અને સર્જનાત્મકતા હોસ્ટ કરવામાં આવી. લાઈવ પ્રદર્શન, હેર શો, અદભૂત નેઇલ આર્ટ, મેક-અપ તકનીકો, કટીંગ-એજ સુંદરતા સારવારો અને પ્રદર્શક કંપનીઓ દ્વારા પ્રસ્તુત નવા ઉત્પાદનોએ મંચનું કેન્દ્ર સ્થાન લીધું હતું. Colobar ના સ્થાપક Mr. Samir Modi દ્વારા જીવંત પ્રદર્શન અને ભવ્ય કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત #VibrantIndia, ભારતની સૌંદર્ય સંસ્કૃતિની તકોનું અન્વેષણ કરવા માટે એક વિશિષ્ટ એક્સપિરિયન્સ વૉલનું નિર્માણ કરવા માટે Cosmoprof India એcentdegrés જે એક વૈશ્વિક ડીઝાઇન એજન્સી છે તેની સાથે ભાગીદારી પણ કરી છે. કલર અને ટેક્સ્ચરમાં સમૃદ્ધ, ભારતીય સંસ્કૃતિ એ સૌંદર્ય વ્યાવસાયિકો માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે. ભારતીય ઘટકો, ગ્રાહકો અને રંગોના અમૂર્ત અર્થઘટનથી પ્રેરણા લઈને, Firmenich એ centdegrés સાથે મળીને ICC દ્વારા પૂરા પાડવામાં આવેલ નેઇલ ઇનૅમલ સાથે ત્રણ વિશિષ્ટ સુગંધોનું નિર્માણ કર્યું. Cosmoprof India ખાતે મહેમાનો સમક્ષ આ રજૂ કરવામાં આવ્યા હતા. વધુમાં, Beautystreams પ્રદર્શનના વલણો અને પ્રદર્શકોના ઉત્પાદનોના નવીનીકરણનું પરીક્ષણ કરે તેનું પણ એક્સ્પોએ આયોજન કર્યું હતું.
અત્યંત પ્રતીક્ષિત ફીચર, Cosmoprof OnStage કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠ નવીનીકરણ અને સર્જનાત્મકતા હોસ્ટ કરશે. લાઈવ પ્રદર્શન, હેર શો, અદભૂત નેઇલ આર્ટ, મેક-અપ તકનીકો, કટીંગ એજ સુંદરતા સારવારો અને પ્રદર્શક કંપનીઓ દ્વારા પ્રસ્તુત નવા ઉત્પાદનો મંચનું કેન્દ્ર સ્થાન લેશે. ઉપરાંત #VibrantIndia, ભારતની સૌંદર્ય સંસ્કૃતિની તકોનું અન્વેષણ કરવા માટે એક વિશિષ્ટ એક્સપિરિયન્સ વૉલનું નિર્માણ કરવા માટે કોસ્મોપ્રોફ ઇન્ડિયા, centdegrés જે એક વૈશ્વિક ડીઝાઇન એજન્સી છે તેની સાથે ભાગીદારી પણ કરશે. કલર અને ટેક્સ્ચરમાં સમૃદ્ધ, ભારતીય સંસ્કૃતિ એ સૌંદર્ય વ્યાવસાયિકો માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે. વધુમાં, પ્રદર્શક કંપનીઓના ઉત્પાદનો વચ્ચેના વલણો શોધી કાઢવા માટે Beautystreams શો ફ્લોર પર હશે.
ઇવેન્ટ દરમિયાન વ્યાપારની તકો વધારવા માટે, પ્રિવ્યૂમાં Cosmoprof Worldwide Bologna દ્વારા આંતરરાષ્ટ્રીય ખરીદદાર કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે India, United Arab Emirates અને South East Asia ની કંપનીઓ, વિતરકો, ખરીદદારો, આયાતકારો અને સપ્લાયરો વચ્ચે B2B મિટિંગમાં સહાયક બન્યા હતા.
શોના સમાપન પછી, Cosmoprof India Trends રિપોર્ટ આપવામાં આવશે અને Cosmoprof India ની સૌથી પ્રભાવશાળી વસ્તુઓ તેમાં રજૂ કરવામાં આવશે.
વધુ વિગતો માટે, અમારી વેબસાઇટ, https://www.cosmoprofindia.com/en ની મુલાકાત લો.
Cosmoprof India વિશે:
Cosmoprof India નું આયોજન Cosmoprof Asia Ltd. દ્વારા કરવામાં આવશે જે BolognaFiere અને UBM વચ્ચે એક જોઈન્ટ વેન્ચર છે; જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. Cosmoprof India શો અંગે વધુ માહિતી માટે કૃપા કરીને અને http://www.cosmoprof.com/about-us/cosmoprof-network/cosmoprof-india/ ની મુલાકાત લો અને એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
BolognaFiere Group વિશે: (http://www.bolognafiere.it)
BolognaFiere ગ્રુપ, કોસ્મેટિક્સ, ફેશન, સ્થાપત્ય, મકાન, કલા અને સંસ્કૃતિમાં વિશ્વના અગ્રણી ટ્રેડ શો આયોજક છે. ગ્રુપ 80 કરતાં વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો તેના પોર્ટફોલિયોમાં ધરાવે છે, ખાસ કરીને Cosmoprof Worldwide Bologna, જે સૌંદર્ય વ્યાવસાયિકો માટે વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ મીટિંગ પોઇન્ટ છે અને જેની સ્થાપના 1967 માં થઇ હતી. 2019 ની આવૃત્તિ માટે, દરેક વ્યાવસાયિક લક્ષ્ય પ્રમાણે Cosmoprof વિવિધ આરંભિક તારીખોની પુષ્ટિ કરી રહ્યું છે. ગુરુવાર 14 થી રવિવાર 17 મી માર્ચ 2019 સુધી, Cosmopack અને Cosmo|Perfumery & Cosmetics નો આરંભ થશે, જે પર્ફ્યૂમરી એન્ડ કોસ્મેટીસ, ગ્રીન એન્ડ ઓર્ગેનિક અને Cosmoprime, તે ક્ષેત્ર જે haute gamme perfumery માટે સમર્પિત કરવામાં આવ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને એક બાજુ પુરવઠાકારો અને ઉત્પાદકો અને બીજી બાજુએ ફિનિશ્ડ પ્રોડક્ટ્સની કંપનીઓ, ખરીદદારો અને રિટેલરો વચ્ચેની બિઝનેસ મીટિંગ્સને સરળ બનાવશે. શુક્રવાર 15 થી સોમવાર 18 મી માર્ચ સુધી, Cosmo Hair & Nail & Beauty Salon ની વ્યવસાયિક વિતરણ ચેનલો માટે ખુલ્લા દરવાજા જેની સાથે બ્યુટી સેલોન્સ અને સ્પાના માલિકો, હેરડ્રેસર, હેર સ્ટાઇલિસ્ટ, નેઇલ આર્ટિસ્ટ્સ, અને વિતરકોની હાજરી. Hong Kong (1996 માં સ્થાપિત), Las Vegas (2003 માં સ્થાપિત) અને 2018 થી Mumbai માં શરૂ થતા ટ્રેડ શો સાથે Cosmoprof દ્વારા પ્રદાન કરવામાં આવતું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સૌંદર્ય ઇન્ડસ્ટ્રી માટે સુયોગ્ય વૈશ્વિક બજાર પ્રદાન કરે છે જ્યાં બ્રાન્ડ્સ વિકસિત થઇ શકે છે.
વધુ માહિતી માટે, http://www.cosmoprof.com/about-us/cosmoprof-international-platform/ ની મુલાકાત લો.
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Prachi Kumar
[email protected]
+91-7718866668
BolognaFiere Cosmoprof Spa
Paolo Landi
[email protected]
Arianna Rizzi
[email protected]
Share this article