ગ્રેટર નોઇડા, ભારત, August 20, 2018 /PRNewswire/ --
UBM India દ્વારા Fi India & Hi, જે ફૂડ અને હેલ્થ ઇન્ગ્રેડિએન્ટ્સ અને પ્રોસેસિંગ અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ભારતીય ઉપ-ખંડમાં એકમાત્ર B2B ઇવેન્ટ છે, જે તેની સ્થાપનાથી પહેલી વાર India Expo Mart, ગ્રેટર નોઇડા ખાતે 30 ઓગસ્ટથી સપ્ટેમ્બર 1, 2018 સુધી આયોજિત થશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/732012/Fi_India_Hi.jpg )
આ એક્સ્પો નવા લૉન્ચ થયેલા ProPak India Expo સાથે સહ-સ્થિત હશે, જે ભારતની સતત વિકસિત થઇ રહેલી પ્રોસેસિંગ અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રબંધિત હશે. Fi India & Hi ઇન્ડસ્ટ્રીને ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓ, ઇન્ડસ્ટ્રીના વ્યાવસાયિકો સાથે નેટવર્ક કરવાની, નવીનતમ ઉદ્યોગના વલણો અને નવીનતાઓ શીખવાની અને માર્કેટના હિસ્સાને વિસ્તૃત કરવાની તક પ્રદાન કરે છે. Fi India & Hi Expo હવે દર વાર્ષિક સ્વરૂપે ભારતના બે અનન્ય, આશાસ્પદ ફૂડ હબ, એટલે કે, મુંબઈ અને દિલ્હી-NCR વચ્ચે ફરે છે.
આ વર્ષે એક્સ્પોમાં 200 થી વધુ પ્રદર્શકો હશે, જેમાં Doehler, Brenntag, Keva, IMCD, Synthite, Jubilant Life Sciences, Calpro, Tata Chemicals, DKSH, Azelis અને અન્યો જેવા અગ્રણી સંગઠનોનો સમાવેશ થાય છે. એક્સ્પોને Ministry of Food Processing Industries (MOFPI), All India Food Processors' Association (AIFPA), Health Foods and Dietary Supplements Association (HADSA), Association of Food Scientists & Technologists, India (AFSTI) અને the Society Of Indian Baker (SIB) નું સશક્ત સમર્થન પ્રાપ્ત થયું છે. મુલાકાતી પ્રોફાઈલ વ્યાપક છે અને તેમાં અન્યોની સાથોસાથ ઉત્પાદન, વિતરણ અને ફૂડ એન્ડ બેવરેજ ઉત્પાદનોના રિટેઇલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ફૂડ સેફ્ટી અને ક્વોલિટી સર્વિસીઝ, એજ્યુકેશન/ટ્રેનિંગ, કન્સલ્ટન્સી, અને માઇક્રોબાયોલોજી, સાથે સંકળાયેલા ઉદ્યોગ વ્યાવસાયિકોનો સમાવેશ થશે.
Fi India & Hi 2018 ની જાહેરાત અંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ભારતમાં ફૂડ ઇન્ગ્રેડિએન્ટ્સ ઇન્ડસ્ટ્રી પ્રગતિ પર છે, જ્યારે ભારતીય F&B રિટેલ માર્કેટ 2020 સુધીમાં 915 બિલિયન ડોલર સુધી પહોંચે તેવી શક્યતા છે અને વર્તમાનમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં નિકાસ, ઉત્પાદન અને વપરાશની દ્રષ્ટિએ પાંચમું સ્થાન ધરાવે છે. હકીકતમાં, એવો અંદાજ કરવામાં આવે છે કે આ ક્ષેત્ર આગામી 10 વર્ષોમાં 33 બિલિયન ડોલરનું રોકાણ આકર્ષિત કરશે. અને તો પણ સભાનતા, ટેકનોલોજી, અને માળખાકીય અવકાશને કારણે ખોરાકના ઉત્પાદનના મોટા બગાડના સંદર્ભમાં અસમાનતાઓ અકબંધ રહે છે.
Fi India & Hi જેવું એક સંકલિત પ્લેટફોર્મ, નવીનતાપૂર્ણ અને માહિતીપ્રદ સુવિધાઓ સાથે આ અવકાશને ભરવાનો ધ્યેય ધરાવે છે જે વ્યાવસાયિકોને પ્રગતિના દરની આગળ રહેવામાં મદદ કરશે - જેમાં પ્રી-કનેક્ટ કોંગ્રેસ સહિત, પોષણ વિજ્ઞાન અને કાર્યાત્મક ખોરાક પર અને નવા અમલી બનાવાયેલા FSSAI નિયમનો જે ઇન્ડસ્ટ્રીના ઉત્પાદકોને અને અન્યો સહિત લાઈવ ક્વોલિટી લેબ્સ ઓનસાઇટને પ્રભાવિત કરશે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે."
"ProPak India Expo જે નોંધપાત્ર રીતે ફૂડ પેકેજિંગ અને પ્રોસેસિંગને પ્રબંધિત કરે છે તેના સહ-સ્થાન સાથે, શો ખાતેના ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓ ફૂડ ઇન્ગ્રેડિએન્ટ્સ, ટેક્નોલૉજી અને પેકેજીંગને લગતા સંપૂર્ણ ઉકેલો એક વિશાળ છત્ર હેઠળ પ્રાપ્ત કરશે." તેવું તેમણે ઉમેર્યું હતું.
13 વર્ષના એક સમૃદ્ધ વારસા સાથે, Fi India ફરી એકવાર ફૂડ અને હેલ્ધ ઇન્ગ્રેડિએન્ટ્સ પર બે દિવસના નિઃશુલ્ક ઓન-સાઈટ સેમિનારનું આયોજન કરશે. આ સેમિનાર વિવિધ ભારતીય સંગઠનો સાથેના જોડાણમાં આયોજિત કરવામાં આવશે અને તેમાં તકનીકી વિકાસ અને બજારના વલણોને આવરી લેવાશે. વધુમાં, જીવંત પ્રદર્શનો પ્રેક્ષકોને વધુ સારો અનુભવ, વધુ નવા વિચારો અને ઉપયોગમાં લેવાતા ખાદ્ય ઉત્પાદનોના વાસ્તવિક પ્રયોગ પર ઉપયોગી ટીપ્સ આપશે.
દિવસ 1 'ટેક્નોલોજીઝ અવેલેબલ ફોર કમર્શિયલાઈઝેશન ઈન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ્સ'; 'હેલ્ધી લિવિંગ એન્ડ ઓથેન્ટીસીટી: ધ નોવેલ કૉનસેપ્ટ ઈન ફૂડ્સ ઈન ઇન્ડિયા'; 'ઇનોવેટિવ પૉલિસીસ ફોર ઇન્ડિયન ફૂડ પ્રોસેસિંગ સેક્ટર' અને 'એડવાન્ટેજિસ ઓફ ઇનકેપ્સ્યુલેશન ટેક્નોલોજીઝ ઈન ફૂડ્સ એન્ડ બેવરેજીસ' અને બેકરી વર્કશોપ જે 'વેરાયટીઝ ઓફ બ્રેડ' અને 'કૂકી ઈમ્પ્રુવર' સત્રો સમાવિષ્ટ કરશે.
દિવસ 2 પર 'મોન્ક ફ્રૂટ ઇમર્જીસ એસ અ યુનિક સોલ્યૂશન ફોર નેચરલ કૅલરી એન્ડ સુગર રિડક્શન'; 'ક્રોસ-ક્યૂલિનરી ટ્રેન્ડ્સ એક્રોસ ધ વર્લ્ડ', 'ફૂડ એન્ડ હેલ્ધ ઇન્ગ્રેડિએન્ટ્સ - ઇન્ડિયન ડાયનામિક્સ'; 'ફૂડ ફોર્ટિફાઇડ બાઈ ન્યુટ્રિશન એન્ડ ઇટ્સ ગ્રોથ પેટર્ન'; સક્સેસફુલ પેટર્ન ઓફ ઇન્ડિયન ઇન્ગ્રેડિએન્ટ્સ માર્કેટ' અને 'ચેલેન્જીસ એન્ડ ઑપોર્ચ્યૂનિટિઝ ઓફ સ્ટાર્ટ-અપ્સ ઈન ન્યૂટ્રા ઇન્ડસ્ટ્રી' સંબંધિત વિષયો પર ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે. અન્યોની સાથોસાથ મિડલ ઈસ્ટર્ન ડેઝર્ટ્સ (મીઠાઈઓ) ના લાઈવ ડેમોનું આયોજન પણ કરવામાં આવશે.
આ વર્ષના એક્સ્પોની અન્ય નવતર હાઇલાઇટ્સમાં શામેલ છે:
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
Fi India & Hi 2018 વિશે:
Fi India & Hi નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે, જેઓએ એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર બનવા માટે જૂન 2018 માં Informa PLC સાથે જોડાણ કર્યું છે. ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article