હૈદરાબાદ, ભારત, August 6, 2018 /PRNewswire/ --
UBM India દ્વારા ભારતની સૌથી વ્યાપક વિશ્લેષણાત્મક, લેબ, ફાર્મા મશીનરી અને કોન્ટ્રેક્ટ સર્વિસીસ સંબંધિત ઇવેન્ટ
CPhI / P-MEC India, એક અગ્રણી વૈશ્વિક ફાર્મા ટ્રેડ શો અને કોન્ફરન્સના આયોજક UBM India દ્વારા આજે PharmaLytica 2018 ની 5 મી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી. 10 મી અને 11 મી ઓગસ્ટ 2018 ના રોજ બે દિવસની આ ઇવેન્ટ, HITEX Exhibition Center, હૈદરાબાદ ખાતે યોજવામાં આવશે, જે ભારતની મોટા જથ્થાના ઔષધોની રાજધાની છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/726649/PharmaLytica_2018.jpg )
PharmaLytica 2018, દક્ષિણ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ ફાર્મા સંબંધિત એક્સ્પો છે જે ફાર્માસ્યુટિકલ સમુદાયને તાજેતરના ઉદ્યોગ વલણો, નવીનીકરણ અને વિશ્લેષણાત્મક, લેબોરેટરી, મશીનરી, પેકેજીંગ અને અન્ય સંલગ્ન ઉદ્યોગો સાથે વ્યવસાયનું સંચાલન કરવા માટે સક્ષમ બનાવશે. Pharmexcil, Confederation of Indian Pharmaceutical Industry (CiPi) અને Indian Drug Manufacturers' Association (IDMA) સહિતના સંગઠનો દ્વારા સુયોગ્ય સમર્થન આપવામાં આવ્યું છે.
Kirloskar, Standard Group of Companies, Bry-Air Asia, Allyone Industries, Rotomark Innovations, Gandhi Automation, Mack Pharmatech, Autocal Solutions, Helios Concrew, S.K. Pharma Machinery, NPM Machinery, GMM Pfaudler, ELGI Equipments, First Source Lab, Apex Chromatography, Valfit Engineers, Integrated Cleanroom Technology, Dumra Machines, Sigma Scientific Glass અને અન્યો સહિત જેવા ઉદ્યોગના નોંધપાત્ર ખેલાડીઓ સાથે દેશભરના 150 પ્રદર્શકોની સહભાગિતાની સાક્ષી PharmaLytica તેની વર્તમાન આવૃત્તિમાં પૂરશે.
આ ઇવેન્ટમાં PharmaLytica સેમિનારનો પણ સમાવેશ થાય છે, જેમાં તાજેતરના ઉદ્યોગ પ્રવાહો સંબંધિત સંખ્યાબંધ વિચક્ષણ અને ઊંડી દ્રષ્ટિ ધરાવતા સત્રો અને ચર્ચાઓ આવરિત થશે. તેમાંના કેટલાકમાં 'અ સ્માર્ટ ફાર્મા મેન્યુફેકચરિંગ ફોર ઓપરેશનલ એક્સેલન્સ'; લેટેસ્ટ ઈન ફાર્માસ્યુટિકલ, 'એનાલિટીકલ એન્ડ લેબ', 'ટેક્નોલોજી એજ' જેવા વિષયોનો સમાવેશ થાય છે, જે તાજેતરના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં માહિતીના મહત્વ વિશે વાત કરશે; 'કોસ્ટ-ક્વોલિટી એફિશન્સી'; 'સેટિંગ ક્વોલિટી ક્લચર પેરામીટર' જે ગુણવત્તા સંસ્કૃતિ ઉચ્ચારણને લગતા પડકારો વિશે વાત કરશે; તે ઉપરાંત 'અ ડિસ્ટન્ટ વ્યૂ ઓફ ઇન્ડિયન પ્રાઇસીંગ એન્ડ રેગ્યુલેટરી: યુએસ પર્સ્પેક્ટિવ'; 'પ્રેસેંટેશન ઓફ કેસ સ્ટડી ઓન ફાર્માકોઇકોનોમિક્સ', 'ઇસ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ મચ મોર થેન ગુડ મેન્યૂફૅક્ચરિંગ પ્રેક્ટિસિસ (જીએમપી)?' અને 'રેગ્યુલેટરી, પ્રાઇસીંગ એન્ડ પેશન્ટ્સ - ઇક્વિલિબ્રિયમ' જેવા વિષયોનો સમાવેશ થશે.
એક્સ્પોના ટચ-એન્ડ-ફીલ પાસાને ઉન્નત બનાવવા માટે, અત્યંત અપેક્ષિત હાઈલાઈટ્સ માંની એક ઇનોવેશન ગેલેરીનો સમાવેશ હશે, જ્યાં મુલાકાતીઓ પ્રદર્શકો દ્વારા પ્રદાન કરવામાં આવનારી પ્રત્યક્ષ, ધ્યાનાકર્ષક નવીનતાઓ અને તકનીકીઓ જોઈ શકવાની તક મેળવશે.
2019 માં મુંબઈમાં સૌપ્રથમવાર PharmaLytica હોસ્ટ કરીને પશ્ચિમ વિસ્તારમાં તેના સશક્ત ફાર્મા માર્કેટમાં દાખલ થઈને એક્સ્પો પોતાની પાંખો ફેલાવવાની યોજના ધરાવે છે. લેબ અને વિશ્લેષણાત્મક, ફાર્મા મશીનરી અને પેકેજીંગ જેવા ક્ષેત્રો સાથે દક્ષિણ-પશ્ચિમની બજારને લક્ષિત કરવા દરમિયાન, PharmaLytica આ ક્ષેત્રમાં પોતાનું આગવું પ્રાધાન્ય જાળવી રાખવા માટે એપીઆઈ અને એક્સિપીઅન્ટ્સ ઝોન પણ લોન્ચ કરશે. આ પ્રદર્શન પ્રોફાઇલને એક જ છત હેઠળ તમામ એન્ડ-ટુ-એન્ડ ફાર્મા ઉકેલો માટે એક સ્ટોપ શોપ તરીકે આગળ લાવશે.
PharmaLytica ની 5મી આવૃત્તિની જાહેરાત અંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "પાછલા વર્ષોમાં, PharmaLytica એ ફાર્મા ઉદ્યોગની અંદરના વિશિષ્ટ સેગમેન્ટ્સમાં એક સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલા સાથે ઉત્પાદનો અને સેવાઓ માટે એક અગ્રણી બજાર તરીકે વિકાસ પામી છે. આ એક્સ્પો અને તેની અંદર ખાસ કરીને કોન્ફરન્સ, બજારના પ્રવાહો પ્રત્યેના પ્રત્યુત્તરોને સક્ષમ કરવા માટે ક્ષેત્રમાં બદલાતા ભૂપ્રદેશની સમજણને વધુ ઊંડી કરવા માંગે છે. તે ભારતમાં એક અનન્ય ડ્રગ સેફ્ટી ઇકોસિસ્ટમ સ્થાપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે."
"2020 સુધીમાં, પૂર્ણ કદમાં વૈશ્વિક સ્તરે 6 ઠ્ઠું સૌથી મોટું બજાર બનીને અને સતત વધતા વિકાસ દ્વારા ભારત ટોચની ત્રણ ફાર્માસ્યુટિકલ બજારોમાં હોવાની શક્યતા છે. ફાર્મા કંપનીઓ નવી દવાઓ શોધવા, આરએન્ડડી ખર્ચમાં વધારો કરવા, ટેકનોલોજી અમલીકરણ અને ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અને નવી પધ્ધતિઓ રજૂ કરવા માટે વિલક્ષણ પ્રયત્નો કરી રહી છે. PharmaLytica ખાતે અમારું ફોકસ ભારતના ફાર્મા ઉદ્યોગના વધતા વ્યવસાયમાં કંપનીઓને નવીનતાઓ સાથે એકતાલ રાખવા પર રહેશે. ફાર્મા ડોમેનમાં આપણી વધતી જતી અને અજોડ પ્રસ્તુતિઓને ધ્યાનમાં રાખીને, અને તે હકીકત કે એક્સ્પો આનુષંગિક બાજુ સહિત ક્ષેત્રની વૃદ્ધિ સાથે તાલ મિલાવીને આગળ વધી રહ્યો છે, 2019 માં PharmaLyticaને મુંબઈ લઇ આવવા અંગે અમે ઉત્સુક અને આનંદિત છીએ. સાથે સાથે, અમે અમારી પ્રસ્તુતિઓમાં પણ વધારો કરી રહ્યા છીએ અને તેમાં કોઈ શંકા નથી કે આ દક્ષિણના બજાર ઉપરાંત સશક્ત પશ્ચિમ બજારમાં પણ પુષ્કળ મૂલ્ય ઉમેરશે," તેવું તેમણે ઉમેર્યું હતું.
વિશ્વની ફાર્મસી તરીકે જાણીતા ભારતીય ફાર્મા અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ માટે તાજેતરના દાયકાઓમાં તેની પ્રશંસા કરવામાં આવી છે. 2017 ના વર્ષમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનું મૂલ્ય 33 બિલિયન ડોલર હતું. દેશનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ 2015-20 સુધીમાં 22.4 ટકાની સીએજીઆરમાં 55 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. 2017-18માં ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ 17.27 બિલિયન યુએસ ડોલર હતી અને 2020 સુધીમાં તે 20 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.
વિવિધ આર્થિક ચાલક પરિબળો અને ફાર્મા પાર્ક જેવી સરકારી નીતિઓ, આનુષંગિક ક્ષેત્રો સાથે બાયોસીમિલીર્સ અને બાયોલોજિક્સ સેક્ટરને ઉત્તેજન આપવું અને ઉત્પાદન ખર્ચ ઘટાડવો તે દેશમાં ક્ષેત્રના વિકાસ અંગેના મુખ્ય ચાલક પરિબળો છે. 'ફાર્મા વિઝન 2020' જેની શરૂઆત ડ્રગ મેન્યુફેક્ચરિંગમાં ભારતને વૈશ્વિક નેતા બનાવવા માટે થઇ છે, તેણે પણ રોકાણોને પ્રોત્સાહન આપ્યું છે.
ઇવેન્ટ વિશે વધુ જાણવા માટે અને ઇવેન્ટની ફ્રી એન્ટ્રી માટે રજિસ્ટર કરો અને http://www.ubmindia.in/pharmalytica ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia તાજેતરમાં જ Informa PLC સાથે જોડાઈ છે, જે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ છે અને વિશ્વના સૌથી મોટા B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/asia ની મુલાકાત લો.
PharmaLytica વિશે:
PharmaLytica નું આયોજન UBM દ્વારા કરવામાં આવ્યું છે જેઓએ જૂન 2018 માં Informa PLC સાથે એક અગ્રણી B2B માહિતી સેવા જૂથ બનવા માટે અને વિશ્વના સૌથી મોટા B2B આયોજક બનવા માટે જોડાણ સાધ્યું છે. ભારતમાં અમારી હાજરી વિશે વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubm.com/india ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article