બેંગલુરુ, August 2, 2018 /PRNewswire/ --
ભારતના અગ્રણી રિઅલ એસ્ટેટ સેવા પ્રદાતા ANAROCK Property Consultants દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઇન્ડસ્ટ્રીના વેટરન Mayank Saksena, મેનેજિંગ ડિરેક્ટર - લેન્ડ એન્ડ હેડ - સાઉથ ઇન્ડિયા રેસીડેન્શીયલ સર્વિસીસ તરીકે ફર્મ સાથે જોડાયા છે.
(Logo: https://mma.prnewswire.com/media/701435/ANAROCK_Logo.jpg )
આ નિમણૂક પહેલાં, Mayank Saksena, Land Services international property consultants JLL India ખાતે મેનેજિંગ ડિરેક્ટર હતા, જ્યાં તેઓ India Leadership Council (ILC) નો પણ ભાગ હતા. ત્યાં એક દાયકાના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ (હાઈ ટિકિટ) જમીનના સોદાઓ અને તેમનું સંપાદન આદેશો પાર પાડ્યા હતા. આમાં દેશના મોટા શહેરોમાં સૌથી મોટા જમીન સંબંધિત વ્યવહારોનો સમાવેશ થાય છે.
16 વર્ષથી વધુની તેમની કારકિર્દીમાં તેમણે અગ્રણી રિઅલ એસ્ટેટ ડેવલપર્સ, કોર્પોરેટ્સ અને સરકારી એજન્સીઓ વતી વ્યવહારો અને સંપાદનોની રચના કરી છે. જમીન સંબંધિત વ્યવહારો માટે તેઓ એક સ્વીકાર્ય નિષ્ણાત છે, અને સંપૂર્ણ ભારતના રિઅલ એસ્ટેટ બજારો માટે જ્ઞાન અગ્રણી છે.
Santhosh Kumar, વાઇસ ચેરમેન - ANAROCK Property Consultants, એ જણાવ્યું હતું કે, "આ એક મહત્વપૂર્ણ નિમણૂક છે અને ANAROCK ની ઉત્ક્રાંતિમાં આગામી પગલું ભારતના અગ્રણી ફૂલ-ડેક રિઅલ એસ્ટેટ સેવા પ્રદાતા તરીકે છે. Mayank પોતાની સાથે જમીન વ્યવહારો સંબંધિત મજબૂત ડેવલપર-કેન્દ્રિત વિકાસ માળખું પ્રસ્તુત કરે છે. તેઓ દક્ષિણ ભારતમાં અમારા રેસિડેન્શિયલ (રહેણાંક) વર્ટીકલના નિર્માણ માટે પણ અગ્રણી ભૂમિકા ભજવશે. સેગમેન્ટ્સ અને ભૌગોલિક ક્ષેત્રોમાં તેમના મજબૂત ડેવલપર સંબંધો સાથે, Mayank રિઅલ એસ્ટેટ ડોમેનમાં વિવિધ બિઝનેસ મોડલ્સ અને માર્કેટ ડાયનેમિક્સની ઉત્તમ સમજ ધરાવે છે."
Mayank Saksena, ANAROCK સાથે જોડાવા માટે તેમના ઉત્સાહ વિશે સ્પષ્ટ છે. "ઘણા વર્ષોથી Anuj Puri અને Santhosh Kumar સાથે કામ કરીને, હું ભારતના સૌથી કુશળ રિઅલ એસ્ટેટ નિષ્ણાતોની આગેવાની હેઠળ પરિચિત બિઝનેસ પર્યાવરણમાં આવું છું તે મારે માટે બીજા ઘર જેવું છે." તેઓ જણાવે છે કે, "જમીન રિઅલ એસ્ટેટના જીવન ચક્રનો પાયો છે, અને હું મારા આ ક્રિટિકલ વર્ટીકલ અનુભવને વ્યવસાયમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી રિઅલ એસ્ટેટ કંપનીમાં લાવવા માટે ઉત્સાહિત છું. આપણી પાસે પહેલેથી જ કેટલાક ઉચ્ચ સ્તરીય અધિકૃત આદેશો રાહ જોઈ રહ્યા છે. વધુમાં, દક્ષિણ ભારત એ ANAROCK માટે એક મુખ્ય રેસિડેન્શિયલ વિકાસ ક્ષેત્ર છે."
આ તબક્કે, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈમાં હજુ પણ અનુક્રમે 85,000, 27,500 અને 28,500 યુનિટની ન વેચાયેલ નિવાસસ્થાન ઇન્વેન્ટરી છે.
"2017 ના Q2 ની સરખામણીમાં ન વેચાયેલ ઇન્વેન્ટરી બેંગલુરુમાં 24%, હૈદરાબાદમાં 11% અને ચેન્નઈમાં 10% થી નીચે આવી છે. આનો અર્થ એવો છે કે દક્ષિણ ભારતીય બજારોમાં સુધારો થઈ રહ્યો છે અને વધતી જતી માંગનો યોગ્ય લાભ લેવાનો આ યોગ્ય સમય છે," Saksena એ જણાવ્યું. "ANAROCK ની ઉપયોગમાં ન લેવાયેલી ઇન્વેન્ટરીને બંધનમુક્ત કરવાની સાબિત ક્ષમતાઓ અને દક્ષિણમાં તેની પહેલેથી જ મજબૂત હાજરી સાથે, હવે અમે આ બજારની ક્ષમતાને સંપૂર્ણપણે શોધી શકીશું."
ANAROCK ની બેંગલુરુ ઑફિસ ખાતે Mayank Saksena સ્થિત હશે અને તેમની ભૂમિકા તાત્કાલિક શરૂ થશે.
ANAROCK Property Consultants વિશે:
ANAROCK ભારતની અગ્રણી સ્વતંત્ર રિઅલ એસ્ટેટ સર્વિસીસ કંપની છે, જે પૂરક વ્યવસાયોની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે. ANAROCK ગ્રુપના ચેરમેન Anuj Puri એ ઇન્ડસ્ટ્રીના એક અત્યંત આદરણીય સત્તાધિકારી અને વિચારશીલ નેતા છે જેઓ ભારતીય અને વૈશ્વિક રિઅલ એસ્ટેટની તકો નિર્માણ કરવા અંગે 30 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ એક ગતિશીલ વરિષ્ઠ ટીમની આગેવાની કરે છે જે ટીમ ક્લાઈન્ટની જરૂરિયાતો અને કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે ઊંડી સમજણ ધરાવે છે. ANAROCK રોકાણકારો, ડેવલપર્સ, કબજા ધરાવનારાઓ, ફાઇનાન્સર્સ અને જાહેર ક્ષેત્રની જરૂરિયાતોની પૂર્તતા કરે છે. અમારા મુખ્ય વ્યૂહાત્મક વ્યવસાય એકમો રેસિડેન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ એડવાઇઝરી, રીટેઈલ ટ્રાન્ઝેક્શન એન્ડ એડવાઇઝરી, કેપિટલ માર્કેટ્સ છે જે હેઠળ ડેબ્ટ, ઇક્વિટી અને મેઝેનાઈન ફન્ડિંગ, ઇન્વેસ્ટમેંટ મેનેજમેન્ટ મેનેજિંગ પ્રોપરાઇટરી ફંડ્સ અને રિસર્ચ એન્ડ કન્સલ્ટિંગ આવરિત થાય છે. ANAROCK નું મુખ્ય મથક મુંબઇમાં છે, જેમાં 1,500 થી વધુ લાયકાત ધરાવતા, યોગ્ય અને અનુભવી વ્યાવસાયિકો છે. દેશના તમામ મોટા બજારોમાં ઓફિસો અને દુબઈમાં સમર્પિત સેવાઓ સાથે, ANAROCK પાસે 80,000 પ્રેફરન્સ ચેનલ ભાગીદારો સાથે વૈશ્વિક પદચિહ્ન પણ છે. ANAROCK ના દરેક પાસાં તેના ગ્રાહકો અને ભાગીદારોને તેના મૂળ વચન અને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે - કિંમતથી આગળ મૂલ્યો.
http://www.anarock.com ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Arun Chitnis
[email protected]
+91-9657129999
Head - Media Relations
ANAROCK Property Consultants
Share this article