બેંગલોર, July 18, 2018 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants) તેની વાર્ષિક સ્ટુડન્ટ લીડરશીપ કૉન્ફરન્સ (SLC) માટે એપ્લિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આનંદ અનુભવે છે.
(Photo: https://mma.prnewswire.com/media/719367/Kavya_Ramesh_IMA_SLC_USA.jpg )
ભારતીય યુનિવર્સિટીઓમાં કૉમર્સ, એકાઉન્ટન્સી, ફાઇનાન્સ અથવા બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં અગ્રતા ધરાવતા પ્રથમ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને વિદેશમાં એક અનન્ય શિક્ષણ અનુભવ માટે એપ્લિકેશન કરવા આમંત્રણ આપવામાં આવે છે. St. Louis, Missouri, USA માં 1-3 નવેમ્બર 2018 ના રોજ તમામ ચુકવણી કરાયેલ એલીટ વાર્ષિક સ્ટુડન્ટ લીડરશીપ કૉન્ફરન્સ 'ગેટવે ટુ સક્સેસ' ટ્રીપ માટે ભારત, આફ્રિકા અને મધ્ય પૂર્વના છ સફળ વિદ્યાર્થીઓની પસંદગી IMA દ્વારા કરવામાં આવશે.
"IMA ની સ્ટુડન્ટ લીડરશીપ કૉન્ફરન્સ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં તેમની કારકિર્દીની તકો શોધવા માટે વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ લાવે છે. હાલના ઉદ્યોગ પ્રવાહો અને જોબ માર્કેટની જરૂરિયાતો સાથે તેમને તેમની કુશળતા વધારવાની તક પણ હશે," તેવું IMA ના ભારત દેશના વડા Fenil Vadakken એ જણાવ્યું હતું.
રુચિ ધરાવતા અરજદારોને, તેમની રુચિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને તેમની ભાવિ કારકિર્દી પર તેની સકારાત્મક અસર કરનાર કારણોને હાઈલાઈટ કરતો, બે મિનિટનો વિડિઓ, શા માટે તેઓ SLC માં હાજરી આપવાનું પસંદ કરે છે, સબમિટ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
વધુમાં, ઉમેદવારોએ તે દર્શાવવાની જરૂર છે કે તેઓ કેવી રીતે તેમના સાથી વિદ્યાર્થીઓ સાથે માહિતી અને કૉન્ફરન્સથી મેળવેલ જ્ઞાન શેર કરવાની યોજના ધરાવે છે. આ પ્રદેશની યુનિવર્સિટીઓમાં મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સમુદાય બનાવવો એ IMA ના દ્રષ્ટિકોણનો એક ભાગ છે. આ વેબસાઇટ પર સંપૂર્ણ એપ્લિકેશન વિગતો મળી શકે છે.
આ પ્રવિષ્ટિઓને IMA ના સ્વતંત્ર ન્યાયાધીશોની એક પેનલ દ્વારા જજ કરવામાં આવશે, જેઓ નિયમો અને શરતોમાં સ્પષ્ટ કરેલા માપદંડ અનુસાર દસ જેટલા ફાઇનલિસ્ટ શોર્ટલિસ્ટ કરશે. ફાઇનલિસ્ટના વિડિઓઝને IMA India ની સોશિયલ મીડિયા ચેનલો દ્વારા પ્રમોટ કરવામાં આવશે.
ગયા વર્ષે, IMA દ્વારા હ્યુસ્ટન, ટેક્સાસની કૉન્ફરન્સમાં ઇજિપ્ત, યુએઇ, કતાર અને ભારત થી પાંચ વિદ્યાર્થીઓ મોકલ્યા હતા. કૉન્ફરન્સમાં, વિદ્યાર્થીઓને વૈશ્વિક ફાઇનાન્સ અગ્રણીઓને મળવાની અને પરિવર્તનક્ષમ સત્રોમાં હાજરી આપવાની તક મળી હતી.
"વિદ્યાર્થીઓ માટે SLC એક ઉત્તમ પ્લેટફૉર્મ છે. તે અમને આત્મવિશ્વાસ મેળવવામાં અને ઉદ્યોગના નિષ્ણાતો પાસેથી ઘણું બધું શીખવામાં મદદ કરે છે, અને તે દરમિયાન અમને વિશ્વના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સ સાથે જોડાવાની તક પણ આપે છે," તેવું કાવ્યા રમેશ યાદ કરતા કહે છે જેમણે ગયા વર્ષે જૈન યુનિવર્સિટી ખાતે એકાઉન્ટિંગ વિદ્યાર્થી તરીકે કૉન્ફરન્સમાં હાજરી આપી હતી. તેણી હવે એક યુવાન એકાઉન્ટિંગ પ્રોફેશનલ છે.
"બિઝનેસમાં એકાઉન્ટિંગ અને ફાઇનાન્સના અગ્રણીઓ તરીકેની સફળ અને લાંબા ગાળાની કારકિર્દી વિકસિત કરવાનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ લીડરશીપ કૉન્ફરન્સ એક અનન્ય શિક્ષણ, વ્યવસાયિક વિકાસ અને નેટવર્કીંગ તક છે. અમે દરેક લાયક વિદ્યાર્થીને તેમની વિડિઓ એપ્લિકેશન મોકલવા માટે આમંત્રિત કરી રહ્યા છીએ," તેવું Rishi Malhotra, IMA ખાતેના એકેડેમિક એન્ડ કમ્યૂનિટી રિલેશન્સ મેનેજર, અંતમાં જણાવે છે.
વિડિઓ એપ્લિકેશન બુધવાર, જુલાઇ 25, 2018 સુધી સ્વીકારવામાં આવશે. એપ્લિકેશન પ્રક્રિયા વિશે વધુ માહિતી માટે અને નિયમો અને શરતો વાંચવા માટે, http://bit.ly/SLC2018IMEA ની મુલાકાત લો.
IMA® (Institute of Management Accountants) વિશે
The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, એનજે, યુએસએમાં મુખ્ય મથક ધરાવે છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Janice Sevilla
[email protected]
+91-9847005818
Communication Specialist
Institute of Management Accountants
Share this article