પૂણે, ભારત, July 9, 2018 /PRNewswire/ --
Sterlite Tech (BSE: 532374) (NSE: STRTECH), વધુ સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સમાં એન્ડ-ટુ-એન્ડ ગ્લોબલ ટેક્નોલોજીના અગ્રણી એ ઇટાલીમાં સ્થિત યુરોપિયન સ્પેશ્યલાઈઝ્ડ ઓપ્ટિકલ કેબલ મૅન્યુફેક્ચરર ના ઍકિવઝિશન માટે નિશ્ચયાત્મક કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાની આજે જાહેરાત કરી છે.
(Logo: http://mma.prnewswire.com/media/568301/Sterlite_Logo.jpg )
Sterlite Tech, તેની સંપૂર્ણ માલિકીની ઇટાલિયન પેટાકંપની Sterlite Technologies S.p.A, દ્વારા, Metallurgica Bresciana S.p.A (Metallurgica) માં 100 ટકા હિસ્સો ખરીદશે.
વિવિધ કોમ્યુનિકેશન એપ્લિકેશન્સ માટે Metallurgica ખાસ સચોટ ઓપ્ટિકલ ફાયબર કેબલ્સ અને વિશિષ્ટ કોપર કેબલ્સને ડિઝાઇન અને તેનું ઉત્પાદન કરે છે. લક્ષ્ય કંપની એક ખાનગી માલિકીની કંપની છે જે ઉદ્યોગના સેગમેન્ટમાં વિવિધ નેટવર્ક એપ્લિકેશન્સ માટે વિશેષ કેબલિંગ સોલ્યુશન્સ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઍકિવઝિશન લગભગ 47 મિલિયન યુરોનો સંપૂર્ણ રોકડ સોદો છે, જેનું ભંડોળ યુરો ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને આંતરિક સ્રોતોના સંયોજન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. Metallurgica એ CY17 ના અંતે 48.7 મિલિયન યુરોની વાર્ષિક આવક અને 4.2 મિલિયન યુરોની ચોખ્ખી આવક દર્શાવી હતી. પહેલા જ દિવસથી ટ્રાન્ઝેક્શન EPS એક્રેટીવ છે અને સોદો આગામી બે અઠવાડિયામાં પૂર્ણ થવાની ધારણા છે.
આ ઍકિવઝિશન યુરોપમાં Sterlite Techની બજાર હાજરીમાં નોંધપાત્ર વધારો કરશે. તે સ્તર-1 ના નવા ગ્રાહકો લાવશે, ઉત્પાદન પોર્ટફોલિયોમાં વધારો કરશે, અને યુરોપિયન બજારોને સારી સેવા આપવા માટે લવચિકતા અને ક્ષમતા વધારશે.
"અમે Metallurgica Bresciana ના ઍકિવઝિશન માટે નિશ્ચયાત્મક કરારો પર હસ્તાક્ષર કરવા બદ્દલ આનંદ અનુભવીએ છીએ, જે મહત્ત્વના યુરોપિયન બજારોની પહોંચ મેળવીને અને અમારા ઉત્પાદનોના પોર્ટફોલિયોમાં વધુ વિસ્તૃત સ્પેશિયાલિટી કેબલને ઉમેરીને Sterlite Tech ની ઓપ્ટિકલ ફાયબર
કેબલિંગ બિઝનેસનું વિસ્તરણ કરશે," તેવું Dr Anand Agarwal, CEO, Sterlite Tech કહે છે.
"આ ઍકિવઝિશન અમારા મુખ્ય ગ્રાહકોને આગામી પેઢીના નેટવર્કો માટે તેમની જરૂરિયાતો પૂરી કરવા
માટે નજીકના સ્તરે કેબલિંગ સુવિધાઓ ધરાવતી અમારી વૈશ્વિક સપ્લાય ચેનની વ્યૂહરચના સાથે સંરેખિત કરે છે."
Sterlite Technologies વિશે:
Sterlite Technologies Ltd (BSE: 532374) (NSE: STRTECH), એક વૈશ્વિક તકનીકી અગ્રણી છે, જે સ્માર્ટ ડિજિટલ નેટવર્ક્સની ડિઝાઇન, નિર્માણ અને સંચાલન કરે છે. ઉત્પાદનો, સેવાઓ અને સૉફ્ટવેરમાં ડિજિટલ વેબ-સ્કેલ પ્રદાન કરનાર, Sterlite Tech 100 કરતાં વધુ દેશોમાં ગ્રાહકો સાથે સંલગ્ન છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલમાં વૈશ્વિક સ્તરની ઉત્પાદન સુવિધાઓ અને ભારતમાં બે સોફ્ટવેર ડિલિવરી સેન્ટર ધરાવે છે. Sterlite Tech આગામી પેઢી માટેની નેટવર્ક એપ્લિકેશન્સ માટે બ્રોડબેન્ડ રિસર્ચ અને સેન્ટર ફોર સ્માર્ટર નેટવર્ક્સ માટે ભારતના એકમાત્ર શ્રેષ્ઠતાના કેન્દ્રનું આશ્રયસ્થાન છે. કંપની દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સમાં સશસ્ત્ર દળો માટે ઘુસણખોરી-પ્રુફ સ્માર્ટ ડેટા નેટવર્ક, BharatNet માટે ગ્રામ્ય બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીઝ ડેવલપમેન્ટ અને હાઈ-સ્પીડ Fibre-to-the-Home (FTTH) નેટવર્ક્સ સ્થાપવા માટેનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે, http://www.sterlitetech.com ની મુલાકાત લો
ભવિષ્ય અને ચેતવણી સંબંધિત નિવેદનો: Sterlite Technologies Limited અને તેના ભાવિ સાથે સંબંધિત આ રિલીઝમાં સમાવિષ્ટ કેટલાક શબ્દો અને નિવેદનો અને Sterlite Technologies ની અપેક્ષિત નાણાંકીય સ્થિતિ, વ્યાપારી વ્યૂહરચના, Sterlite Technologiesના ભાવિ સંચાલનો અને ભારતના સામાન્ય અર્થતંત્ર સંબંધિત અન્ય નિવેદનો ભવિષ્ય સાથે સંકળાયેલા (ફોરવર્ડ લુકિંગ) છે. આવા નિવેદનોમાં જાણીતા અને અજાણ્યા જોખમો, અનિશ્ચિતતાઓ અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે, જે Sterlite Technologies Limited ની ઉપ્લબ્ધિઓ અથવા ઉદ્યોગના પરિણામોને આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો દ્વારા વ્યક્ત અથવા ગર્ભિત સામગ્રીને વાસ્તવિક પરિણામોથી અલગ પાડવાનું કારણ બની શકે છે. આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનો Sterlite Technologies ની વર્તમાન અને ભાવિ વ્યાપારી વ્યૂહરચનાઓ અને ભવિષ્યમાં Sterlite Technologies Limited જેવા વાતાવરણમાં કાર્ય કરશે તે અંગેની અસંખ્ય ધારણાઓ પર આધારિત છે. તેવા મહત્વપૂર્ણ પરિબળો જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે તેમાં અન્યો સાથોસાથ ભારત સરકારની નીતિઓ અથવા નિયમોના ફેરફારો અને ખાસ કરીને, Sterlite Technologies Industry ના વહીવટીતંત્ર સંબંધિત ફેરફારો, અને ભારતમાં સામાન્ય આર્થિક, વ્યવસાય અને ધિરાણની સ્થિતિઓમાં પરિવર્તનોનો સમાવેશ થાય છે. તેવા વધારાના પરિબળો છે જે વાસ્તવિક પરિણામો, કામગીરી અથવા ઉપ્લબ્ધિઓને મહત્વપૂર્ણપણે આવા ફોરવર્ડ-લુકિંગ નિવેદનોથી જુદા પાડવાનું કારણ બની શકે છે, જેમાંથી ઘણાં Sterlite Technologies ના નિયંત્રણમાં નથી, તેમાં સમાવિષ્ટ થાય છે નેશનલ સ્ટોક એક્સચેન્જ, ભારત અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ભારત ને પ્રદાન કરાયેલી Sterlite Technologies ની વિવિધ ફાઇલિંગ્સમાં ચર્ચા કરાયેલા જોખમ પરિબળો, પરંતુ માત્ર તેમના પૂરતા માર્યાદિત નથી. આ ફાઇલિંગ્સ http://www.nseindia.com અને http://www.bseindia.com પર ઉપલબ્ધ છે.
કોર્પોરેટ કૉમ્યૂનિકેશન્સ
Sumedha Mahorey
Phone: +91-22-30450404
Email: [email protected]
Manager Corporate Communications
Sterlite Technologies Ltd.
ઇન્વેસ્ટર રિલેશન્સ
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Email: [email protected]
Share this article