મુંબઈ, June 21, 2018 /PRNewswire/ --
હોમિયોપેથીના ક્ષેત્રે વૈશ્વિક સ્તરે છેલ્લાં ચાર દાયકામાં પોતાનું વિશિષ્ટ સ્થાન રચ્યા બાદ Dr Batra's Multi-Specialty Homeopathy Clinics આજે Dr Batra's Geno Homeopathy ને લૉન્ચ કરવા સાથે સાજા થવાની પ્રક્રિયા (હીલિંગ) ના ભવિષ્યમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા છે, એક એવી ક્રાંતિકારી અને નવો ચીલો ચાતરનારી (પાથ બ્રેકીંગ) જીન-લક્ષિત હોમિયોપેથિક થેરાપી જે વૈજ્ઞાનિક, ચોક્કસ, સલામત છે અને ભારતમાં પહેલી વાર દરેક વ્યક્તિ માટે અનન્ય રીતે આયોજિત કરેલ છે.
(Logo: https://mma.prnewswire.com/media/664189/Dr_Batra_s_Multi_Specialty_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/707007/Dr_Batra_Homeopathic_Therapy_Infographic.jpg )
Dr Batra's Geno Homeopathy એ નવા યુગની અનુકૂલિત સારવાર છે. તે આનુવંશિક વ્યક્તિગત હોમિયોપેથિક સંભાળ છે જે વ્યક્તિગત જિનોમ અનુક્રમના આધારે સારવારની રચના કરે છે. વૈજ્ઞાનિક અને લક્ષિત ઉપચાર માટે તે વ્યક્તિત્વ અને જીનેટિક્સને જોડે છે. આ એક વ્યક્તિગત સારવાર છે, કારણ કે આ ગ્રહ પરના કોઈપણ બે લોકો સમાન જીન ધરાવતા નથી. દરેક વ્યક્તિના જીન તેના ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ જેવા અનન્ય છે. તેથી, હાલમાં પરંપરાગત ઉપાયોની પ્રસ્થાપિત રીત, જે એક માપ-બધાને બંધબેસતું છે, તેનાથી વિપરીત, Dr Batra's Geno Homeopathy હેઠળ સમાન તબીબી સ્થિતિવાળા કોઈ પણ બે દર્દીઓને પણ સમાન દવાઓ આપવામાં આવશે નહીં. દવાઓ તેમનાઆનુવંશિક બંધારણના આધારે આપવામાં આવશે, અને તેથી દરેક વ્યક્તિ માટે અનન્ય હશે, જેથી દવાઓ દરેક દર્દી માટે વધુ અસરકારક રીતે કામ કરે છે.
સંશોધન અભ્યાસોએ સૂચવ્યું છે કે હોમિયોપેથિક દવાઓ પાસે કોઈ પણ અંતર્ગત બિમારીઓને આડઅસરો વગર સુધારવાની ક્ષમતા છે. Dr Batra's Geno Homeopathy સમસ્યાના મૂળમાં જાય છે; દર્દીના જીન સુધી અને તે ચોક્કસ અને અનન્ય હોમિયોપેથિક દવાઓ સાથે સારવાર આપે છે. તબીબી સમસ્યાના મૂળ કારણની સારવાર કરવામાં આવતી હોવાથી, દર્દીઓ માત્ર અપ્રિય લક્ષણોથી રાહત જ નથી મેળવતા પરંતુ તેમની તબીબી સ્થિતિ માટે કાયમી ઉપચાર મેળવે છે.
Geno Homeopathy ના પરીક્ષણો તબીબી ક્ષેત્રમાં જિનોમિક્સના નિષ્ણાતો અને નિષ્ણાત સલાહકારોના Dr Batra's ના તબીબી નિષ્ણાતોની ટીમ સાથેના સંયોજનથી રચાયેલ છે. આ પરીક્ષણો Dr Batra's Multi-Specialty Homeopathy Clinics માં એલર્જી, બાળ આરોગ્ય, વાળ ખરવા, નિવારક સ્વાસ્થ્ય (પુરુષ / સ્ત્રી / બાળક), ત્વચાના વિકારો, તાણ વ્યવસ્થાપન, વજન વ્યવસ્થાપન, મહિલા આરોગ્ય અને જાતીય આરોગ્ય સહિતના વિવિધ પ્રકારના વિકારો માટે 15 લાખ દર્દીઓની સારવારના વિશાળ અનુભવના આધારે રચાયેલ છે.
તેથી દર્દીઓ આ સરળ, આનુવંશિક પરીક્ષણ કે જે પીડારહીત અને ખર્ચ પ્રત્યે અસરકારક છે, તેના દ્વારા સમગ્ર વ્યાધિના લક્ષ્યને નિશાન બનાવી શકે છે અને તે Dr Batra's Multi-Specialty Homeopathy Clinics Pan India માં ઉપલબ્ધ છે.
Dr Batra's Geno Homeopathy પરીક્ષણ દર્દીઓને જાણવામાં મદદ કરશે કે તેઓ ને ભવિષ્યમાં તબીબી વિકાર થવાના જોખમ કેટલા છે, જેનો અર્થ થાય છે કે તે લક્ષણો દેખાય અથવા લોહીના પરીક્ષણો અંતર્ગત બિમારીને છતી કરે તે પહેલાં તબીબી સમસ્યાના છુપાયેલા જોખમનું મૂલ્યાંકન કરી શકે છેતેથી તે દર્દીઓને જીવનશૈલી સંબંધિત રોગોને રોકવા અને સારવાર કરવાની તક આપે છે.
Dr Batra's Multi-Specialty Homeopathy Clinics દર્દીઓના જિનોમિક ડેટાની એક બેંકનું નિર્માણ પણ કરશે જેને Geno Homeopathy Bank કહેવાય છે. આ જિનોમિક ડેટાનો ઉપયોગ તે આગાહી કરવા માટે કરવામાં આવશે કે દર્દીઓ માટે સારવારનો કયો વિકલ્પ સૌથી વધુ અસરકારક બનવાની સંભાવના છે અથવા તેઓ ભવિષ્યમાં કોઈ પણ સારવાર માટે કેવી રીતે પ્રતિસાદ આપશે. તે અન્ય દર્દીઓ માટે સારા સારવાર પરિણામો મેળવવા માટે પણ મદદ કરશે, કારણ કે પરીક્ષણ ડૉકટરોને ચોક્કસ વિકાર સાથે સંકળાયેલ ફરિયાદોની સારવાર કરવામાં મદદ કરશે. તે તેમને વિશ્લેષણ કરવામાં મદદ કરશે કે કઈ હોમિયોપેથિક દવાઓ એક ચોક્કસ આનુવંશિક બંધારણ (જેનેટિક મેકઅપ) ને શ્રેષ્ઠ અનુકૂળ થશે અથવા કેવી રીતે કોઈ ચોક્કસ વિકાર સાથેના દર્દીઓ અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા (ઉદાહરણ તરીકે, સૉરાયિસસ નામની ચામડીની સમસ્યાવાળા દર્દીને ડાયાબિટીસ હોવાની સંભાવના હોય છે) પ્રત્યે વધુ ઝુકાવ ધરાવે છે. આ સાથે દરેક દર્દી વધુ સારી અને ઝડપી સારવારની તક મેળવશે.
Dr Batra's Geno Homeopathy માટે, Dr. Mukesh Batra, એમરિટસ, Dr Batra's Healthcare ના સ્થાપક અને ચેરમેન એ જણાવ્યું હતું કે, "Geno Homeopathy સાથે, અમે હીલિંગના ભવિષ્યમાં ક્રાંતિ લાવી રહ્યા છીએ. Dr Batra's ખાતે, અમે હંમેશા તેવું માન્યું છે કે ઉપચારો વિકસિત કરવાના કેન્દ્રમાં ટેક્નોલોજી અને સંશોધન હોવા જોઈએ. Geno Homeopathy શરૂ કરીને, અમે અમારા દર્દીઓને ટેક્નોલોજીરૂપે ચઢિયાતી સારવારના લાભ પ્રદાન કરવાનો પ્રયત્ન કર્યો છે, જે ફક્ત વ્યક્તિગત અને ધ્યાન કેન્દ્રિત નથી પણ ખર્ચ પ્રત્યે અસરકારક પણ છે."
Dr Batra's Multi-Specialty Homeopathy Clinics વિશે
ભારત, UK, UAE, બેહરીન અને બાંગ્લાદેશમાં આશરે 225 ક્લિનિક્સ સાથે Dr Batra's Multi-Specialty Homeopathy Clinics વિશ્વની સૌથી મોટી હોમિયોપેથીક ક્લિનિકની ચેઇન છે. સંપૂર્ણ વિશ્વભરમાં આશરે 400 હોમિયોપેથિક ડૉકટરો કાર્યરત છે અને આશરે 10 લાખ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, આ બ્રાંડ એ તાજેતરમાં જ આ વર્ષની સૌથી વિશ્વસનીય બ્રાન્ડનું બહુમાન જીત્યું છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.drbatras.com/
મીડિયા સંપર્ક:
Rachna Sunder
[email protected]
+91-8080789076
DGM - Marketing
Dr Batra's Healthcare
Share this article