બજાજ ફાઇનાન્સ લિમિટેડે ફિકસ્ડ ડિપોઝિટનો વ્યાજ દર 8.75% સુધી વધાર્યો
પૂણે, ભારત, June 7, 2018 /PRNewswire/ --
- 36.60 મહિના સુધી નાણા રોકનારા વરિષ્ઠ નાગરિકોને 8.75% વ્યાજ મળશે.
- 36-60 મહિના સુધી નાણા રોકનારા હાલના ગ્રાહકોને 8.65% વ્યાજનો લાભ મળશે.
બજાજ ફિનસર્વની ધિરાણ અને રોકાણ શાખા બજાજ ફાઇનાન્સ લિમિટેડે તેના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં સુધારો કરી વરિષ્ઠ નાગરિકો માટે 8.75% અને વર્તમાન લોન અને એફડી ગ્રાહકો માટે 8.65% જાહેર કર્યાં છે. કંપની આ વ્યાજદર સંચિત વિકલ્પ અને બિન-સંચિત વિકલ્પ હેઠળ વાર્ષિક આધાર પર ઓફર કરે છે. અગાઉના 8.10% ને બદલે હવે ફિક્સ્ડ ડિપોઝિટના નવા ગ્રાહકોને 8.40 %નો લાભ મળશે.
બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટને સીઆરઆઈએસઆઈએલ (ક્રિસિલ) દ્વારા 'એફએએસે (સ્ટેબલ)' અને આઈસીઆરએ તરફથી 'એમએએએ (સ્ટેબલ)' માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ચૂકવણી અને અસ્કયામતો પર મુદ્દલની સલામતીની ઉચ્ચ કક્ષાનું પ્રમાણ સૂચવે છે.
2014માં બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ બિઝનેસ અંદાજે 200 કરોડ રૂપિયાની બુક સાઇઝ સાથે શરૂ થયો હતો, જે 2018ની 31મી માર્ચ સુધી વધીને 7,569 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. આ આંકડો છૂટક રોકાણકાર કમ્યુનિટિ અને ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ તરફથી મળેલા અદ્ભુત આવકારનો પુરાવો છે.
બજાજ ફાઇનાન્સ લિમિટેડે 1,00,000 રૂપિયાથી શરૂ કરીને 15 મહિનાની મુદતની ડિપોઝિટની એક ખાસ યોજના શરૂ કરી છે. જેમાં નવા ગ્રાહકોને 7.85% વ્યાજદર અને વરિષ્ઠ નાગરિકોને 7.85% વ્યાજદરનો લાભ મળશે.
ફિક્સ્ડ ડિપોઝિટના લાક્ષણિકતા અને લાભો
વરિષ્ઠ નાગરિકો માટે ઉચ્ચ વ્યાજદર
વરિષ્ઠ નાગરિકો માટેનો વ્યાજદર 8.40%થી વધારીને 8.75% કરવામાં આવ્યો, 0.35%નો વધારો.
લઘુ-તમ ડિપોઝિટ અને લવચીક મુદત
ગ્રાહકો બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનામાં 25,000 રૂપિયાથી શરૂ કરીને રોકાણ કરી 12થી 60 મહિના સુધીનો લવચીક વિકલ્પ પસંદ કરી શકે છે.
15 મહિનાની ખાસ મુદત
ગ્રાહકો ટૂંકાગાળાની પણ મોટી રકમનું રોકાણ કરવા ઇચ્છતા હોય તો 15 મહિનાની મુદત પસંદ કરી શકે છે અને 1,00,000 રૂપિયાથી શરૂ કરેલી ડિપોઝિટ પર 7.85% વ્યાજ મેળવી શકે છે.
બજાજ ફાઇનાન્સ લિમિટેડ વિશે:
બજાજ ફિનસર્વ ગ્રૂપની ધિરાણ અને રોકાણ કંપની બજાજ ફાઇનાન્સ લિમિટેડ ભારતીય બજારમાં અતિ ડાઇવર્સિફાઇડ એનબીએફસી છે, જે દેશમાં 21 મિલિયનથી વધારે ગ્રાહકોને સેવા આપે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીની વિવિધ પ્રોડક્ટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન, લાઇફસ્ટાઇલ ફાઇનાન્સ, પર્સનલ લોન્સ, પ્રોપર્ટી સામે લોન, સ્મોલ બિઝનેસ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ, ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન, સીક્યોરિટીઝ સામે લોન તથા ગોલ્ડ લોન્સ અને વ્હિકલ રિફાઇનાન્સિંગ લોન સામેલ છે. બજાજ ફાઇનાન્સ લિમિટેડ અત્યારે દેશમાં કોઈ પણ એનબીએફસી કરતાં એફએએસે સ્ટેબલનું ઊંચું ક્રેડિટ રેટિંગ ધરાવવાનો ગર્વ છે.
વધારે જાણકારી મેળવવા કૃપા કરીને મુલાકાત લો : https://www.bajajfinserv.in અથવા +91-92660-02288 આ નંબર પર મિસ્ડકોલ આપો. નિયમો અને શરતો લાગુ.
મીડિયા સંપર્ક:
Ashish Trivedi
[email protected]
+91-9892500644
Bajaj Finance Ltd.
Share this article