હૈદરાબાદ, ભારત, May 31, 2018 /PRNewswire/ --
Hyderabad Jewellery, Pearl and Gem Fair (HJF 2018), દક્ષિણ ભારતનો એક પ્રીમિયમ જ્વેલરી ટ્રેડ શો, મોતીઓના શહેરમાં અગ્રણી જ્વેલર્સ, આયાત અને નિકાસ વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનોને સાથે લાવીને ઉત્કૃષ્ટ જ્વેલરી અને કારીગરોના અનન્ય સંગ્રહને પ્રદર્શિત કરવા માટે તૈયાર છે. UBM India જે ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે તેમના દ્વારા આ સિગ્નેચર શો Hitech Jewellery Manufacturers Association (HJMA) અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુના 135 જિલ્લા સંગઠનો સાથોસાથ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિએશન સાથે ભાગીદારીમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે.
(Logo: https://mma.prnewswire.com/media/698398/HJF_2018_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
HICC, Novotel, Hitech City ખાતે HJF ની 11 મી ઍનિવર્સરી 8મી - 10મી જૂન, 2018 સુધી ત્રણ દિવસીય પ્રદર્શન હશે અને અને પ્રભાવશાળી ગ્રાન્ડ પ્લેટફોર્મ પર ભારતની શ્રેષ્ઠ કારીગરી પ્રસ્તુત કરશે.
જ્વેલરી બ્રાન્ડ્સ, હોલસેલર્સ, રિટેલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, મશીનરી ઉત્પાદકો, હીરા, રત્નો, મોતીના પુરવઠાકારો અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટ કરનારા વેપારીઓ અને પુરવઠાકારો અને વેપાર અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરતાં આ વર્ષે 200 થી વધુ પ્રદર્શકો સહભાગી થશે. આ વર્ષે પ્રદર્શનમાં વિસ્તૃત મશીનરી પેવેલિયન હશે જેમાં 30 પ્રદર્શકો સમાવિષ્ટ હશે જેઓ અગ્રણી તકનીક, જ્વેલરી બનાવવામાં અને સંલગ્ન સેવાઓ માટેની મશીનરી પ્રદર્શિત કરશે.
પ્રદર્શનની અન્ય મુખ્ય હાઇલાઇટ્સ:
આ પ્રદર્શન ભારતીય જ્વેલરી માર્કેટનો પ્રવેશદ્વાર છે, જેમાં દક્ષિણ ભારતની ડિઝાઇનર જ્વેલરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે અને ગ્રાહકો અને સપ્લાયર્સને જોડવા માટે, નેટવર્ક નિર્માણ કરવા, વિચારો વિનિમય કરવા, અદ્યતન વલણો શોધવા અને બિઝનેસ તકો ઊભી કરવા માટે ઉત્તમ મંચ પૂરો પાડે છે. ઉદ્યોગ માટે સિદ્ધ અને વિશ્વસનીય સૉર્સિંગ હબ તરીકે એક્સ્પોની સ્થિતિને મજબૂત બનાવતા, એક્સ્પો દુબઈ, મલેશિયા, સિંગાપોર અને ઘણા દેશોમાં સારી રીતે જાણીતા સ્થાનિક અને વિદેશી ખરીદદારોને આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે.
ઘણા સમયથી રાહ જોવાઇ રહેલા Hyderabad Jewellery, Pearl and Gem Fair 2018, ની જાહેરાત પર ટિપ્પણી કરતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "રત્નો અને જ્વેલરી ઉદ્યોગ ભારતીય અર્થતંત્રનો મુખ્ય આધાર છે, વિશ્વના સૌથી ઝડપથી વિકસિત થઇ રહેલ જેમ અને જ્વેલરી બજારોમાંનું ભારત એક છે અને દક્ષિણ ભારત, તેની અંદર સૌથી મોટું બજાર છે. આ પ્રદેશમાં દાગીનામાં એક વિશેષાધિકૃત વારસો છે જે 2018 ના વધુ આધુનિક વલણો સાથે પ્રદર્શનમાં પ્રદર્શિત થશે. નવા ગ્રાહકો વચ્ચે, સંગઠિત બજારોમાં પ્રખ્યાત બ્રાન્ડ્સ માટે પસંદગીની દ્રષ્ટિએ નમૂનારૂપ પરિવર્તન રહ્યું છે. સ્થાપિત ખેલાડીઓ પણ પૈસાનું મૂલ્ય પ્રદાન કરી, સારગ્રાહી ઓછા વજનની જ્વેલરી સહિતના આ પરિવર્તનને સમાવવા આતુર છે, જયારે પહેલા તેઓ ચોક્કસ વજનની નીચે જ્વેલરીનું ઉત્પાદન કરતા નહોતા."
"ભારતીય બજારોમાં તેમની મજબૂત પકડ આ વર્ષે મુંબઇ અને ચેન્નાઇમાં તેના નવા જ્વેલરી શો દ્વારા વધુ મજબૂત બની છે, UBM India ને દક્ષિણમાં ખાસ નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે ગર્વ છે. તે ઝોન માટે અંતઃદૃષ્ટિ અને વેચાણ પેદા કરે છે અને સમગ્ર ભારતીય સ્કેલ પર ગુણવતા વ્યવસાય સંબંધો બનાવવામાં મદદ કરે છે. HJF 2018 દ્વારા તેનો પ્રયાસ આ ક્ષેત્રમાં જ્વેલરીમાં શ્રેષ્ઠતાના સ્થાપના અને આગામી કેન્દ્રોને ટેકો આપવા માટે છે," તેવું તેમણે આગળ ઉમેર્યું હતું.
આ વર્ષે ભાગ લેનારા કેટલાક પ્રખ્યાત પ્રદર્શકોમાં અન્ય સહિત Anmol Jewellers, Swaroop Jewellers, Chintamani Gold, Sri Shubam Jewellers, Gupta Gold, Vinati Jewellers, JC Jewellers, KK Ornaments, Jewel Park, Shree Kalpataru Jewellers Pvt Ltd, Mukti Gold જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે. HJF વિવિધ શહેરો અને ટિઅર - II શહેરો જેમ કે વિજયવાડા, ગુંટુર, વિજાગ, નેલ્લોર અને વારંગલ માંથી ઝવેરાતમાં અગ્રણી સર્જનાત્મકતા અને નવીનીકરણ લાવે છે.
HJF પાંચ શહેરોના જ્વેલરી શો (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઇ અને દિલ્હી) પૈકી એક છે, જે UBM India દ્વારા સમગ્ર વર્ષમાં યોજાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, UBM plc વિશ્વની સૌથી મોટી જ્વેલરી ટ્રેડ ઇવેન્ટનું આયોજન કરે છે - The Hong Kong Jewellery & Gem Fair.
UBM India વિશે:
UBM India એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દેશભરમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM India જે UBM Asia ની કંપની છે તે મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપા કરીને ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવોનું નિર્માણ કરી શકવાની પરવાનગી આપે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો નિર્માણ કરે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn પર અમને ફૉલો કરો
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
+91-9833279461
UBM India
Share this article