મુંબઈ, May 29, 2018 /PRNewswire/ --
MoneyOnMobile, Inc. (OTCQB: MOMT), જેઓ ભારતના સૌથી મોટા મોબાઈલ ફોન આધારિત પેમેન્ટ નેટવર્ક પૈકીના એક છે તેમણે બાયોમેટ્રિક-આધારિત એટીએમ કેશ-આઉટ સોલ્યુશન્સના લૉન્ચની જાહેરાત કરી. પ્રારંભિક તબક્કામાં, કંપનીએ 3,000 યુનિટ સક્રિય કર્યા હતા, અને આવનારા મહિનાઓમાં બીજા 3,000 સક્રિયકરણની અપેક્ષા રાખે છે. લૉન્ચ પહેલાં MoneyOnMobile ના 5,000 MOM એટીએમ યુનિટ આ ક્ષેત્રે કાર્યરત હતા.
(Logo: https://mma.prnewswire.com/media/650303/MoneyOnMobile_Logo.jpg )
આ નવું બાયોમેટ્રિક MOM એટીએમ અમારા બેન્કિંગ ભાગીદારોની ઓપન બેન્કિંગ API અને ભારત સરકારની Aadhaar તરીકે ઓળખાતી રાષ્ટ્રીય ઓળખ પદ્ધતિ બંનેને લાભ આપે છે. ગ્રાહકો નવા બાયોમેટ્રિક રીડર પર તેમની ફિંગરપ્રિન્ટને સ્કેન કરીને તેમના બેંક ખાતામાંથી રોકડ મેળવી શકે છે - ફિંગરપ્રિન્ટ ગ્રાહકના બેંક ખાતા સાથે લિંક કરેલ હોય છે, અને ડેબિટ કાર્ડનો વિકલ્પ બને છે. સહભાગી MOM વેપારીઓ તેમના વૉલેટમાંથી રોકડ પૂરી પાડે છે, જેમ તેઓ તે કંપનીના હાલના MOM એટીએમ અને ડેબિટ કાર્ડ સ્વાઇપનો ઉપયોગ કરતી વખતે કરે છે. MoneyOnMobile નું પેમેન્ટ પ્લેટફોર્મ અમારા રિટેલર્સને અમારા બેન્કિંગ ભાગીદારો સાથે જોડે છે અને Aadhaar સિસ્ટમ સમગ્ર વ્યવહારને ખામીરહિત બનાવે છે.
Aadhaar Enabled Payment System (AePS), ભારત સરકારની એક પહેલ, બેંકના ગ્રાહકને તેમના Aadhaar સાથે જોડાયેલા બેંક ખાતા સુધી પહોંચવા માટે તેમની ઓળખ તરીકે Aadhaar નો ઉપયોગ કરવા સમર્થ બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. AePS નો ઉપયોગ કરીને, બેંક એકાઉન્ટ ધારક રોકડ ડિપોઝિટ, રોકડ ઉપાડ અને બેલેન્સ તપાસ જેવા મૂળભૂત બેન્કિંગ વ્યવહારો કરી શકે છે.
"2018 માટે અમારું ધ્યેય અમારી MOM એટીએમ ઉત્પાદન રેખા અને અસરકારક કાર્યાત્મકતાની કુલ સંખ્યાને વિસ્તૃત કરવાનો છે, અને આ બાયોમેટ્રિક આધારિત MOM એટીએમ રોકડ - ઉપાડ ઉકેલ તે ધ્યેય હાંસલ કરવા તરફ એક મજબૂત પગલું છે. શરૂઆત પહેલાં અમારી પાસે આશરે 5,000 MOM એટીએમ યુનિટ કાર્યરત હતા. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ આંકડો આગામી મહિનાઓમાં નવા બાયોમેટ્રિક આધારિત MOM એટીએમ સાથે 11,000 થી વધુ આગળ વધશે, અને 2019 ના અંત સુધીમાં 30,000 MOM એટીએમ યુનિટ સંચાલિત કરવાના અમારા ધ્યેયની નજીક અમને લાવશે," Harold Montgomery, સીઇઓ અને ચેરમેન, MoneyOnMobile જણાવે છે.
MoneyOnMobile ના ભારત ઓપરેશન્સના હેડ Ranjeet Oak જણાવે છે, "MoneyOnMobile દ્વારા AePS આધારિત બાયોમેટ્રીક સેવાનું લોન્ચિંગ, અમારા અંડરબેન્કડ ગ્રાહકોને, સમગ્ર ભારતના 700 થી વધુ શહેરોમાં ફેલાયેલી અમારા સક્રિય રિટેલ ભાગીદારોમાંથી એકની મુલાકાત લઈને, તેમના બેંક ખાતાઓ સુધી સરળતા અને ઝડપથી પહોંચાડવામાં સક્ષમ બનાવશે. કારણ કે અમારા રિટેલરો દ્વારા આ સેવાની ખૂબ રાહ જોઈ રહી હતી, અમે ખુશ છીએ કે અમે ઝડપથી તેમની ભલામણો સ્વીકારવા માટે સક્ષમ હતા."
"અમે આ AePS-આધારિત MOM એટીએમ લૉન્ચ કરવા માટે ઉત્સાહિત છીએ, જે હજુ બીજી સેવા ઉમેરશે, જે ભારતના 600 મિલિયનથી વધુ અંડરબેન્કડ ગ્રાહકોને છેલ્લા માઈલ સુધીની નાણાંકીય સેવાઓ પૂરી પાડશે. અમારા રિટેલર્સ, તેમજ MoneyOnMobile, રોકડ - ઉપાડ (કેશ-આઉટ) ટ્રાન્ઝેક્શનની સાઈઝ પર આધારિત રેવન્યૂની કમાણી કરે છે, જે અમારા MOM એટીએમ રેવન્યૂ પર સકારાત્મક અસર કરે છે," તેવું MoneyOnMobileના ચીફ ઓપરેટિંગ ઓફિસર Will Dawson જણાવે છે.
એક AePS-આધારિત MOM એટીએમનો ઉપયોગ કરીને રોકડ ઉપાડવાની પ્રક્રિયા ગ્રાહક માટે હાલની હેન્ડહેલ્ડ MOM એટીએમ જેવી જ છે, પરંતુ કાર્ડને મશીન દ્વારા સ્વાઇપ કરીને સોંપવાને બદલે ગ્રાહક તેની ફિંગરપ્રિન્ટને બાયોમેટ્રિક રીડર પર રાખે છે. એકવાર સિસ્ટમ તેમની ID (ઓળખ) પ્રમાણિત કરે એટલે રિટેલર હેન્ડહેલ્ડ MOM એટીએમની જેમ જ તેમની રોકડ-બહાર કાઢવાની વિનંતીની પ્રક્રિયા કરી શકે છે.
MoneyOnMobile, Inc. વિશે
MoneyOnMobile, Inc. એ ભારત પર ફોકસ કરાયેલ એક મોબાઇલ પેમેન્ટ ટેક્નોલોજી અને પ્રોસેસિંગ કંપની છે જે મોબાઇલ પેમેન્ટ સેવાઓ પ્રદાન કરે છે. MoneyOnMobile ભારતીય ગ્રાહકોને સામાન અને સેવાઓ માટે ચુકવણી કરવા માટે અથવા એક સેલ ફોનથી બીજામાં ફંડ (નાણાં) ટ્રાન્સફર કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકવા માટે સક્ષમ કરે છે. તેનો ઉપયોગ એક સરળ એસએમએસ ટેક્સ્ટ કાર્યક્ષમતા તરીકે અથવા MoneyOnMobile એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ સાઇટ દ્વારા કરી શકાય છે. MoneyOnMobile સમગ્ર ભારતમાં 350,000 થી વધુ રિટેલ લોકેશન ધરાવે છે.
સેફ હાર્બર નિવેદન
આ રિલીઝ કોઈ પણ એન્ટિટી (અસ્તિત્વ) ની કોઈ સિક્યોરિટીઝ ખરીદવાના પ્રસ્તાવની માંગણી અથવા વેચાણના પ્રસ્તાવની રચના કરતી નથી. આ રિલીઝમાં અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહીઓ અને ધારણાઓ જેમાં જોખમો અને અનિશ્ચિતતાઓ શામેલ છે તેમના આધારે ચોક્કસ ફોરવર્ડ-લૂકિંગ (ભવિષ્ય તરફ જોનારા) નિવેદનો સમાવિષ્ટ છે. આ રિલીઝમાંના ફોરવર્ડ-લૂકિંગ નિવેદનો આને સંબંધિત તારીખથી અમને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારા વાસ્તવિક પરિણામો, અમારા વ્યવસાય સાથે સંકળાયેલા જોખમો અને અનિશ્ચિતતાઓને લીધે આવા ફોરવર્ડ-લૂકિંગ નિવેદનમાં જણાવેલ અથવા ગર્ભિત કરતા આવશ્યકપણે ભિન્ન હોઈ શકે છે, જેમાં 6 જુલાઈ, 2017 ના રોજ દાખલ કરાયેલા ફોર્મ 10-કે માંના જોખમ પરિબળોનો સમાવેશ થાય છે. ફોરવર્ડ-લૂકિંગ નિવેદનોમાં ભવિષ્ય વિશેની અમારી અપેક્ષાઓ, માન્યતાઓ, હેતુઓ અથવા વ્યૂહરચના અંગેના નિવેદનોનો સમાવેશ થાય છે અને "અપેક્ષિત", "માનવું," "કરી શકે છે," "અંદાજ," "અપેક્ષા," "ઇરાદો," "સંભાવના," "હોવું જોઇએ", અને "હશે" અથવા સમાન શબ્દો દ્વારા ઓળખાઈ શકે છે. અમે આ અખબારી જાહેરાત (પ્રેસ રિલીઝ) માં સમાવિષ્ટ માહિતીને અપડેટ કરવા માટે કોઈ જવાબદારી સ્વીકારતા નથી, પછી ભલે તે નવી માહિતી, ભાવિ ઘટનાઓ અથવા અન્યથાના પરિણામ સ્વરૂપે હોય.
Web site: http://www.MoneyOnMobile.in
Twitter: https://twitter.com/MoneyOnMobile
Facebook: https://www.facebook.com/MoneyOnMobile.Official/
LinkedIn: https://www.linkedin.com/company/moneyonmobile
YouTube: https://www.youtube.com/c/MoneyOnMobileofficial
મીડિયા સંપર્ક:
Navaz Damania
[email protected]
+91-9167122661
Vice President - Corporate Communications
MoneyOnMobile
Share this article