નવી દિલ્હી, May 25, 2018 /PRNewswire/ --
India Expo Mart, ગ્રેટર નોઇડા ખાતે CPhI & P-MEC India સાથે પ્રવર્તક ઇવેન્ટ્સ સાથેના સંપૂર્ણ એક અઠવાડિયા સાથે તેની 3જી આવૃત્તિ સાથે પાછું ફરશે.
UBM India દ્વારા ફાર્મા ડોમેનમાં લીડરશિપ, બિઝનેસ, નોલેજ, નેટવર્કીંગ, રેકગ્નિશન અને ઇનોવેશનનું એક પ્રતિષ્ઠિત સંયોજન
UBM India, ભારતના અગ્રણી B2B એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર, વ્યાપકપણે પ્રશંસિત India Pharma Week (IPW) ની ત્રીજી આવૃત્તિ લાવવા માટે સજ્જ છે, જે તેના ઉત્તર ભારતના ફ્લેગશિપ એક્સ્પો CPhI & P-MEC India (ડિસેમ્બર 12-14, 2018) સાથોસાથ 10 થી 14 ડિસેમ્બર, 2018 વચ્ચે પ્રવર્તક ઈવેન્ટ્સ સાથેની એક પૂર્ણ અઠવાડિયાની ઉજવણીથી ભરપૂર છે. મુંબઈ ખાતે વિવિધ સ્થળોએ યોજવામાં આવેલી અગાઉની આવૃત્તિઓથી વિપરીત, આ વર્ષે IPW ની તમામ એન્ગેજમેન્ટ્સ (મુલાકાતો), જે દક્ષિણ એશિયાની સૌથી મોટી ફાર્મા ઇવેન્ટ પણ છે, તે India Expo Mart, ગ્રેટર નોઇડા જેવા વિશ્વ કક્ષાના સ્થળે તેની તમામ પરિચર સુવિધાઓ આયોજિત થશે. આ તમામ મુખ્ય હિતધારકો, અને ફાર્મા ઉદ્યોગના વ્યાવસાયિકોને એક અઠવાડિયા માટે એક વિશાળ છત્ર હેઠળ એકત્રિત થવા, નેટવર્ક તૈયાર કરવા અને ઉદ્યોગને ઉજવવા માટેની સગવડથી સક્ષમ બનાવશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/695471/CPhI_PMEC_UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/695472/India_Pharma_Week_UBM_Logo.jpg )
CPhI & P-MEC India expo ના 12 વર્ષની ઉજવણી પ્રસંગે, The India Pharma Week ફાર્માના ક્ષેત્રે બિઝનેસ, નોલેજ, લીડરશીપ, ઇનોવેશન, રેકગ્નિશન અને નેટવર્કીંગને લગતા 10 કરતાં વધુ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરશે. આ અઠવાડિયાને બીજી પ્રવૃત્તિઓ સાથે Pharma Leader's Golf, Pre-Connect Congress, Plant Visit, Women in Pharma, India Pharma Awards, Networking Evening, the CPhI & P-MEC India exhibition, a closed-door CEO Roundtable જેવી ગતિશીલ પ્રવૃત્તિઓથી વ્યસ્ત રાખવાનું આયોજન છે. આનાથી પ્રધાનકૃતિ (મૅગ્નમ ઑપસ) ને તેના પાવર કોરિડોરને પણ ધ્યાનમાં રાખતા, ઉત્તરના ક્ષેત્રીય ખૂણામાં સંપૂર્ણ ફાર્મા ઇકોસિસ્ટમ વિકસાવવા અને તેનું પાલન કરવામાં મદદ મળશે.
મૂળરૂપે 2006 માં પ્રારંભ થયેલા, CPhI & P-MEC India પ્રદર્શનમાં, ભારતના અને વિદેશના પ્રદર્શકો અને મુલાકાતીઓ સાથે વેપારના મહત્ત્વના સ્તરો પર જોડાણને કારણે સમય જતાં નોંધપાત્ર વધારો થયો છે. Pharmaceuticals Export Promotion Council (Pharmexcil) જેવી નિયામક સંસ્થાઓ દ્વારા તેના પ્રયાસમાં તેને મંજૂરી અને વ્યાપક સહાય આપવામાં આવી છે. CPhI & P-MEC ના અસ્તિત્વના 10 વર્ષની ઉજવણી કરવા માટે 2016 માં વિવિધ ઇવેન્ટ્સ સાથે The India Pharma Week શરૂ કરવામાં આવ્યું હતું.
IPW ના સૌથી તાજેતરના વિકાસ અંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા જણાવાયું હતું કે, "મને તે જાહેર કરતા અતિશય આનંદ થાય છે કે એક અઠવાડિયાના સમયગાળામાં આયોજિત India Pharma Week આ વર્ષે India Expo Mart, ગ્રેટર નોઈડા, દિલ્હી-એનસીઆર ખાતે યોજવામાં આવશે. CPhI & P-MEC India, UBM ના ફ્લેગશિપ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ અને વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ નેટવર્કિંગ ઇવેન્ટ IPW એક્ઝિબિશનના વિશ્વમાં એક બેજોડ રજૂઆત છે. IPW માં આપણી પાસે જે છે તેવી એલીટ કૉંગ્રેસ શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ જે પસંદ કરેલ સ્થળ પ્રદાન કરશે તેને પાત્ર છે. વિશ્વભરમાં UBM ની મુખ્ય વચનબદ્ધતાઓ માંની એક એ છે કે આપણે જે કઈં કરીએ તેના કેન્દ્રમાં ગ્રાહકોને રાખીએ અને ક્રિયાશીલપણે તેમની જરૂરિયાતોને પ્રત્યુત્તર આપીએ. અમને ખાતરી છે કે આ આયોજન પ્રદર્શકો અને મુલાકાતીઓના વિશાળ પરિમાણ માટે ખરા અર્થમાં લાભદાયી અને અનુકૂળ સાબિત થશે. પ્રવાસની ચિંતા કર્યા વિના અને લૉજિસ્ટિક્સ સંબંધિત પડકારો જે અગાઉના સ્થળોએ અનુભવાયા હતા તેના વગર તેઓ શો અને તેના તમામ વર્ટિકલ્સનો અનુભવ એક જ છત હેઠળ લઇ શકશે."
"The India Pharma Week નું મૂળ 'મેક ઇન ઇન્ડિયા', 'સ્ટાર્ટ-અપ ઇન્ડિયા', 'સ્ટેન્ડ-અપ ઇન્ડિયા' અને 'સ્કિલ ઇન્ડિયા' જેવી મુખ્ય સરકારી પહેલોમાં તેની સક્રિય ભૂમિકામાં છે, જે વૈશ્વિક સમુદાયને પડકારો સામેના ઉકેલો માટે અને અને તેની અંદર ઉચ્ચતમ ધોરણો સ્થાપવા માટે જોડે છે. દિલ્હી-એનસીઆર પ્રદેશમાં સ્થાનાંતર, જે આપણને કેન્દ્ર, નીતિના ઘડવૈયાઓ, કોન્સ્યુલેટ્સ અને સરકારી સંસ્થાઓની ભૌગોલિક નિકટતામાં લાવે છે તે સમુદાય નિર્માણના આપણા પ્રયત્નો અને સાથોસાથ એક સશક્ત ફાર્મા ઇકોસિસ્ટમના નિર્માણને બળ આપશે," તેવું તેમણે આગળ ઉમેર્યું હતું.
ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ
ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર વૈશ્વિક ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગના 3.1 - 3.6 ટકા જેટલો મૂલ્યના સંદર્ભમાં અને 10 ટકા પ્રમાણના સંદર્ભમાં હિસ્સો ધરાવે છે અને 2025 સુધી 100 અબજ યુએસ ડોલર સુધી વૃદ્ધિ થવાની સંભાવના છે. ભારત, વિશ્વમાં ફાર્માસ્યુટિકલ અને બાયોટેક કાર્યબળમાં સૌથી વધુ યોગદાન આપનારમાં બીજા સ્થાને છે. ફેબ્રુઆરી 2018 માં ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટમાં 7.1 ટકાની વૃદ્ધિ થઈ હતી.
71 ટકા માર્કેટ શેર સાથે, જેનરિક દવાઓ ભારતીય ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સૌથી મોટો વિભાગ છે. 2016 સુધીમાં, 7.2 ટકા માર્કેટ શેર સાથે, ભારત, ગ્લોબલ જેનરિક API મર્ચન્ટ માર્કેટમાં સૌથી વધુ યોગદાન આપનારમાં ત્રીજા સ્થાને પહોંચ્યું હતું. દેશ Abbreviated New Drug Applications (ANDAs) ની સૌથી મોટી સંખ્યા ધરાવવામાં દેશ બીજા સ્થાને છે અને યુએસ ઇન્ડિયન ડ્રગ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર દ્વારા એપ્રિલ 2000 - ડિસેમ્બર 2017 ની વચ્ચે 15.59 અબજ ડોલરની એકંદર FDI આવક મેળવવા સાથે તે Drug Master Files (DMFs) ની અરજીમાં વિશ્વમાં અગ્રણી છે.
યુએસ મુખ્ય માર્કેટ તરીકે હોવાની સાથે, ભારતીય દવાઓની નિકાસ વિશ્વના 200 થી વધુ દેશોમાં થાય છે. પ્રમાણના સંદર્ભમાં જેનરિક દવાઓ 20 ટકા વૈશ્વિક નિકાસ ધરાવે છે, જે વૈશ્વિક સ્તરે દેશને જેનરિક દવાઓનો સૌથી મોટો પ્રદાતા બનાવે છે અને આગામી વર્ષોમાં તેમાં વધુ વિસ્તરણની ધારણા છે. ભારતે નાણાંકીય વર્ષ 17 માં 16.84 અબજ યુએસ ડોલરની અને એપ્રિલ 2017-જાન્યુઆરી 2018 દરમિયાન 10.76 અબજ યુએસ ડોલરની ફાર્માસ્યુટિકલ સામગ્રીઓની નિકાસ કરી હતી.
ભારત સરકાર ઔષધની શોધને પ્રોત્સાહન આપવા અને ફાર્માસ્યુટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે યુએસ $ 640 મિલિયન વેન્ચર કેપિટલ ફંડ સ્થાપવાની યોજના ધરાવે છે. સરકારના ફાર્માસ્યૂટિકલ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 'Pharma Vision 2020'નો હેતુ એ છે કે ભારતને ઔષધની શોધની પ્રક્રિયાના તમામ તબક્કા માટે એક મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. વર્તમાનમાં, ભારતમાં 2,633 FDA દ્વારા મંજૂર થયેલ દવા ઉત્પાદનો છે. ભારત પાસે, 546 USFDA-મંજૂર કંપની સાઇટ્સ છે, જે યુ.એસ. ની બહારની સૌથી ઊંચી સંખ્યા છે.
CPhI & P-MEC India એક્સ્પો વિશે:
CPhI Worldwide માંથી ઉદ્દભવેલ - CPhI India, દક્ષિણ એશિયાનું અગ્રણી ફાર્મા મીટિંગ સ્થળ બની ગયું છે જે ઐષધની શોધથી લઈને પૂર્ણ કરાયેલ ડોસેજ, CROs, CMOs અને APIના નિર્માતાઓને સમાવિષ્ટ કરવા, જેનરિક, એક્સ્પિસીયન્ટ્સ (અસક્રિય પદાર્થ) અને ઔષધ રચના, ફાઇન રસાયણો, પૂર્ણ થયેલ સુત્રિકરણો, પ્રયોગશાળા રસાયણો અને બાયોટેકનોલોજી સુધી પુરવઠા શૃંખલાના દરેક પગલાને આવરિત કરે છે.
બીજી બાજુ, P-MEC ફાર્મા મશીનરી અને ઇક્વિપમેન્ટ, એનાલિટીકલ ઇક્વિપમેન્ટ, ઓટોમેશન અને રોબિટિક્સ, પેકેજીંગ ઇક્વિપમેન્ટ અને સપ્લાય, પ્લાન્ટ / સુવિધા સાધનો, ઓટોમેશન અને કંટ્રોલ્સ, પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ, RFID, ટેબ્લેટીંગ/ કેપ્સ્યુલ ફિલર્સ, ક્લિન રૂમ ઇક્વિપમેન્ટ, ફિલિંગ ઇક્વિપમેન્ટ અને પ્રયોશાળા ઉત્પાદનોને સમાવિષ્ટ કરે છે.
UBM India વિશે:
UBM India એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દેશભરમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM India જે UBM Asia ની કંપની છે તે મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવોનું નિર્માણ કરી શકવાની પરવાનગી આપે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો નિર્માણ કરે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn પર અમને ફૉલો કરો.
કોઈપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-9833279461
Share this article