મુંબઈ, May 18, 2018 /PRNewswire/ --
- વધેલા રોકાણો અને વૃદ્ધિની તકો વચ્ચે
- UBM India ની એક ઇવેન્ટ
UBM India દ્વારા Concrete Show India (CSI) ની 6ઠ્ઠી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે, જે કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને સમર્પિત દેશનો એકમાત્ર એક્સ્પો છે. રસ્તાઓ અને હાઇવે, હાઉસિંગ, એરપોર્ટ, બંદરો, પાવર, રેલ, ડેમ અને બ્રિજ રિયલ એસ્ટેટ અને વધુ સહિત સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય ક્ષેત્રોને આવરિત કરનાર CSI 2018 નું આયોજન Bombay Convention & Exhibition Centre (BCEC), ગોરેગાંવ, મુંબઈ ખાતે મે 24-26, 2018 વચ્ચે કરવામાં આવશે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/692974/UBM_India_CSI_2018_Logo.jpg )
કોંક્રિટ અને કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ, કન્સ્ટ્રકશન કેમિકલ, કમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીઅલ ફ્લોરિંગ, ઑટોમેશન્સ, સૉફ્ટવેર (ERP, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, અને ડિઝાઇન) અને મોબાઇલ કન્સ્ટ્રકશન ટૂલ્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિતની મુખ્ય શ્રેણીઓમાં નવીનતમ પ્રસ્તુતિઓનું પ્રદર્શન CSI કરશે. એન્જીનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC), કમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન, ગવર્નમેન્ટ અને સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિશેષિત આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ અને કોન્ટ્રાકટરો અને ડેવલપરો સહિત કન્સ્ટ્રક્શન વર્ટિકલ્સથી આવતા ઇન્ડસ્ટ્રી વ્યાવસાયિકોને ત્રણ દિવસનો આ શો ઉત્તમ તકો પ્રદાન કરશે. પ્રોક્યોરમેન્ટ, પ્લાનિંગ અને ડિઝાઇન, ક્વોલિટી કંટ્રોલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બિલ્ડિંગ મેઇન્ટેનન્સ, સાઇટ મેઇન્ટેનન્સ, મટિરિયલ મેનેજમેન્ટ અને એન્જીનિયરિંગ ટીમો સહિતની વિવિધ ટીમોના વ્યાવસાયિકોને આ ઇવેન્ટનો લાભ મળશે.
Concrete Show Indiaની 6ઠ્ઠી આવૃત્તિની જાહેરાતના પ્રસંગે બોલતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા જણાવાયું હતું કે, "જે રીતે નાણાંકીય વર્ષ 18-19ના યુનિયન બજેટમાંથી જોવામાં આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સરકાર તરફથી નોંધપાત્ર પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે." નેશનલ હાઉસિંગ બેન્કમાં સમર્પિત એફોર્ડેબલ હાઉસિંગ ફંડ (AHF)ની સ્થાપના સાથે પરવડી શકે તેવા ઘરોને ઉત્તેજન આપવાની ભલામણ પણ તેમાં કરવામાં આવી હતી. આ ઝુંબેશે સેક્ટરમાં હિતધારકો માટે વિશાળ સંભાવનાઓ પૂરી પાડી છે. રસ્તાઓ, રેલવેથી એરપોર્ટ અને અન્ય સ્માર્ટ-સીટીની પહેલથી, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં એક અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે જે સમગ્ર દેશમાં વિકસિત થઇ રહેલી વિશ્વ કક્ષાની સુવિધાઓ તરફ દોરી જાય છે. ઉપરાંત, બાંધકામના સાધનો પર GSTના દરોમાં 28 ટકાથી 18 ટકાના ઘટાડાનો ભારત સરકારનો નિર્ણય છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં અભૂતપૂર્વ માંગ નિર્મિત કરવામાં પરિણમ્યો છે. આ લેન્ડસ્કેપ સામે, અમે UBM India ખાતે નિશ્ચિતપણે માનીએ છીએ કે The Concrete Show India 2018 ભારતના ઝડપથી વિકસી રહેલા કોંક્રિટ માર્કેટમાં ઉપલબ્ધ તકો માટે એક ચેનલ સાબિત થશે."
150 થી વધુ પ્રદર્શકોએ આ ટર્નકી ઇવેન્ટમાં તેમની હાજરીની પુષ્ટિ કરી છે. તેમાં અગ્રણી ઇન્ડસ્ટ્રીના ખેલાડીઓ જેવા કે Ultratech, Putzmiester Concrete Machines, Godrej Construction, Simem Construction & Enviromental Engineering Pvt. Ltd., Chowgule Construction Chemicals Pvt. Ltd., Masa Concrete Plants India Pvt. Ltd., Elematic India Privite Limited, Sany Heavy Industry India Columbia Machine Engineering (I) Pvt. Ltd., Prism RMC, PERI, Hitachi Koki, Maxmech Equipments pvt. Ltd., Aimil Ltd., WAM India Pvt. Ltd., RDC Concrete (India) Pvt. Ltd., Ajax Fiori Engineering (I) Pvt. Ltd., SURIE POLEX, Fairmate Chemicals Pvt Ltd., J.K.Cement અને MC-Bauchemie નો સમાવેશ થાય છેઆ શોમાં મુલાકાતીઓ ચાઇના, જર્મની, ઇટાલી, UK અને USA જેવા દેશોમાંથી બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સની પ્રભાવી હારમાળા પણ જોશે.
Concrete Show India એ સમયે સુસંગત બન્યો છે જ્યારે સરકાર નીતિઓ શરૂ કરવા માટે ઉત્કટપણે ધ્યાન કેન્દ્રિત કરે છે જેનું લક્ષ્ય દેશમાં સમય-બાધ્ય વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવાનું છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી. ઘણી નીતિઓ એ સુનિશ્ચિત કરે છે કે ભારત દેશની અંદર વિશ્વ કક્ષાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ બનાવવાના માર્ગ પર છે. દાખલા તરીકે, મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તેજનમાં, સરકારે તાજેતરમાં આશરે રૂ. 7 લાખ કરોડની કિંમતે 83,677 કિલોમીટરના હાઈવેનું નિર્માણ માર્ચ 2022 સુધીમાં કરવાના મેગા પ્લાનને મંજૂરી આપી હતી, જેમાં મહત્વાકાંક્ષી Bharatmala પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. Bharatmala પ્રોજેક્ટના તબક્કા -1 હેઠળ 5.35 લાખ કરોડના ખર્ચે 34,800 કિ.મી.ના હાઈવેનું બાંધકામ કરવામાં આવશે. Bharatmala પ્રોજેક્ટના તબક્કા -1 હેઠળ 5.35 લાખ કરોડના ખર્ચે 34,800 કિ.મી.ના હાઈવેનું બાંધકામ કરવામાં આવશે. આના જેવા પ્રોજેક્ટ્સ દેશના આર્થિક વિકાસ માટે એક મુખ્ય ચાલક હશે, અને 'ન્યૂ ઇન્ડિયા' ના આપણાં વડાપ્રધાનના વિઝનને હાંસલ કરવામાં મદદ કરશે.
Maharashtra State Road Development Corporation (MSRDC), Maharashtra State Road Transport Corporation (MSRTC), Indian Chapter of American Concrete Institute (ICACI), Singapore Concrete Institute (SCI), Tunnelling Association of India (TAI) અને US-India Importers' Council (USIIC) જેવા મુખ્ય સંગઠનો અને એસોસિએશન્સના સહયોગથી ઇન્ડસ્ટ્રી દ્વારા આ ઇવેન્ટને સારો આવકાર પ્રાપ્ત થયો છે.
આ વર્ષે એક્સ્પોમાં 'ઇન્ડિયાઝ મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ ઇન કોંક્રિટ' વિષય પર બે દિવસની પાવર પેક્ડ કોન્ફરન્સ હશે. Tunnelling Association of India (TAI) સાથેની ભાગીદારીમાં, બિલ્ડિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી, શ્રેષ્ઠ પ્રેક્ટિસ અને અમલીકરણના તમામ પાસાઓ પર ટેક્નિકલ કોન્ફરન્સ ધ્યાન કેન્દ્રિત કરશે. ઇન્ડસ્ટ્રીના વિચારશીલ નેતાઓ દ્વારા સંચાલિત, આ કોન્ફરન્સમાં એક્સપિરિયન્સ એન્ડ લેસન્સ લર્ન્ડ ફ્રોમ ધ પાસ્ટ વિથ રિગાર્ડ્સ ટુ રોડ, રેલ, મેટ્રો, ટનલ એન્ડ બ્રિજ પ્રોજેક્ટસ ઈન ઇન્ડિયા' 'એન્સ્યોરિંગ કવોલિટી, ડ્યુરેબિલીટી એન્ડ લાઈફટાઈમ એક્સપેક્ટેશન્સ ઓફ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર'; 'ધ યુઝ ઓફ કૉંક્રીટ ઈન મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ - ધ એસ્થેટિક પોઇન્ટ ઓફ વ્યૂ'; 'સસ્ટેનટેબલ કૉંક્રીટ ટેક્નોલોજી ફોર ટનલ્સ એન્ડ બ્રિજિસ'; 'કૉંક્રીટ ટેક્નોલોજી એન્ડ ડ્યુરેબિલીટી ડિઝાઇન'; 'કૉંક્રીટ ફોર ટનલિંગ એન્ડ બ્રિજિસ' સાથે સંબંધિત ચર્ચાઓના મુદ્દાઓનો સમાવેશ થશે. અગ્રણી વક્તાઓમાં Shri A K Singh, પ્રધાન સચિવ, Public Works Department, મહારાષ્ટ્ર સરકાર, Mr S K Gupta, ડાયરેક્ટર પ્રોજેક્ટ્સ, Mumbai Metro Rail Corporation Ltd, શ્રી Mr Thiruman Archunan, ડિરેક્ટર પ્રોજેક્ટ્સ, Kochi Metro Rail Ltd, Mr Santosh Rai, હેડ ટ્રાન્સપોર્ટ સેલ્સ, Hindustan Construction Company, Mr Avinash Mahendrakar, હેડ ડિઝાઇન, Transport Infrastructure, Larsen & Toubro Ltd, Mr Giridhar Rajagopalan, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર (ટેકનીકલ) Afcons Infrastructure Ltd, Mr S K Dharamadhikari, રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાનના સલાહકાર, ભારત સરકાર, Prof S L Dhingraનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ઇનોવેશન ઝોન, સ્ટુડન્ટ ઇન્ક્યુબેશન સેલ, ડેમોન્સ્ટ્રેશન ઝોન, સ્ટાર્ટ-અપ ઝોન્સ, બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ ગવર્નમેન્ટ અને એક્સપિરિયન્સ ઝોન સહિતના વિવિધ એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ ઇન્ડસ્ટ્રીમાં તમામ હિતધારકો માટે સશક્ત આદાનપ્રદાન અને સહભાગિતા સરળ બનાવશે.
UBM India વિશે:
UBM India એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દેશભરમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM India જે UBM Asia ની કંપની છે તે મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપા કરીને ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવોનું નિર્માણ કરી શકવાની પરવાનગી આપે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો નિર્માણ કરે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn માં અમને અનુસરો
મીડિયા સંપર્ક:
Roshni Mitra / Mili Lalwani
[email protected] / [email protected]
+91-22-61727000
UBM India
Share this article