મુંબઈ, April 27, 2018 /PRNewswire/ --
UBM India શો ખાતે વૈશ્વિક અને સ્થાનિક બ્રાન્ડ્સનું એક જીવંત સંનિવેશ ધ્યાન આકર્ષિત કરવા માટે સ્પર્ધામાં ઉતરે છે
UBM India એ આજે બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે તેના વિશિષ્ટ રીતે સ્થાપિત Children, Baby and Maternity Expo India 2018 (CBME India) ની 6ઠ્ઠી આવૃત્તિ લૉન્ચ કરી છે. ભારતનો સૌથી મોટો બાળકો, શિશુ અને માતૃત્વ ઉત્પાદનો સંબંધિત એક્સ્પો, CBME India બાળકોના ઉત્પાદનોના સ્થાનિક અને વૈશ્વિક ઉત્પાદકો માટે અને વેચાણકર્તાઓ માટે જોડાણો, નેટવર્ક અને વેપાર સંચાલિત કરવા માટે એક અજોડ વેપારી તક પ્રદાન કરે છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/678670/CBME_India_2018_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/682868/UBM_CBME_2018_Special_Guests.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/682869/UBM_CBME_2018_EshaDeol_BharatTakhtani.jpg )
CBME India 2018ના ઉદ્ઘાટન સમારોહનું આયોજન Ms. Esha Deol - બોલિવૂડ સેલિબ્રિટી મોમ અને Mr. Bharat Takhtani, ઉદ્યોગસાહસિક; જેવા મુખ્ય મહેમાનો અને વિશિષ્ટ મહેમાન - Mr. Ajay Agarwal, પ્રેસિડન્ટ - Toy Association of India; Mr. Yogesh Mudras, MD UBM India Pvt Ltd. અને Mr. Abhijit Mukherjee, ગ્રૂપ ડિરેક્ટર UBM India Pvt. Ltd. અને ઉદ્યોગના અન્ય માંધાતાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આધુનિક રિટેલ વેપારોમાંથી પસંદગીના ડિલર્સ, વિતરકો, પ્રભાવકો અને મર્ચેન્ડાઇઝ હેડ, ઑનલાઇન રિટેઇલરો, સેવા પ્રદાતાઓ, બિઝનેસ રોકાણકારો અને ફ્રેન્ચાઇઝી ચાહનારા પણ હાજર રહ્યાં હતા.
શિશુ સંભાળ ઉત્પાદનો, રમકડાં, બાળક માટેનો ખોરાક, ઓર્ગેનિક કપડાં, ન્યુટ્રાસ્યુટીકલ્સ, અર્ગોનોમિક ફર્નિચર, લાઈસન્સિંગ બ્રાન્ડ્સ, સ્ટેશનરી, ગિફ્ટ્સ, શિશુ સલામતી ટેકનોલોજી, મગજ વિકાસના સાધનો અને અન્ય ગુણવત્તાપૂર્ણ, તકનીકી રીતે અદ્યતન અને સૌંદર્યલક્ષી આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોના વ્યાપક સ્પેક્ટ્રમને પ્રદર્શિત કરવા અને લૉન્ચ કરવા માટે આ શો 450 થી વધુ મુખ્ય વૈશ્વિક અને ભારતીય બ્રાન્ડ્સને એક સાથે લાવ્યો છે. એક્સ્પોની મુલાકાત લેનારા વ્યાવસાયિકો બાળકો, બાળકો માટેના વસ્ત્રો, બાળકોના શૂ સ્ટોર્સ, માતૃત્વ વસ્ત્રોની દુકાનો; રમકડાની દુકાનો, સુપરમાર્કેટ્સ, હાઈપરમાર્કેટ્સ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, પ્રિ-સ્કૂલ, નર્સિંગ હોમ, વ્યક્તિગત ખરીદદારો, સર્વિસ કંપનીઓ, ડિઝાઇનર્સ, સંગઠનો અને કોન્સ્યુલેટ સાથે જોડાયેલા હતા.
કેટલાક મુખ્ય પ્રદર્શકોમાં The Himalaya Drug Company, Nobel Hygiene Pvt. Ltd., Artsana India Pvt. Ltd., R for Rabbit Baby Products Pvt. Ltd., Azafran Innovacion Ltd., Mandot Impex, Royal Industries (Thailand) Public Company Limited, First Care India Pvt. Ltd., Nectar Biopharma Pvt. Ltd., M/s. A Star Marketing Pvt. Ltd., Dream Theater, Resper International (India) Pvt. Ltd., Sunheri Marketing Pvt. Ltd, Galaxy Incorporation, Superbrandz Medical Innovations Pvt. Ltd., Softsens Consumer Products Pvt. Ltd. અને Me N Moms Pvt. Ltd. નો સમાવેશ થાય છે.
આ વર્ષે ટ્રેડ ફેરમાં ચાઇના, કેનેડા, કોરિયા, સિંગાપોર, રશિયા, સાઉદી અરેબિયા, UK, USA, વિયેતનામ, અને થાઇલેન્ડ જેવા દેશોની ઉત્સાહપૂર્ણ સહભાગિતા જોવા મળી હતી. ઉદ્યોગના નિરીક્ષકોનું માનવું છે કે આ અંતર્પ્રવાહ નિશ્ચિતપણે ભારતીય ઉત્પાદકોને નવીનતમ વલણો અને તકનીકીઓ સંબંધિત સૂક્ષ્મદૃષ્ટિ પૂરી પાડશે. અર્થપૂર્ણ રીતે Licensing Industry Merchandisers Association (LIMA), Indian Importers Chamber of Commerce and Industry (IICCI) અને All India Association of Industries (AIAI) જેવા મુખ્ય સંગઠનો દ્વારા ઇવેન્ટને સારું સમર્થન પ્રાપ્ત થયું છે.
પ્રદર્શકો અને મુલાકાતીઓ સુધી સમાનરૂપે અનન્ય અને નવીન મૂલ્યના પ્રસ્તાવોને પહોંચાડવા માટેની તેની શોધમાં, આ વર્ષે, CBME India 2018 માં સશક્ત જ્ઞાન સત્રો, સેમિનારો, નવા વલણો અને ભારતમાં ઝડપથી વિસ્તરણ પામતા અને વૈવિધ્યપૂર્ણ રિટેલ ક્ષેત્રે આગળ વધવા માટે વિવિધ આંતરરાષ્ટ્રીય પેવિલિયનો અંગે ચર્ચા સહિતના ઘણાં સ્પષ્ટ લક્ષણોનો સમાવેશ થાય છે.
દિવસ 1 દરમિયાન Fashion N kids Concalve 2018 બાળકોના વસ્ત્રોમાં અને બજારના વલણમાં ક્રાન્તિના વિષય સાથે; બાળકોના વસ્ત્રોમાં ફાઇબરના પ્રકારની ભૂમિકા; બાળકોના વસ્ત્રો માટે સ્ત્રોત શોધવામાં/નિર્માણ કરવામાં/માર્કેટિંગ અથવા બ્રાંડિંગ કરવામાં પડકારો; ઑર્ગનિક વસ્ત્રો - બાળકોના વસ્ત્રો માટેના બજારનું ભવિષ્ય; રિટેલ સેગમેન્ટમાં ડિજિટલ નેટવર્કીંગ અને બાળકોના વસ્ત્રો માટે એડવાન્સ્ડ ફિનિશિઝમાં વપરાશકર્તા મિત્રતા, પ્રસ્તુત કરવામાં આવ્યું. ભારતમાં વૈશ્વિક વલણ (ગ્લોબલ ટ્રેન્ડ્સ) સાથે બાળકના વસ્ત્રોનું ભવિષ્ય પરની એક પેનલની ચર્ચા કાર્યવાહી પૂરી કરશે.
દિવસ 2 'લેવરેંજિંગ લાઇસન્સીસ ટુ ગ્રો યોર માર્કેટ' પર ઉત્તેજક સત્રનો સમાવેશ કરશે. બાળકોની શ્રેણીમાં લાઇસન્સની પ્રક્રિયામાં ટોચના વલણોને આવરી લેતી ચર્ચામાં નફાકારક લાઇસન્સની પ્રક્રિયા અને મર્ચન્ડાઇઝિંગ ઉદ્યોગની આસપાસ ચર્ચાઓ કરવામાં આવશે, કે કેવી રીતે બ્રાન્ડના માલિકો અને ઉત્પાદકો તેને તેમના પોર્ટફોલિયોમાં ઉમેરીને ફાયદો કરી શકે છે, જે ભારતીય રિટેલમાં વૃદ્ધિ અને નવી લાઇસન્સ પ્રક્રિયાની શૈલીઓની આગામી તકો દ્વારા ટેકો મેળવે છે.
CBME India 2018 ના ઉદ્ઘાટન વખતે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "ઉદ્યોગના સંશોધન મુજબ 2025 સુધીમાં વૈશ્વિક બાળક અને માતૃત્વના ઉત્પાદનોનું બજાર 121.0 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારત અગાઉ વિશિષ્ટ બજાર તરીકે ગણવામાં આવતું, સ્થાનિક બાળક, માતૃત્વ અને બાળ-સારવાર ઉત્પાદનોનું બજાર, વ્યાપક જાગરૂકતા તેમજ વૃદ્ધિની એક જબરજસ્ત ક્ષમતા ધરાવે છે. છતાં, અમે આ સેગમેન્ટમાં માહિતી અને નવીન ઉત્પાદનોની પ્રાપ્યતાની અછતનું નિરીક્ષણ કરીએ છીએ. તે અહીં જ છે કે CBME India જેવી અનન્ય પહેલ બાળકો અને માતૃત્વ બજાર માટે માહિતી અને શિક્ષણ પૂરું પાડવા તેમજ બાળકો અને માતૃત્વ બજાર માટે માનદંડ વધારવા માટે પ્રેરણા આપવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે."
તેમણે ઉમેર્યું હતું કે, "એક્સ્પોમાં જોવામાં આવતી આ ક્ષેત્રની માહિતીના ટોચના વલણો કાર્યાત્મક, અર્ગનોમિક્સ અને ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇનમાં વધારો, વધુ સહ-બ્રાન્ડેડ ઉત્પાદનો છે, જેમ કે બાળકોના પ્રિય ટીવી શોમાંના ઉચ્ચાલક પાત્રો, અને નવી સુરક્ષા સંબંધિત ઉત્પાદનોના વિકાસ સાથે વધુ સલામતી તરફ ધ્યાન આપવું."
ભારતના LIMA India ના હેડ Jiggy Georgeના જણાવ્યા મુજબ, "ઉદ્યોગમાં ટિપિંગ પોઈંટ પર લાઇસન્સની પ્રક્રિયા માટે આ આકર્ષક સમય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં લાઇસન્સની પ્રક્રિયાના સ્કેલ અને અવકાશમાં વૃદ્ધિ તેના વધતા જતા મહત્વની નિશાની છે. નાના અને મધ્યમ એન્ટરપ્રાઇઝીસ(ઉદ્યોગો) માં, ખાસ કરીને બાળકોની શ્રેણીમાં, લાઇસન્સની પ્રક્રિયાનો લાભ મેળવવા માટે ઘણી તક હોય છે અને અમે LIMA India માં તેમની વધુ ભાગીદારી જોવા માટે ઉત્સાહિત છીએ. અર્થતંત્ર, રિટેલ અને ઇ-કોમર્સની વૃદ્ધિ સાથે, ઉદ્યોગ તરીકે લાઇસન્સની પ્રક્રિયા ચોક્કસપણે સફળતાનો અનુભવ કરી રહી છે."
જ્યારે ભારતમાં બાળ - સંભાળ ક્ષેત્ર હજી પણ અવિકસિત તબક્કામાં છે, ત્યારે તે સતત વધતી વસતીને કારણે અત્યંત સંભાવ્યતા ધરાવે છે. રેવન્યૂના સંદર્ભમાં લગભગ 17 ટકા CAGR માં આ ક્ષેત્ર નોંધપાત્ર વિકાસ માટે તૈયાર છે. ઉત્પાદનોની દ્રષ્ટિએ, મોટાભાગે અપૂર્ણ હોવા છતાં શિશુ અને બાળ સંભાળની નૈતિક પ્રકૃતિને કારણે સંગઠિત ખેલાડીઓથી પ્રભાવિત થઈ રહ્યું છે, જેમાં પેટા-વર્ગો જેવા કે પોષણ, સુખાકારી, બૌદ્ધિક ઉત્તેજના, નાજુક ત્વચા અને વાળની સંભાળનો સમાવેશ થાય છે.
UBM India વિશે:
UBM India એ ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દર વર્ષે 25 મોટા પાયે પ્રદર્શનો અને દેશભરમાં 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM Asia કંપની, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવો બનાવવા દે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો બનાવે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn માં અમને અનુસરો
મીડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
+91-22-61727000
UBM India Pvt. Ltd.
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India Pvt. Ltd.
Share this article