UGC દ્વારા O.P. Jindal Global Universityને સ્વાયત્તતાની મંજૂરી
સોનીપત, ભારત, March 22, 2018 /PRNewswire/ --
ભારતની બે ખાનગી યુનિવર્સિટીઓમાંની એક અને હરિયાણાની એકમાત્ર રાજ્ય ખાનગી
યુનિવર્સિટીને સ્વાયત્તતાની મંજૂરી
ગ્રેડેડ ઑટોનોમી રેગ્યુલેશન્સ 2018 હેઠળ University Grants Commission (UGC) દ્વારા O.P. Jindal Global University (JGU) ને સ્વાયત્ત સ્થિતિ પ્રદાન કરવામાં આવી છે. આ જાહેરાત યુનિયન હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ પ્રધાન, Mr. Prakash Javadekar દ્વારા 20 મી માર્ચે કરવામાં આવી હતી. JGU હરિયાણાની પ્રથમ અને એકમાત્ર ખાનગી યુનિવર્સિટી બની ગઈ છે અને તે ભારતની બે ખાનગી યુનિવર્સિટીઓમાંની એક પણ બની છે જેની સ્વાયત્તતાને મંજૂરી આપવામાં આવનાર છે.
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે ઉદારવાદી પદ્ધતિ રજૂ કરવાના અને સ્વાયત્તતાને ગુણવત્તા સાથે જોડવાને અગત્યતા આપવાના પ્રયાસરૂપે, UGC અને MHRD દ્વારા 52 યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવામાં આવી છે, જેમાંની પાંચ કેન્દ્રિય યુનિવર્સિટીઓ છે, 21 રાજ્ય યુનિવર્સિટીઓ અને 24 ડિમ્ડ અને બે ખાનગી યુનિવર્સિટીઓ છે. ભારતમાં 300 કરતાં વધુ ખાનગી યુનિવર્સિટીઓ છે, પરંતુ ફક્ત બેને આ ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે, તેમાંની એક O.P. Jindal Global University છે. નોંધપાત્ર રીતે, ભારત સરકાર દ્વારા અન્ય કોઈ પણ નામાંકિત ખાનગી યુનિવર્સિટીઓ અથવા અન્ય આવી સંસ્થાઓને આવી ઐતિહાસિક માન્યતામાં 'સ્વાયત્તતા' પ્રદાન કરવામાં આવી નથી.
O. P. Jindal Global University ના સ્થાપક ચાન્સેલર Mr. Naveen Jindal જણાવ્યું હતું કે, "આ સિદ્ધિ, તુલનાત્મક અને આંતરરાષ્ટ્રીય પરિમાણો દ્વારા વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓનું નિર્માણ કરવાની ભારતની મહત્ત્વાકાંક્ષાઓને આકાર આપવા પ્રત્યેની JGU ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. અમે MHRD અને UGCના આભારી છીએ, જેમણે અમારા પ્રયાસની પ્રશંસા કરી છે. ભારત માટે તેની યુનિવર્સિટીઓની સ્થિતિની આકારણી કરવી અને ઝડપથી બદલાતી ગ્લોબલ પરિસ્થિતિમાં તેમની ભૂમિકાને પુનઃનિર્ધારિત કરવી તે અગત્યનું છે. ભારત માટે આ સમય છે કે તે વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ સાથે તાલ મેળવે અને આપણાં વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક વાતાવરણમાં સુધારો કરે."
"આ માન્યતાએ એક મુખ્ય ઉદાહરણરૂપ પરિવર્તનનો પ્રારંભ કર્યો છે જે ભારતીય યુનિવર્સિટીઓના ભવિષ્યને ચિહ્નિત કરશે અને ઉચ્ચ શિક્ષણમાં સંસ્થાકિય શ્રેષ્ઠતાના અમારા પ્રયાસને પ્રોત્સાહન આપશે. આ JGU ના પ્રવાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને હું JGU ના તમામ સહભાગીઓ, ફેકલ્ટીના સભ્યો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, માતાપિતા અને હરિયાણા રાજ્ય સરકાર, તેમજ નિયમનકારી સંસ્થાઓ સહિત, બધાના સમર્થન માટે હું તેમના અભિનંદન કરવા માંગુ છું. સંસ્થાના નિર્માણ પ્રત્યે યોગદાન આપવાની આપણી ક્ષમતામાં વિશ્વાસ અને આત્મવિશ્વાસને પુનર્જીવિત કરવા માટે, JGU ના સ્થાપક ચાન્સેલર Mr. Naveen Jindalને અમારા નિષ્ઠાવાન આભાર. તે તેમની દૂરદ્રષ્ટિ, પરોપકારવૃત્તિ અને જોમ છે, જે આ સફળતામાં પરિણમી છે,"Prof C Raj Kumar, સ્થાપક વાઇસ ચાન્સેલર, JGU એ જણાવ્યું હતું.
આ સ્થિતિ યુનિવર્સિટીને, UGCની પરવાનગી વગર, નવા અભ્યાસક્રમો અને વિભાગો રજૂ કરવાની અને વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગમાં પ્રવેશ કરવાની સ્વતંત્રતા આપે છે. સ્વ-રિપોર્ટિંગના આધારે મેળવવામાં આવતા મૂલ્યાંકન સાથે નિયમિત UGC તપાસમાંથી પણ મુક્તિ મળશે. ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે 20 ટકા જેટલી બેઠકો ભરીને JGU ને તેમની કુલ ફેકલ્ટી સ્ટ્રેન્થના 20% સુધીની ગ્લોબલ પ્રતિભાને નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવશે.
O.P. Jindal Global University વિશે:
હરિયાણા સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી બિન-નફાકારક ગ્લોબલ યુનિવર્સિટી, O.P. Jindal Global University (JGU), University Grants Commission (UGC) દ્વારા માન્ય છે. JGU એ તેના સ્થાપક ચાન્સેલર, Mr. Naveen Jindal, તેના પિતા Mr O.P. Jindalની યાદમાં એક પરોપકારી પહેલ તરીકે સ્થાપના કરી હતી. National Accreditation & Assessment Council (NAAC) દ્વારા JGU ને સૌથી વધુ ગ્રેડ 'A' એનાયત થયો છે.
JGU એ 1:13 ફેકલ્ટી-વિદ્યાર્થી રેશિયો જાળવી રાખતી એશિયામાંની કેટલીક યુનિવર્સિટીઓમાંથી એક છે અને શ્રેષ્ઠ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ફેકલ્ટી સભ્યોની ભારત અને વિશ્વના જુદા જુદા ભાગમાંથી નિમણૂક કરી છે. સંશોધન-સઘન યુનિવર્સિટી, JGU આંતર-શિસ્ત અને નવીન શિક્ષણ શાસ્ત્રના તેના મુખ્ય સંસ્થાકીય મૂલ્યો; બહુમતીવાદ અને આકરી શિષ્યવૃત્તિ; તેમજ ગ્લોબલરણ અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટે ગંભીરપણે પ્રતિબદ્ધ છે.
JGU એ આઠ શાળાઓની સ્થાપના કરી છેઃ Jindal Global Law School (JGLS), Jindal
Global Business School (JGBS), Jindal School of International Affairs (JSIA), Jindal School of Government and Public Policy (JSGP), Jindal School of Liberal Arts & Humanities (JSLH), Jindal School of Journalism & Communication (JSJC), Jindal School of Art & Architecture (JSAA) અને Jindal School of Banking & Finance (JSBF) નો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે કૃપા કરીને નો સંદર્ભ લો - http://www.jgu.edu.in/.
મીડિયા સંપર્ક:
Devadeep Konwar,
[email protected],
+91-7027850344,
Assistant Director,
Communication and Public Affairs,
O.P. Jindal Global University
Share this article