નવી દિલ્લી, January 30, 2018 /PRNewswire/ --
- IMA માં વૈશ્વિકરણ અને મૂલ્ય ઝુંબેશ હિત અને CMA પ્રમાણિકરણ
- IMA Indiaમાં સભ્યપદોના આધારમાં નિરંતર વૃદ્ધિ થઈ રહી છે
IMA®(Institute of Management Accountants), એકાઉન્ટન્ટ્સ અને કારોબારમાં રહેલા નાણાકીય વ્યાવસાયિકોના સંગઠને, આજે તેની લગભગ 100-વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત 100,000 સભ્યો સુધી પહોંચી જવાના ઐતિહાસિક માઇલસ્ટોનની જાહેરાત કરી હતી. આ સિદ્ધીનો સમય નજીકના ભવિષ્યમાં IMA ના 100-વર્ષની જયંતિની ઉજવણીની સાથે મેળ ખાય છે, જે ઇંડિયાનાપોલિસમાં IMAના વાર્ષિક સમ્મેલન અને એક્સપો ખાતે જુનમાં શરૂ થશે અને 2019માં સાન ડિએગો ખાતે તેનાં સમ્મેલન તરીકે સમાપ્ત થશે.
(Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
સમ્માનનીય વૈશ્વિક એકાઉન્ટિંગ પ્રકાશક, The Accountant/International Accounting Bulletin દ્વારા 'Professional Body of the Year' તરીકે નામાંકિત IMA તેનાં દરેક વિસ્તારો - અમેરિકા, એશિયા/પૅસિફિક, મધ્ય પૂર્વ/ભારત અને યુરોપમાં મજબૂત વૃદ્ધિ મારફત આ માઇલસ્ટોન સુધી પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારો, ખાસ કરીને, IMA ની ગ્લોબલ નેટવર્ક અને સ્થાનિકીકૃત પ્રોડક્ટ્સ અને સેવાઓ સાથે મૂલ્યોને પૂરાં પાડવાની ક્ષમતાના લીધે કે જે કારકિર્દીઓ, સંગઠનો અને આર્થિક વિકાસને મજબૂતી પૂરી પાડીને હાલના વર્ષોમાં ઉચ્ચ-વૃદ્ધિના વિસ્તારો બન્યાં હતાં.
"અમારા નિરંતર વિસ્તરણ માટે વૈશ્વિકરણ નોંધનીય ચાલક બન્યું છે," IMAના પ્રમુખ અને CEO, Jeff Thomson, CMA, CSCA, CAE, એ જણાવ્યું હતું જેઓ IMAના આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તાજેતરમાં જ બ્રાઝિલ અને ભારતના પ્રવાસે હતાં. "જેમ જેમ અર્થવ્યવસ્થાઓ વિકસતી જાય છે, તેમ તેમ કારોબારો અને સરકારોને અંતરદૃષ્ટિ અને દૂરદૃષ્ટિ પૂરી પાડવા માટે વધુ કુશળ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વ્યાવસાયિકોની જરૂર પડશે."
તેનાં શતાબ્દી ઉત્સવ તરફ આગળ વધતા, ઑટોમેશન, આર્ટિફિશ્યલ ઇંટેલિજેન્સ અને બ્લૉકચેઇનના લીધે, IMA તેનાં સભ્યપદની સંખ્યામાં ગતિ આવવાની અપેક્ષા કરી રહ્યું છે, જે પુનરાવર્તક કામોને બદલી કાઢશે અને ઉચ્ચ-સ્તરીય સલાહકારી કુશળતાઓનો ઉપયોગ કરવાની તકોને ખોલશે.
"ઑઇલની કિંમતોમાં ઘટાડાના સમયથી અર્થવ્યવસ્થાઓમાં મંદી હોવા છતાં પણ મધ્ય પૂર્વ અને ભારતમાં અમારા સભ્યપદના આધારમાં એકધારો વધારો થતો જોવા મળે છે. આ સૂચવે છે કે આ વિસ્તારના ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વ્યાવસાયિકો બદલાતા જતાં કાર્યસ્થળના વાતાવરણ અને બિઝનેસ પાર્ટનર્સ તરીકે માત્ર તેમનાં સંગઠનોના ફાઇનાન્સિઝમાં એક પરિચારક તરીકે નહિં પરંતુ તેમની પાસેથી વિકસી રહેલી અપેક્ષિત ભૂમિકા ભજવવા માટે તેમની કારકિર્દીમાં રોકાણના મહત્વને સમજે છે," IMA ખાતે મધ્ય પૂર્વ, આફ્રિકા અને ભારતના ઑપરેશન્સના ડિરેક્ટર, Hanadi Khalife એ જણાવ્યું હતું.
IMA ના ફ્લૅગશીપ પ્રમાણપત્ર - The CMA®(Certified Management Accountant) પ્રમાણિકરણ - વ્યાવસાયિકોને વ્યૂહાત્મક વિચાર, સંવેદનશીલ વિશ્લેષણ, પારિસ્થિતિક આયોજન અને કાર્યસ્થળમાં અંતરદૃષ્ટિને વિકસિત કરવામાં મદદરૂપ બનશે, જે ઑટોમેટેડ પ્રક્રિયાઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી વિગતોમાંથી વધુ સારાં નિર્ણયો લેવા તરફ દોરી જશે. છેલ્લાં વર્ષથી, CMA ના ઉમેદવારોની કુલ સંખ્યામાં 67 ટકાનો વધારો થયો છે, જે સંકેત આપે છે કે એકાઉન્ટન્સને વધુને વધુ વ્યૂહાત્મક બિઝનેસ પાર્ટરનર્સ તરીકે ગણવામાં આવી રહ્યાં છે.
2017 માં, IMA દ્વારા એક વિશિષ્ઠ પ્રમાણ પત્ર CSCA™ (Certified in Strategy and Competitive Analysis) ની પણ શરૂઆત કરી હતી, જે CMA ના અભ્યાસક્રમ પર તૈયાર કરવામાં આવ્યું હતું અને તે મેનેજમેન્ટ એકાઉટન્ટ્સને તેમના વ્યૂહાત્મક આયોજન અને વિશ્લેષણ કૌશલ્યને માસ્ટર કરવામાં મદદ કરે છે.
"IMA ના સભ્યપદ અને CMA પ્રમાણીકરણ દ્વારા, અમારી ઝુંબેશ વ્યાવસાયિકોને તૈયાર કરવા અને ભવિષ્યમાં પણ તેઓ સ્પર્ધાત્મક રહે તેનાં માટેની છે કેમકે ઑટોમેશન અમારા વ્યવસાયને પ્રભાવિત કરે છે," Thomsonએ જણાવ્યું હતું. "આ વૃદ્ધિ માત્ર બજારની જરૂરિયાતનું જ પ્રતિનિધિત્વ નથી કરતી પરંતુ તે IMA ના સ્વયંસેવકો, પાર્ટનર્સ અને કર્મચારીઓ દ્વારા વ્યવસાયને સમર્થન પુરું પાડવાની એક જબરદસ્ત પ્રતિબદ્ધતા પણ છે. અમે અમારા અને 100,000 - અને હજુ વધી રહેલાં - દરેક સભ્યો પાસેથી આ સમર્થન ચાલુ રહેશે તેવી અપેક્ષા કરીએ છીએ."
IMA® (Institute of Management Accountants) વિશે
IMA®, ને The Accountant/International Accounting Bulletin, દ્વારા 2017માં વર્ષના વ્યાવસાયિક મંડળ તરીકે નવાજવામાં આવ્યું છે, જે વિશિષ્ટ રૂપથી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રીત કરનારૂં સૌથી મોટું અને સન્માનીય સંગઠનોમાંથી એક છે. વૈશ્વિક રીતે, IMA સંશોધન, CMA® (Certified Management Accountant) કાર્યક્રમ, નિરંતર શિક્ષણ, નેટવર્કિંગ અને સર્વોચ્ચ કારોબારી નૈતિક પદ્ધતિઓની હિમાયતી દ્વારા આ વ્યવસાયને સમર્થન પુરું પાડે છે. IMA 140 દેશોમાં 100,000 સભ્યો કરતાં વધુનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે અને Montvale, N.J., USA, ખાતે સ્થાયી થયેલા 300 વ્યાવસાયિક વિદ્યાર્થી ચૅપ્ટર્સને, IMA તેનાં ચાર વૈશ્વિક ક્ષેત્રો: અમેરિકા, એશિયા/પૅસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ ભારત દ્વારા સ્થાનિયકૃત સેવાઓ પૂરી પાડે છે.
IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરી http://www.imanet.org ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Janice Sevilla
[email protected]
Communication Specialist
Institute of Management Accountants
Share this article