કોટા, ભારત, January 5, 2018 /PRNewswire/ --
જુનીઅર સાયંસ ઓલીમ્પીયાડ (જુનીઅર વિજ્ઞાન ઓલીમ્પીયાડ) માં 5 રાજ્યોમાં પ્રથમ ક્રમાંક મેળવવા (સ્ટેટ ટોપર્સ) સાથે સાથે અખિલ ભારતીય કક્ષાએ પ્રથમ ક્રમાંકે રેસોનંસના વિદ્યાર્થી (ઓલ ઇન્ડિયા ટોપર)
જ્યાં શિક્ષણમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની વાત આવે ત્યાં પ્રતિષ્ઠિત કોચિંગ સંસ્થા - રેસોનંસ (રણકાર) ને કોઈ પરાજિત કરી શકે નહી. રેસોનંસ નું નામ અને લોકપ્રિયતા ભારતભરમાં પ્રસરેલી છે. રેસોનંસ દ્વારા આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઓલિમ્પિયાડ તબક્કા 1 (રાષ્ટ્રીય માનક પરીક્ષા) પરિણામ માં બધા ને જ પાછળ છોડી દેવામાં આવ્યા છે. બીજા તબક્કા માટે કુલ 131 વિદ્યાર્થીઓ ને પસંદ કરવામાં આવ્યા હતા.
(Logo: http://photos.prnewswire.com/prnh/20170131/463110LOGO )
(Photo: http://mma.prnewswire.com/media/623789/Olympiad_2017_Result_Resonance.jpg )
પસંદગી પામેલા વિદ્યાર્થીઓ પૈકી 44 જુનીઅર વિજ્ઞાન ઓલીમ્પીયાડ, 41 રસાયણશાસ્ત્ર, 21 ખગોળશાસ્ત્ર 17 ભૌતિક શાસ્ત્ર અને 8 જીવવિજ્ઞાન ઓલીમ્પીયાડ માંથી ભારતીય રાષ્ટ્રીય ઓલીમ્પીયાડમાં ભાગ લેશે જે જાન્યુઆરી 2018 ના અંતિમ સપ્તાહમાં યોજાવાની છે. 131 વિદ્યાર્થીઓના આ જુથમાં અખિલ ભારતીય કક્ષાએ પ્રથમ ક્રમાંક અને 5 રાજ્યોમાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજસ્થાન ખાતેના રસાયણશાસ્ત્ર વિષયના પ્રથમ ક્રમાંક વિદ્યાર્થી પવન ગોયલ રેસોનંસ કોટા સ્ટડી સેન્ટર ખાતે અભ્યાસ કરે છે.
રેસોનંસ ના સ્થાપક અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી આર. કે. વર્માએ જણાવ્યું કે પસંદગી પામેલ 131 વિદ્યાર્થીઓ પૈકી 114 વિદ્યાર્થીઓએ રેસોનંસના નિયમિત વર્ગ અભ્યાસક્રમ હેઠળ ભાગ લીધો છે જયારે બાકીના 17 વિદ્યાર્થીઓએ રેસોનંસના દુરના અંતરના અભ્યાસક્રમમાં ભાગ લીધો છે. જુનીઅર વિજ્ઞાન ઓલીમ્પીયાડમાં રેસોનંસ ના સિદ્ધાંત મુખર્જી (મુંબઈ) પ્રથમ ક્રમાંકે આવ્યા છે. તેઓ રેસોનંસના નિયમિત અભ્યાસક્રમના વિદ્યાર્થી છે અને તેઓ મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ ક્રમાંકે પણ છે. આદેશ કુમાર જેઓ અખિલ ભારતીય સ્તરે ત્રીજા ક્રમે છે અને ઉત્કર્ષ રંજન જેઓ અખિલ ભારતીય સ્તરે છઠા ક્રમે છે, તેઓ બંને રેસોનંસના કોટા સ્ટડી સેન્ટર ખાતેના નિયમિત વર્ગના વિદ્યાર્થીઓ છે. રાજ્ય સ્તરે પ્રથમ ક્રમાંક મેળવનારા વિધ્યાર્થો માં આદેશ કુમાર પાત્રા (રાજસ્થાન), મિહિર કોઠારી (ગુજરાત) ઉત્કર્ષ રંજન (બિહાર), સિદ્ધાંત મુખર્જી (મહારાષ્ટ્ર) અને સ્વરાજ નંદી (ઓડીશા) નો સમાવેશ થાય છે. રેસોનંસના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પહેલા, ત્રીજા અને છઠા ક્રમાંક ઉપરાંત પ્રથમ 50 સ્થાનો પૈકી 11 સ્થાન મેળવ્યા છે જેમાં અખિલ ભારતીય કક્ષાએ 12, 14, 19, 21, 26, 29, 47 અને 50 નો સમાવેશ થાય છે.
ઓલીમ્પીયાડના બીજા તબક્કા માટે પસંદગી પામેલ 131 વિદ્યાર્થીઓ પૈકી 103 વિદ્યાર્થીઓ રાજસ્થાન ખાતે અભ્યાસ કરે છે, જયારે બાકીના વિદ્યાર્થીઓ પૈકી 4 વિધ્યાર્તીઓ બેઝ કર્ણાટકમાં, 2 ઓડીશામાં, અને એક એક મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને છત્તીસગઢ બેઝ ખાતે અભ્યાસ કરે છે.
શ્રી આર. કે. વર્માએ તમામ પસંદગી પામેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે અને આગામી બીજા તબક્કા ની પરીક્ષામાં તેઓ ઉત્તમ દેખાવ કરે તે માટે શુભેચ્છા પાઠવી છે.
Resonance Past achievements in Olympiads
રેસોનંસ વિષે:
રેસોનંસ એડયુવેન્ચર્સ લીમીટેડની સ્થાપના 11 એપ્રિલ 2001માં કોટા ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થાનું નામ રેસોનંસ શિક્ષણમાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા અને ઉચ્ચ કક્ષાના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવાના ઉદેશ સાથે રાખવામાં આવ્યું હતું જેથી રેસોનંસ નામ (રણકાર) વાસ્તવિક રીતે સાર્થક કરી શકાય. જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઇ છે તે જ સમયથી આ સંસ્થા સંખ્યા અને ગુણવતાના સંદર્ભે તેની પાસેથી રાખવામાં આવેલી અપેક્ષા કરતા ઘણું સારું પરિણામ આપી રહી છે. દેશમાં આઈ.આઈ.ટી. - જે.ઈ.ઈ. કોચિંગ માટે ક્લાસરૂમ અભ્યાસક્રમો ચલાવતી કોઈ પણ સંસ્થાની સરખામણીએ રેસોનંસના ક્લાસરૂમ કોચિંગ અને આઈ.આઈ.ટી. - જે.ઈ.ઈ. માં વિદ્યાર્થીઓની પસંદગીમાં અદ્વિતીય વૃદ્ધિ થતી રહી છે. આ સંસ્થાના પોતાના જ સ્ટડી સેન્ટર છે જે કોટા, આગ્રા, અમદાવાદ, અલાહાબાદ, ઔરંગાબાદ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદ્રપુર, દિલ્હી, ગ્વાલિયર, ઇન્દોર, જબલપુર, જયપુર, જોધપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નાંદેડ, નાશિક, પટના, રાયપુર, રાજકોટ, રાંચી, સુરત, ઉદૈપુર અને વડોદરા ખાતે આઈ.આઈ.ટી. - જે.ઈ.ઈ. માટે ક્લાસરૂમ કોચિંગ પૂરું પાડે છે. આ સંસ્થામાં અને તેના ડી.એલ.પી. ડીવીઝન દ્વારા એ.આઈ.પી.એમ.ટી./એ.આઈ.આઈ.એમ.એસ. અને સીએ/સીએસ વિગેરે માટે પણ પસંદગીના કેન્દ્રોમાં ક્લાસરૂમ કોચિંગના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે પોતાનું શહેર છોડી શકે તેમ ન હોય તેમના માટે ડી.એલ.પી. ડીવીઝન દ્વારા આ અભ્યાસક્રમો દૂર અંતરના અભ્યાસક્રમ તરીકે પણ ચલાવવામાં આવે છે.
રેસોનંસ તેના પીસીસીપી ડીવીઝન મારફતે વર્ગ 5 થી 10 ના વિદ્યાર્થીઓ માટે કોચિંગ કાર્યક્રમ ચલાવે છે જેથી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે એનટીએસઈ, ઓલીમ્પીયાડ વિગેરે માટે તૈયારી કરી શકે.
વિદ્યાર્થીઓ તા. January, 2018ના દિને યોજાનારી શિષ્યવૃત્તિ -કમ- પ્રવેશ પરીક્ષા રેસોફાસ્ટમાં ભાગ લઇ શકે છે અને વિવિધ ક્લાસરૂમ કાર્યક્રમો જેવા કે જેઈઈ એડવાન્સડ, જેઈઈ મેઈન, નીટ અને એઆઇઆઇએમએસ ક્લાસરૂમ અભ્યાસક્રમો માટે 90% સુધી છાત્રવૃતિ મેળવી શકે છે.
વધુ માહિતી માટે અમારી વેબ સાઈટ http://www.resonance.ac.in વિઝીટ કરો અથવા ટોલ ફ્રી નંબર ડાયલ કરો: 1800-258-5555
મીડિયા સંપર્ક:
શિવરાજ સિંહ
[email protected]
+91-9314150513
જનરલ મેનેજર (બીઝનેસ ડેવલપમેન્ટ એન્ડ ઓપરેશન્સ)
રેસોનંસ એડયુવેન્ચર્સ લીમીટેડ
Share this article