મુંબઇ, December 6, 2017 /PRNewswire/ --
-BrahMos-Godrej ભાગીદારીમાં ડિલિવરી કરીને નવા સીમાસ્તંભ રૂપને ચિન્હિત કરે છે
-એર લોંચ્ડ મિસાઇલ માટે એરફ્રેમ્સના વધારાના 100 સેટો માટે Godrej ઓર્ડર મેળવે છે
Godrej & Boyce Mfg. Co. Ltd. નું એક એકમ Godrej Aerospace, ભારતની સંરક્ષણ ક્ષમતા બનાવવાં તરફ ફાળો આપવાની કંપનીની ગર્વની પરંપરાને ચાલુ રાખતાં આજે BrahMos Aerospace Pvt. Ltd. (BAPL) ને તેના મિસાઇલ સિસ્ટમ્સમાં ઉપયોગ કરવા માટે એરફ્રેમ એસેમ્બ્લિસના 100 માં સેટની સોંપણી કરે છે.
(Logo: http://mma.prnewswire.com/media/615498/Godrej_Aerospace.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/615499/Godrej_Aerospace_delivers_BrahMos.jpg )
પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક અને ડિરેક્ટર જનરલ (BrahMos), CEO & MD BrahMos Aerospace ના Dr. Sudhir Mishra એ, આ સીમાચિહ્ન રૂપ કાર્યસિદ્ધિની ઉજવણી કરવા માટે Godrej Aerospace ની મુલાકાત લીધી છે અને પ્રસંગની ઉજવણીમાં Godrej & Boyce ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર Mr. Jamshyd N. Godrej દ્વારા 100 માં બ્રાહ્નોસ એરફ્રેમના પૂર્ણ થયેલ દસ્તાવેજોની સોંપણી કરી હતી.
આ પ્રસંગ પર Mr. Mishra એ બ્રાહ્નોસ મિસાઇલના એર લોંચ્ડ આવૃત્તિ માટે એરફ્રેમ્સના 100 યુનિટ બનાવવા માટેના ઓર્ડર મેળવવા માટે અને તેના ઉત્પાદનને શરૂ કરવા માટે Godrej Aerospace ને અભિનંદન પણ આપ્યાં હતાં.
Godrej & Boyce ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Jamshyd N. Godrej એ કહ્યું કે, "Godrej અને BrahMos મહત્વપૂર્ણ 17 વર્ષોથી ભાગીદાર રહ્યાં છે. સમય જતાં, અમે ભારતની સંરક્ષણ ક્ષમતાને સશક્ત બનાવવામાં અમારો ફાળો આપીને રાષ્ટ્રના નિર્માણ માટે અમારું થોડું યોગદાન કરવામાં ખુબ ગર્વ અનુભવીએ છીએ. તેથી, Dr. Mishra ને એરફ્રેમ એસેમ્બ્લિના 100 માં સેટ માટેના પૂર્ણ દસ્તાવેજની સોંપણી કરવામાં હું ખુબ આનંદ અનુભવું છું. આ Godrej, Brahmos અને ભારત માટે ગર્વપૂર્ણ ક્ષણ છે, અને ટેકનોલોજીકલી પ્રેરિત નિરાકરણો અને સ્વદેશી ઉત્પાદન દ્વારા આપણાં દેશની સેવા કરવાની આપણી પ્રતિબદ્ધતાની ખાતરી છે."
Mr. Godrej વિશ્વની અતિ આધુનિક મિસાઇલ પૈકી એકને ઉત્પાદન ટેકનોલોજી અને વિશ્વ કક્ષાના ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાપિત કરવામાં ગુણવત્તાની પ્રણાલીને વિકસાવવામાં અને બનાવવામાં DRDO & MSQAA ના ફાળા, સમર્થન અને માર્ગદર્શનની સ્વીકૃતી કરે છે. તેમણે આ પ્રયાસમાં શિક્ષણવિદ્યાના અને Godrej ના વિક્રેતાઓના ફાળાની પણ પ્રસંશા કરી હતી.
BrahMos Aerospace DS, ડિરેક્ટર જનરલ, CEO & MD Dr. Sudhir Mishra એ કહ્યું, "ઘણાં વર્ષોમાં Godrej એ BrahMos અને ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં અત્યંત ફાળો આપ્યો છે. યુદ્ધમાં યોગ્ય એવી મિસાઇલ એરફ્રેમ્સના 100 માં સેટની ડિલિવરી આપણાં લાંબા સમયના સંબંધમાં એક અન્ય સીમાસ્તંભ રૂપ છે. આવતાં વર્ષોમાં, મને આપણી ભાગીદારીમાં વિશ્વાસ છે કે વ્યવહારદક્ષ હથિયારની સિસ્ટમના સ્વદેશી વિકાસ અને ઉત્પાદન માટે પ્રેરણાદાયક રોલ મોડેલ તરીકે નવા સીમાસ્તંભો નિશ્ચિત કરવા અને કામ કરવાનું ચાલુ રાખશે."
બ્રાહ્મોસ મિસાઇલ એક સ્ટીલ્ધ યુનિવર્સલ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે જે જહાજો, સબમરિન, એરક્રાફ્ટ અને ભૂમિ આધારિત પ્લેટફોર્મ પરથી લોંચ કરી શકાય છે. તેનો ભૂમિ અને સમુદ્રી પરના લક્ષ્યાંકોનો વિનાશ કરવા ચોક્ક્સ સ્ટ્રાઇક માટે ઉપયોગ કરી શકાય છે.
Godrej Aerospace એ બ્રાહ્મોસ પ્રોગ્રામ સાથે 2001 માં તેની શરૂઆતથી સંકળાયેલ છે. Godrej એ બ્રાહ્મોસ મિસાઇલમાં મોટાભાગની મેટાલિક સબ સિસ્ટમ્સના ઉત્પાદનમાં મુખ્ય ફાળો આપે છે. મુખ્ય એરફ્રેમ ઉપરાંત, Godrej કન્ટ્રોલ સરફેસ અને નોઝ કેપ પણ પૂરાં પાડે છે. Godrej ભૂમિ પરથી લોંચ કરવાની આવૃત્તિ માટે મોબાઇલ ઓટોનોમસ લોંચર, મિસાઇલ રીપ્લેનિશિંગ વેહિકલ પણ પૂરાં પાડે છે.
Godrej & Boyce વિશે:
Godrej & Boyce એક Godrej Group કંપની છે, જે 14 વિવિધ બિઝનેસ સંચાલિત કરે છે. 1897 માં સ્થાપિત, કંપનીએ ઉચ્ચ ગુણવત્તાના લોકનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યારબાદ કંપનીએ ઉપભોક્તા સામગ્રી, ઓફિસ અને ઔદ્યોગિક પ્રોડક્ટ્સ અને સર્વિસિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રીયલ એસ્ટેટમાં વિવિધ બિઝનેસ કર્યાં. મુંબઇમાં વડુમથક છે, Godrej & Boyce એપ્લાયન્સિસ, ફર્નિચર એન્ડ ઇન્ટિરીયર, સુરક્ષા નિરાકરણો, લોકિંગ સોલ્યુશન્સ, એવી સોલ્યુશન્સ, વેન્ડિંગ, મટિરિયલ હેન્ડલિંગ, ઇન્ડસ્ટ્રિયલ લોજિસ્ટિક, એરોસ્પેસ, ન્યુક્લિયર પાવર, ડીફેન્સ, ઓટો ઇન્ડસ્ટ્રિઝ માટે ટૂલિંગ સોલ્યુશન્સ, પ્રોસેસ ઇક્વિપમેન્ટ, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રીયલ એસ્ટેટ અને ગ્રીન બિલ્ડિંગ કન્સલ્ટિંગમાં વિશેષતા ધરાવે છે અને બજારમાં અગ્રણી છે. Godrej એ દરરોજ વિશ્વભરમાં 110 કરોડ કરતાં વધુ ગ્રાહકોને સેવા આપતી ભારતની સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડ પૈકી એક છે.
બ્રાહ્મોસ મિસાઇલ વિશે:
બ્રાહ્મોસ મિસાઇલ 290 કિમીની ફ્લાઇટ રેન્જ સુધીની એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તે 200 - 300 કિલો વજનના પારંપરિક શસ્ત્રો લઇ જાય છે. તે ભૂમિથી 15 કિમી જેટલી ઉંચાઇ સુધી અને ભૂમિથી 10 મીટર જેટલી નીચે સફર કરી શકે છે અને તેની સમગ્ર ફ્લાઇટ દરમિયાન સુપરસોનિક ઝડપ (સેકન્ડ દીઠ 1 કરતાં વધુ કિમી) જાળવે છે. એક વખત બ્રાહ્મોસ મિસાઇલ ફાયર થાય એટલે, તેને કન્ટ્રોલ સેન્ટર પરથી વધુ કોઇ માર્ગદર્શન જરૂરી રહેતું નથી. આ તેને 'ફાયર એન્ડ ફરગેટ' મિસાઇલ બનાવે છે.
બ્રાહ્મોસ મિસાઇલ ઉચ્ચ પ્રમાણમાં વિવિધ પ્રતિભા ધરાવે છે અને ભૂમિ પરના તથા સમુદ્રી પરના લક્ષ્યાંકોને શોધી કાઢીને તેનો વિનાશ કરવા ભૂમિ પરથી, હવા પરથી કે પાણી પરથી તેને લોંચ કરી શકાય છે. તેની તીવ્ર ઝડપ તેને અત્યંત ઘાતક હથિયાર બનાવે છે. તેની અતિ-ચોક્કસતા આનુષંગિક નુકસાનને ઓછું કરવામાં મદદ કરે છે.
બ્રાહ્મોસ મિસાઇલનું પ્રથમ સફળ લોંચ ઓરિસ્સાના ચાંદીપુર દરિયાકાંઠાના આંતરિક પરીક્ષણ રેન્જ પર ભૂમિ આધારિત લોંચર પરથી જૂન 12, 2001 ના રોજ કરાયું હતું.
વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Adfactors PR:
Neha Sharma:
+91-9871571721
[email protected]
Akshada Thakur:
+91-9773706707
[email protected]
Share this article