મુંબઇ, October 23, 2017 /PRNewswire/ --
- 250 થી વધુ પ્રદર્શકો સાથે ભારતીય ખાદ્ય બજારમાં પ્રવેશ
- દર વર્ષે મુંબઇ અને નવી દિલ્હી વચ્ચે વારાફરતી ફરે છે
- Fi India & Hi ની ભારતમાં 12 મી આવૃત્તિ
- 12 સહભાગી દેશો; 55 નવા પ્રદર્શકો; આરોગ્ય સામગ્રીના 48 પ્રદર્શકો
- હેલ્થ ઘટકો, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજીંગ પર ફ્રી ઑન-સાઇટ પરિસંવાદો; નુટ્રીમાર્કેટિંગના નિષ્ણાતો સાથે અ ગાઇડેડ ડિસકવરી ટૂર
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/585811/Fi_India_Logo.jpg )
Fi India & Hi વેપાર મેળો, જે UBM India નો ભારતીય ઉપખંડમાં ફૂડ એન્ડ હેલ્થ ઇન્ડસ્ટ્રી માટે સૌથી વ્યાપક B2B શો છે, તે મુંબઇ, ભારતમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં, ગુરુવાર, 9 નવેમ્બર થી શનિવાર, 11 નવેમ્બર, 2017 સુધી થશે. Fi India & Hi આ ઉદ્યોગને ઉચ્ચ ગુણવત્તાના ઘટકો પ્રાપ્ત કરવા, ઉદ્યોગ વ્યાવસાયિકો સાથે નેટવર્ક કરવા, ઉદ્યોગના નવીનતમ વલણોને નવીનતાઓને શીખવા અને માર્કેટ શેરને વિસ્તૃત કરવાની તક આપે છે. એક્સ્પો હવે દર વર્ષે ભારતના બે વિશિષ્ટ, આશાસ્પદ ખાદ્ય હબ મુંબઈ અને નવી દિલ્હી વચ્ચે વારાફરતી ફરે છે. આ વર્ષે એક્સ્પોમાં 250 થી વધુ પ્રદર્શકો હશે, જેમાંથી 55 પ્રથમ વાર પ્રદર્શન કરી રહ્યા છે અને 48 ફક્ત આરોગ્ય ઘટકોના વ્યવસાયમાંથી જ છે. એક્સ્પોને the All India Food Processors' Association (AIFPA), the Health Foods & Dietary Supplements Association (HADSA), the Association of Food Scientist & Technologist (I) - (AFSTI), Delhi and Mumbai Chapter, the All India Bread Manufacturer's Association (AIBMA), The Society of Indian bakers (SIB) અને the Wheat Products Promotion Society (WPPS) દ્વારા સારું સમર્થન મળેલું છે.
12 વર્ષની પ્રતિષ્ઠા સાથે, Fi India ફરી એકવાર સાઇટ પર ત્રણ દિવસના મફત, આરોગ્ય ઘટકો, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજીંગ પર પરિસંવાદોને પ્રસ્તુત કરશે. આ પરિસંવાદો વિવિધ ભારતીય સંગઠનો સાથે સંધિમાં ગોઠવવામાં આવશે અને તકનીકી વિકાસને બજારના વલણો બંનેને આવરી લેશે.
દિવસ 1 'ભારતીય ન્યુટ્રાસ્યુટીકલ ઇન્ડસ્ટ્રીના નિયમો કેવી રીતે સગવડ કરી આપે છે'; 'બજારમાં પ્રગતિશીલ ન્યુટ્રાસ્યુટીકલ્સ - સ્પોર્ટ્સ ન્યુટ્રીશન, ફોર્ટિફાઇડ ફુડ્સ, મેડિકલ ન્યુટ્રીશન'; 'ફાર્માકોપોઇએસ કેવી રીતે ડાયેટરી સપ્લિમેન્ટ્સ માર્કેટની મદદ કરે છે?' અને 'ન્યુટ્રાસ્યુટીકલ માર્કેટ્સના વિકાસમાં ફાર્માસ્યુટિકલ્સની ભૂમિકા' પર સત્રોને પ્રસ્તુત કરશે.
દિવસ 2 AIFPA નું 'ઓપરટયુનિટી એન્ડ રૅગ્યુલૅટરી ચેલેંજિસ ઈન ધ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ઓફ ફૂડ ઇન્ગ્રિડિયન્ટ્સ' પર એક સત્ર અને FSSAI ની એક પહેલ 'ન્યૂ ઇનિશ્યટિવ્સ ટુ બિલ્ડ અ નેશેનવાયડ ઇકોસિસ્ટમ ફોર ફૂડ સેફટી' જોશે.
દિવસ 3 શુધ્ધ લેબલના નેચરલ પ્રોડક્ટ્સ સુરક્ષિત અને સ્વસ્થ છે અને Locust Bean Gum (LBG) અને તેના ફૂડ એપ્લિકેશન પર સત્રો જોશે.
આ વર્ષે, એક્સ્પો, એક નવો વિષય રજૂ કરશે - નુટ્રીમાર્કેટિંગના નિષ્ણાતો સાથે અ ગાઇડેડ ડિસકવરી ટૂર. આ માર્ગદર્શિત ટૂરમાં ન્યુટ્રીમાર્કેટીંગ નિષ્ણાતો સાથે મુલાકાતીઓનો સમાવેશ થાય છે જે પ્રેક્ષકો સાથે સંલગ્ન રહેશે અને જે ઉત્પાદનો પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે તેના નવીનતમ વલણો, નવીનીકરણ અને વાસ્તવિક ઉપયોગિતા; જેમાં 'ઍવરીથીંગ પ્રોટીન્સ', 'હેલ્થ એન્ડ વેલનેસ' અને 'બેકરી ઇનોવેશન' જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માર્ગદર્શિત અધિવેશનો નો સમય પહેલાંથી સુનિશ્ચિત કરવામાં આવશે.
આ વર્ષના એક્સ્પોના અન્ય આકર્ષક વિશિષ્ટતાઓમાં શામેલ છે:
- એક એક્સ્પો ફૂડટેક પેવિલિયન જે ફૂડ ટેકનોલોજી - પ્રોસેસિંગ અને પેકેજીંગ કંપનીઓને સમર્પિત હશે. Fi India & Hi સાથે આ પેવેલિયન ખાદ્ય નિર્માતાઓની તમામ ઉત્પાદન જરૂરિયાતો માટે વન સ્ટોપ સોલ્યુશન આપશે.
- એક વ્યાપક ચીની પેવિલિયન
- આરોગ્ય ઘટકોનો એક માર્ગ
- સળંગ ત્રીજા વર્ષ માટે એક ખાસ Fi India & Hi વર્કશોપ. આ વખતે, વર્કશોપમાં નામચીન રસોઇયણ Rakhee Vaswani દ્વારા તાજેતરના ખાદ્ય વલણો પર બે દિવસીય જીવંત પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ જીવંત પ્રદર્શનો પ્રદર્શકોના ઉત્પાદનોનો ઉપયોગ કરશે જે પ્રેક્ષકોને એક સારો અનુભવ, નવા વિચારો અને પ્રદર્શન પરનાં ઉત્પાદનોની વાસ્તવિક ઉપયોગિતા પર કાર્યક્ષમ ટીપ્સ આપશે. આ વર્કશોપમાં ભારતીય ફ્યુઝન ધમાકા, ફેન્સી બ્રેડ મેકિંગ, એક્ઝોટિક એગ્લેસ ડેઝર્ટ્સ અને ફેસ્ટિવ ફિયેસ્ટા-પાર્ટી એપિટાઇઝર્સ અને ડીપ્સનો સમાવેશ થાય છે.
Fi India & Hi 2017 ની ઘોષણા પર બોલતા UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras જણાવ્યું કે, "ભારતમાં ખાદ્ય ઘટકોના ઉદ્યોગમાં પ્રોસેસ્ડ ખોરાકનો વધતો વપરાશ, રેડી-ટુ-ઈટ મીલ્સ માટે વધતી પસંદગી, ખાદ્ય પેદાશોના સ્થાનિકીકરણમાં વધારો, મેગા ફૂડ પાર્ક્સના વિકાસમાં વધારો, વિશાળ સાંસ્કૃતિક અને પ્રાદેશિક વિવિધતા અને વધતી જતી શહેરી વિસ્તારોમાં મધ્યમ વર્ગની વસ્તી મધ્યે ઝડપી વિસ્તરણ જોવા મળી રહ્યું છે. આનાથી ખાદ્ય પ્રોડક્ટ્સના ગુણવત્તા ધોરણો સંબંધિત જાગરૂકતામાં વધારો થયો છે અને એના પરિણામે, આ તૈયાર ઉત્પાદનોના નિર્માણમાં જાય છે તે ઘટકોની શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. UBM India નો Fi India & Hiની 12 મી આવૃત્તિ નો ઉદ્દેશ એવા ઘટકો માટે એક આંતરરાષ્ટ્રીય શોકેસ રજૂ કરીને બદલામાં, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ભારતના વિશાળ અને મોટા કાચા માલનો પાયો વધારવામાં મદદ કરવાનો છે."
તેમણે ઉમેર્યું, " Fi India & Hi સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓના મિશ્રણ સાથેનો એક સાચો આંતરરાષ્ટ્રીય શો છે જેમાં વ્યવસાયની શોધ અને વિકસ માટે એક છત હેઠળ ત્રણ દિવસ માટે તેઓ સર્વ એકત્રિત થયા છે."
UBM India વિશે:
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને એવો મંચ પૂરો પાડે છે જે પ્રદર્શનોના પોર્ટફોલિયો, વિષય આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચાણકારોને એકઠા કરે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 મોટા પાયાનાં પ્રદર્શનો અને 40 સંમેલનો આયોજિત કરે છે; જેનાથી સમગ્ર ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરવામાં આવે છે. UBM Asia ની કંપની, UBM India ની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસો છે. UBM Asia UBM plc ની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન નો આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટો વ્યવસાયિક સંગઠક છે.
વધારે માહિતી માટે, કૃપા કરીને http://www.ubmindia.in પર જાઓ
UBM plc વિશે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યુર-પ્લે B2B પ્રસંગોની આયોજક છે. વધારે પ્રમાણમાં આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ નથી રહી. UBM માં, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તેમાં અમારું ઉત્કૃષ્ટ જ્ઞાન અને જુસ્સો અમને મૂલ્યવાન અનુભવો સર્જવાની અમને મંજૂરી આપે છે જ્યાં લોકો સફળ થઇ શકે છે. અમારા પ્રસંગોમાં લોકો સંબંધો બનાવે છે, સોદા પુરા કરે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં આવેલા અમારા 3,750+ લોકો 50 થી વધારે - ફેશન થી ફાર્માસ્યુટિકલ ઘટકોના અલગ અલગ ક્ષેત્રોમાં સેવા આપે છે. આ વિશ્વવ્યાપી તંત્ર, કુશળ, જુસ્સાદાર લોકો અને બજાર-અગ્રણી પ્રસંગો વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધારે માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર અમને @UBM પર ફોલૉ કરો, UBM Plc LinkedIn
મીડિયા સંપર્ક:
Roshni Mitra
UBM India
[email protected]
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article