નવી દિલ્હી, October 5, 2017 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants) એ આજે તેના મુખ્ય કાર્યક્રમ CMA® (Certified Management Accountant) માટે ભારતના ટોચના પર્ફોર્મર્સની જાહેરાત કરી છે. વિશ્વભરમાં, IMA એક વર્ષમાં ત્રણ વખત CMA ની પરીક્ષાઓ નું સંચાલન જાન્યુઆરી અને ફેબ્રુઆરી; મે અને જૂન; અને સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન કરે છે.
(Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
આ વર્ષે, માત્ર મે અને જૂનની પરીક્ષણની વિન્ડોથી, કુલ 5,904 ઉમેદવારોએ વૈશ્વિક સ્તરે અંગ્રેજી ભાષાની પરીક્ષા લીધી. પરીક્ષાના પરિણામો ઓગસ્ટમાં પરીક્ષા લેનારાઓને મોકલવામાં આવ્યા હતા. ભારતના CMA ઉમેદવારોના વ્યાવસાયિક પૂલ મધ્યે, ફરિદાબાદ, હરિયાણાની Richa Gupta ને સૌથી વધુ સ્કોર મળ્યો.
"મારી વર્તમાન સંસ્થામાં મારી કામગીરી માટે CMA ના અભ્યાસક્રમની સંરચના ખૂબ જ સુસંગત હતી. વ્યવહારિક અભિગમ અને સમગ્ર વિશ્વમાં આ સર્ટિફિકેટની વિશાળ સ્વીકાર્યતા એ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જેને મને આ અભ્યાસક્રમને ચાલુ કરવા દોર્યું," Gupta એ CMA પ્રોગ્રામ ને ચાલુ કરવાના નિર્ણય માટે કારણ દર્શાવ્યું. "વર્તમાન સમયથી પાંચ વર્ષમાં, હું મારી જાતને મારી વર્તમાન સંસ્થાના નાણાકીય આયોજન અને વિશ્લેષણ (FP&A) વિભાગને સદર કરતા જોઉં છું. CMA નું ખિતાબ જે ઊંચી ગુણવત્તાવાળી નૈતિકતા અને સક્ષમતા સાથે સંકળાયેલું છે તે મને મારા લક્ષ્યોને વધુ ઝડપથી હાંસલ કરવામાં મદદ કરશે," Gupta, જેઓ હાલમાં FP&A મેનેજર તરીકે કામ કરે છે, તેઓ ઉમેરે છે.
તે દરમિયાન, કોલેજ/યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સમૂહમાં એજ પરીક્ષણ વિંડો દરમ્યાન CMA ની પરીક્ષા લીધી હતી તેમાં મુંબઈના Yash Majajay Patani ટોચના પર્ફોર્મર તરીકે ઉભર્યા છે.
"મારા માટે સૌથી પડકારરૂપ ભાગ અંતર્ગત નિયંત્રણો હતા કારણ કે મારી પાસે વ્યવહારિક અનુભવ ન હતો. હું ટ્રેઝરી અને મેનેજમેન્ટના વ્યવસાયમાં કારકિર્દી બનાવવાની આશા રાખું છું. 11 જુદી જુદી કુશળતા, ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ કાર્યના બહુવિધ બાજું, ઉપરાંત CMA સર્ટિફિકેશનની વૈશ્વિક માન્યતા સાથે, હું મારી કારકિર્દી આગળ વધારવા માટે સક્ષમ થઇ શકું છું, જયારે હવે હું કર્મચારીઓની સંખ્યામાં જોડાવા માટે તૈયાર છું," Patani ટેલિફોન ઇન્ટરવ્યૂમાં સમજાવે છે.
Patani યુનિવર્સિટી ઓફ મુંબઈમાંથી બેચલર ઓફ કૉમર્સ ની ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયા હતા. તેઓ હવે એક યુવાન વ્યવસાયી છે જે CMA પ્રોગ્રામથી જે કુશળતા શીખ્યા તે લાગુ કરવા માટે એક તક શોધી રહ્યા છે.
મિડલ ઈસ્ટમાં, Suryaneel Kumar, એક Non-Resident Indian (NRI) એ પણ ઓમાનમાં વ્યાવસાયિક ટેસ્ટ લેનારાઓ વચ્ચે સૌથી વધુ સ્કોર મેળવ્યો.
"મેં CMA ને તેની વૈશ્વિક માન્યતા, અભ્યાસક્રમ સામગ્રી અને સખત પરીક્ષણ/પરીક્ષા માટે ચાલુ કર્યું. હું મારી જાતને ટૂંક સમયમાં વરિષ્ઠ મેનેજમેન્ટની ભૂમિકામાં જોવા માંગુ છું. મને વિશ્વાસ છે કે CMA મને આ લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે," Kumar જે ઓમાનમાં સિનિયર ફાઇનાન્સ મેનેજર તરીકે કામ કરે છે, તેમને કહ્યું.
તે યાદ કરી શકાય છે કે તેની જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2017 પરીક્ષણ વિંડોમાંથી, ભારતના બે વિદ્યાર્થીઓએ વૈશ્વિક ધોરણે CMA પરીક્ષામાં તેમના અસાધારણ પર્ફોર્મન્સ માટે પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટી સ્ટુડન્ટની કેટેગરીમાં, Hariharan Ramasubramanian જે યુનિવર્સિટી ઓફ મુંબઈ માંથી એકકોઉંટીંગમાં અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને એક વિદ્યાર્થી તરીકે સૌથી વધુ પરીક્ષાનો સ્કોર મેળવવા માટે Priscilla S. Payne આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ પર્ફોર્મન્સ એવોર્ડ મેળવ્યો. નવી દિલ્હીના Abhishek Kapoor પણ એક પ્રતિષ્ઠિત પ્રદર્શનનું સ્ટુડન્ટ સર્ટિફિકેટ મેળવ્યું હતું.
CMA® (Certified Management Accountant) વિષે:
IMA® નું વૈશ્વિક માન્યતાવાળું CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ 11 નિર્ણાયક ક્ષેત્રોમાં અદ્યતન હિસાબ અને નાણાકીય સંચાલન જ્ઞાનનું સંબંધિત મૂલ્યાંકન છે, જેમાં નાણાંકીય આયોજન, વિશ્લેષણ, નિયંત્રણ અને નિર્ણયોના સપોર્ટનો સમાવેશ થાય છે. CMA સર્ટિફિકેશન પ્રૉગ્રામ ની વધારે માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org/certification પર જાઓ.
IMA® (Institute of Management Accountants) વિષે:
IMA, વ્યવસાયમાં એકાઉન્ટન્ટ્સ અને નાણાકીય વ્યાવસાયિકોની સંસ્થા, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સૌથી મોટી અને સૌથી આદરણીય સંગઠનોમાંની એક છે. વૈશ્વિક રીતે, IMA સંશોધન, CMA® (Certified Management Accountant) પ્રૉગ્રામ, સતત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયત દ્વારા વ્યવસાયને ટેકો આપે છે. IMA પાસે 140 દેશો અને 300 વ્યાવસાયિક અને વિદ્યાર્થી પ્રકરણોમાં 90,000 થી વધુ સભ્યોનું વૈશ્વિક નેટવર્ક છે. મોન્ટવેલ, N.J., USAમાં મુખ્ય મથકવાળું, IMA તેના ચાર વૈશ્વિક વિસ્તારો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મિડલ ઈસ્ટ/ભારત દ્વારા સ્થાનિક સેવાઓ પૂરી પાડે છે. IMA ની વધારે માહિતી માટે, કૃપા કરીને, http://www.imanet.org પર જાઓ.
પ્રચાર માધ્યમ સંપર્ક:
Janice Sevilla
[email protected]
+91-9003162258
Communication Specialist
Institute of Management Accountants
Share this article