ગ્રેટર નોઈડા, ઇન્ડિયા, September 21, 2017 /PRNewswire/ --
- 45 સહભાગી દેશો અને 750 થી વધુ પ્રદર્શકો
- પ્રખ્યાત ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સના સમાવેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની હાજરી
- 3 દિવસીય ઊંચી અસરવાળા સંમેલનો - 'વેગ ગતિશીલતા વધારતું…મહત્વાકાંક્ષાથી કાર્ય સુધી'. નવીનીકરણ, ટેકનોલોજી, પડકારો અને આગળ વધવાનો એક માર્ગ પ્રકાશિત કરવા માટેનું સંમેલન
UBM India એ આજે Renewable Energy India 2017 Expo (REI) ની 11 મી આવૃત્તિનું, ત્રણ-દિવસીય (20 થી 22 મી સપ્ટેમ્બર, 2017) પ્રદર્શન, ઇન્ડિયા એક્સ્પો સેંટર, ગ્રેટર નોઈડામાં લોન્ચ કર્યું. એક ભવ્ય ઔદ્યોગિક મેળાવડા વચ્ચે Shri Upendra Tripathy, IAS, તાત્પુરતા ડિરેક્ટર જનરલ, International Solar Alliance ( ISA ); Mr. Justin Wu, APACના પ્રમુખ, Bloomberg New Energy Finance, હોંગ કોંગ; Ms. Henriette Faergemann, કાઉન્સેલર - એનવાયર્નમેન્ટ, એનર્જી, ક્લાયમેટ ચેન્જ, યુરોપિયન યુનિયન ટુ ઇન્ડિયાના પ્રતિનિધિમંડળ, Mr. Hans-Josef Fell, Energy Watch Group (EWG ) ના પ્રેસિડેન્ટ અને જર્મન સંસદના ભૂતપૂર્વ સભ્ય; Mr. Naoki Tomotake, ડિરેક્ટર જનરલ ઇન્ટરનેશનલ અફેર્સ, NEDO, જાપાન; Mr. Rene Van Berkel, ભારતમાં UNIDO ના પ્રતિનિધિ; Shri Anand Kumar, IAS, સચિવ, New and Renewable Energy મંત્રાલય, ભારત સરકાર; UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras, Mr. Michael Duck, UBM Asia ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને UBM India ના ગ્રુપ ડિરેક્ટર Mr. Rajneesh Khattar જેવા મુખ્ય મહાનુભાવો દ્વારા આ એક્સ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/556154/UBM_REI_2017_Logo.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/558846/UBM_India_Lamp_Lighting_Ceremony_of_REI_2017.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/558847/UBM_India_Inauguration_Ceremony_of_REI_2017.jpg )
આ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ પ્રદર્શકો, સલાહકારો, વેપાર નિષ્ણાતો અને મુખ્ય સરકારી અધિકારીઓને એક ભવ્ય પ્લેટફોર્મ હેઠળ લાવીને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી અને પાવર અને એનર્જી સેક્ટરમાં કેટલાક ગંભીર પડકારોનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
Renewable Energy India (REI) એક્સ્પો ના ઉદઘાટન સમારંભમાં Anand Kumar, ભારત New and Renewable Energy (MNRE) મંત્રાલયના સચિવ એ જણાવ્યું કે, "વડા પ્રધાન મોદી હેઠળ, અમે અમારા લક્ષ્યને કુલ પુનઃપ્રાપ્ય ઊર્જાને 2022 સુધીમાં 175 GW સુધી વધારવા માટે અપ-સ્કેલ કર્યું. તકનીકી આધુનિકતાઓ સાથે, ને સૌર અને પવનની ઘટતી કિંમતો સાથે અમને ફક્ત ખાતરીજ નહિ પણ વિશ્વાસ છે કે અમે માત્ર લક્ષ્ય હાંસલ નહિ કરીશું, પણ એને વધારીશું.
તાજેતરના પરમર્શોમાં, MNRE એ ભારતના ઓફશોર પવન અને હાઇડ્રોપાવરની ક્ષમતાને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે, એવો સંકેત આપ્યો છે કે આ ટેકનોલોજીઓ ને પુનઃપ્રાપ્ય ઊર્જાના લક્ષ્ય હેઠળ લાવવામાં આવશે."
Kumar ભારતની 'શાંત ક્રાંતિ' વિશે પણ વાત કરી હતી, જેમાં દેશને પોતાની વીજ ઉત્પાદન ક્ષમતા અને વપરાશને ઝડપથી વધારતો જોવામાં આવશે. "મુખ્ય પડકાર એ છે કે: ભારતમાં ઊર્જાનો વપરાશ કેવી રીતે વધારવો, એટલા ખર્ચમાં જે લોકો ચૂકવવા તૈયાર થાય?" તેમણે પૂછ્યું, એ ઉમેરીને: "અને માત્ર ખર્ચ ચૂકવવા માટે તૈયાર નહિ થાય, પરંતુ ચૂકવી પણ શકે? ઓછામાં ઓછા પ્રતિકારનો માર્ગ સૌથી નીચી કાર્બનની તીવ્રતા સાથેનો છે" તેમણે ખાતરીપૂર્વક કહ્યું. "ભારતમાં મર્યાદિત જીવાવશેષ ઇંધણ છે. અમારે પેટ્રોલીયમ માટે આયાત પર આધાર રાખવો પડે છે. જો અમારે 1.25 અબજ લોકોની માંગને ટેકો આપીને પૂરો કરવો હોય, તો નવીનકરણ એક માત્ર રસ્તો છે."
Kumar ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું, ખાસ કરીને સૌર ઉત્પાદન જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ભારતની ક્ષમતાઓ ઉચ્ચતર બિંદુએ "સામાન્ય" છે. તેમણે સમાપ્ત કર્યું, "અમારે ભારતમાં બેટરી ઉત્પાદન માટેના આધાર તલો સ્થાપિત કરવા જોઈએ. એકવાર અમે સંગ્રહ-વ્યવસ્થાના અવરોધને દૂર કરી શકીયે તો લોકો માટે 24-કલાકની મફત ઊર્જાનો આદર્શ પ્રાપ્ત થઈ શકે છે."
REI ની 11મી આવૃત્તિમાં અન્ય દેશોના સમાવેશ સાથે Renewable Energy એટ્રેકટીવનેસ ઇન્ડેક્સમાં ભારત, જાપાન, જર્મની, ફ્રાન્સ, પોલેન્ડ, યુએસએ, કોરિયા, ચીન અને તાઇવાન જેવા ઉચ્ચ દેશોની ભાગીદારી જોવા મળી હતી. એક્સ્પોને New and Renewable Energy મંત્રાલય, ભારત સરકાર, Solar Energy Corporation of India Limited (SECI), Indian Renewable Energy Development Agency Ltd (IREDA), New Energy and Industrial Technology Development Organization (NEDO) જાપાન, Indian Renewable Energy Development Agency Ltd (IREDA), New Energy and Industrial Technology Development Organization (NEDO) ઈત્યાદિ નું સમર્થન છે.
ઉત્પાદકો, EPC અને સેવા પ્રદાતાઓ ને એકસાથે લાવી, એક્સ્પોમાં 750 થી વધારે ભાગ લેવાવાળા પ્રદર્શકો હતા. તેમાં સમાવેશ હતો - અન્ય કંપનીઓના સમાવેશ સાથે Adani Solar, Tata Power Solar, Azure Power, Sky Power, Canadian Solar, Huawei, Trina Solar, Jinko Solar, Siemens Gamesa, Vikram Solar, Waaree Energies, Mitsubishi, Delta Electronics, Panasonic, SMA, ABB, Kyocera, Sterling & Wilson, Mahindra Sustain, Applied Materials, POSCO અને Fronious હતા. આ પ્રદર્શનમાં જાપાન, ચીન, પોલેન્ડ, ફ્રાન્સ, કોરિયા અને તાઈવાન જેવા કેટલાક પ્રસિદ્ધ દેશો ના મંડપો પણ દર્શાવવામાં આવ્યા હતા.
વેપાર કાર્યક્રમ ના પહેલા 3rd Renewable Energy India Awards પણ આપવામાં આવ્યા જેનો હેતુ ઉદ્યોગમાં નવીનીકરણ અને ઉત્કૃષ્ટતાને ઓળખવા અને ઉદ્યોગમાં નૈપુણ્યને પ્રોત્સાહન આપવાનો હતો. તેમાં ઉદ્યોગના પ્રખ્યાત વકતાઓ સાથે 'ઘટતા RE પ્રશુલ્ક ના યુગમાં ભવિષ્યની વ્યાખ્યા આપવા પર પેનલની ચર્ચાનો સમાવેશ હતો - Mr. Manu Srivastava, IAS, પ્રધાન સચિવ, મધ્ય પ્રદેશ સરકાર, New & Renewable Energy વિભાગ અને Rewa Ultra Mega Solar Limitedના અધ્યક્ષ; ; Mr. P Vinay Kumar, COO, Greenko Group; Mr. G Raghuma Reddy, CMD, Telangana Southern Power Distribution Company Ltd.; Mr. Pawan Agarwal, Dy. Head - Corporate Finance & National Head - Renewable Energy, YES Bank અને Mr. Dilip Nigam, સલાહકાર, MNRE ની હાજરીમાં.
ત્રણ-દિવસીય વિષય-આગેવાની પરિષદ:
ત્રણ-દિવસીય શક્તિથી ભરેલું 'વેગ ગતિશીલતા વધારતું…મહત્વાકાંક્ષાથી કાર્ય સુધી' વિષય પર આધારિત સંમેલન શરૂ થયું છે, જેમાં MNRE, ISA, United Nations Industrial Development Organization (UNIDO), IGEF, MNRE - EU Technical Cell, Bloomberg New Energy Finance, PV Magazine, Skill Council for Green Jobs, અને Mercom Capital ના જ્ઞાન-સમૃદ્ધ સત્રો નો સમાવેશ છે.
દિવસ 1 ની હાઈલાઈટ્સમાં International Solar Alliance (ISA) પર એક રસપ્રદસત્રનો સમાવેશ થયો હતો, જેને 'EXIM બેંક એન્ડ એનર્જી પૉવર્ટી' જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું: '100 બેન્કેબલ સોલાર પ્રોજેક્ટ્સને કેવી રીતે નાણાં આપવા ISA ના વિવિધ કાર્યક્રમો હેઠળ ટ્રેન્ડીંગ વિષયો જેમ કે -- ઘાનામાં સોલાર એપ્લિકેશન્સ સ્કેલિંગ, યુગાન્ડામાં કૃષિ વપરાશ માટેના સોલાર એપ્લિકેશન્સ સ્કેલિંગ, સોલાર પ્રોજેક્ટ્સ અને સ્કેલિંગ સોલાર મિની ગ્રીડ્સના સ્કેલ પર પરવડે તેવી નાણાં વ્યવસ્થા કરવી; કેવી રીતે ઊર્જા પૉવર્ટી લડવી માટે? ISA દ્વારા સિંચાઇ પંપ માટે વૈશ્વિક ટેન્ડરથી બાંગ્લાદેશને કેવી રીતે ફાયદો થઈ શકે, એવા થોડાક વિષયો પર ચર્ચાઓ સામેલ હતી.
એક્સપોના દિવસ 1 માં અન્ય પ્રેરણાદાયી સત્રો પણ જોવાયા જેમ કે - FOWPI દ્વારા 'ઓફશોર વિન્ડ એનર્જી'; 'ભારત: પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રનો પ્રચારપત્ર બાળક'; 'રાષ્ટ્રો મારફતે કુશળતા'; 'આંકડાઓ મારફતે કુશળતા'; 'સોલાર PV છત માટે વિશિષ્ટ બજારો', 'ઈન્ડો-જર્મન એનર્જી ફોરમ દ્વારા પડકારો'; 'વિન્ડ્સ ઓફ ટુમોરો'; 'ભારતીય સોલાર માર્કેટ - ધી પાથ ફૉર્વર્ડ', મેરકોમ કોમ્યુનિકેશન્સ દ્વારા સંચાલિત અને 'સોલર અને પવન સંપત્તિ સંચાલનમાં ઓપરેશનલ એક્સેલન્સ ડ્રાઇવિંગ' 3E & WISE એનર્જી દ્વારા સંચાલિત.
શક્તિથી ભરેલું બોર્ડરૂમ સત્ર -- CEO રાઉન્ડટેબલ, 'રોડમેપ ટુ લો કાર્બન વીજળી' પર દૂરદર્શિતા ભરી ચર્ચા અને ડિઝાઇન પડકાર, સ્ટાન્ડર્ડ્સ એન્ડ રિસર્ચ, Skill Council for Green Jobs (SCGJ) દ્વારા, દિવસ 1 ની બીજી હાઇલાઇટ્સ હતી.
દિવસ 2 ફાઈનાન્સ લીડર્સ ફોરમ પર બીજું બોર્ડરૂમ સત્ર જોશે જે BRIDGE TO INDIA દ્વારા સંચાલિત થશે. 'છત પર સોલાર... બિંદુઓને જોડવા'; 'સ્ટોરેજ સ્પેક્ટ્રમ'; 'ડી-રિસ્કિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ'; 'રાજસ્થાન રાજ્ય દ્વારા રાજસ્થાનનો ફાયદો'; 'સૂર્ય નમસ્કાર: સૂર્યથી કમાવો'; ''ઇનોવેશન જંક્શન'; 'માઇક્રો ગ્રિડ્સ: ઉપયોગિતાઓનું સ્થાનીકરણ અને તકોનો મહત્તમ ઉપયોગ'; 'સ્માર્ટ શહેરો માટે સ્માર્ટ પાવર'; 'સોલાર પેનલની એનાટોમી' અને 'ગોલ્ડન ટ્રાઈએન્ગલ: ઇન્ટગ્રેટિંગ EPC, BOS એન્ડ મોડ્યુલ મેન્યુફેક્ચરર્સ નામના થોડાક સત્રો દિવસ 2 અને દિવસ 3 પર પરિષદોનો ભાગ હશે.
Renewable Energy India ની 11મી આવૃત્તિના ઉદઘાટન સમારોહ પર બોલતા Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India ના એ જણાવ્યું હતું કે, "ભારતે 2022 સુધીમાં 175 GW ની પુનઃપ્રાપ્ય ઊર્જા ઉભી કરવાનો લક્ષ્યાંક પોતાના માટે નક્કી કર્યો છે. ઉચ્ચતર રિવાજો ની ધારણા રાખતી, વધતી સંખ્યામાં ભારતીય કંપનીઓ, જે સૌર મોડ્યુલો અને સંબંધિત સાધનોનું ઉત્પાદન કરે છે, તેમને ઊર્જા ઉત્પાદન વધારવા માટે ટેકનોલોજી વિકસાવી છે જેથી ઓછા વિસ્તાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરસાથે લક્ષ્યને પહોંચી વળવામાં મદદ થઈ શકે. આ ઉદ્યોગ ઘણી નાની કંપનીઓને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નવીનીકરણ દ્વારા ઉત્કૃષ્ટા માં આગળ વધતા જોઈ રેહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, 2017 ના H1 દરમિયાન 4,765 મેગાવોટની ક્ષમતા વધારવા સાથે ભારતીય સોલર ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. તે ઉપરાંત, આ વર્ષમાં 'રિન્યુએબલ એનર્જી કન્ટ્રી અટ્રેકટીવનેસ ઇન્ડેક્સ' માં, યુ.એસ. ને પાછળ ધકેલીને ભારત ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું છે. આ તમામ પરિબળો આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સાધનો ના સપ્લાયર્સ માટે એક વિશાળ ખેંચાણ તરીકે કામ કરે છે. આ પગલાના સામે, REI એક્સ્પો દ્વારા UBM India ઉદ્યોગ, સરકાર અને રોકાણકારો વચ્ચેના મજબૂત બંધનમાં બાંધવામાં મદદ કરે છે. એક્સ્પો અનેક દેશની સહભાગિતા, સર્વોત્તમ ટેકનોલોજી, ખર્ચ કાર્યક્ષમ ઉકેલો, ઉદ્યોગના આગેવાનો ની ભાગીદારી અને વિવિધ દેશના પ્રતિનિધિ મંડળોને, તેમના ઉત્પાદન અને ઉકેલ પ્રસ્તાવોનું પ્રદર્શન કરતા ટોચના વૈશ્વિક બ્રાન્ડ અને વિષય-સમૃદ્ધ પરિષદો લાવવામાં ઉદ્યોગ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે."
REI Expo 2017 માં નવું શું છે:
UBM India વિષે:
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને એવો મંચ પૂરો પાડે છે જે પ્રદર્શનોના પોર્ટફોલિયો, વિષય આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચાણકારોને એકઠા કરે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 મોટા પાયાનાં પ્રદર્શનો અને 40 સંમેલનો આયોજિત કરે છે; જેનાથી સમગ્ર ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરવામાં આવે છે. UBM Asia ની કંપની, UBM India ની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન નો આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટો વ્યવસાયિક સંગઠક છે.
વધારે માહિતી માટે, કૃપા કરીને http://www.ubmindia.in પર જાઓ.
UBM plc વિષે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યુર-પ્લે B2B પ્રસંગોની આયોજક છે. વધારે પ્રમાણમાં આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ નથી રહી. UBM માં, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તેમાં અમારું ઉત્કૃષ્ટ જ્ઞાન અને જુસ્સો અમને મૂલ્યવાન અનુભવો સર્જવાની અમને મંજૂરી આપે છે જ્યાં લોકો સફળ થઇ શકે છે. અમારા પ્રસંગોમાં લોકો સંબંધો બનાવે છે, સોદા પુરા કરે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં આવેલા અમારા 3,750+ લોકો 50 થી વધારે - ફેશન થી ફાર્માસ્યુટિકલ ઘટકોના અલગ અલગ ક્ષેત્રોમાં સેવા આપે છે. આ વિશ્વવ્યાપી તંત્ર, કુશળ, જુસ્સાદાર લોકો અને બજાર-અગ્રણી પ્રસંગો વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધારે માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, ટ્વિટ્ટર પર અમને @UBM પર ફોલૉ કરો, UBM Plc LinkedIn.
પ્રચાર માધ્યમ સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-9833279461
UBM India
Share this article