નવી દિલ્હી, September 19, 2017 /PRNewswire/ --
અનોખા મુલાકાતી પદચિહ્નમાં 54%ની વિક્રમી વૃદ્ધિ નોંધાવી
DJGF 2017 પર વિહંગાવલોકન:
UBM India દ્વારા આયોજિત Delhi Jewellery and Gem Fair (DJGF)ની 6ઠી આવૃત્તિ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના NIFTના બોર્ડ ઓફ ગવર્નસના સભ્ય Ms. Ruby Yadav; દિલ્હી વિધાનસભાના સ્પીકર Shri. Ram Niwas Goel; ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ Shri. Shyam Jaju; The Bullion and Jewellers Association દિલ્હીના ચેરમેન Shri. Ram Avatar Verma; The Bullion Jewellers Association દિલ્હીના પ્રમુખ Shri. Yogesh Singal; The Bullion and Jewellers Association દિલ્હીના ચેરમેન અને ભાજપના પ્રવક્તા Shri. Navin Kumar; UBM Indiaના એમડી Mr. Yogesh Mudras, UBM Asiaના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ Mr. Michael Duck સહિતના અતિથિ વિશેષે ઉદઘાટન કર્યું હતું.
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/551671/DJGF_Logo.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/557401/Inauguration_ceremony_of_DJGF_2017.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/557402/Key_Dignitaries_at_the_inauguration_of_DJGF_2017.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/557400/DJGF_2017.jpg )
જ્વેલરી ઉદ્યોગના અભિન્ન અંગ તરીકે આ શોને માન્યતા મળી હતી અને તેના થકી ચાવીરૂપ એસોસિયેશન, પ્રદર્શનકર્તા અને ખરીદનારા એક છત હેઠળ આવ્યા હતા. The Delhi Jewellery and Gem Fair એ ઉત્તર ભારતનું નં. 1 આંતરરાષ્ટ્રીય B2B જ્વેલરી પ્રદર્શન છે અને તેનો ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે UBM India દ્વારા યોજાતા ચાર મોટા વાર્ષિક જ્વેલરી શોમાં સમાવેશ થાય છે. આ મેળાને બૃહદ રીતે એસોસિયેશનો તથા એકંદરે આ ઉદ્યોગ દ્વારા જ્વેલરી ક્ષેત્રના અભિન્ન અંગ તરીકે માન્યતા અપાઈ હતી, જેમાં The Bullion & Jewellers Association દિલ્હીનો ટેકો મહત્ત્વનો રહ્યો હતો જેના સભ્યોમાં દિલ્હીના અગ્રણી જ્વેલરી ઉત્પાદકો અને જથ્થાબંધ વેપારીઓ, Karol Bagh Jewellers Association, Delhi Jewellers Association અને Maliwara Jewellers Associationનો સમાવેશ થાય છે.
ત્રણ દિવસના આ ટ્રેડ શો થકી 300થી વધુ પ્રદર્શનકર્તાઓ ભારતના જ્વેલરી ઉત્પાદકો, રિટેલર્સ, હોલસેલર્સ, આયાતકારો અને નિકાસકારો સાથે જોડાઈ શક્યા હતા અને તેનાથી સોના, હીરા, ચાંદી, કિમતી રત્નો, મોતીના સપ્લાયર્સ અને વેપારીઓ, કિમતી ધાતુ અને જ્વેલરીના માઉન્ટિંગ વેપારીઓ અને સપ્લાયર્સ, તથા વ્યાપાર અને સરકારી સંસ્થાના પ્રતિનિધિઓને પણ એકબીજાને મળવા, જોડાવા, નેટવર્ક સ્થાપિત કરીને તેમના વ્યાપારને વધારવાની તક મળી હતી. આ શોમાં મશીનરી અને એન્સિલિયરી ઉદ્યોગના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો.
પાડોશી રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન ઉપરાંત છેક મહારાષ્ટ્રમાંથી પણ આ શોને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જેણે આને એક ઉદ્યોગ મંચ પ્રસ્થાપિત કર્યો હતો. આ ભવ્ય શો પૂર્વે UBM India દ્વારા ઉત્તર ભારતના વિવિધ હબ જેવા કે જયપુર, લુધિયાણા અને મેરઠ ખાતે સફળ રોડ શોની શ્રેણી આયોજિત કરાઈ હતી તેમજ ભારતના અન્ય 90 શહેરોમાં સ્ટોર-ટુ-સ્ટોર પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી અને આ થકી આ ઝોનના સંખ્યાબંધ અગ્રણી જ્વેલર્સ સાથે જોડાયા હતા. National Institute of Diamond and Gems દ્વારા 'ડાયમંડ એસોર્ટમેન્ટ એન્ડ વેલ્યુએશન' અંગે એક સેમિનાર યોજવા ઉપરાંત Design Academy of Indiaના વિદ્યાર્થીઓ માટે પ્રશસ્તિ સમારોહનું પણ આયોજન કરાયું હતું જેમાં ઓલિમ્પિક બોક્સિંગ ચેમ્પિયન અને પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા Mary Kom જોડાયા હતા અને તેઓ આ મેળાની વિશેષતામાં સામેલ થયા હતા, જેમાં 100થી વધુ ખરીદકર્તા આયોજિત કાર્યક્રમો હતા.
આ ઈવેન્ટમાંના કેટલાક અગ્રણી પ્રદર્શનકર્તામાં દેશના જ્વેલરી ઉત્પાદકો જેવા કે Swarnshilp Chain & Jewellers Pvt. Ltd., Gitanjali Jewellery Retail Limited, GIA (Gemological Institute of America), Zar Jewels Pvt. Ltd., Unique Chains Pvt. Ltd., Yamuna Diamond, Hari Krishna Exports Pvt. Ltd., Bluestone Jewellery & Lifestyle Pvt. Ltd., Royal Chains Pvt. Ltd., Ridhi Sidhi Gems & Jewellery, Solanki Jewellers, Damara Gold Pvt. Ltd., Vikas Chain & Jewellery Pvt. Ltd., N.D. Diamonds & Jewels, Silver City, Yash Gold અને Shilpi Jewels સહિતના અન્યોનો સમાવેશ થતો હતો.
આ 6ઠી આવૃત્તિના સફળ સમાપન અંગે UBM India Pvt. Ltd.ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા ઉલ્લેખ કરાયો હતો કે, "જેમ્સ એન્ડ જ્વેલરી બજારમાં આમૂળ પરિવર્તનો આવી રહ્યા છે, ખાસકરીને GSTના અમલ બાદ. વાસ્તવમાં આનાથી આ ઉદ્યોગને વધુ પરિપક્વ, સંગઠિત અને પારદર્શી બનવા પ્રોત્સાહન મળશે. ભારતમાં સંગઠિત રિટેલ જ્વેલરી બજાર હજી આરંભિક અવસ્થામાંછે ત્યારે અહીં વિકાસ માટે અમર્યાદ તકો છે. સંગઠિત ક્ષેત્ર પાયાગત ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે કારણ કે તેની પાસે ગ્રાહક અને આર્થિક પરિવર્તનોને આત્મસાત કરવાની ક્ષમતા છે. આ ક્ષેત્રે ગ્રાહક પસંદગીમાં પરિવર્તન આવી રહ્યું છે અને હવે જ્વેલરીમાં નવતર ડિઝાઈન તથા વૈવિધ્યતાની માગ વધી રહી છે. તદુપરાંત ઉત્તર ભારત એ દેશનું અગ્રણી બજાર છે જે મુઘલ એન્ટિક, સોના, હીરા અને કુંદન નવરત્ન સહિતના ચમકદાર અને નોખા તરી આવનારા દાગીના માટે જાણીતું છે. Delhi Jewellery and Gem Fairની 6ઠી આવૃત્તિમાં જ્વેલરી બજારમાં વિશ્વાસની ભાવના પ્રસ્થાપિત થઈ અને નયનરમ્ય પ્રોડક્ટ્સ ઓફર થયેલી જોવા મળી. આ બાબત આગામી ઉત્સવ અને લગ્નસરા માટે સારી એંધાણી પૂરે છે જ્યારે જ્વેલરીનું ઊંચુ વેચાણ અને પદચિહ્નોની વધુ સંખ્યા જોવા મળશે."
"આ વર્ષની આવૃત્તિમાં અનોખા મુલાકાતીના પદચિહ્નોમાં 54%ની અદભુત વૃદ્ધિ અને સહભાગીપણામાં 80%ની વૃદ્ધિ જોવા મળી હતી. આ શોમાં ભારતભરમાં રિટેલ જ્વેલરી ઉદ્યોગમાં શ્રેષ્ઠ કૌશલ્યનું સન્માન કરવા માટેની અતુલ્ય પહેલ, Retail Jewellers Guild Awards (RJGA)ની ત્રીજી આવૃત્તિ પણ જોવા મળી હતી. એવા રિટેલર્સ અને ઉત્પાદકો પણ હતા જેમણે ફેશન શોના માધ્યમે તેમની રચનાઓની પ્રસ્તુતિ કરી હતી," એમ તેમણે ઉમેર્યું હતું.
UBM India દ્વારા હાથ ધરાયેલી નવતર પહેલ Retail Jewellers Guild Awardsની ત્રીજી આવૃત્તિ દ્વારા Retail Jewellery Businessમાં વ્યક્તિગત અને સંસ્થાકીય પ્રયાસો તથા સર્વોત્તમતાનું પાન-ઈન્ડિયા સ્તરે સન્માન કરાય છે. પ્રોસેસ સલાહકાર Ernst & Youngની સાથે RJGA દ્વારા પદ્ધતિસરની વ્યાવસાયિક પ્રક્રિયા દ્વારા રિટેલ જ્વેલરી ઉદ્યોગ ક્ષેત્રે દેશના શ્રેષ્ઠ કૌશલ્યને બહાર લવાયું હતું. RJGA 2017ની મુખ્ય બાબત ભારતનો સૌ-પ્રથમ વોક ઓફ ફેમ ફોર રિટેલ જ્વેલરી ઈન્ડસ્ટ્રી હતી - જે અગ્રણી બ્રાન્ડના કળાના શ્રેષ્ઠતમ નમૂનાનું એક્સક્લુઝિવ પ્રદર્શન હતું. આ વર્ષે પણ Gauhar Khan, Mannara Chopra, સહિતની મોડેલ્સ અને અભિનેત્રીઓએ શોસ્ટોપર્સ બનીને ફેશન શ્રેણીઓને શોભાયમાન કરીને એવોર્ડ સમારોહને ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ઉપરાંત ઉદ્યોગના અગ્રણીઓના પરિદૃશ્યો, મનોરંજન અને નેટવર્કિંગ સત્રો પણ સામેલ કરાયા હતા.
'The Retail Jewellers Guild Awards 2017'ના વિજેતા:
- ગ્રાહક સેવામાં સર્વોત્તમતા - સેલ્સ પ્રક્રિયા પહેલ; ગ્રાહક સેવામાં સર્વોત્તમતા - વેચાણ પછીની પહેલો, એમ્પ્લોયર ઓફ ધ યર, મોસ્ટ ઈનોવેટિવ માર્કેટિંગ - Kashi Jewellers
- કેમ્પેઈન - એક્સપેરિયેન્શિયલ/એક્ટિવેશન્સ એન્ડ મોસ્ટ ઈનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઈન - OOH - NAC Jewellers
- સ્ટોર ઓફ ધ યર - સ્ટેન્ડઅલોન (1,000 ચો. ફી. કરતા ઓછું) - S2R Jewels & Jewellery
- સ્ટોર ઓફ ધ યર- સ્ટેન્ડઅલોન (1,000 - 5,000 ચો. ફી.) - Chintamani's Jewellery Aracade Pvt. Ltd.
- સ્ટોર ઓફ ધ યર - સ્ટેન્ડઅલોન (5,000 ચો. ફી.) - Anand Jewels (Indore) Pvt. Ltd.
- સ્ટોર ઓફ ધ યર - ચેઈન ઓફ સ્ટોર્સ - Ranka Jewellers
- મોસ્ટ ઈનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઈન - ડિજિટલ - Achakottil Jewels
- મોસ્ટ ઈનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઈન - પ્રિન્ટ - DIACOLOR - Fine Contemporary Jewels
- મોસ્ટ ઈનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઈન - રેડિયો - M/S Abhishek Zaveri
- મોસ્ટ ઈનોવેટિવ માર્કેટિંગ કેમ્પેઈન - TV - AVR Swarna Mahal Jewelry Pvt. Ltd.
- એક્સેલન્સ ઈન ડિઝાઈન - ડાયમંડ જ્વેલરી - Shobha Asar Jewellery Pvt. Ltd.
- એક્સેલન્સ ઈન ડિઝાઈન - ગોલ્ડ જ્વેલરી - Sumangali Jewellers
- એક્સેલન્સ ઈન ડિઝાઈન - સિલ્વર જ્વેલરી - R V Agrawal Impex Pvt. Ltd.
- એક્સેલન્સ ઈન ડિઝાઈન - પ્લેટિનમ જ્વેલરી - P.N.Gadgil Jewellers Pvt. Ltd.
- એક્સેલન્સ ઈન ડિઝાઈન - જડતરની જ્વેલરી - Sharda Jewellers
- એક્સેલન્સ ઈન ડિઝાઈન - કલર્ડ જેમસ્ટોન્સ - Khurana Jewellery House
- જ્યુરિ રેકગનિશન - યંગ ટર્ક ઓફ ધ યર - ડિઝાઈનર - Siddharthaa Sawansukha
- જ્યુરિ રેકગનિશન - યંગ ટર્ક ઓફ ધ યર - વિઝનરી - Saurabh Gadgil
- જ્યુરિ રેકગનિશન - લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - Romy Mehta
- જ્યુરિ રેકગનિશન - વુમન એન્ટ્રેપ્રેન્યોર ઓફ ધ યર - Pallavi Foley
- UBM ઈનિશિયેટિવ રેકગનિશનઃ ઈનોવેશન ઈન ગોલ્ડ જ્વેલરી - Shilpi Jewels
UBM India વિશે:
UBM India એ અગ્રણી એક્ઝિબિશન આયોજક છે જે ઉદ્યોગોને એવો મંચ પૂરો પાડે છે જે એક્ઝિબિશન્સ, સામગ્રીના નેતૃત્વ હેઠળની પરિષદો અને પરિસંવાદોના પોર્ટફોલિયો દ્વારા વિશ્વભરના ખરીદનારા અને વેચનારાને સાથે લાવે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25થી વધુ મોટા સ્તરના એક્ઝિબિશન્સ તથા 40 પરિષદો આયોજિત કરે છે, જેના થકી તે બહુધા ઉદ્યોગ ક્ષિતિજોમાં વ્યાપારને ઉત્તેજન આપવામાં મદદરૂપ થાય છે. UBM Asiaની કંપની, UBM India હાલ મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ધરાવે છે જે લન્ડન સ્ટોક એક્સચેન્જની લિસ્ટેડ છે. UBM Asia એ એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક તથા ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી કોમર્શિયલ આયોજક છે.
વધુ વિગતો માટે કૃપા કરીને જુઓ વેબસાઈટ http://www.ubmindia.in .
UBM plc વિશે:
UBM plc એ વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝર છે. સતત વ્યાપી રહેલા ડિજિટલવર્લ્ડમાં એક અર્થપૂર્ણ, માનવ સ્તરીય મૂલ્યને જોડે છે જે અગાઉ ક્યારેય આટલું મહત્ત્વપૂર્ણ નહોતું. UBM ખાતે અમારું ઊંડુ જ્ઞાન અને અમે જે ઉદ્યોગ ક્ષેત્રોની સેવા કરીએ છીએ તેના પરત્વેની તીવ્ર ખેવના જ અમને મૂલ્યવાન અનુભવના સર્જન માટે અનુમતિ આપે છે જ્યાં લોકો સફળ થઈ શકે. અમારી ઈવેન્ટ્સ ખાતે લોકો સંબંધોનું નિર્માણ કરે છે, ડીલ પૂર્ણ કરે છે અને તેમનો વ્યાપાર વધારે છે. અમારા 3,750+ લોકો 20થી વધુ દેશોમાં સ્થિત છે, જેઓ ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ ઘટકો સહિતના 50 ભિન્ન ક્ષેત્રોમાં યોગદાન આપે છે. આ વૈશ્વિક બજારો, કુશળ, કટિબદ્ધ લોકો અને બજાર-અગ્રણી ઈવેન્ટ્સ જ વ્યાપારી લોકોને તેમની મહત્ત્વાકાંક્ષાઓને સંતુષ્ઠ કરવા માટેની રોમાંચકારી તકો આપે છે.
વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાવ; UBM કોર્પોરેટ ન્યૂઝ માટે, અમને Twitter પર ફોલો કરો @UBM, UBM Plc LinkedIn ખાતે
મીડિયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article