ગ્રેટર નોઈડા, ઇન્ડિયા, September 18, 2017 /PRNewswire/ --
વૈશ્વિક રુચિ, આંતરરાષ્ટ્રીય રોકાણો અને તકનીકી સફળતાને ચિહ્નિત કરવા માટે ની 11મી
મહાકાવ્ય આવૃત્તિ
REI 2017 પર એક નજર:
(Logo: http://mma.prnewswire.com/media/556154/UBM_REI_2017_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
પોતાના અસ્તિત્વનો સફળ દાયકો પૂર્ણ કર્યા પછી, ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક UBM India દ્વારા આયોજિત Renewable Energy India 2017 Expo (REI), 20 થી 22 સપ્ટેમ્બર 2017 ના, ઇન્ડિયા એક્સ્પો સેંટર, ગ્રેટર નોઈડામાં આયોજિત થવાની તૈયારીમાં છે. એક મુખ્ય પ્રસંગ, REI સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ છે જેમાં વિદેશી સહભાગીઓ સહિત ભારત ના ગ્રીન અર્થતંત્રનો સમુદાય ભારતીય નિયમનકારી ઢાંચા સહિત ઉદ્યોગના વલણો, પડકારો અને બજારની જાણકારી ની ચર્ચા કરવા માટે એકઠા થશે. આ પ્રસંગનો ઉદ્દેશ્ય પુનઃપ્રાપ્ય ઊર્જાના સાધનોના કાર્યક્રમોને વધુ વિકસિત અને મુખ્યપ્રવાહમાં લાવવાનો, પેહલી વાર બજારમાં આવેલા ઉત્પાદનો અને નવીનીકરણને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો અને સંમેલન મંચ દ્વારા પ્રદર્શિત કરીને દીર્ઘર્દષ્ટિ ની વૃદ્ધિ કરવાનો છે.
સંગઠન નું સમર્થન અને સહભાગી દેશો:
તેની 11મી આવૃત્તિમાં REI જાપાન, જર્મની, ફ્રાન્સ, પોલેન્ડ, યુએસએ, કોરિયા, ચીન અને તાઇવાન જેવા દેશો માંથી સક્રિય ભાગીદારી જોશે જેમાં અન્ય ઘણા દેશોનો ભી સમાવેશ થાય છે. તેને New and Renewable Energy (MNRE), Solar Energy Corporation of India (SECI), Indian Renewable Energy Development Agency Limited (IREDA), NEDO Japan, Indo German Energy Forum (IGEF), Bloomberg New Energy Finance અને Mercom Capital જેવા થોડાક નામો મારફતે સમર્થન છે.
મુખ્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ:
એક્સ્પો, UFI, જે પ્રદર્શન ઉદ્યોગનું વિશ્વવ્યાપી સંગઠન છે તેના દ્વારા પ્રમાણિત છે અને એમાં 20 સપ્ટેમ્બરના હાઇ પ્રોફાઇલ ઉદઘાટન સમારોહ દરમિયાન મુખ્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરી જોવા મળશે - Shri Anand Kumar, IAS, સચિવ, New and Renewable Energy મંત્રાલય, ભારત સરકાર; Shri Amitabh Kant, IAS, CEO, NITI AYOG, ભારત સરકાર; Shri Upendra Tripathy, IAS, તાત્પુરતા ડિરેક્ટર જનરલ, International Solar Alliance (ISA); Mr. Justin Wu, APACના પ્રમુખ, Bloomberg New Energy Finance, સિંગાપોર; Mr. Hans-Josef Fell, Energy Watch Group (EWG) ના પ્રેસિડેન્ટ અને જર્મન સંસદના ભૂતપૂર્વ સભ્ય; Mr. Naoki Tomotake, ડિરેક્ટર જનરલ ઇન્ટરનેશનલ અફેર્સ, NEDO, જાપાન; Mr. René Van Berkel, ભારતમાં UNIDOના પ્રતિનિધિ અને Dr. Arunabha Ghosh, CEO, Council on Energy, Environment and Water (CEEW).
પ્રદર્શકો અને દેશના મંડપો:
ઉત્પાદકો, EPC, અને સેવા પ્રદાતાઓ ને એકસાથે લાવી, એક્સ્પોમાં 750 જેટલા પ્રદર્શકો હશે જેમાં કંપનીઓ જેમ કે Adani Solar, Tata Power Solar, Azure Power, Sky Power, Canadian Solar, Huawei, Trina Solar, Jinko Solar, Siemens Gamesa, Vikram Solar, Waaree Energies, Mitsubishi, Delta Electronics, Panasonic, SMA, ABB, Kyocera, Sterling & Wilson, Mahindra Sustain, Applied Materials, POSCO, Fronious અને અન્ય નો સમાવેશ હશે. આ શોમાં જાપાન, ચીન, પોલેન્ડ, ફ્રાન્સ, કોરિયા અને તાઈવાન જેવા કેટલાક દેશોના મંડપો હશે.
ત્રણ દિવસીય વિષય-આગેવાની પરિષદ:
3 દિવસીય શક્તિથી ભરેલું 'વેગ ગતિશીલતા વધારતું…મહત્વાકાંક્ષાથી કાર્ય સુધી' વિષય પર આધારિત સંમેલન થશે જેમાં New and Renewable Energy મંત્રાલય, International Solar Alliance (ISA), UNIDO, Indo-German Energy Forum, MNRE - EU Technical Cell, Bloomberg New Energy Finance, PV Magazine, Skill Council for Green Jobs, અને Mercom Capital ના જ્ઞાન-સમૃદ્ધ સત્રો નો સમાવેશ હશે.
સંમેલન ની વિશેષતાઓ:
- ભારત: પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રનો પ્રચારપત્ર બાળક' જેનો ઉદ્દેશ મુખ્ય નીતિની શરુઆતોની રૂપરેખા કરવાનો છે.
- રાષ્ટ્રો મારફતે કુશળતા' જે ઉદ્યોગમાં કુશળતા કેવી રીતે સંકળાયેલ છે તે પ્રકાશિત કરશે, કુશળતાનો પ્રભાવ અને સર્વોત્તમ પ્રણાલીઓ; ગ્રીન નોકરીઓ માટે કૌશલ્ય પરિષદ અને CEEW ના સત્રો.
- સૂર્ય નમસ્કાર: સૂર્યથી કમાવો'
- ભારતમાં છાપરાના PV બજારનું વિકાસ'
- વિન્ડ્સ ઓફ ટુમોરો: મેક ઇન ઇન્ડિયા'
- સોલર અને પવન સંપત્તિ સંચાલનમાં ઓપરેશનલ એક્સેલન્સ ડ્રાઇવિંગ'
- માઇક્રો ગ્રિડસ: ઉપયોગિતાઓનું સ્થાનીકરણ અને તકોનો મહત્તમ ઉપયોગ'
- સાનિધ્ય ઊર્જા: વીજળી વ્યવસ્થામાં બ્લોકચેનની ભૂમિકા
- સ્માર્ટ શહેરો માટે સ્માર્ટ પાવર: સ્થાપિત મર્યાદા લંબાવવા માટે ધક્કો મારવો
- ગોળ અર્થતંત્ર: સ્વચ્છ ભારત અને કચરામાંથી ઊર્જા માટેના સ્માર્ટ સિટીઝ મિશન વચ્ચે સંપાત શોધવી
REI Expo 2017 માં નવું શું છે:
- મહિન્દ્રા સસ્ટેન દ્વારા ડિસ્પ્લે પર ભારતની પ્રથમ મોબાઇલ PV ટેસ્ટ લેબ
- ગુણવત્તા રાઉન્ડ ટેબલ - PV સામાયિકપત્ર, જર્મની દ્વારા એક ઇન્ટરેક્ટિવ ફોરમ
- PV સામાયિકપત્ર, જર્મની દ્વારા સોલર સુપર હીરોઝ
- સોલર સ્થાપકો માટેની કુશળતા સ્પર્ધા
- EPC અને વિકાસકર્તાઓ માટે સોલર આકૃત્તિ પડકાર
- ઑનફેઝ એનર્જી, યુએસએ દ્વારા નિપુણતા વર્ગ: સ્થાપકો અને Engineering, Procurement and Construction companies (EPCs) ને માઈક્રો-ઇન્વર્ટર ટેક્નોલોજીઓના નવીનીકરણ અને ભારતીય છત પર સોલર ફોટોવોલ્ટેઇક (PV) માર્કેટ માટે માઇક્રો-ઇન્વર્ટર કેવી રીતે સર્વોત્તમ અનુકૂળ છે તેનું જ્ઞાન આપવા માટે.
- CEO રાઉન્ડ ટેબલ અને નાણાકીય રાઉન્ડ ટેબલ
- રાજસ્થાનનો ફાયદો' રાજસ્થાન રાજ્ય દ્વારા સંભવિત રોકાણકારો, ઉત્પાદકો અને વિકાસકર્તાઓને આકર્ષવા માટે એક પરિસંવાદ
- 3E, બેલ્જીયમ અને વાઇઝ એનર્જી, યુકે દ્વારા 'સોલર અને પવન સંપત્તિ સંચાલનમાં ડ્રાઇવિંગ ઓપરેશનલ એક્સેલન્સ' પર કાર્યશાળા.
Renewable Energy Indiaની 11મી વર્ષગાંઠની જાહેરાત પર બોલતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "તાજેતરના અહેવાલ મુજબ, 2017 ના H1 દરમિયાન 4,765 મેગાવોટની ક્ષમતા વધારવા સાથે ભારતીય સોલર ક્ષેત્ર ઝડપથી વધી રહ્યું છે. છત પર સોલર પણ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે, કારણ કે, ઘટતાં ખર્ચથી સોલર શક્તિ વધારે આકર્ષક બને છે. તે ઉપરાંત, આ વર્ષમાં 'રિન્યુએબલ એનર્જી કન્ટ્રી અટ્રેકટીવનેસ ઇન્ડેક્સ' માં, યુ.એસ. ને પાછળ ધકેલીને ભારત ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને પહોંચી ગયું છે. આ તમામ પરિબળો આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને સાધનો ના સપ્લાયર્સ માટે એક વિશાળ ખેંચાણ તરીકે કામ કરે છે. REI Expoની 2017 ની આવૃત્તિ માટે UBM Indiaનો ઉદ્દેશ છે "વેગ ગતિશીલતા વધારતું… મહત્વાકાંક્ષાથી કાર્ય સુધી" જે આ વર્ષના કાર્યક્રમનો વિષય છે અને ઉદ્યોગ, સરકારને રોકાણકારો વચ્ચેનો અંતર ઘટાડવાનો છે."
તેમણે ઉમેર્યું, "ટૂંકમાં, REI 2017 બહુવિધ દેશની સહભાગિતા સાથે આ ક્ષેત્રનો એક મોટો પ્રસંગ છે, સર્વોત્તમ ટેકનોલોજી, ખર્ચ કાર્યક્ષમના ઉકેલો, ઉદ્યોગના આગેવાનોની ભાગીદારી, વિવિધ દેશના પ્રતિનિધિમંડળ, પોતાના ઉત્પાદન અને ઉકેલોની તકો નું પ્રદર્શન કરતા ટોચના વૈશ્વિક બ્રાન્ડ્સ અને એક વિષય સમૃદ્ધ પરિષદ."
વેપાર કાર્યક્રમ ના પહેલા, 19 મી સપ્ટેમ્બર, 2017 ના રોજ માટે યોજાયેલા 3જા Renewable Energy Indiaના એવોર્ડ્સ પણ આપવામાં આવશે જે પ્રયત્નો, નવીનીકરણ અને ઉત્કૃષ્ટતા ને ઓળખવા અને ઉદ્યોગમાં નૈપુણ્યને પ્રોત્સાહન આપવા માટે છે. આ પુરસ્કારો ઉદ્યોગના મક્કમ આગેવાનો ના ઉત્કૃષ્ટ પ્રેક્ષકોની રચના કરશે, જે ઉત્પાદન અને અમલીકરણ બંને સમુદાયો માંથી વિવિધ વર્ગોમાં સ્પર્ધા કરશે.
ઉદ્યોગની પ્રતિક્રિયાઓ
Mr. Saurabh Bhandari, સ્થાપક, SolarMaxx:
"REI નિ:શંકપણે દેશમાં સૌથી મોટો અને શ્રેષ્ઠ પુનઃપ્રાપ્ય ઊર્જાનો કાર્યક્રમ છે જે ખુબ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને આકર્ષિત કરે છે. તે અમને, પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં સ્પર્ધકો તરીકે, સંભવિત ખરીદદારો, નીતિ ઘડવૈયાઓ, માધ્યમો અને સાથી ઉદ્યોગ નિષ્ણાતો સાથે વાતચીત કરવા માટે એક મંચ આપે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાનો ક્ષેત્ર, ખાસ કરીને ભારતમાં સૌર ઉદ્યોગ એક પડકારજનક સમય માંથી પસાર થઈ રહ્યો છે, જેમ કે, એન્ટિ ડમ્પિંગ ડ્યુટી, GSTનું અમલીકરણ, ટ્રાન્સમિશન અને વ્હીલિંગ ચાર્જમાં વધારો, તૃતીય પક્ષની ખરીદી પર ઉચ્ચ કમિશન અને સેસ જેવી બાબતો. પ્રત્યક્ષ પરિસંવાદો જે એક્સ્પોના મૂળ ભાગની રચના કરે છે તે ઉદ્યોગમાં સંયુક્ત રીતે આ પડકારોને સંબોધિત કરવા માટે અમને મદદ કરશે. SolarMaxx માં અમે, REI 2017 માં ભાગ લેવા માટે અધીરતાપૂર્વક આતુર છીએ."
Mr. Suman Kumar, રાજસ્થાન સોલર એસોસિયેશનના અધ્યક્ષ:
"ભારતમાં અને સમગ્ર વિશ્વમાં સોલર ઊર્જાનો સૌથી વધુ સ્પર્ધાત્મક સ્રોત બની ગયો છે. આપણે સોલર માટે સૌથી આકર્ષક સમયમાં જીવી રહ્યા છીએ કારણ કે ઉદ્યોગ ઝડપથી વધી રહ્યું છે. ભારતની નોંધપાત્ર ક્ષમતા વૃદ્ધિ દેશમાં ઘણા વૈશ્વિક સૌર ખેલાડીઓને આકર્ષિત કરી રહી છે અને તે દર વર્ષે REI થી શરૂ થાય છે. REI નિઃશંકપણે એશિયાનો સૌથી મોટો પુનઃપ્રાપ્ય ઊર્જાનો પ્રસંગ છે અને આ વર્ષે, રાજ્યમાં બિઝનેસની તકો દર્શાવવા માટે, રાજસ્થાન પર સમર્પિત સત્ર હશે જેને-રાજસ્થાનનો ફાયદો કહેવાય છે. રાજસ્થાનની સૌર કંપનીઓ આ વર્ષે REI માં અભૂતપૂર્વ સંખ્યામાં ભાગ લઈ રહી છે."
Mr. A.K.Jain, મેનેજિંગ ડિરેક્ટર, Rajashthan Electronics & Instruments Ltd (REIL):
"REI જે ભારતનો અગ્રણી એક્સ્પો છે, તે વિશ્વભરના પ્રદર્શકોને ભેગા થવા અને એક સરખા અભિરુચિઓની સહભાગિતાની તક આપે છે, REIL જાણે છે કે તેના આ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુના વિશાળ અનુભવને શેર કરવા માટે અને 3.15 લાખથી વધુના SPV સોલ્યુશનમાં જે એકંદરે 50 મેગાવોટથી વધુ છે તેના વિસ્તારણ માટે આ પ્રસંગમાં હાજરી આપવી આવશ્યક છે. REIL દેશના સૌથી મોટા ઑફ ગ્રીડ સોલ્યુશન પ્રદાતા તરીકે ઊભરીને આવી છે અને નેશનલ સોલર મિશન, સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ અને ગ્રામીણ હાઉસિંગના ઇલેક્ટ્રીફિકેશન, નેટ-મીટરિંગ સાથેના છત, ગ્રીડ ઇન્ટરેક્ટિવ SPV પાવર પ્લાન્ટ્સ માટે નિષ્ણાત CPSE, વગેરે સરકારી યોજનાઓ હેઠળ અગ્રણી પ્રોજેક્ટ્સનો અમલ કર્યો છે. આ પરિપૂર્ણ સફળતા કથાઓ સાથે અને અનેક વધારાની જે આગળ જઇ ને પૂર્ણ થવાની છે, ચિંતાકારક અંતર અને પડકારો છે જેને એકંદર હેતુઓ હાંસલ કરવા માટે સંબોધિત કરવાની જરૂર છે. RPOનું અમલીકરણ, કમ થતા પ્રશુલ્ક, સ્થાનિક ઉત્પાદન, ગ્રીડ સંચાલન, સંગ્રહ, છત સ્થાપનાઓ વધારવા માટે જાહેર-ખાનગી સહભાગિતા, નેટ-મીટરિંગના અમલીકરણ માટે DISCOMs તરફથી મૈત્રીપૂર્ણ પ્રતિભાવ વગેરે જેવી અમુક મુખ્ય ચિંતા છે જેને સંબોધવામાં આવે તો રાજસ્થાનને સોલર માટે સમગ્ર વિશ્વનું કેન્દ્ર બનાવી શકે છે અને દેશને તેના મહત્વાકાંક્ષી લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે."
Mr. Ketan Mehta, સહસ્થાપક, Rays Power Infra.:
"અમે હવે સળંગ 4 વર્ષથી Renewable Energy India એક્સ્પો સાથે સંકળાયેલા હોવા પર ગૌરવ અનુભવીએ છીએ. પાછલા વર્ષોની તુલનામાં REI માં સહભાગિતામાં બહુવિધ વધારો થયો છે અને આ મંચે વિવિધ સોલર પાવર કંપનીઓ વચ્ચે લાંબા ગાળાના સંબંધોના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે, જેમ કે વિકાસકર્તાઓ, સપ્લાયરો, ઠેકેદારો અને તે વિવિધ સૌર કોર્પોરેટ વચ્ચે સહકારવાળા જોડાણોમાં પણ પરિણમ્યું છે. આ વર્ષે, અમે એક્સ્પોમાં અમારું નવું વેન્ચર 'રેઝ ફ્યુચર એનર્જી' લોન્ચ કરીશું અને ઇ-ગતિશીલતા, બેટરી સ્ટોરેજ અને સોલર ઉત્પાદનો જેવા સોલર ઉર્જા ઉકેલોના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત હશે.
Mr. Rajeshwar Bhat, MD, Juwi India Renewable Energies Private Limited:
"ઉદ્યોગ આજે સોલર PV યોજનાઓના વિસ્તારમાં જબરજસ્ત વૃદ્ધિ માટે બિકમ છે, ખુલ્લું ક્ષેત્ર અને છાપરાનું બંને માટે. આજે ઉદ્યોગએ ગ્રિડ સમાનતાના ભાવ અથવા ગ્રીડ સમાનતા કરતા નીચા ભાવ પ્રાપ્ત કર્યા છે. આ PPAના ભાવ આયાતી ચિની મોડ્યુલ્સના નીચા ખર્ચને ધારે છે. આ યોજનાઓ માટેની ઑફર પછી છેલ્લા 3 મહિનામાં મોડ્યુલનો ખર્ચ જે યોજનાના ખર્ચનો 60% જેટલો હોય છે તે 10 થી 12% જેટલો વધી ગયો છે. તેથી, પુરવઠો અને માંગના અનિશ્ચિત વૈશ્વિક બજાર સંજોગો ને ધ્યાનમાં રાખીને એના પર આધારિત ફોરવર્ડ ભાવને ઉદ્યોગ માટે ટકાવી રાખવું શક્ય નથી. અમારો અભિપ્રાય એ છે કે મોડ્યુલોના ખર્ચમાં આ વર્તમાન વધારો યોજના માટેના ભંડોળ અને કાર્યપાલનની ગુણવત્તા પર અસર કરશે. જો યોજનાઓને અનામત આપનારી ભંડોળ એજન્સીઓ સાથે સમયસર યોજનાઓ પૂર્ણ થવાની જરૂર હોય, તો ઉદ્યોગને આગામી 3-5 વર્ષ માટે બજારમાં ટકાઉ વ્યવસાય માટે વાજબી PPA ભાવ રજૂ કરવાની જરૂર છે. તે વેફર અને સેલ, મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સને ભારતમાં સ્પર્ધાત્મક રહેવા માટે અને ભારતમાં પાવર માટે સોલર ઊર્જાને ભારતમાં શક્તિનો મુખ્ય આધાર થવા માટે મોટા રોકાણની જરૂરિયાતને પ્રોત્સાહન આપે છે. REI સૌથી મોટા મંચમાંનું એક છે જ્યાં સોલર PV યોજનાઓમાં 100GW સુધી ના દ્રષ્ટિકોણ માટે અસરકારક વિચારસરણી, સર્વસંમતિ અને નિર્ણયોની ખાતરી કરવા માટે તમામ મહત્વપૂર્ણ હિસ્સેદારો ભાગ લે છે."
Mr. Sunil Kotak, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને CEO, Kotak Urja:
"તેની જગ્યામાં અગ્રણી ખેલાડી તરીકે, Kotak Urja ને છેલ્લા 10 વર્ષથી REI સાથે સંકળાયેલ હોવાનો ગર્વ છે. અમે REI ને આવરી લીધેલ વિસ્તાર અને કદની દ્રષ્ટિએ વૃદ્ધિ પામતું જોયું છે. તે ભારતની અગ્રણી પુનઃપ્રાપ્ય ઊર્જાના પ્રદર્શન તરીકે ઉભરી વ્યાવસાયીકરણ અને આંતરરાષ્ટ્રીય આગળ પ્રસરવાની દ્રષ્ટિએ અન્ય કરતા વધારે છે અને શેરધારકોને મહત્ત્વના ગ્રાહકો, ભાગીદારો અને પ્રેસ ના આગળ આવવા માટે એક ઉત્તમ મંચ છે, જે ઉત્પાદનો અને સિસ્ટમોના સંકલનને મોટા સોલ્યુશન્સમાં દર્શાવવા માટે છે. સૌર ઉદ્યોગે લાંબા ગાળા માટે GST ની અસર જેવા કેટલાક હેડવિન્ડ્સ અને પ્રસ્તાવિત એન્ટી-ડમ્પિંગ ડ્યુટી નો સામનો કરવો પડ્યો છે. નીતિ ઘડવૈયાઓ એ સમજદારી વાપરી ને સૌર મોડ્યુલ્સ અને સ્ટોરેજ સિસ્ટમ્સના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવું જોઈએ. ઓપન એક્સેસ માટેની રાજ્યોની એક સમાન નીતિઓ પણ મદદ કરશે. ઉદ્યોગ માટે ભવિષ્યનો દૃષ્ટિકોણ, જો કે, મજબૂત રહે છે, અને અમારી એક કંપની અને ઉદ્યોગ તરીકે સારી રીતે રજૂ કરવામાં આવેલી તકનો સામનો કરવાની તૈયારી છે.
Mr. Vishnu Hazari, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, Premier Solar Systems Private Limited:
"પ્રીમિયર સોલરએ તાજેતરમાં તેની અદ્યતન ઓટોમેટિક 200 મેગાવોટ સોલર પેનલ્સ મેન્યુફેક્ચરિંગ સુવિધાના સાથે તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કર્યો છે. અને આ વિસ્તરણ સાથે, પ્રીમિયર સોલરની કુલ ઉત્પાદન ક્ષમતા 375 મેગાવોટ સોલર પેનલ્સ અને 50 મેગાવોટ સોલર સેલ ની છે. વિસ્તરણના આ રાઉન્ડ થી અમારી વૃદ્ધિને પ્રોત્સાહન મળે છે અને અમે પ્રાઈમિયર સોલરને આ સૂર્યોદય ઉદ્યોગમાં મુખ્ય ખેલાડી તરીકે સ્પષ્ટ રીતે ઉભરતું જોઈએ છીએ. સૌર ઊર્જા ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા 2022 સુધીમાં 175 GW ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકને પૂરું કરવા યોજના શરૂ કરવા માટે દેશના સમગ્ર ભાગની લંબાઈ અને પહોળાઈને સામેલ કરવામાં આવશે અને તે અમારા માટે જબરજસ્ત તક છે. REI સોલર PV ઉત્પાદનના ઉત્પાદકો, EPC ખેલાડીઓ અને સાધનો ના સપ્લાયરો મળવા, જોડાવા અને આગામી તકોને પહોંચી વળવા માટે ચર્ચા કરવા, ભારત સરકાર દ્વારા સેટ કરેલ 100 GW ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે તેઓ સામૂહિક સહયોગમાં કેવી રીતે સહકાર આપી શકે તેનું અન્વેષણ કરવા માટે એક મહાન નેટવર્કિંગ મંચ પૂરું પાડે છે."
Mr. Ashish Khanna, ED & CEO, Tata Power Solar:
"સૌર હાલમાં સૌથી આશાસ્પદ ક્ષેત્ર છે અને REI એક્સ્પો જેવા સ્થાપિત મંચ સાથે, આ ક્ષેત્રમાં સોલર અને સંબંધિત ઉદ્યોગોમાં થતા વિવિધ વિકાસમાં વધવા અને શીખવાની વધારાની તકો જોવા મળે છે. તે નવી તકનીકો, ક્ષમતાઓ અને હાઇલાઇટ ડેવલપમેન્ટ્સનું પ્રદર્શન કરવાની અનન્ય તક સાથે સમગ્ર વિશ્વમાં ઉદ્યોગ નિષ્ણાતો અને સંગઠનોને એકસાથે લાવે છે જે છેવટે વિશ્વભરમાં ભારતની વીજ ઉત્પાદન વ્યવસ્થા અને સૌર ક્ષેત્રને રૂપાંતરિત કરે છે."
Mr. Saptak Ghosh, રિસર્ચ સાયન્ટિસ્ટ, સેન્ટર ફોર સ્ટડી ઓફ સાયન્સ, ટેકનોલોજી એન્ડ પોલિસી:
"સૌર ઊર્જા ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા 2022 સુધીમાં 175 GW ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકને પૂરું કરવા યોજના શરૂ કરવા માટે દેશના સમગ્ર ભાગની લંબાઈ અને પહોળાઈને સામેલ કરવામાં આવશે અને તે અમારા માટે જબરજસ્ત તક છે. REI સોલર PV ઉત્પાદનના ઉત્પાદકો, EPC ખેલાડીઓ અને સાધનો ના સપ્લાયરો મળવા, જોડાવા અને આગામી તકોને પહોંચી વળવા માટે ચર્ચા કરવા, ભારત સરકાર દ્વારા સેટ કરેલ 100 GW ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે તેઓ સામૂહિક સહયોગમાં કેવી રીતે સહકાર આપી શકે તેનું અન્વેષણ કરવા માટે એક મહાન સાકલ્યવાદી અને નેટવર્કિંગ મંચ પૂરું પાડે છે. મોટા પાયે સૌર ઊર્જા અને જમીન પર સ્થાપિત મેગાવોટ્ટ સોલર પ્રોજેક્ટ્સ કારખાના શરુ કરવામાં આવે છે. છેલ્લાં બે વર્ષથી છતની નીતિઓ એટલી ઝડપથી બદલાઈ રહી છે અને તેમાં સ્થિર ગતિ મેળવવું સેક્ટર માટે એક કાર્ય બની ગયું છે. એકવાર આ નીતિઓ સ્થપાશે પછી, અમારા માટે 1 GW ના લક્ષ્ય માટે એક સ્થિર માર્ગનો નકશો દર્શાવવાનું સરળ બનશે. ઓપન એક્સેસ માટેની ઉદામતવાદી નીતિઓ મદદ કરશે. કર્ણાટક સરકારની મજબૂત નીતિઓ ચાલુ રાખવા સાથે આગળની વિચારણા, યોગ્ય પુનઃપ્રાપ્ય ઊર્જાનો લાભ લેવા માટે વિવિધ ક્ષેત્રોને મદદ કરી શકે છે."
UBM India વિષે:
UBM India ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગને એવો મંચ પૂરો પાડે છે જે પ્રદર્શનોના પોર્ટફોલિયો, વિષય આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચાણકારોને એકઠા કરે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25 મોટા પાયાનાં પ્રદર્શનો અને 40 સંમેલનો આયોજિત કરે છે; જેનાથી સમગ્ર ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરવામાં આવે છે. UBM Asia ની કંપની, UBM India ની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન નો આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટો વ્યવસાયિક સંગઠક છે.
વધારે માહિતી માટે, કૃપા કરીને http://www.ubmindia.in પર જાઓ.
UBM plc વિષે:
UBM plc વિશ્વની સૌથી મોટી પ્યુર-પ્લે B2B પ્રસંગોની આયોજક છે. વધારે પ્રમાણમાં આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ નથી રહી. UBM માં, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તેમાં અમારું ઉત્કૃષ્ટ જ્ઞાન અને જુસ્સો અમને મૂલ્યવાન અનુભવો સર્જવાની અમને મંજૂરી આપે છે જ્યાં લોકો સફળ થઇ શકે છે. અમારા પ્રસંગોમાં લોકો સંબંધો બનાવે છે, સોદા પુરા કરે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં આવેલા અમારા 3,750+ લોકો 50 થી વધારે - ફેશન થી ફાર્માસ્યુટિકલ ઘટકોના અલગ અલગ ક્ષેત્રોમાં સેવા આપે છે. આ વિશ્વવ્યાપી તંત્ર, કુશળ, જુસ્સાદાર લોકો અને બજાર-અગ્રણી પ્રસંગો વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
વધારે માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, ટ્વિટ્ટર પર અમને @UBM પર ફોલૉ કરો, UBM Plc LinkedIn.
પ્રચાર માધ્યમ સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-6172-7000
UBM India
Share this article