નવી દિલ્લી, September 12, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા પ્રગતિ મેદાન ખાતે ઉત્તર ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય જ્વેલરી ટ્રેડ શૉમાં સહભાગિતામાં 80 ટકાની હરણફાળ
UBM India દ્વારા આયોજિત, ધ Delhi Jewellery and Gem Fair (DJGF)એ, તેનાં 6ઠ્ઠાં સંસ્કરણ સાથે પાટનગરમાં ટોચની હરોળના જ્વેલર્સ, આયાત અને નિકાસના વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનોને એકઠાં કર્યાં હતાં. 9મી થી 11મી સપ્ટેમ્બર, 2017 ના આ ત્રિદિવસીય ફૅયરનું પ્રગતિ મેદાન, નવી દિલ્લી ખાતે ઉદ્યોગના મહાનુભાવોની વચ્ચે ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન થયું હતું. ધ Delhi Jewellery and Gem Fair એ ઉત્તર ભારતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય B2B જ્વેલરે ફૅયર છે અને અખિલ-ભારતીય સ્તરે UBM India દ્વારા વાર્ષિક ધોરણે આયોજિત કરવામાં આવતાં ચાર પ્રમુખ જૅમ્સ અને જ્વેલરી શૉમાંનો એક છે.
(Logo: http://mma.prnewswire.com/media/553946/UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/553945/DJGF_Logo.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/553944/DJGF_North_India.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/553941/Delhi_Jewellery_and_Gems_Fair_2017.jpg )
આ શૉનું ઉદ્ઘાટન ભારત સરકારના ટેક્ષ્ટાઇલ મંત્રાલય હસ્તકની NIFT ના નિયામક મંડળના સભ્ય અને મુખ્ય અતિથી માનનીય Ms. Ruby Yadav; દિલ્લી વિધાનસભાના સ્પીકર માનનીય Shri. Ram Niwas Goel, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ Shri. Shyam Jaju, The Bullion and Jewellers Association Delhi ના અધ્યક્ષ, Shri. Ram Avatar Verma, The Bullion Jewellers Association Delhi ના પ્રમુખ, Shri. Yogesh Singal, બીજેપીના પ્રવકતા અને The Bullion Jewellers Association Delhiના અધ્યક્ષ, Shri. Navin Kumar, UBM India ના MD, Mr. Yogesh Mudras અને UBM Asiaના કાર્યકારી ઉપપ્રમુખ Mr. Michael Duck દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ફૅયરને સંગઠનો અને ઉદ્યોગ દ્વારા જ્વેલરી ક્ષેત્રના એક અભિન્ન ભાગ તરીકે બહોળી સ્વીકૃતિ મળી હતી, જેમાં સુવિખ્યાત સંગઠનો, જેવાં કે Karol Bagh Jewellers Association, Delhi Bullion & Jewellers Association, Delhi Jewellers Association and Maliwara Jewellers Association તરફથી સમર્થન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે વિખ્યાત પ્રદર્શનકારોમાંથી કેટલાંક જ્વેલરી ઉત્પાદકોનો સમાવેશ થાય છે જેવાં કે, Gitanjali Jewellery Retail Limited, GIA (Gemological Institute of America), Zar Jewels Pvt. Ltd., Unique Chains Pvt. Ltd., Yamuna Diamond, Hari Krishna Exports Pvt. Ltd., Bluestone Jewellery & Lifestyle Pvt. Ltd., Royal Chains Pvt. Ltd., Ridhi Sidhi Gems & Jewellery, Solanki Jewellers, Damara Gold Pvt. Ltd., Vikas Chain & Jewellery Pvt. Ltd., Swarnshilp Chain & Jewellers Pvt. Ltd., N.D. Diamonds & Jewels, Silver City, Yash Gold, Shilpi Jewels સહિત અન્ય.
ત્રણ સભાખંડોમાં ફેલાયેલી, આ ઘટનામાં 280 કરતાં સહભાગીઓના પ્રદર્શનોથી ચમકદાર નિદર્શન નજરે પડતું હતું, અને તેને પાડોસી રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફથી, તેમજ અન્યોની સાથે મહારાષ્ટ્ર તરફથી જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો હતો, જે વધુમાં તેને એક પ્રતિષ્ઠિત ઉદ્યોગ મંચ અને જ્વેલર્સ માટેના સૌથી મોટા જ્વેલરી અને જૅમસ્ટોન સ્ત્રોત્રિકરણના ગંતવ્ય સ્થળ તરીકેની માન્યતા આપતો હતો. આ શૉ જ્વેલરી હૉલસેલર્સ, રીટેઇલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, હીરા, માણેક, મોતીના આપૂર્તિકારો અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી જડતરના વેપારીઓ અને આપૂર્તિકારો, અને વેપાર તેમજ સરકારી સંગઠનોના પ્રતિનિધિઓ એક સમર્પિત વિસ્તાર ક્ષેત્રની નીચે મળવા, સામેલ થવા, નેટવર્ક બનાવવા અને તેમનાં કારોબારને વધારવા માટે એકઠાં થયેલા જોવા મળ્યાં હતાં. 100થી વધુ ખરીદાર કાર્યક્રમની સાથે-સાથે આ ફૅયરની પ્રમુખ ઘટનાઓમાંની એક National Institute of Diamond and Gems and Design Academy of India દ્વારા 'ડાયમંડ એસૉર્ટમેન્ટ ઍન્ડ વેલ્યુએશન' વિષય પર આંતરદૃષ્ટિપૂર્ણ પરિસંવાદ હતો.
આ ગ્રાંડ શૉમાં કર્ટેઇન રેઇઝર તરીકે, UBM Indiaએ ઉત્તર ભારતના વિવિધ સ્થળો જેવાં કે જયપુર, લુધિયાણા અને મેરઠ ખાતે આ વિસ્તારોના ઘણાં બધા પ્રતિષ્ઠિત જ્વેલર્સની સાથે જોડાઇને સફળ રોડ-શૉની એક શ્રેણી અને સ્ટોર-ટુ-સ્ટોર પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
DJGFના 6ઠાં સંસ્કરણના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં, UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "હાલમાં, એઅ ક્ષેત્ર તરીકે જૅમ્સ ઍન્ડ જ્વેલરી માર્કેટ દ્વારા નોંધપાત્ર પરિવર્તનો જોવામાં આવી રહ્યાં છે. સોનાની કિંમતો તાજેતરમાં એક કરતાં વધુ વર્ષમાં સૌથી વધુ પહોંચી ગઈ છે અને અન્ય વધુ સક્રિય પગલાઓ જેવાં કે ગોલ્ડ સ્પૉટ ઍક્ષ્ચેન્જની રજૂઆત વેપારને વધુ આગળ લઈ જવા માટે અપેક્ષિત છે. આ સંગઠિત ક્ષેત્ર તેની મૂળભૂત ભૂમિકા નિભાવવાનું જારી રાખશે કેમ કે તે હજુ તે નવતર તબક્કે હોવા છતાં વપરાશકર્તા અને આર્થિક ફેરફારોને અપનાવવાની સંભાવના ધરાવે છે. વધુમાં, ઉત્તર ભારત એ દેશનું પ્રમુખ બજાર છે જે તેની ઝગમગતી અને નિવેદનયુક્ત જ્વેલરી પીસિઝની વૃત્તિ માટેની આગવી ઓળખ ધરાવે છે, જેમાં અમુક નામના ધરાવતી જ્વેલરી સહિત મુગલ ઍન્ટિક, ગોલ્ડ, ડાયમંડ અને કુંદન નવરત્નનો સમાવેશ થાય છે. UBM India ચમકતી ધાતુ માટેના પ્રેમને સમજે છે, અને ઉત્તર ભારતનાઅ આટલાં મોટા કદ અને માત્રા ધરાવતા એકમાત્ર શૉ - દિલ્લી જ્વેલરી અને જૅમ ફેયર દ્વારા આ ક્ષેત્રમાં હજુ વધારે વધારો કરશે."
" 280 કરતાં વધુ સહભાગી પ્રદર્શનકારો સાથે અને આ વર્ષે સહભાગિતાના સંદર્ભમાં 80% ના ઉત્કૃષ્ટ વધારા સાથે, આ શૉ ખરા અર્થમાં જ્વેલર્સ માટે સૌથી મોટા જ્વેલરી અને જૅમસ્ટોન સૉર્સિંગ ડેસ્ટિનેશન તરીકે વિકસ્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું.
DJGF 2017 UBM India દ્વારા એક અનન્ય પહેલ તરીકે, The Lalit, નવી દિલ્લી ખાતે 10મી સપ્ટેમ્બરના રોજ રીટેઇલ જ્વેલર્સ ગિલ્ડ એવૉર્ડ્ઝના ત્રીજા સંસ્કરણને પણ તાદૃશ્ય થતું જોઇ શકશે, જેનાં દ્વારા સમગ્ર ભારતભરમાં રીટેઇલ બિઝનેસમાં વ્યક્તિગત અને સંગઠનોના પ્રયાસોને માન્યતા આપવામાં આવશે સન્માનિત કરવામાં આવશે.
ધ રીટેઇલ જ્વેલર્સ ગિલ્ડ એવૉર્ડ્ઝ, Ernst & Youngને એક પ્રક્રિયા સલાહકાર તરીકે સાથે રાખીને એક પદ્ધતિસરની, વ્યાવસાયિક પ્રક્રિયા દ્વારા રીટેઇલ જ્વેલરી ઉદ્યોગમાં દેશની શ્રેષ્ઠ પ્રતિભાઓને બહાર લાવવામાં આવશે. આ વર્ષે આ સઘન એવૉર્ડ શ્રેણીઓને, રીટેઇલ જ્વેલરી ઉદ્યોગની વૈવિધ્યતાપૂર્ણ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં 'સ્ટોર ઑફ ધ ઈઅર', 'ઍમ્પ્લોયર ઑફ ધ ઈઅર'. મોસ્ટ ઇન્નોવેટિવ માર્કેટિંગ કૅમ્પેઇન', ઍક્સેલેન્સ ઇન કસ્ટમર સર્વિસ' અને 'ઍક્સેલેન્સ ઇન ડિઝાઇન' નો સમાવેશ થાય છે.
RJGA 2017 નું પ્રમુખ આકર્ષણ રીટેઇલ જ્વેલરી માટે ભારતનું સર્વપ્રથમ એવું વૉક ઓફ ફેમ રહેશે - આ પ્રતિષ્ઠિત બ્રાંડ્સ દ્વારા માસ્ટર પીસસિઝનો એક ખાસ શૉકેસ હશે. આ વર્ષે પણ, એવૉર્ડ્ઝ પ્રસંગને મોહક મોડેલ્સ અને અદાકારો Gauhar Khan, Manhara Chopra દ્વારા આકર્ષણ પેદા કરનારા ફેશન ક્રમ સહિત ઉદ્યોગ સ્ટૉલવોર્ટ્સ, મનોરંકજન અને નેટવર્કિંગ સત્રો પાસેથી આંતરદૃષ્ટિઓ પ્રાપ્ત થશે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચારો માટે, ટ્વિટર પર @UBM, UBM Plc LinkedIn ખાતે અમને અનુસરો
કોઇપણ મીડિયા પૂછપરછ માટે કૃપા કરી સંપર્ક કરો:
Roshni Mitra
UBM India
[email protected]
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article