Kalinga Institute of Social Sciences (KISS) ડીમ્ડ યુનિવર્સિટી જાહેર
ભુવનેશ્વર, ભારત, August 29, 2017 /PRNewswire/ --
વિશ્વની સૌ પ્રથમ આદિવાસી યુનિવર્સિટી
Kalinga Institute of Social Sciences (KISS), જે Kalinga Institute of Industrial Technology (KIIT), ની ભગિની સંસ્થા છે, તેને ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના તારીખ 25/8/017 ના, પત્ર ક્રમાંક. F.9-14/2011-U-3 (A) દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે આદિવાસીઓ માટે ભારતમાં અને વિશ્વભરમાં પ્રથમ યુનિવર્સિટી બની છે. જો કે, આ અગાઉ Indira Gandhi National Tribal University સ્થાપિત થયેલી હતી, જે બધી જ શ્રેણીઓના વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે. બીજી બાજુ KISS University ખાસ આદિવાસી વિદ્યાર્થીઓ માટે જ છે.
KISS એક નજરમાં: https://www.youtube.com/watch?v=F2OKrbupDtA
ભુવનેશ્વર, ભારત ખાતે સ્થિત KISSને ડી-નોવો (નવેસરથી) શ્રેણી હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટી પ્રથમ તબક્કે આદિવાસી પરના સંશોધન અભ્યાસને વેગ આપવા સાત નવા નાવીન્યસભર વિભાગો શરૂ કરશે અને KISS ને આદિવાસી શિક્ષણ અને વૈશ્વિક સ્તરે સંશોધનની એક ઊંચાઈ પ્રાપ્ત કરવામાં મદદ કરશે; ડીમ્ડ યુનિવર્સિટી દરજ્જો આ અપેક્ષા સાથે આપવામાં આવ્યો છે. અગાઉની જેમ, KISS ના વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણ તદન મફત આપવામાં આવશે.
આ સંબંધમાં આભાર વ્યક્ત કરતા, Dr. Achyuta Samanta, સંસ્થાપક, KISS Universityએ જણાવ્યુ હતું કે "ઈશ્વરની કૃપા અને ઓરિસ્સાના લોકોની શુભેચ્છાઓ થકી આ શક્ય બન્યું છે." Dr. Samanta એ KISS વતી ભારતના પ્રધાનમંત્રી Shri Narendra Modi નો હૃદયપૂર્વક આભાર પ્રકટ કર્યો હતો. Shri Samanta એ, Shri Naveen Patnaik, માનનીય મુખ્ય મંત્રીશ્રી, ઓરિસ્સા નો આભાર પ્રકટ કરતાં જણાવ્યુ હતું કે તેમના આશીર્વાદ અને શુભેચ્છા વિના KISS આવી ઊંચાઈ સુધી ના પહોંચી શકી હોત.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી Shri Prakash Javadekar, જેમણે KISSને ભાવિ ડીમ્ડ યુનિવર્સિટીની મંજૂરી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, ના પ્રત્યે તેમણે અંગત આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે HRD, ભારત સરકારના અધિકારીઓ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો મંજૂરી માટે આભાર માન્યો હતો. તેમણે ઓરિસ્સાના આદિવાસી બાબતોના કેન્દ્રીય મંત્રી, Shri Jual Oram અને પેટ્રોલિયમ મંત્રી Shri Dharmendra Pradhan, બન્નેનો આભાર માન્યો હતો. Dr. Samanta એ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય માધ્યમોનો આભાર માન્યો હતો.
KISS ડીમ્ડ યુનિવર્સિટીને આદિવાસીઓ માટે વિશ્વની સૌ પ્રથમ યુનિવર્સિટી માનવામાં આવે છે જે સંપૂર્ણ નિ:શુલ્ક અને સંપૂર્ણ નિવાસી વ્યવસ્થા ધરાવે છે. Kalinga Institute of Social Sciences (KISS), Prof. Achyuta Samanta દ્વારા 1992-93માં ભુવનેશ્વર ખાતે એક ભાડાના મકાનમાં ફક્ત 125 ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી. ધીમી વિદ્યાર્થી ક્ષમતા વૃદ્ધિ સાથે તેણે ખૂબ જ મોટી પ્રગતિ કરી. હાલમાં વિદ્યાર્થીઓની ક્ષમતા 37,000 (27,000 હાલના અને 10,000 સ્નાતક) પર પહોંચી ગઈ છે. તેમાંથી 60 ટકા છોકરી વિદ્યાર્થીઓ છે.
1લા ધોરણથી સ્નાતક સુધીના સામાન્ય શિક્ષણ સ્તર ઉપરાંત વિદ્યાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્ય પણ શીખવવામાં આવે છે. ખરા અર્થમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ટકાઉક્ષમ વિકાસ્ના લક્ષ્યોનો અમલ કરવા સાથે સાથે KISS ઓરિસ્સા અને પાડોસી રાજયોના તટિય આદિવાસી વિસ્તારોમાં માઓવાદી અને નકસલવાદના વિદ્રોહના ફેલાવાને અટકાવીને ખુબ જ જરૂરી પરીવર્તન ઊભું કરી શકી છે. KISS ના 37,000 વિદ્યાર્થીઓ, જેઓ રાજયભરના ઘણા પરિવારોમાંથી આવે છે, તેઓના દ્વારા જનજાતિય માનસિકતામાં કાયાપલટ થઈ રહી છે અને KISS સમાજની મુખ્યધારા સાથે જોડવામાં મદદ કરી રહી છે.
આ સમાચાર મેળવ્યા પછી KISSના વિદ્યાર્થીઓમાં આનંદની લહેર ઉઠી હતી. સંસ્થા અને આદિજાતિ સમુદાયના લગભગ 37,000 વિદ્યાર્થીઓના વાલીઓ આ સિદ્ધી બદલ ખૂબ આનંદિત થયા હતાં.
મીડિયા સંપર્ક:
Shradhanjali Nayak
Director PR
KIIT and KISS
Phone no.: +91-674-2725636
E-mail: [email protected]
Share this article