મુંબઈ, August 24, 2017 /PRNewswire/ --
ભારતમાં 15% થી વધુ મોબાઇલ ફોન MoneyOnMobile સેવાનો ઉપયોગ કરે છે
MoneyOnMobile, Inc. (OTCQX: MOMT) એ જાહેર કર્યું છે કે તેમણે અત્યાર સુધીમાં 200 મિલિયન સંચિત યુનિક ફોન નંબરને સેવા આપી છે.
(Photo: http://mma.prnewswire.com/media/547967/million_unique_numbers_served.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
Harold Montgomery, ચેરમેન અને સી.ઇ.ઓ., MoneyOnMobile જણાવ્યુ હતું કે "આ ગણતરી અમારી વૃદ્ધિનું એક અગત્યનું માપ છે કારણ કે તે અમારા રિટેઈલ નેટવર્કની પહોંચ દર્શાવે છે. અમારી નીતિ ઓછામાં ઓછા ખર્ચે ગ્રાહકને સેવા પહોંચે તે છે." "પાંચ વર્ષના ગાળામાં 200 મિલિયન યુનિક ફોન નંબરને ખુબ જ ઓછા ખર્ચે વસ્તીના એક વિશાળ ભાગને સેવા પહોંચાડવી તે અમારી વિતરણ નીતિની અસરકારકતા દર્શાવે છે. આ એવી માપણી છે કે જે MoneyOnMobile સાથે કામ કરવા સ્ટ્રેટેજિક પાર્ટનરોને આકર્ષે છે કારણ કે અમે એક નોંધપાત્ર સંખ્યાના ગ્રાહકો સુધી પહોંચી શકીએ છીએ."
Ranjeet Oak, ભારત ખાતેના MoneyOnMobileના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે "200 મિલિયન યુનિક ફોન નંબર પ્રાપ્ત કરવા MoneyOnMobileના પ્રોડક્ટ અને સેવાની ભારતભરની માંગ સાબિત કરે છે. અમે નાણાકીય સેવાના છેવાડાના માણસ સુધીના પ્રદાતા હોવાથી તે ભારતીયોના જીવન સાથે સુસબંધિત છે, જે અમારૂ એક કેન્દ્રસ્થ તત્વ છે. MoneyOnMobile ખાસ આનંદ અનુભવે છે કે અમે ઓછી સેવા પ્રાપ્ત કરનારા વપરાશકર્તાઓની જરૂરિયાતો ભારતભરમાં પથરાયેલ વિશાળ રીટેઇલ નેટવર્ક દ્વારા, છેવાડાના માણસની એકદમ સસ્તી નાણાકીય સેવાઓ સંતોષવાની સગવડતા આપી રહ્યા છીએ."
"એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ભારતભરમાં 1.3 બિલિયન (130 કરોડ) મોબાઈલ ફોન છે." Will Dawson, MoneyOnMobileના એક ઓપરેટિંગ ઓફિસરે જણાવ્યુ હતું. "લોકો પાસે એક કરતાં વધારે ફોન નંબર હોય તે સર્વસામાન્ય બાબત છે, તેથી અમારી પાસે વ્યક્તિઓને આપેલી સેવાઓનો યુનિક નંબરનો આંકડો નથી પણ તેનો અર્થ થાય છે કે અમે ભારતમાં 15% થી વધુ મોબાઇલ ફોનને સેવા આપી છે."
MoneyOnMobile, Inc. વિષે:
MoneyOnMobile ભારત ખાતે દરેક જગ્યાની દરેક વ્યક્તિને તકલીફ રહિત ચુકવણી કરવાની સામર્થ્યતા આપતું સૌથી મોટું મોબાઈલ દ્વારા ચુકવણીનું પ્લેટફોર્મ છે. 170 મિલિયનથી વધુ યુનિક ગ્રાહકોએ ભારતભરમાં 3,30,000 છૂટક વેપારીઓ (રિટેઈલ મર્ચન્ટ્સ) અને અમારા ચુકવણીના પ્લેટફોર્મ દ્વારા ચૂકવણી સરળ બનાવી છે.
ભારતમાં કાર્ય કરતી કંપની MoneyOnMobile, Inc. એ ચૂકવણી કરવાની સિસ્ટમનું (MoneyOnMobile) સેટ અપ કરવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા અધિકૃત છે જે નોંધાયેલા છૂટક વેપારીઓ પાસેથી નોંધાયેલ વપરાશકર્તાઓને પ્રોડક્ટ અને સર્વિસ ખરીદવા સક્ષમ બનાવે છે. MoneyOnMobile ચૂકવણીનું પ્લેટફોર્મ ભારતમાં સુરક્ષિત, પ્રામાણિક અને વિશ્વસનીય મોબાઇલથી ચૂકવણીની સેવા પૂરી પાડે છે જે બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેવાઓ સહિત, સરળ અન વધુ અનુકૂળતાથી પ્રોડક્ટ્સ અને સેવાઓની ખરીદી કરવાની સુવિધા આપે છે.
MoneyOnMobile, Inc.નું મુખ્ય મથક ડલાસ, ટેક્સાસ ખાતે છે અને મુંબઈ, ભારત ખાતે પ્રાથમિક વ્યાપારી કામકાજ ધરાવે છે.
વધુ માહિતી માટે www.moneyonmobile.in પર મુલાકાત કરો.
મીડિયા સંપર્ક:
Navaz Damania
VP - Corporate Communications
MoneyOnMobile
[email protected]
+91-9167122661
Share this article