હૈદરાબાદ, ભારત, August 14, 2017 /PRNewswire/ --
- 100 કરતાં વધુ પ્રદર્શનકારોએ PharmaLytica પ્રસંગમાં ભાગ લીધો હતો; 150 કરતાં વધુ પ્રદર્શનકારોએ PharmaLyticaના 4થા સંસ્કરણમાં ભાગ લીધો હતો.
- ઉદ્યોગના અગ્રણીઓએ ફાર્મા ઉદ્યોગમાં સ્થાન લઈ રહેલાં તાજેતરના ઉદ્યોગ પ્રવાહો અને નવીનીકરણોની ચર્ચા કરી હતી.
UBM India, CPhI અને P-MEC India, અગ્રગણ્ય વૈશ્વિક ફાર્મા ટ્ર્રેડ શૉ અને કૉન્ફરંસના આયોજકોએ, આજે PharmaLytica 2017 (11 - 12 ઓગસ્ટ)ના 4થા સંસ્કરણનો શુભારંભ કર્યો હતો. આ બે દિવસના પ્રસંગનું ઉદ્ઘાટન આજે મુખ્ય મહેમાન Shri Jayesh Ranjan, મુખ્ય સચિવ, તેલંગાણા સરકાર, Industries & Commerce (I&C) વિભાગ અને Information Technology, Electronics and Communications (ITE&C) વિભાગના વરદ હસ્તે સન્માનનીય મહેમાનો, Dr. Rao Vadlamudi, પ્રમુખ, Indian Pharmaceutical Association (IPA); Shri Madan Mohan Reddy, અધ્યક્ષ, Pharmexcil અને નિયામક, Aurobindo Pharma; Dr. Ravi Uday Bhaskar, ડિરેક્ટર જનરલ, Pharmexcil; Mr. Avinash Talwar, નિયામક અને વડા - Global Sourcing, Dr Reddy's Laboratories; Mr. AVPS Chakravarthi, નિયામક, Ecobliss; Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India and Mr Rahul Deshpande, જૂથ નિયામક, UBM Indiaની ઉપસ્થિતિમાં HITEX ઍક્ઝિબિશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
(Photo: http://mma.prnewswire.com/media/544247/4th_edition_PharmaLytica.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/542604/PharmaLytica_2017_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/469712/UBM_India_Logo.jpg )
PharmaLytica 2017 ને વિશ્લેષણાત્મક અને બાયો ટેક, લૅબ ઇક્વિપમેન્ટ્સ અને લૅબ કેમિકલ્સ, ફાર્મા મશીનરી અને પૅકેજીંગ સબ-સેક્ટર્સમાંથી આવતાં ફાર્મા વ્યાવસાયિકો માટે ભારતના વૃદ્ધિ પામતા ફાર્મા ઉદ્યોગમાં નવીનીકરણ સાથે સબળ બની રહેવા માટે એક આદર્શ મંચ માનવામાં આવે છે. આ શૉ ખાતે 100 કરતાં વધુ કંપનીઓએ પ્રથમ વખત ભાગ લીધો હતો, જે દક્ષિણમાં તેની સ્વીકૃત સ્તંભ સ્થિતિનું દ્યોતક છે.
આ ઍક્સ્પોના આ 4થા સંસ્કરણમાં દેશભરમાંથી નોંધપાત્ર ઉદ્યોગકારો જેવાં કે Standard Group of Companies, Sanitt Equipment & Machines, Gandhi Automations, Mack Pharmatech, S.K. Pharma Machinery, Sterimax Engineering, Utopia Optovision, Rahul Enterprises, Chemipack India, Shree Naina Glass, Komal Industries, Allpharm Technologies, Subodh Engineering, Kirloskar Pneumatic, Integrated Cleanroom Technology, Accura Pharmaquip Inos Technologies સહિત 150 પ્રદર્શનકારો કરતાં વધુએ ભાગ લીધો હતો.
PharmaLytica ના પ્રથમ દિવસે, આવનારા વર્ષોમાં ભારતીય ફાર્મા ઉદ્યોગના વિકાસના તબક્કા, તે સામનો કરી રહી છે તેવાં પડકારો અને વૈશ્વિક ફાર્મા ઉદ્યોગમાં ખરા અર્થમાં તે ફરીથી કેવી રીતે પોતાને નામાંકિત કરી શકે છે તેની ચર્ચા માટેની આંતરદૃષ્ટિપૂર્ણ ચર્ચાઓની એક શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બલ્ક ડ્રગ ક્ષેત્રે પોતાના નિશાન અંકિત કરીને, ભારતીય ફાર્મા કંપનીઓએ એકંદર, ઝડપી અને કાર્યક્ષમ વૃદ્ધિ માટે સંશોધન અને વિકાસ (R&D), દવાઓની શોધ અને અદ્યતન તકનીકી અને યાંત્રિકીમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે.
ફૂડ એન્ડ ડ્રગ વહીવટદારો દ્વારા વધતી તપાસને ધ્યાનમાં રાખીને, Mr. Tadashi Koshida, ઓવરસીઝ સેલ્સ અને ટેક્નિકલ સર્પોર્ટ, Asia Pacific, Fuji Electric, એ ફૂડ એન્ડ ડ્રગ વહીવટદાર સત્તામંડળ (FDA) તરફથી ફાર્મા કંપનીઓ દ્વારા સામનો કરવામાં આવતાં પ્રમુખ પડકારો, ડેટા ઇંટિગ્રિટીના મહત્વ અને નિયમનકારોના પરિપ્રેક્ષ્યથી શું કરવું અને શું ન કરવું પર પોતાનું વ્યક્ત્વ્ય આપ્યું હતું. ભારતીય ફાર્મા કંપનીઓએ અનુભવેલા પરિવર્તનીય ફેરફારો પર વિસ્તૃત ચર્ચા કરતા, NATCO Research Centre ખાતે Mr. G. Sunder, GM-DQA એ, ડેટા ઍનાલિટિક્સ અને QC લૅબોરેટરી રેગ્યુલેટરી નિરીક્ષણોના અનુપાલનના મહત્વ વિશે વ્યક્તવ્ય આપ્યું હતું. અન્ય સત્રોમાં - Mr. Gunna Kiran, CEO - Gubba Cold Storage દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં ફાર્મા પ્રિઝર્વેશન; Mr. Kartik Khanna, ડિરેક્ટર, Shree Naina Glass દ્વારા કૅમેરા ઇંસ્પેક્શન સિસ્ટમ; Dr. Subbarao V. Kattamuri, Director - Head of Operations, India, Aztec Consulting દ્વારા માન્યતા આપવી - ફાર્મા ઉદ્યોગ માટે અત્યંત જરૂરિયાત; Mr. Vishesh Gupta, Director, P.R. Packaging Ltd. દ્વારા પૅકેજીંગમાં નવીનીકરણ અને Mr. Srikanth Kankekar, કન્ટ્રી મેનેજર, કસ્ટમર સૉલ્યુશન્સ, CADEFM Engineering Services India Pvt. Ltd. ફાર્મા ઉદ્યોગ માટે FDA માન્ય સિમ્યુલેશન પર પોતાના વ્યક્તવ્યો આપ્યા હતાં.
PharmaLytica ના 4થા સંસ્કરણના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India એ જણાવ્યું હતું કે, "ભારતમાં વિશ્લેષણાત્મક, બાયોટેક્નોલૉજી, લૅબ ઉપકરણો, ફાર્મા યંત્રો અને ફાર્મા પૅકેજીંગ ગુણવત્તા, સંશોધન, નિયમનકારી અને પર્યાવરણીય અનુપાલન માટેના વિશાળ વર્ધન માટે સુયોજિત થયેલ છે. તેથી, ભારતીય ઉદ્યોગકારો માટે વધુ સારા ઉત્પાદન અને સેવા પૂરી પાડવા સાથે આજના પરિદૃશ્યમાંથી મહત્તમ કાર્યક્ષમતા હાંસલ કરવી એ સમયની માંગ છે. વિસ્તૃત શ્રોતાઓને આ ઑફરિંગ્સને માર્કેટ કરવા માટે અને બદલામાં આ નવાં ફાર્મા ક્ષેત્રને ઉત્તેજિત કરવા માટે, UBM India PharmaLytica નું 4થું સંસ્કરણ લઈને આવ્યું છે જે પ્રદર્શનકારો અને મુલાકાતીઓને માત્ર નેટવર્ક બનાવવા અને જોડાણ માટે જ નહિં પરંતુ અદ્યતન ઉદ્યોગ વલણો અને આ ક્ષેત્રથી સંબંધિત શોધોને તેની પાવર-પૅક્ડ કૉન્ફરંસ સાથે ફાર્મા સમુદાયને માટે પણ મદદ કરે છે."
ઉદ્યોગના વ્યક્તવ્યો:
તેલંગાણા સરકારના Industries & Commerce (I&C) વિભાગ અને Information Technology, Electronics and Communications (ITE&C) વિભાગના મુખ્ય સચિવ Shri. Jayesh Ranjan એ જણાવ્યું હતું કે, "હું UBM India ના PharmaLytica ને તેમનાં 4 સફળ વર્ષો માટે અભિનંદન આપવા માંગુ છું. હૈદરાબાદમાં PharmaLytica નું આયોજન સંપૂર્ણપણે અર્થસૂચક છે કેમકે તે ભારતનું ફાર્મા હબ છે, અને તે ઉદ્યોગના બધા જ પાસાઓને સમર્પિત 15.000 એકર કરતાં વધુ જમીન પૂરી પાડવા સાથે વિશ્વના સૌથી મોટા ફાર્મા શહેરના સુયોજનના દાવાને સમર્થન આપે છે. PharmaLytica જેવાં વિશાળકાય ફોરમ એવી જગ્યાઓ છે જેનાં દ્વારા મુલાકાતીઓ અને પ્રદર્શનકારો એ વિશ્લેષણ કરી શકે છે કે સમર્પિત ફાર્મા શહેરના નિર્માણથી તેમનાં કાર્યને કેવી રીતે પૂરક બને છે. મને ખાતરી છે કે વેચાણકારો અને ખરીદદારોને PharmaLytica આત્યંતિકપણે આંતરદૃષ્ટિપૂર્ણ જણાશે અને હું તેમને મારી શુભેચ્છાઓ પાઠવું છું."
Mr. Madan Mohan Reddy, અધ્યક્ષ Pharmexcil અને નિયામક, Aurobindo Pharma એ જણાવ્યું હતું કે, "આપણે એક નિર્ણાયક તબક્કા પર છીએ જ્યાં ફાર્મા ઉદ્યોગે તેનાં વિચારવાની રીત અને નવીનીકરણને અદ્યતન બનાવતા રહેવાના છે. અન્યથા ટકાઉક્ષમતાને કોઇ અવકાશ નથી. અદ્યતન વિકાસો, તેમનાં વિશ્લેષણ અને વસ્તુઓની મોટી યોજનામાં તેમનાં એકીકરણને સમજવા પડશે. PharmaLytica જેવાં મંચ આ પ્રકારના વાતાવરણમાં ઉદ્યોગને આગળ લઈ જઈ શકે છે. વિશ્વભરમાં UBM જે રીતે ફાર્મા ઍક્સ્પોના આયોજન કરે છે અને વસ્તુઓને સાચી દિશામાં લઈ જાય છે તેના માટે હું UBMનું અભિવાદન કરવું જરૂરી છે. હું ખુશ છું કે ઘણી બધી રીતોમાંથી એક પ્રમાણે Pharmexcil જેવું પ્રમુખ સંગઠન સક્રિય રીતે PharmaLytica જેવાં ફોરમ મારફત ઉદ્યોગની ઘટનાને સમર્થન આપે છે."
Dr. Rao Vadlamuri, પ્રમુખ, Indian Pharmaceutical Association (IPA), એ જણાવ્યું હતું કે, "હું PharmaLytica જેવાં મંચને કૃતજ્ઞતાની મારી ભાવના વ્યક્ત કરવા માંગુ છું. તે સંપૂર્ણપણે આવશ્યક છે કે સંપૂર્ણ ચિત્ર મેળવવા માટે ટ્રેડ શો ટેક્નોક્રેટ્સને અને સેવા પ્રદાતાઓ ઉત્પાદકોને મળે અને ફાર્મા ક્ષેત્ર જે પડકારો આપે છે તેનો સામનો કરવા સક્ષમ બને. UBM India આ ક્ષેત્રે અદ્ભૂત કાર્ય કરે છે, અને IPAના પ્રેસિડેન્ટ તરીકે, હું કહીશ કે સ્થળ તરીકે હૈદરાબાદની પસંદગી ખરેખર વ્યાજબી છે, ભારતમાં આગળ વધી રહેલાં અન્ય કેન્દ્રોનો સંપર્ક પણ ઘણી સારી બાબત છે. તેમને પણ આ કદના મંચ દ્વારા કરવામાં આવતાં સમર્થન અને સંસર્ગની જરૂર છે."
Mr. Gopal Malawade, શાખાના વડા - Kirloskar Pneumatic Co. Ltd. એ જણાવ્યું હતું કે, "અમે PharmaLytica 2017ના એક ભાગ બનીને અત્યંત પ્રસન્નતા અનુભવીએ છીએ. તે ચોક્ક્સપણે ફાર્મા ઉદ્યોગના અમારા પ્રવર્તમાન અને સંભવિત ગ્રાહકો સાથે જોડાવા માટેનું એક સુગમ મંચ છે. Kirloskar Pneumatic HVAC અને વિવિધ શીતક અનુપ્રયોગોમાં ઉપયોગમાં લેવાતી રેફ્રિજરેશન પ્રણાલીઓના અગ્રણી આપૂર્તિકારોમાંથી એક છે. આ વર્ષે અમે અમારી ન્યુ જનરેશન સીરિઝ વેપર અબ્ઝૉર્પ્શન ચિલરને પ્રદર્શિત કરી રહ્યાં છીએ, જેણે નોંધપાત્ર રીતે અમારા ગ્રાહકોને CAPEX & OPEX ના ખર્ચમાં બચત કરાવીને પહેલાં જ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે."
આ પ્રસંગમાં તેમનાં નવીનીકરણો અને અદ્યતન તકનીકીને દર્શાવતા આઠ સહભાગી કંપનીઓની ઇન્નોવેશન ગૅલેરી પણ રાખવામાં આવી હતી. ઇન્નોવેશન ગૅલેરી અંતર્ગત પ્રતિનિધિત્વ ધરાવતી કંપનીઓમાં Biopharmax India Pvt. Ltd., Galaxy Sivtek Pvt. Ltd., Gandhi Automations Pvt. Ltd., Scientific Research Instruments Company Private Limited, S. K. Pharma Machinery Pvt. Ltd., Landsky Engineers Pvt. Ltd. અને Orbit Technologies Pvt. Ltd., Hyderabad નો સમાવેશ થતો હતો.
PharmaLytica 2017 નું આયોજન ફાર્મા ક્ષેત્રના મહત્વના રૂપાંતરણના સમયે કરવામાં આવી રહ્યું છે. હાલમાં, સરકાર દ્વારા તેના દૂરદૃષ્ટિપૂર્ણ 'ફાર્મા વિઝન 2020' ઝુંબેશની જેમ જ કે ભારત ડ્રગ મૅન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખરા અર્થમાં વૈશ્વિક આગેવાન તરીકે ઉદ્ભવશે, એક રાષ્ટ્રીય ફાર્મા નીતિની રચના કરી છે. ડ્રગ પ્રાઇઝ કંટ્રોલ ઑર્ડર અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઑથોરિટી દ્વારા દવાઓની પોષણક્ષમતા અને ઉપલબ્ધતાના મુદ્દાઓને આક્રમક રીતે સંબોધવામાં આવી હતી, જેમાં નવાં રોકાણોને વધારવા માટે, નવી સુવિધાઓ માટે માન્યતા સમયમાં ઘટાડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. PharmaLytica 2017 ફાર્માસ્યુટિકલ સમુદાયના નેટવર્કને, માર્કેટ ઇંટેલિજન્સ અનેન આ વલણાત્મક વિષયો પર સંયુક્ત અભિપ્રાયને અવાજ આપવા માટે સામેલ થવામાં મદદરૂપ બનશે.
આ ઍક્સ્પોને સંગઠનો કે જેમાં Pharmexcil, The Association of Contract Research Organisations (ACRO), Confederation of Indian Pharmaceutical Industry (CiPi) અને Bulk Drug Manufacturers Association (India) BDMA નો સમાવેશ થાય છે તેમનાં દ્વારા સારૂં સમર્થન આપવામાં આવ્યું હતું.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોનાઆયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.
કોઇપણ મીડિયા પૂછપરછ માટે કૃપા કરી અહીં સંપર્ક કરો:
UBM India Pvt. Ltd.
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
Tel: +91-22-61727000
Share this article