મુંબઈ, August 11, 2017 /PRNewswire/ --
રત્નો અને આભૂષણ ક્ષેત્રે ભારતની સૌથી વધુ પસંદગી ધરાવતી બ્રાન્ડ્સની ઓળખ અને તેની ઉજવણી માટે એક અનન્ય રાષ્ટ્રવ્યાપી શોધ
ભારતના અગ્રણી B2B પ્રદર્શન આયોજક, UBM India એ, તેમની એક-અલગ-પ્રકારની પહેલ, ભારતમાં જ્વેલરી રીટેઇલ ઇન્ડસ્ટ્રી માટે India's Most Preferred (IMP)ના શુભારંભની જાહેરાત કરી છે. વિશેષ રૂપથી બનાવવામાં આવેલ આ ઝુંબેશ મારફત, UBM India એ તેનાં પ્રદર્શન કારોબારમાં બેજોડ એવાં જ્વેલરી પૉર્ટફોલિયોમાં વર્ષભર ચાલતી એંગેજમેન્ટ્સના કેટેલૉગમાં ઉમેરો કર્યો છે.
(Logo: http://mma.prnewswire.com/media/543909/UBM_India_s_Most_Preferred_initiative_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
IMP ભારતની સૌથી વધુ લોકપ્રિય જ્વેલરી બ્રાન્ડ્સ માટેની રાષ્ટ્રવ્યાપી શોધનો સમાવેશ કરવામાં આવશે, અને તેનાં સમર્થન દ્વારા, તેમનાં તમામ માર્કેટિંગ ઍન્ગેજમેન્ટ્સ, જેવાં કે ઑનલાઇન કેમ્પેઇન્સ, હૉર્ડિંગ્સ, પ્રેસ વિજ્ઞપ્તિઓ, પ્રોડક્ટ પૅકેજિંગ અને ઍડવર્ટાઇઝિંગ માટે પ્રતિષ્ઠિત IMP લોગોના લાઇસન્સનો વિશિષ્ટ વિશેષાધિકાર મેળવ્યો છે. એક અત્યાધુનિક કૉફી ટેબલ બુકની પણ રચના કરવામાં આવશે, જેમાં વધુ પસંદ કરવામાં આવતી આ બધી જ બ્રાંડ્સની રૂપરેખા આપવામાં આવશે, કેવી રીતે તેઓએ આ વિશિષ્ટતા પ્રાપ્ત કરી અને લોકપ્રિયતાના ઇંડેક્સને હાંસલ કર્યો છે અને ભવિષ્ય માટેના તેમનાં દૃષ્ટિકોણ શું છે તેની વિગતો હશે.
નોંધપાત્ર રીતે, ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે ટેલીવિઝન પર પ્રસારિત થનારી શૈલી, આંતરદૃષ્ટિ, મનોરંજન, અને ઉજવણીની ચિત્તાકર્ષક સાંજે આ ગ્રેડની રચના કરે છે તેવાં જ્વેલર્સને આ India's Most Preferred ઉદ્ઘાટન શૉ ખાતે સન્માનવામાં આવશે.
ભારતમાં gems and jewellery (G&J) બજાર ઉચ્ચ રીતે ભાગોમાં વહેંચાયેલી છે, અને 5,00,000 કરતાં વધુ લોકોનો સમાવેશ કરે છે. જોકે, સામાજિક-આર્થિક પરિબળો સાથે ઉપભોક્તા રૂપરેખામાં ફેરફારથી પસંદગીની વૈશ્વિક, રાષ્ટ્રીય અથવા ક્ષેત્રીય બ્રાંડ્સની વધતી જતી સંખ્યાને સમાવવા માટેના ઝડપી રૂપાંતરણના પરિણામ આ ડોમેઇનમાં જોવા મળ્યાં છે.
UBM India દ્વારા IMP પહેલ સમુદાય અને તેની અંદર સ્થાપિત કરવામાં આવતાં શ્રેષ્ઠતમ ધોરણોમાં તેનાં દ્વારા ભજવવામાં આવતી ભૂમિકામાંથી ઉદ્ભવી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ હેઠળ સૂચિબદ્ધ એવાં ભારતમાં એકમાત્ર બજાર સંશોધન સંગઠન, MRSS ના સહયોગમાં સૌથી વધુ પસંદગીની બ્રાંડ્સને શોધવા માટેની મોજણી હાથ ધરવામાં આવી રહી છે. ભારતભરમાં 20 કરતાં વધુ શહેરોમાં હાથ ધરવામાં આવેલ આ મોજણીના પ્રતિભાવકોની પ્રોફાઇલમાં રૂ. 12 લાખ અથવા વધુની પારિવારિક આવક ધરાવતાં SEC A1 અને A2નો સમાવેશ થાય છે. આ મોજણી જ્વેલર પર વિશ્વાસના પરિબળ, કલેક્શન અને પ્રોડક્ટ્સની રેન્જ, બ્રાંડની ભલામણ, પ્રોડક્ટ અને સર્વિસ ક્વૉલિટી, બ્રાંડની એકંદર માન્યતા અને રિકૉલ પર આધાર રાખે છે. India's Most preferredની બ્રાંડ તરીકે પસંદ થઈ ગયા પછી, બ્રાંડ્સને વર્ષ માટે લોગો લાઇસન્સિંગ વિશેષાધિકાર આપવામાં આવશે, જેમાં તેમને ઉત્કૃષ્ટતા માટેના સરળતાથી ઓળખી શકાય તેવાં લેબલ આપવામાં આવશે.
India's Most preferred પહેલના શુભારંભ પ્રસંગે ટિપ્પણી આપતાં UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "રત્નો અને જ્વેલરી પોર્ટફોલિયોમાં તેની કુશળતાને કારણે, UBM Indiaએ શાનદાર રીતે IMP જેવી પહેલ શરૂ કરી છે. આ ક્ષેત્રે અમારા કામના મારફતે, અમે સંગઠિત જ્વેલરી રીટેઇલર્સને એવી બ્રાંડ્સને જાણવાની જટિલ જરૂરિયાત ઓળખી કાઢી છે જેને પસંદગી માટેના બગડેલા બજારોમાં સંભવિત ગ્રાહકોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી હોય. અત્યાર સુધી, અને પ્રદર્શનો, ઍવોર્ડ્ઝ, કૉન્ફરન્સ, રોડ શૉ, અને લક્ઝરી અને મિનિ શૉ દ્વારા ઉદ્યોગની સેવા કરી છે - અને IMP દ્વારા આ પ્રક્રિયાને આગળ લઈ જવા માટેનુ એક તત્પર પગલું છે."
તેમણે ઉમેર્યું હતું કે, "સૌથી વધુ પસંદગી ધરાવતી બ્રાંડ્સની યાદી ચોક્ક્સતા નક્કી કરીને, સઘન અને સ્વતંત્ર સંશોધન અને મોજણી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને અમને ખાતરી છે કે લોગો લાઇસન્સનો વિશેષાધિકાર અને અમારી કૉફી ટેબલ બુક જ્વેલરી ક્ષેત્રે ભારતના સમૃદ્ધ વારસામાં એક છોગું હશે."
UBM India દેશના અગ્રણી જ્વેલરી શૉ આયોજક છે જેમનાં હાલમાં ચાર શૉ (દિલ્લી, કોલકતા, ચેન્નાઈ અને હૈદરાબાદ) ચાલી રહ્યાં છે. વૈશ્વિક રીતે, UBM દ્વારા હૉન્ગકૉન્ગ, તાઇવાન, યુરોપ અને ઇસ્તાનબુલ શૉ યોજવામાં આવે છે. દેશની GDPમાં 6-7 ટકાનું યોગદાન આપીને G&J ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. આવનારાં વર્ષોમાં, મોટાભાગે G&J ક્ષેત્રમાં સંગઠિત બજારને માર્ગદર્શન આપતી અને વૃદ્ધિ માટેની તકોની રચના કરતા મોટાં રીટેઇલર્સ/બ્રાંડ્સના વિકાસ દ્વારા વૃદ્ધિ થશે. વધુને વધુ સંગઠિત ઉદ્યોગકારોના અંદર આવવાથી ઉત્પાદનો અને ડિઝાઇન્સની વેરાયટીઝ પણ પૂરી પડશે.
UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે.
વધુ વિગતો માટે કૃપા કરી http://www.ubmindia.in ની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચારો માટે, ટ્વિટર પર @UBM, UBM Plc LinkedIn ખાતે અમને અનુસરો.
કોઇ ચોક્ક્સ બ્રાંડનું નામ યાદીમાં સામેલ છે કે નહિં તે જાણવા માટે, કૃપા કરી Ritesh Indulkar ને +91-9664-21-9292 પર કૉલ કરો.
મીડિયા સંપર્ક:
Roshni Mitra
UBM India
[email protected]
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000
Share this article