હૈદરાબાદ, ભારત, August 9, 2017 /PRNewswire/ --
CPhI કોન્ફરન્સીસ કે જે UBM Indiaનું જ એક અંગ, દર વર્ષે ભારતમાં જ ઘણા બધા ફાર્માસ્યુટિકલ કોન્ફરન્સીસ ને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે જાણીતું છે; તેને બીજી વાર્ષિક બાયોસીમીલર્સ કોંગ્રેસ ઇન્ડિયાનું કોન્ફરન્સનું આયોજન કર્યું છે જે 8 અને 9 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં
યોજાનાર છે.
(Logo: http://mma.prnewswire.com/media/542609/UBM_CPhI_Biosimilars_Congress_India_2017_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
ભારતીય બાયોસીમીલર ઇન્ડસ્ટ્રીઝ વધુ ને વધુ ઝડપી વિકાસ તરફ આગળ વધી રહી છે જેના મુખ્ય કારણોમાં તેનો વ્યાપક સ્વીકાર, નવા ખેલાડીઓનો પ્રવેશ તથા બાયોસીમીલર ઉત્પાદનોનું સફળતાપૂર્વક સર્વસ્વીકૃત બનવું છે. ભારતીય બાયોસીમીલર ઉત્પાદકો આ તકને મોટાપાયાના રોકાણો અને સંપાદનો વડે ઝડપી લેવાનો પ્રયત્નો કરી રહ્યા છે. એક તરફ બાયોસીમીલર્સ ભારતીય ફાર્મા અને બાયોફાર્મા ઉદ્યોગોને આકર્ષક ઓફર અને ઉત્તમ તકો આપે છે તો બીજી તરફ આ ઉત્પાદકો R&D પ્રકારના પડકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભારતમાં બાયોસીમીલર્સને ઉત્પાદકોએ એક લાભદાયક શાખા તરીકે જોવાનું શરૂ કર્યું છે જેનું એક કારણ ભારતમાં નવી રેગ્યુલેટરી પોલીસીનું દાખલ થવું અને બાયોસીમીલર્સ ઓફર્સનું વધુ પરવડવું છે. ડોમેસ્ટિક માર્કેટ 2030 સુધીમાં તેના ઝડપી વિકાસ સાથે $40 બિલીયનના ટાર્ગેટને પહોંચી વળવા માંગે છે અને સાથે સાથે વૈશ્વિક બજારના 20% શેર પણ મેળવવાની ઈચ્છા રાખે છે.
CPhI ની બીજી વાર્ષિક બાયોસીમીલર્સ કોંગ્રેસ ઇન્ડિયા 2017 બાયોસીમીલર્સ ના જુદા જુદા અંગો વિષે ચર્ચા કરશે જેમાં બાયોસીમીલર્સનું નિયમન, R&D, કલીનીકલ રીસર્ચ, પ્રોગ્રામ મેનેજમેન્ટ અને બાયોસીમીલર્સનું વ્યાપારીકરણ વગેરે સમાવિષ્ટ છે. રસપ્રદ સામગ્રી અને વક્તાઓને કારણે, આ કોંગ્રેસ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અને નિર્ણાયકો માટે બાયોસીમીલર્સના વિવિધ વલણો પર ચર્ચા કરવા માટેનું એક માધ્યમ બની રહેશે, સાથે સાથે આ કોન્ફરન્સ ઇન્ડસ્ટ્રી ને સમયાન્તરે સંભાળવા પડતા પડકારો અને તેના નિરાકરણ પર પણ માર્ગદર્શન આપશે જેથી ભારત તેના બાયોસીમીલર્સ ઉત્પાદનોની સફળતાના વધુ વધુ સોપાનો સર કરી શકશે. વધુમાં, આ કોંગ્રસમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો દ્વારા એક પ્રેક્ટીકલ કેસ સ્ટડી પણ બતાવવામાં આવશે અને ત્યારબાદ પેનલ ડિસ્કશન તથા Q&A સત્રનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આગામી બીજી વાર્ષિક બાયોસીમીલર્સ કોંગ્રેસ ઇન્ડિયા વિશે વાત કરતા UBM Indiaના મેનેજીંગ ડાયરેક્ટર Mr. Yogesh Mudras જણાવે છે કે, "બાયોસીમીલર્સ વિશ્વમાં અત્યારે એક વિકસતું ક્ષેત્ર છે અને જે સૌથી અગત્યની મુશ્કેલી ફાર્મા કંપની સામે આવે છે તે છે બયોસીમીલારિટીનું રેફરન્સ પ્રોડક્ટ સાથેનું નિદર્શન. બાયોસીમીલર્સ માટે મહત્વનો બદલાવ ત્યારે આવે છે જયારે વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો પર બે મહત્વની ઘટનાઓની એકસાથે અસર પડે છે ઘણી અગત્યની ફાર્મા બ્રાન્ડ્સના પેટન્ટ એક્ષ્પાયરી નો સમય અને એવી આર્થિક પરિસ્થિતિઓ કે જેના કારણે સ્વાસ્થ્ય સુવિધાઓમાંના ભાવમાં મહત્વનો ઘટાડો નોંધાય છે. આવા ખરા સમયે જ આ CPhI ની બીજી વાર્ષિક બાયોસીમીલર્સ કોંગ્રેસ ઇન્ડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે ઔદ્યોગિક વ્યાવસાયિકોને નવા પડકાર અને તક પ્રદાન કરશે જેથી તેઓ બાયોસીમીલર્સના વિકાસ ને આગળ વધારવા માટે ઉત્તમ વ્યૂહરચનાઓ ઘડી શકે."
આ કોન્ફરન્સમાં ઘણા મહત્વના વક્તાઓને પણ આમંત્રિત કરવામાં આવેલ છે જેમ કે, Mr. Cecil Nick, Vice President (Technical), Integrated Product Development, PAREXEL; Dr. Bhaswat S. Chakraborty, Senior Vice President, Research & Development, Cadila Pharmaceuticals Ltd; Dr. Akshaya S. Odak, Senior Director - Regulatory, Lupin; Dr. Narendra Chirmule, Senior Vice President, Head of Research and Development, Biocon; Dr. A. K. S. Bhujanga Rao, President of R&D and Technical, Natco Pharma; Anjan Selz, Vice President - Head of Biosimilars EMEA, Lupin - Atlantis Holdings SA; Dr. Sunit Maity, Director Product Development, Zumutor Biologics અને બીજા ઘણા વક્તાઓ કે જે ફાર્મા ઇન્ડસ્ટ્રીના બાયોસીમીલરના વિવિધ ઘટકો પર જાણકારી આપશે.
UBM India વિશે:
UBM India એ ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક સંસ્થા છે જે વિશ્વના ખરીદદારો અને વેચાણકારોને પોર્ટફોલિયો પ્રદર્શન અને માહિતીપ્રદ કોન્ફરન્સ તથા સેમિનાર્સના આયોજન દ્વારા એક સાથે એક જ પ્લેટફોર્મ પર લાવવાનું કામ કરે છે. UBM India દર વર્ષે દેશમાં 25 જેટલા મોટાપાયાના પ્રદર્શનો તથા 40 જેટલી કોન્ફરન્સનું આયોજન કરે છે જેના કારણે બહુવિધ વેપાર સરળ બને છે UBM Asia Company, UBM Indiaની શાખાઓ મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં આવેલ છે. UBM Asiaની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટોક એક્સચેન્જ માં પણ સામેલ છે. UBM Asia એ એશિયાની મહત્વની પ્રદર્શન આયોજક સંસ્થા હોવાની સાથે ચીન, ભારત અને મલેશિયાની મોટામાં મોટી કમર્સિયલ આયોજક પણ છે.
વધુ માહિતી માટે, કંપનીની વેબસાઈટ http://www.ubmindia.in પર જાવ.
UBM plc વિશે:
UBM plc વિશ્વની મોટામાં મોટી B2B ઇવેન્ટ ઓર્ગેનાઈઝર છે. ડીજીટલ દુનિયાના વ્યાપ સાથે માનવ સ્તર પર અર્થસભર રીતે જોડાવું થોડું મુશ્કેલ છે. UBM માં અમે અમારા ઔદ્યોગિક સેક્ટર ને લગતા જ્ઞાન અને રસને કારણે મુલ્યવાન અનુભવ પૂરો પાડવાનો પ્રયત્ન કરીએ છીએ જેથી વધુ ને વધુ વ્યક્તિઓ સફળતા પ્રાપ્ત કરી શકે. અમારા આયોજનોમાં લોકો વચ્ચે સંબંધો અને ઉતમ ડીલ્સ બંધાય છે જેને કારણે તેમના બિઝનેસનો પણ વિકાસ થાય છે. અમારા 3,750+ થી વધુ કર્મચારીઓ, 20થી વધુ દેશમાં રહીને 50થી પણ વધુ અલગ અલગ વિભાગોમાં સેવા આપે છે - ફેશનથી લઈને ફાર્માસ્યુટિકલ ઘટકો સુધી. આ પ્રકારનું વૈશ્વિક નેટવર્ક, કુશળ અને ઉત્સાહી લોકો અને માર્કેટ લીડીંગ ઈવેન્ટ્સ બિઝનેસ કરનારાઓને રસપ્રદ તકો પૂરી પાડે છે જેથી તેઓ પોતાના લક્ષ્યને મેળવી શકે.
વધુ માહિતી માટે http://www.ubm.com વેબસાઈટ પર જાઓ. UBM ને લગતાં કોર્પોરેટ સમાચારો જાણવા માટે અમને ટ્વીટર હેન્ડલ @UBM તથા UBM Plc LinkedIn પર ફોલો કરો
મીડિયા કોન્ટેક્ટ:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article