હૈદરાબાદ, ભારત, August 8, 2017 /PRNewswire/ --
ભારતની બલ્ક ડ્રગ કેપિટલમાં યુબીએમ ઇન્ડિયા ઇવેન્ટ
યુબીએમ ઇન્ડિયા, CPhI / P-MEC ઇન્ડિયા, અગ્રણી વૈશ્વિક ફાર્મા ટ્રેડ શો અને કોન્ફરન્સ, ના આયોજકોએ આજે ફાર્માલિટીકા 2017 ની ચોથી આવૃત્તિની જાહેરાત કરી હતી. બે દિવસની ઇવેન્ટ 11 અને 12 મી ઓગસ્ટના રોજ હૈટક્સ એક્ઝિબિશન સેન્ટર, હૈદરાબાદ ખાતે યોજવામાં આવશે.
(Logo: http://mma.prnewswire.com/media/542604/PharmaLytica_2017_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
ફાર્માલેટીકા 2017 વિશ્લેષણાત્મક અને બાયો ટેક, લેબ ઇક્વિપમેન્ટ્સ અને લેબ કેમિકલ્સ, ફાર્મા મશીનરી અને પેકેજીંગ પેટા ક્ષેત્રોથી માંડીને ભારતના ફાર્મા ઉદ્યોગના વધતા જતા ઉદ્યોગોમાં નવીનતાઓ સાથે પરિચિત રહેવા ફાર્મા વ્યાવસાયિકો માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
એક્સ્પોની ચોથી આવૃત્તિમાં અન્ય કંપનીઓની સાથે, સ્ટાન્ડર્ડ ગ્રૂપ ઓફ કંપનીઝ, સાનિટ ઇક્વિપમેન્ટ એન્ડ મશીન્સ, ગાંધી ઓટોમેશન્સ, મેક ફર્માટેક, એસ.કે. ફાર્મા મશીનરી, સ્ટેરીમેક્સ એન્જીનિયરિંગ, યુપટોપિયા ઓપ્ટોવિઝન, રાહુલ એન્ટરપ્રાઇઝ, કેમીપેક ઇન્ડિયા, શ્રી નૈના ગ્લાસ, કોમલ ઇન્ડસ્ટ્રીઝ, ઓલફર્મ ટેકનોલોજીસ, સુબોધ એન્જિનિયરિંગ, કિર્લોસ્કર ન્યુમેટિક, ઈન્ટિગ્રેટેડ ક્લિનરૂમ ટેકનોલોજી, એકુરા ફાર્માક્વિપ ઇનોસ ટેક્નોલોજીસ જેવા ખ્યાતનામ ઔદ્યોગિક માંધાતાઓ સહિત દેશભરના 150 ઉપરાંતના પ્રદર્શકોની ભાગીદારી જોવા મળશે. શોમાં પ્રથમ વખત 100 જેટલી પ્રદર્શન કંપનીઓ ભાગ લેશે, દક્ષિણમાં તેની સ્વીકૃત પોલ સ્થિતિનું પુનરાવર્તન કરશે.
આ ઇવેન્ટમાં કેટલાક વિચારશીલ સત્રો અને તાજેતરના ઉદ્યોગ પ્રવાહો પર ચર્ચાઓ આવરી લેતા ફાર્માલિટીકા સેમિનારનો પણ સમાવેશ થાય છે. એક્સ્પોના સ્પર્શ કરો-અને-અનુભવો પાસાને આગળ વધારવા માટે, ખૂબ અપેક્ષિત ઝાંખીઓ પૈકીની એક ઇનોવેશન ગેલેરીનો સમાવેશ કરવામાં આવશે, જ્યાં મુલાકાતીઓને પ્રદર્શકો દ્વારા પ્રદાન કરવામાં આવતી પ્રત્યક્ષ, આકર્ષક નવીનતાઓ અને ટેકનોલોજી જોવા મળશે. તેમની નવીનતાઓનું પ્રદર્શન કરી રહેલી કંપનીઓમાં અન્યોની સાથે સ્પ્રેટેક સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન ઇનોક્સ, નોર્ડ ડ્રાઈવસિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, ફુજી ઇલેક્ટ્રીક ઇન્ડિયા, એનએચઆઈવીએ ટેક્નોલોજીસ, ફેબ લૅબ ઇન્ડિયા, જૂન એન્ટરપ્રાઇઝિસ: બાયો ક્લિન, હિમસન પોલિમર અને પી.આર.પેકેઝિંગ્સ લિમિટેડનો સમાવેશ થાય છે.
ફાર્માલેટીકા 2017, ફાર્મા સેક્ટર માટે મહત્વપૂર્ણ પરિવર્તન સમયે યોજાઈ રહ્યું છે. હાલમાં, ભારત દવાના ઉત્પાદનમાં ખરેખર વૈશ્વિક અગ્રણી તરીકે ઉભરી આવે, તેવા દૂરંદેશી ફાર્મા વિઝન 2020 ની ઝુંબેશની ખાતરી કરવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ફાર્મા નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવી સુવિધાઓ માટે મંજૂરી સમયના ઘટાડા સાથે, રોકાણને પ્રોત્સાહન આપવા દવાના કિમત નિયંત્રણ ઓર્ડર અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટી દ્વારા દવાઓની પોષણક્ષમતા અને ઉપલબ્ધતા આક્રમક રીતે સંબોધવામાં આવી રહી છે. ઉપરાંત, સ્પર્ધાત્મક અને સુસંગત હોવા છતાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ જટિલ રોગો આરએન્ડડી નિર્માણ, નવીન ટેકનોલોજીઓ, ઉત્પાદન અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ સામે લડવા માટે નવી દવાઓની શોધ અને વિકાસ માટે સતત દબાણ હેઠળ છે. ફાર્માલેટીકા 2017 આ ટ્રેન્ડિંગ વિષયો પરના માર્કેટ ઇન્ટેલિજન્સના મહત્ત્વના સ્તરોમાં ભાગ લેવામાં અને સંયુક્ત અભિપ્રાયને અવાજ આપવામાં ફાર્માસ્યુટિકલ કોમ્યુનિટી નેટવર્કને મદદ કરશે.
ફાર્માલિટીકાની 4 થી આવૃત્તિની જાહેરાત અંગે બોલતા, યુબીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ મુદ્રાએ જણાવ્યું હતું કે, "અમે હૈદરાબાદ ખાતે ફાર્માલિટીકાની 4 થી આવૃત્તિની જાહેરાત કરતાં ખુશી અનુભવીએ છીએ.આ ઘટના અમને ઉત્પાદન પ્રદર્શિત કરીને વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચવાની અને ઉદ્યોગમાં નિર્ણયકર્તાઓ માટે નિરાકરણની તક આપે છે. બજારોમાં વધતી જતી વૃદ્ધિ દ્વારા ભારતની ટોચની ત્રણ ફાર્માસ્યુટિકલ બજાર અને 2020 સુધીમાં વૈશ્વિક સ્તરે છઠ્ઠા ક્રમના સૌથી મોટા બજાર બનવાની સંભાવના સાથે, તે ખરેખર 'મેક ઇન ભારતના પ્રસ્તાવનાને વળગી રહ્યું છે. પરંતુ હવે, 'ડિઝાઇન, ડેવલપ અને મેક ઈન ઈન્ડિયા' માટે તબક્કાને સારી રીતે સુયોજિત કરી શકાય છે. વિશ્લેષણાત્મક ટેકનોલોજી ડોમેન તરફ વધતી વલણ સાથે, શરૂથી અંત સુધી, સંશોધન અને નવીનીકરણ આધારિત બાયોટેક ઉત્પાદક તરીકે ભારતને રૂપાંતરિત કરતાં, ફાર્માલિટિકા જેવા વ્યાપક ઔદ્યોગિક પ્લેટફોર્મ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે,.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "તેલંગણા સરકારની મેડીકલ ડિવાઈસીસ પાર્ક અને ફાર્મા સિટીની રચના કરવાની યોજનાની તાજેતરમાં જ જાહેરાત કરી દીધી છે અને હૈદરાબાદમાં હાલના સુવ્યવસ્થિત ફાર્મા ઉદ્યોગને પૂરક બનાવશે. ફાર્માલિટીકા આ ઇકોસિસ્ટમને વધુ મૂલ્યવાન બનાવવાની ઇચ્છા ધરાવે છે, અને વિશ્લેષક ટેકનોલોજી, લેબોરેટરી સાધનો, મશીનરી અને પેકેજીંગ જેવા ફાર્મા ઉદ્યોગની અંદર વિશિષ્ટ ભાગોમાં સંપૂર્ણ મૂલ્ય શ્રૃંખલા સાથે, શહેરમાં ઉત્પાદન અને સેવાઓ માટેનું એક પ્રાથમિક બજાર બનાવવા માંગે છે"
યુબીએમ ઈન્ડીયાનો પરિચય:
યુબીએમ ઇન્ડિયા એ ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફોર્મ પ્રદાન કરે છે કે જે પ્રદર્શનો, સામગ્રી-આધારિત પરિષદો અને સેમિનારના પોર્ટફોલિયો દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને ભેગા કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને દેશભરમાં 40 પરિષદોનું આયોજન કરે છે; જેનાથી મલ્ટીપલ ઈન્ડસ્ટ્રી વર્ટિકલના વેપારને સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયા યુબીએમ પીએલસીની માલિકીની છે જે લંડન સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. યુબીએમ એશિયા એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટું વ્યાપારી આયોજક છે. વધુ વિગતો માટે, કૃપા કરીને ubmindia.in ની મુલાકાત લો.
યુબીએમ પીએલસી વિશે વધુ માહિતી:
યુબીએમ પીએલસી વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે બીટુબી ઇવેન્ટ્સ આયોજક છે. વધી રહેલા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવીય સ્તરે જોડવાનું મૂલ્ય ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતું. યુ.બી.એમ ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે માટે અમારૂં ઊંડું જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવો કરાવે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા ઇવેન્ટ્સમાં, લોકો સંબંધો બાંધે છે, સોદાઓ પૂર્ણ કરે છે અને તેમના વ્યવસાયો વિકસાવે છે. અમારા 3,750+ લોકો 20 થી વધુ દેશોમાં સ્થાયી છે, - ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ સુધીના ઘટકોમાં 50 થી વધુ વિવિધ ક્ષેત્રોની સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, ઉત્સાહી લોકો અને માર્કેટ-લીડીંગ ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષા હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.
મીડીયા સંપર્ક:
રોશની મિત્રા
[email protected]
મીલી લાલવાની
[email protected]
Tel: +91-22-61727000
UBM India Pvt. Ltd.
Share this article