નવી દિલ્હી, August 2, 2017 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants) 30મી જૂન, 2017ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન તેના CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ માટે ઐતિહાસિક વૃદ્ધીની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. CMA ઉમેદવારોની કુલ સંખ્યા 41,000 જેટલી ઊંચી નોંધાતા તેમાં 40 ટકાનો વિક્રમી વધારો નોંધવામાં આવ્યો છે. પ્રોગ્રામમાં નોંધાયેલા આ વિસ્તારણે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન CMA ઉમેદવારોના વાર્ષિક વૃદ્ધી દરમાં કુલ 21 ટકા ફાળો આપ્યો છે. આ ઉપરાંત IMAની કુલ સભ્યસંખ્યામાં 11 ટકા વધારો નોંધાયો છે, જે તેને 90,000ના સિમાસ્તંભની નજીક લાવે છે, જેથી 2019માં સંસ્થાની 100મી વર્ષગાંઠ પર 1,00,000 સભ્યો સુધી પહોચવાનું લક્ષ્યાંક પાર પાડવા સાચી દિશા પુરી પાડે છે.
(Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
CMA, CAE, IMAના અધ્યક્ષ અને CEO Jeff Thomsonએ જણાવ્યું હતું કે, "આ વૃદ્ધી અમારા સ્વયંસેવકો, ભાગીદારો અને કર્મચારીઓએ વ્યવસાય પ્રત્યે સમર્થનમાં વ્યક્ત કરેલી અસાધારણ પ્રતિબદ્ધતાની સાથે સાથે અમારા સભ્યોએ તેમની કારકિર્દી વિકસાવવા દર્શાવેલી પ્રતિબદ્ધતા દર્શાવે છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે પ્રાપ્ત કરેલી સફળતાથી અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ અને અમારી 100મી સુવર્ણ જયંતિ તરફ આગળ વધતી વખતે અમે વધુ સિમાસ્તંભો પાર પાડવાની આશા સેવીએ છીએ."
Thomsonના જણાવ્યાં અનુસાર, IMA દ્વારા આત્મવિશ્વાસ અને કટિબદ્ધતા સાથે વૃદ્ધી ઉપર સતત કેન્દ્રિત કરેલું ધ્યાન અને નાણાકીય શિસ્ત ઉપર આધારિત મજબૂત સરવૈયુ તેને "You've Got to Earn It"ના લાખો ડોલરની જાહેરાત ઝૂંબેશમાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે. આ સંકલિત ઝૂંબેશ CMA પ્રોગ્રામ માટે 26,000 નવા સભ્યોમાં પરિણમી છે. IMA CMAની ચાઇનિઝ ભાષાની આવૃતિનું 10 વર્ષની સાથે સાથે અમેરિકામાં CMAના ઉમેદવારોમાં બે-આંકડામાં થયેલી વૃદ્ધી (29 ટકા)ની પણ ઉજવણી કરે છે.
CMAની સફળતાને જેમણે સમર્થન આપ્યું છે તેમને સન્માનિત કરવા, IMAની પ્રમાણપત્ર વિભાગ ICMA® (Institute of Certified Management Accountants) દ્વારા ગત મહિને Denverમાં તેની 2017ની વાર્ષિક પરિષદ અને પ્રદર્શન દરમિયાન ટોચના પુરસ્કાર પ્રાપ્તકર્તાઓની જાહેરાત કરવામાં આવી હતી. CMA પ્રોગ્રામ પ્રત્યે દાખવેલા સમર્પણ બદલ ચીનના ઇન્સ્યોરન્સ Ping અને Johnson & Johnsonને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
ચીનની ઇન્સ્યોરન્સ Ping Shenzhen ખાતે પોતાનું વડુમથક ધરાવતો સંકલિત નાણાકીય સેવા સમૂહ છે. Pingને ચાલુ વર્ષનો Bulloch એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ CMA પ્રોગ્રામને સંસ્થાએ આપેલી અસાધારણ સ્પોન્સરશિપ, પ્રોત્સાહન અને સમર્થનને માન્યતા આપે છે. આ એવોર્ડ ICMAના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર James Bullochના માનમાં આપવામાં આવે છે, જેમણે CMAના વાસ્તવિક માળખા અને પ્રોગ્રામના ધોરણો રચવા માટે મદદ કરી હતી.
બહુરાષ્ટ્રીય તબીબી ઉપકરણ, ફાર્માસ્યુટિકલ અને ગ્રાહક વપરાશ માલ-સામાન ઉત્પાદક કંપની Johnson & Johnsonને ચાલુ વર્ષના ICMA Board of Regents Corporate Recognition એવોર્ડથી નવાજવામાં આવી હતી. આ એવોર્ડ CMA પ્રોગ્રામને તેમના ફાઇનાન્સ સ્ટાફને સંસ્થાએ આપેલા લાંબા-ગાળાના સમર્થન અને પ્રોત્સાહનની કદર સ્વરૂપે આપવામાં આવે છે.
Johnson & Johnsonના CMA, CFM, કોર્પોરેટ કંટ્રોલર અને ચીફ એકાઉન્ટિંગ ઓફિસર Ronald A, Kapustaએ જણાવ્યું હતું કે, "Johnson & Johnson ખાતે અમે નાણાકીય તજજ્ઞતા સાથે મહાન બિઝનેસ લીડર વિકસાવવા ખૂબ વ્યવસ્થિત રૂપરેખા ધરાવતો અભિગમ અપનાવીએ છીએ. પ્રમાણીકરણ આ અભિગમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે." તેમણે જણાવ્યું હતું કે, "તકનિકી અને નિર્ણય સમર્થિત કૌશલ્ય સાથે એકાઉન્ટિંગ અને નાણાકીય જ્ઞાનમાં વૃદ્ધી કરવા, કામગીરી વ્યાપક જવાબદારી માટે સહાયકો તૈયાર કરવા અને ક્ષમતા વિકસાવવા અને વ્યક્તિગત વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવા અને અંતે વ્યાવસાયિક વિશ્વસનીયતા અને ભરોસાનું નિર્માણ કરવામાં મદદ કરવા CMA ખૂબ જ ઉમદા માર્ગ પૂરો પાડે છે."
IMA® (Institute of Management Accountants) અંગે
વ્યવસાયમાં એકાઉન્ટન્ટ અને નાણાકીય વ્યાવસાયિકોનું સંગઠન IMA મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયના આધુનિકરણ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં સૌથી વિશાળ અને સૌથી પ્રતિષ્ઠિત સંગઠનો પૈકીનું એક છે. વૈશ્વિક સ્તરે, IMA સંશોધન, CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, નિરંતર અભ્યાસ, નેટવર્કિંગ અને સર્વોચ્ચ નૈતિક વેપાર પ્રથાની તરફેણ દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 85,000થી વધારે સભ્યો અને 300થી વધારે વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. અમેરિકાના Montvale, N.J., USA, IMA ચાર પ્રદેશોઃ અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારતના ચાર વૈશ્વિક પ્રદેશો મારફતે તેની સ્થાનિક સેવાઓ પૂરી પાડે છે. IMA માટે વધુ માહિતી માટે કૃપયા http://www.imanet.orgની મુલાકાત લો.
ભારતમાં IMA, IMA પ્લેટિનિયમ માન્ય રિવ્યૂ પ્રોવાઇડર Miles Professional Education (Miles) અને CMA Learning Systemના પ્રકાશક John Wiley and Sons, Inc. (Wiley) સાથે કામગીરી
કરે છે.
મીડિયા સંપર્કઃ
Janice Sevilla
Communications Specialist
Institute of Management Accountants (IMA)
[email protected]
+91-9003162258
Share this article