મુંબઈ, July 18, 2017 /PRNewswire/ --
બોઇસર, મહારાષ્ટ્ર, ભારતની નિવાસી Anjum MoneyOnMobileની રીટેલર છે. Anjumની કથની એક ગૃહિની કથની છે, જે તેની દિકરીઓને આરામદાયક જીવનશૈલી પ્રદાન કરવા માગતી હતી, આથી ત્યારે તેણે સામાન્ય લોકોને નાણાકિય સેવા પૂરી પાડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું. તેના પતિ કામથી ભારતની બહાર રહેતા હતા અને તેના પ્રયાસો પરત્વે તેઓ ખૂબ જ સહાયક રહ્યાં હતા.
(Photo: http://mma.prnewswire.com/media/536175/MoneyOnMobile_Retailer_Anjum.jpg )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
Anjum જેવા રીટેલર્સને મની ટ્રાન્સફર, યુટિલિટી પેમેન્ટ્સ અને ગ્રાહકોને અન્ય નાણાંકિય સેવાઓ ઑફર કરનાર મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મના એક્સેસ દ્વારા Anjum ચારથી વધુ સ્ટોર્સ મારફતે સફળ રીટેલ બિઝનેસ સ્થાપવા પોતાની જાતને સક્ષમ બનાવી હતી.
Anjum હવે આ તકનો ઉપયોગ તેની દીકરીઓને તેમના શાળાના કલાકો બાદ તેના સ્ટોરની મુલાકાત લેવાની મંજૂરી આપી જીવન અને ઉદ્યોગસાહસિક્તાને લગતા આવશ્યક કૌશલ્યો શીખવવા માટે કરે છે. તેનું માનવું છે કે, આ બાબત તેમને નવા Digital Indiaના જવાબદાર પુખ્તો બનવામાં મદદરૂપ થશે.
MoneyOnMobileના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર Mr. Ranjeet Oakએ જણાવ્યું હતું કે, "અમને એ વાતનો આનંદ છે કે, MoneyOnMobileનું પ્લેટફોર્મ તમામ લોકોને ઉદ્યોગસાહસિક્તાને લગતી તકો પૂરી પાડે છે, ખાસ કરીને પોતાના અને પોતાના પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માગતી સમાજના તમામ વર્ગની મહત્વાકાંક્ષી ગૃહિણીઓને. Anjum જેવી અને તેના જેવી અન્ય મહિલાઓએ MoneyOnMobile સાથેના જોડાણ બાદ પોતાના બિઝનેસને સફળતાપૂર્વક વિકસાવ્યો છે."
MoneyOnMobile વિશે:
MoneyOnMobile એ ભારતના સૌથી મોટા મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મમાંનું એક છે, જે તમામ વ્યક્તિને મુશ્કેલીથી મુક્ત પેમેન્ટ્સ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. અમારા 170 મિલિયનથી વધુ વિશિષ્ટ ગ્રાહકોએ સમગ્ર ભારતમાં ફેલાયેલા અમારા 330,000થી વધુ રીટેલ મર્ચન્ટ્સ મારફતે નાણાંકિય વ્યવહાર કર્યો છે. ભારતના સુદૂરના વિસ્તારમાં અમારી પહોંચ આજે અમને માર્કેટમાં સ્ટેન્ડ એલોન પ્રીપેઇડ ઇન્સ્ટ્રૂમેન્ટ બનાવે છે. નાણાંકિય સમાવેશન અને આત્મનિર્ભરતા દ્વારા બેંકની સેવાથી વંચિત ગ્રાહકોને સેવા પૂરી પાડવી એ અમારો મૂળ મંત્ર છે.
રજિસ્ટર્ડ મર્ચન્ટ્સ પાસેથી ઉત્પાદનો અને સેવાઓ ખરીદવા માટે રજિસ્ટર્ડ યુઝર્સને સક્ષમ બનાવનાર પેમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા Reserve Bank of India (RBI) દ્વારા MoneyOnMobileને અધિકૃત કરવામાં આવેલ છે. MoneyOnMobile પેમેન્ટ પ્લેટફોર્મ ભારતમાં સલામત, મજબુત અને ભરોસેમંદ મોબાઇલ પેમેન્ટ સેવા પૂરી પાડે છે, જે બેંકિંગ અને નાણાંકિય સેવાઓ સહિતના ઉત્પાદનો અને સેવાઓ ખરીદવાને વધુ સરળ અને અનુકૂળ રીતે સુગમ બનાવે છે.
સેફ હાર્બર સ્ટેટમેન્ટ
આ પ્રકાશન વેચવા માટેની કોઈ ઑફરનું નિર્માણ કરતું નથી અથવા તો કોઈ એન્ટિટીની કોઈ સિક્યુરિટીઝને ખરીદવા માટેના પ્રસ્તાવનો આગ્રહ કરતું નથી. આ પ્રકાશન કેટલાક દૂરંદેશી નિવેદનો ધરાવે છે, જે અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહીઓ અને અનુમાનો પર આધારિત છે અને તે જોખમો તેમજ અનિશ્ચિતતાઓનો સમાવેશ કરે છે. આ પ્રકાશનમાં રહેલા દૂરંદેશી નિવેદનો અહીં આપવામાં આવેલ તારીખ સુધીમાં અમને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારા બિઝનેસ સાથે સંકળાયેલ જોખમો અને અનિશ્ચિતતાઓ કે જે ઓગસ્ટ 19, 2016ના રોજ ભરવામાં આવેલ અમારા Form 10-Kમાં જાહેર કરવામાં આવેલા જોખમી પરિબળોનો સમાવેશ કરે છે તેને કારણે અમારા વાસ્તવિક પરિણામો આવા દૂરંદેશી નિવેદનોમાં ઉલ્લેખિત કે નિહીત દાવાઓથી ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. દૂરંદેશી નિવેદનોમાં અમારી અપેક્ષાઓ, માન્યતાઓ, ઇરાદાઓ કે ભવિષ્યની વ્યૂહરચનાઓ સાથે સંબંધિત નિવેદનોનો સમાવેશ થાય છે અને તે "anticipate," "believe," "could," "estimate," "expect," "intend," "may," "should," તેમજ "would" કે તેના જેવા અન્ય દૂરંદેશી લાગતા શબ્દો દ્વારા ઓળખી શકાય છે. આ પ્રેસ રીલીઝમાં સમાવિષ્ટ માહિતીને અપડેટ કરવા માટે અમે કોઈ જવાબદારી નથી લેતાં, ભલે પછી તે નવી જાણકારી, ભવિષ્યની ઘટના કે અન્ય કોઈના પરિણામસ્વરૂપ હોય.
Web site: http://MoneyOnMobile.in
Twitter: https://twitter.com/MoneyOnMobile
Facebook: https://www.facebook.com/MoneyOnMobile.Official/
LinkedIn: https://www.linkedin.com/company/MoneyOnMobile
YouTube: https://youtu.be/bYsSK00hjBo
મીડિયા સંપર્ક:
Navaz Damania
[email protected]
+91-9167122661
Vice-President of Corporate Communications
MoneyOnMobile
Share this article