ચેન્નઈ, July 14, 2017 /PRNewswire/ --
ગત વર્ષ કરતાં મુલાકાતીઓની સંખ્યામાં 15%નો વધારો જોવા મળ્યો
પોતાની ખાસિયત ગણાતાં IFSEC India expoનું પણ આયોજન કરનારા UBM India દ્વારા આયોજિત કરવામાં આવેલ ત્રિ-દિવસીય ટ્રેડ શૉ 'Security and Fire Expo (SAFE) - South India 2017 'ની ત્રીજી આવૃત્તિનું ગત અઠવાડિયે ચેન્નાઈ ટ્રેડ સેન્ટર ખાતે સફળ સમાપન થયું હતું. ઇન્ડસ્ટ્રીના એક ભવ્ય સંમેલન દરમિયાન મુખ્ય મહેમાન તરીકે પધારેલા ચેન્નઈ, તામિલનાડુના એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક), Mr. Abhay Kumar Singh અને UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasના હસ્તે આ શૉનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. Electronic Security Association of India (ESAI) અને Asian Professional Security Association (APSA) દ્વારા આ શૉને ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો.
(Logo: http://photos.prnewswire.com/prnh/20170621/525918LOGO )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
આ વર્ષે 29 જૂન - 1 જુલાઈ, 2017 દરમિયાન યોજાઈ ગયેલ આ શૉ આ ક્ષેત્રનો સિક્યુરિટી અને ફાયર સેફ્ટીનો સૌથી મોટો ઇવેન્ટ ગણાય છે, જે કન્સલ્ટન્ટ્સ, બિઝનેસના તજજ્ઞો અને મહત્વના સરકારી અધિકારીઓને એકઠાં કરવા, તેમની વચ્ચે પરસ્પર સંવાદ સાધવા, નેટવર્ક ઊભું કરવા, વિશ્વની ટોચની કંપનીઓના લેટેસ્ટ ઇનોવેશન્સ જોવા, બિઝનેસ સોલ્યુશન્સ સોર્સ કરવા, નિષ્ણાતોનો અમૂલ્ય સપોર્ટ એકઠો કરવા અને આ બધું જ એક છત નીચે ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે અદ્યતન સર્વેલન્સ, એન્ટ્રન્સ અને હોમ ઓટોમેશન ઇન્ડસ્ટ્રી બ્રાન્ડ્સના ભારતીય તેમજ વૈશ્વિક સપ્લાયરો અને ઉત્પાદનકર્તાઓને એક છત નીચે એકઠાં કરે છે.
SAFE - South India 2017એ માર્કેટમાં એન્ટ્રી અને એવા ક્ષેત્રમાં કે જ્યાં સુરક્ષાને વગર વિચારેલી પ્રતિક્રિયા તરીકે નહીં પરંતુ સુઆયોજિત, પ્રાથમિક્તાના આધારે અને વ્યૂહાત્મક રોકાણની દ્રષ્ટિએ જોવામાં આવે છે ત્યાંના ઔદ્યોગિક વ્યાવસાયિકોને વ્યાપારની તકો ઑફર કરી હતી. તેના આ ત્રીજા વર્ષમાં SAFE Indiaએ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ અને તેના પ્રીમિયર પ્લસ પાર્ટનર્સ -- eSSL, Hikvision, Mark Electronics GPS, Unicam Systems તેમજ TVT સહિત તેના પ્રીમિયર પાર્ટનર્સ -- In4 Solutions & Zkteco, Road Point India, Starex અને Orbitને આકર્ષી પોતાના કદ અને વ્યાપમાં વૃદ્ધિ કરી હતી. એક્સ્પોમાં ભાગ લેનાર અન્ય મહત્વના સહભાગીઓમાં Vamosys, Hash Control, Swipe Technologies, Spectra, Main Hardware, Vitaran, Matrix Comsec, Micro & Super Micro, Biomax અને Realtimeનો સમાવેશ થાય છે. આ એક્સ્પોમાં આશરે 15 જેટલી નવી બ્રાન્ડ્સની સાથે 70થી વધુ પ્રસિદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સિક્યુરિટી બ્રાન્ડ્સને પ્રદર્શિત કરવામાં આવી હતી અને આ ઊભરી રહેલાં માર્કેટમાં નફો રળી આપનારા બિઝનેસ મોડ્યુલ્સ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. ઇન્ડસ્ટ્રીની પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે વ્યાવસાયિક સંબંધો સ્થાપિત કરી આપવા માટે આ એક્સ્પોએ ઇષ્ટત્તમ વાતાવરણનું સર્જન કર્યું હતું. હોસ્પિટાલિટી, IT/BPO અને સર્વિસ ઇન્ડસ્ટ્રી, રીયલ એસ્ટેટ, પોર્ટ ઓથોરિટીઝ, પાવર પ્લાન્ટ્સ, લોજિસ્ટિક્સ, કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર, ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, રીટેઇલ, જ્વેલરી, હેલ્થ, એજ્યુકેશન, IT, નેટવર્કિંગ, ટેલિકૉમ્સ, ઓટોમેશન અને BFSIના સિક્યુરિટી અને સેફ્ટી મેનેજર્સ પણ અહીં ઉપસ્થિત રહ્યાં હતાં.
SAFE South India સુરક્ષા વ્યાવસાયિકો માટે એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે પોતાના સુરક્ષા બજેટમાં 35 ટકા જેટલો વધારો કરવાની પ્રતિબદ્ધતા દાખવી છે, જેમાં એક સમર્પિત હોમલેન્ડ સિક્યુરિટી વિભાગની રચના, સમન્વિત ગુપ્ત માહિતીના વિકાસ, મહત્વપૂર્ણ આંતરમાળખાની સુરક્ષા અને દરિયાઈ સુરક્ષાને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે.
'Security and Fire Expo (SAFE) - South India 2017'ના સફળ સમાપન પ્રસંગે UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "આજે સતત પરિવર્તિત/ઉન્નત થઈ રહેલી ટેકનોલોજી અને સતત વધી રહેલાં ઔદ્યોગિક અને રહેણાંક વસવાટોની સ્થિતિમાં સિક્યુરિટી અને સર્વેલન્સ પણ ઝડપી વિકાસ ઝંખી રહ્યાં છે. અર્થતંત્ર, નાણાંકિય ક્ષેત્ર, મહત્વના સરકારી વિભાગો અને આંતરમાળખાકિય સેટ-અપ્સને રહેલો ખતરો સતત વધતો જઈ રહ્યો છે, જે બદલામાં આંતરિક સુરક્ષા પર જોખમ ઊભું કરે છે. આ ક્ષેત્રની મહત્વતાનું અમલીકરણ કરવું અને તેને ઉજાગર કરવી ખૂબ જરૂરી બની ગયું છે, જે બદલામાં સમગ્ર વિશ્વના ઉત્પાદનકર્તાઓ, સપ્લાયરો અને સર્વિસ પ્રોવાઇડર્સને તેમના ઉત્પાદનો અને સોલ્યુશન ઑફરિંગ્સ પ્રદર્શિત કરવાની મોટી તક પૂરી પાડે છે. ભારતમાં કૉમર્શિયલ અને હોમલેન્ડ સિક્યુરિટીનાં મહત્વનાં બિઝનેસ હબ ગણાતાં દક્ષિણ ભારતના માર્કેટને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને IT સોલ્યુશન્સની સંપદા ઑફર કરીને SAFE South Indiaએ તેની ત્રીજી જ આવૃત્તિમાં આ જરૂરિયાતને ઉજાગર કરી દીધી છે."
Mr. Lakshman Sundar, પીઆર કન્સલ્ટન્ટ, Pharma Hikvision (India) Pvt. Ltd.
"સંકલિત સુરક્ષા ઉકેલો પરત્વે ભારતીય માર્કેટ ઝડપથી ગ્રહણશીલ બની રહ્યું છે. મોબાઇલ આધારિત એપ્લિકેશન્સ, Biometric Solutions, CCTVમાં Cloud Storage, Multisite Monitoringની ચઢતીનો સમય છે. Deep Learning Technology, Machine Vision, UAVs, H.265+વીડિયો કૉમ્પ્રેશન ટેકનોલોજી કે જે કૉમ્પ્રેશનના ગુણોત્તરને સુધારે છે, ઝડપી, સુલામત અને શક્તિશાળી મોબાઇલ ડેટા સ્ટોરેજ માટે Portable SSD, મલ્ટી-ટચ ઇન્ટરેક્ટિવ સ્ક્રીન એ ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલાં કેટલાક લેટેસ્ટ ડેવલપમેન્ટ્સ છે. અમે અમારા Command Control Center, Mobile & Intelligent Traffic System, Video Door Phone, Energy અને Thermal Cameras, Turbo HD 4.0, Smart IP and Easy IP, Ezviz અને Intrusion Alarm Systems (Pyronix અને Hikvision) જેવા અત્યાધુનિક સિક્યુરિટી સોલ્યુશન્સ પ્રદર્શિત કર્યા હતા. વર્ષ 2015માં પ્રદર્શનના પ્રારંભથી જ Hikvision તેમાં ભાગ લઈ રહ્યું છે."
Ms. Mary Thomas, Matrix Security Solutions Pvt. Ltd.
"આગામી દિવસોમાં ક્લાઉડ એ મોટી સિદ્ધી સાબિત થવા જઈ રહી છે, આથી અમે એવા ભવિષ્યની ધારણા બાંધી રહ્યાં છે, જ્યાં Access Control, Time-Attendance અને માર્કેટના Video Surveillance ડોમેન્સ માટેનું ડેટા પ્રોસેસિંગ ક્લાઉડ તરફ આગળ વધી રહ્યું હોય. એકાધિક પદાનુક્રમ ધરાવતા સંગઠનોની જટિલ જરૂરિયાતોને સંતોષવા અમે વપરાશકર્તા દ્વારા પરિભાષિત કરવામાં આવેલી અને સારી રીતે તૈયાર કરવામાં આવેલી ભૂમિકાઓ અને અધિકારોની સાથે-સાથે અમે તમામ સ્થળોએ કેન્દ્રીકૃત નિયંત્રણ પણ પ્રદાન કર્યું છે. આથી વિશેષ, પરંપરાગત પ્રતિક્રિયાશીલ સુરક્ષાથી દૂર જઈ રીયલ-ટાઇમ નોટિફિકેશન્સની સાથે એડવાન્સ્ડ વીડિયો એનાલિટીક્સ સંસ્થાઓને નિવારક સુરક્ષા પૂરી પાડે છે, જે પરિસરને તમામ પ્રકારની અરક્ષિતતા સામે રક્ષણ આપે છે. Matrixએ તેના નવા લૉન્ચ કરેલા ઉત્પાદન 8 Port Input-Output Controllerને પ્રદર્શિત કર્યું હતું, જે 32 માળ સુધીના એલિવેટરને નિયંત્રિત કરી શકે છે. 2017નું વર્ષ એ SAFE SOUTH Exhibitionમાં અમારી સહભાગીતાનું ચોથું વર્ષ છે. સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી માટે SAFE SOUTH એ ભારતના દક્ષિણી ક્ષેત્રના મહત્વના પ્રદર્શનોમાનું એક છે અને આમ તે એક એવું પ્રદર્શન છે જેમાં અમે દર વર્ષે ચોક્કસપણે ભાગ લઈશું. અને આથી જ કોઇપણ સીરિયસ પ્લેયરને આ મોકો ગુમાવવાનું પોસાય તેમ નથી."
SAFEને સાચા અર્થમાં South Indian show બનાવીને 28-30 જુન, 2018 દરમિયાન HITEX, Hyderabad ખાતે SAFE South Indiaની ચોથી આવૃત્તિની જાહેરાત કરતાં UBM India ગર્વ અનુભવે છે. આ પગલું SAFEના સહભાગીઓને આંધ્ર પ્રદેશ અને તેલંગણાની બહાર સ્થિત ઇન્ડસ્ટ્રીઓ સાથે જોડાણ સાધવાની વિશિષ્ટ તક પૂરી પાડશે. સ્થળમાં કરવામાં આવેલ ફેરફારને પણ મોટી બ્રાન્ડ્સ અને મહત્વના પ્રદર્શકોએ આવકાર્યો હતો, જેનો તેમણે વ્યાપાર, નવી ભૂગોળો અને વાતાવરણોના નિર્માણ માટેની તક તરીકે સ્વીકાર કર્યો હતો.
UBM India વિશે
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM Indiaના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઇ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે, જે એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયા ભૂખંડની સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશે
UBM plc એ વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. સતત વિકસી રહેલા ડિજીટલ વિશ્વમાં અર્થસભર અને માનવીય સ્તરે જોડાવવાના મૂલ્યની અગત્યતા આથી વધુ અગાઉ ક્યારેય નહોતી. UBM ખાતે ઉદ્યોગોના વિવિધ સેક્ટર વિશેનું અમારું ઊંડુ જ્ઞાન અને ઝુનૂન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધો સ્થાપિત કરે છે, ડીલ પાર પાડે છે અને તેમનો બિઝનેસ વિકસાવે છે. 20થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સામગ્રીઓ સુધીના 50થી વધુ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યવાન અને ઉત્સાહી લોકો અને માર્કેટમાં અગ્રણી ગણાતા કાર્યક્રમો બિઝનેસ કરનારા લોકોને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
મીડિયા સંપર્ક:
Roshni Mitra
UBM India Pvt. Ltd.
[email protected]
+91-22-6172-7000
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-6172-7000
Share this article