ચેન્નઈ, July 13, 2017 /PRNewswire/ --
- મુલાકાતીઓની સંખ્યામાં ગત વર્ષ કરતાં 30%નો વધારો થયો
- એક્સ્પોમાં ઇન્ડસ્ટ્રીના ટોચના પ્લેયર્સની સહભાગીતા જોવા મળી
- 'બિહેવિઓરાલ એન્ડ કલચુરેલ બેસ્ડ સેફટી' પર ધ્યાન કેન્દ્રિત કરનાર બેદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું
વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો પૂરી કરનાર દક્ષિણ ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઇવેન્ટ OSH Chennai 2017એ દક્ષિણ ભારતમાં ઇન્ડસ્ટ્રીની ક્ષમતા અને રોડમેપનો પુનરોચ્ચાર કર્યો હતો. UBM India દ્વારા આયોજિત આ ટ્રેડ શૉની ચોથી આવૃત્તિનું 30 જૂનના રોજ ચેન્નઇ ટ્રેડ સેન્ટર ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. તેના ઉદઘાટનનો કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં ચેન્નઈના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) IPS, Mr.Prem Anand Sinha અને Airports Authority of India, Ministry of Civil Aviation, ભારત સરકારના દક્ષિણી ક્ષેત્રના રિજનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Shri S.Sreekumar; ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય, ચેન્નઈ, Ministry of Labour & Employment, તામિલનાડુ સરકારના એડિશનલ ડિરેક્ટર Shri. S Ponsingh Mohanram; Euro Safety Footwear India Pvt. Ltd.ના ડિરેક્ટર Shri Varun Buddhiraja; DGFASLI, ભારત સરકારના ડિરેક્ટર જનરલ(નિવૃત્ત) Shri. G.M.E.K Raj અને UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras સહિત ઇન્ડસ્ટ્રીના અન્ય પ્લેયર્સની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
(Logo: http://mma.prnewswire.com/media/525922/OSH_Exhibition_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
OSH Chennai 2017ને મહત્વના સંગઠનો જેવા કે, Gujarat Safety Council, Indian Technical Textile Association, Indian Society of Ergonomics, National Small Industries Corporation, The International Powered Access Federation (IPAF) અને Aerial Platform Association of India (APAOI)નો ટેકો પ્રાપ્ત થયો હતો. આ એક્સ્પોમાં ઇન્ડસ્ટ્રીના ટોચના પ્લેયર્સે ભાગ લીધો હતો, જેમાં Amazon, Acme Safetywears Limited, Accent Industries Ltd., Bata India Ltd., Euro Safety Footwear India Pvt. Ltd., Motorola Solutions India Pvt. Ltd., Oshkosh India Private Limited, Prolite Autoglo Limited, TATA Communications, Tribe, Toughscaff Pvt. Ltd., Udyogi International Pvt. Ltd.નો સમાવેશ થાય છે.
OSHમાં બે-દિવસીય નૉલેજ શેરિંગ પરિસંવાદ અને કાર્યશાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 'આડોપ્શન ઓફ ઇન્ડસ્ટ્રિયલ બેસ્ટ પ્રાકટીસીસ ટુ આચિવ વર્લ્ડ ક્લાસ સેફટી', 'ક્રીએટિન્ગ સાઇકોલોજિકલ હેલ્થી વોર્ક પ્લેસસ', 'વુમેન એન્ડ OSH - એ હોલિસ્ટિક આપ્રોચ્ચ' અને 'સેફટી ઇસ્સુ ઈન દ કોન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી' જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં ઉપસ્થિત રહેલાં જાણીતા વક્તાઓમાં Reliance Industries Limited, DGFASLI, AcuiZen Technologies Singapore Pte. Ltd. વગેરે જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞો અને પરામર્શકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શૉએ Tribe Ltd.ના સહયોગમાં બે-દિવસીય કાર્યશાળાનું પણ આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય પરિસંવાદના ભાગરૂપે 'બિહેવિઓરાલ એન્ડ કલચુરેલ બેસ્ડ સેફટી' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાએ Tribe Cultural Changeના ડિરેક્ટર Nick Wharton મારફતે વ્યાવહારિક અને સાંસ્કૃતિક આધારિત સુરક્ષાની દુનિયા અંગે સર્વસમાવેશી સૂઝ પૂરી પાડી હતી.
OSH Chennai 2017ના સફળ સમાપન પ્રસંગે UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "આપણા દેશમાં સતત વધી રહેલા કર્મચારીઓના સુરક્ષા અને સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની ઇન્ડસ્ટ્રીની હિમાયતનો અમે પડઘો પાડીએ છીએ. જીવનની ગુણવત્તા સમગ્રતયા રીતે સુધારવા Occupational Safety and Health એ ઉભરી રહેલાં અર્થતંત્રો માટે ખૂબ જ મહત્વની બાબત છે. આ સંમેલનનું કેન્દ્ર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર હતું, જેને હું કોઇપણ વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પહેલનો પાયો માનું છું. UBM Indiaએ દક્ષિણ ભારતમાં ઝડપથી વિકસી રહેલી ઇન્ડસ્ટ્રી માટે આ ક્ષેત્રમાં તકો ઝડપી લેવા સૌથી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને આ શૉએ આજના વિશ્વમાં જેની સીધી જરૂરિયાત છે તેવી સુરક્ષા અને સલામતીની મજબૂત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી છે."
નવા માર્કેટ્સ કબજે કરવાના વ્યૂહાત્મક પગલાં તરીકે UBM India 28-29 જૂન, 2018 દરમિયાન HITEX, Hyderabad ખાતે OSH South Indiaની પાંચમી આવૃત્તિની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. OSHનો આ નવો ગેટવે OSHના સહભાગીઓને આંધ્ર પ્રદેશ અને તેલંગણાની બહાર સ્થિત ઇન્ડસ્ટ્રીઓ સાથે જોડાણ સાધવા માટેની વિશિષ્ટ તકો પૂરી પાડશે. આ શૉ DISH Telangana અને Andhra Pradesh સાથેના નિકટના સહયોગમાં ચાલશે અને નજીકના પ્રદેશો દ્વારા તેને સારો ટેકો પૂરો પાડવામાં આવશે.
OSH Chennai 2017 ખાતે ઇન્ડસ્ટ્રીએ કરેલાં ઉદબોધનો અને લોન્ચિઝ
1. Mr. Roopak Jakhmola, મુખ્ય સલાહકાર, Tribe Culture Change Limited
"Occupational Safety and Health India (Chennai) 2017 પરિષદ ખાતે પ્રગતિશીલ વિચારો ધરાવતાં બિઝનેસને આકર્ષવામાં આવ્યાં હતાં. તેણે વિવિધ બિઝનેસ સંગઠનોના વિચારો શેર કરવાની મોટી તકો પૂરી પાડી હતી. તેણે વર્તણૂક અને સંસ્કૃતિ આધારિત સુરક્ષાના વિચારને આગળ ધપાવવામાં મદદ કરી હતી, જેણે કર્મચારીઓ વાસ્તવમાં શું કરે છે અને તેની પાછળના કારણને સમજવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેનાથી તેમાં વધુ લોકોને સામેલ કરવામાં આવ્યાં હતાં, ટીમવર્કને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું અને સ્વાસ્થ્ય તેમજ સુરક્ષાની બાબતો પરના સંચારને સુધારવામાં આવ્યું હતું. સરકારની 'Make In India' પહેલ અને વિવિધ અન્ય નીતિઓએ કર્મચારીઓની Occupational Safety and Healthને સુધારવામાં મદદ કરી છે."
2. Mr. Ankur Jain, Bata India Limited
"ભારતમાં અમે આગામી 4 વર્ષ દરમિયાન પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટમાં 20% જેટલી સામાન્ય વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યાં છીએ. Bata Industriesએ સ્ટીલ, મેટલ અને ખાણ ઉદ્યોગોના જૂતાં માટે Polyurethane Rubberમાં નવી ટેકનોલોજી લોન્ચ કરી છે. ભારતમાં વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ એક્સ્પો મુખ્યત્વે ફૂટવેર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સરકાર પણ વ્યાવસાયિક સુરક્ષા પ્રત્યે સભાન છે અને નવી નિયમનકારી સંસ્થાઓ પણ તેને લાગુ કરવા અને તેના અંગે જાગૃતિ ફેલાવવા ઘણી સહાયક છે."
3. Ms. Meeta Rani, માર્કેટિંગ કૉ-ઑર્ડિનેટર, Udyogi Plastics Pvt Ltd
"છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ભારતમાં Occupation Safety and Healthનો કુદકેને ભૂસકે વિકાસ થયો છે. MNC હવે સુરક્ષાના આંતરરાષ્ટ્રીય માપદંડોની હિમાયત કરી રહી છે. સુરક્ષા અંગેની જાગૃતિ અને શિક્ષણમાં સુધારો થયો છે અને તેણે યોગ્ય સુરક્ષા ઉપાયો અપનાવવા માટેની યોગ્ય દિશા દર્શાવી છે. મેનેજમેન્ટ તેમના કર્મચારીઓની સુખાકારી પ્રત્યે વધુ સારી રીતે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. સુરક્ષા પ્રણાલીઓ અને સંસ્કૃતિ વિકસાવવામાં તે આગામી દાયકામાં ઉર્ધ્વ ગતિ જોશે. વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યે સરકાર ખૂબ જ સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા ઉપકરણો, ખાસ કરીને PPEએ ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હાથના મોજાં એ સૌથી મહત્વના PPE છે, જેનો ઉપયોગ/પુનઃ ઉપયોગ કરતી વખતે, તેના અર્ગોનોમિક્સ/સાઇઝ, તેની લવચીક્તા/ચોક્કસાઈ અને તેની આવરદા બાબતે ગ્રાહકો/તજજ્ઞો ખૂબ જ સંવેદનશીલ બની ગયા છે. OSH Chennai 2017 એ તમામ સહભાગીઓ, ગ્રાહકો, કંપનીઓ, સુરક્ષા વ્યાવસાયિકો, સરકારી સુરક્ષા નિરીક્ષકો અને માર્કેટ માટેનું એક કૉન્સોર્ટિયમ હતું. વૈશ્વિક ટ્રેન્ડ મુજબ, અમે Proton Retractable Fall Arrestor, Proton Gloves અને ખૂબ જ વિશિષ્ટ Wind Harness લોન્ચ કર્યા હતાં."
4. Mr. Raj Kamal, Euro Safety Footwear India Pvt. Ltd.
"અમે ભારતના ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસની જબરજસ્ત ક્ષમતાની અપેક્ષા રાખી રહ્યાં છીએ અને તેના પરિણામ સ્વરૂપ વિવિધ કાર્યક્ષેત્રો અને એસેમ્બલી લાઇન્સમાં EHSના માપદંડો પ્રત્યે ઉર્ધ્વ દ્રષ્ટિ અને ખર્ચને જોઈ રહ્યાં છીએ. એકંદરે, ભારતીય ઉપખંડના માર્કેટમાં પ્રવેશી રહેલી મોટી બ્રાન્ડ્સના રૂપે અને મૂલ્યવર્ધિત સેવાઓની સાથે સ્પર્ધાત્મક ઉત્પાદનો પૂરા પાડવા માટે ગુણવત્તા ધરાવનારા ઉત્પાદનકર્તાઓ વચ્ચે થતી તીવ્ર સ્પર્ધા મારફતે PPE ક્ષેત્ર હજુ વધુ એકીકરણો જોશે. OSHએ ભારતમાં સુરક્ષા વ્યાવસાયિકો માટે લક્ષિત અને કેન્દ્રિત પ્રદર્શન તરીકે પોતાને અગાઉથી જ સ્થાપિત કરી દીધી છે. સરકારે કાર્યસ્થળની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક પગલાં લીધાં છે પરંતુ તે પૂરતા નથી. 'Make in India' પર મૂકવામાં આવી રહેલાં ભારની સાથે ઇન્ડસ્ટ્રી વિકાસ સાધવા માટે સજ્જ છે પરંતુ તેની સાથે-સાથે તેમાં એક સહભાગી તરીકે સરકારે કાર્યસ્થળની સુરક્ષા માટેની નિયમનકારી જરૂરિયાતો ઘડવાની અને સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં તેની સ્વીકૃતિનું નિરીક્ષણ કરવાની આવશ્યક્તા છે. હાલમાં ડિઝાઇન ઇનોવેશન એ ઇન્ડસ્ટ્રીનો પ્રચલિત શબ્દ છે. Euro Safety સ્પર્ધાત્મક કિંમતોએ અને ગુણવત્તામાં કોઇપણ સમાધાન કર્યા વિના કાર્યસ્થળોને અર્ગોનોમિકલી ડિઝાઇન કરાયેલ PPE પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે. અમારી R&Dની પ્રવૃત્તિઓ આકરા વૈશ્વિક માપદંડોના પાલન દ્વારા વધુ કાર્યક્ષમ અને યુઝર-ફ્રેન્ડલી ઉત્પાદનોની રચના કરવા પર કેન્દ્રિત છે."
5. Mr. Padmanabhan Ramesh, ડિરેક્ટર, Toughscaff Pvt. Ltd.
"United Declaration of Human Rights દ્વારા કામ કરવાની તંદુરસ્ત પરિસ્થિતિઓ સાથે સલામત, સ્વચ્છ વાતાવરણને મૂળભૂત માનવાધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે. સ્વાસ્થ્ય અને સુરક્ષા એ બે એવા મહત્વના પાસાઓ છે જે કામ કરનારી વસતીની સમગ્રતયા કાર્યક્ષમતા પર અસર કરે છે. ભારત જેવા દેશમાં કાર્યસ્થળના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેના ઘણાં બધાં બંધારણીય કાયદા હોવા છતાં આ નીતિઓનું અમલીકરણ ખૂબ જ પડકારજનક બાબત છે. વ્યાવસાયિકોને પ્રશિક્ષિત કરવા માટેના ઉપલબ્ધ કાર્યક્રમો અંગે જાગૃતિ લાવવાની આ મોરચે તાતી જરૂરિયાત છે. આ બાબતને અનુરૂપ અમે Toughscaff Private Limited, Simian Skill, UK, સાથે ભેગા મળીને સ્કેફૉલ્ડર્સ માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત CISRS પ્રમાણિત પ્રશિક્ષણ કોર્સિઝ પૂરા પાડીએ છીએ, જે ક્લાયેન્ટ્સ અને કોન્ટ્રાક્ટર્સને એવું આશ્વાસન આપશે કે કોઈપણ સ્કેફૉલ્ડર, સુપરવાઇઝર કે ઇન્સપેક્ટર કે જે CISRSનું પ્રમાણપત્ર કે રેકોર્ડ કાર્ડ ધરાવતાં હશે તેમણે તેમના વ્યાપાર માટે કુશળતાના અને જ્ઞાનના સ્તર પ્રાપ્ત કર્યા હશે અને જે તેમની રોજગારની સ્થાનિક/આંતરરાષ્ટ્રીય તકો માટે પ્રોત્સાહક સાબિત થશે. OSH Chennai એ અમારા સ્વાસ્થ્ય અને સુરક્ષા કોર્સિસને વ્યાપક ગ્રૂપ સુધી પ્રોત્સાહિત કરવાનાં શ્રેષ્ઠ મંચ પૈકીનું એક છે કે જે ગ્રૂપો આ સેવાઓ અંગે કોઈ જ્ઞાન ધરાવતાં નથી. તે લક્ષિત માર્કેટની જાહેરાત કરવા, નવી સેવાઓની રજૂઆત કરવા, સાથી બિઝનેસ સાથે સહયોગ સાધવા, બ્રાન્ડ અંગે જાગૃતિ પેદા કરવા અને માર્કેટને વધુ સારી રીતે સમજવા માટે કામ કરે છે. ટ્રેડ શૉમાં અમારી સહભાગિતાએ અમારા બિઝનેસને બિઝનેસ ટ્રેડિંગ પોટેન્શિયલ્સમાં વિભાજિત થવાની તક પૂરી પાડી હતી."
UBM India વિશેઃ
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM Indiaના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઇ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે, જે એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચાઇના, ભારત અને મલેશિયા ભૂખંડની સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc એ વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઈવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. સતત વિકસી રહેલા ડિજીટલ વિશ્વમાં અર્થસભર અને માનવીય સ્તરે જોડાવવાના મૂલ્યની અગત્યતા આથી વધુ અગાઉ ક્યારેય નહોતી. UBM ખાતે ઉદ્યોગોના વિવિધ સેક્ટર વિશેનું અમારું ઊંડુ જ્ઞાન અને ઝુનૂન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધો સ્થાપિત કરે છે, ડીલ પાર પાડે છે અને તેમનો બિઝનેસ વિકસાવે છે. 20થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સામગ્રીઓ સુધીના 50થી વધુ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યવાન અને ઉત્સાહી લોકો અને માર્કેટમાં અગ્રણી ગણાતા કાર્યક્રમો બિઝનેસ કરનારા લોકોને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
મીડિયા સંપર્કઃ
Roshni Mitra
UBM India Pvt. Ltd.
[email protected]
Tel: +91-22-61727000
Mili Lalwani
UBM India Pvt. Ltd.
[email protected]
Tel: +91-22-61727000
Share this article