મુંબઈ, July 3, 2017 /PRNewswire/ --
MoneyOnMobile (MOMT) એ છેલ્લાં સાત વર્ષ દરમિયાન નાના-મોટા તમામ પ્રકારના મૉમ અને પોપ સ્ટોર્સને તેમના બિઝનેસને વધુ આગળ વધારવા અને તેનો વિકાસ કરવા સહયોગ પૂરો પાડ્યો છે. મુંબઈના એક ફોન બૂથ ઓપરેટરની આ પ્રેરણાદાયક કથની છે.
(Logo: http://mma.prnewswire.com/media/530041/MoneyOnMobile_MOMT_Logo.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/530040/MoneyOnMobile.jpg )
આજથી આશરે 10 વર્ષ અગાઉ પાલનપુર, ગુજરાત, ભારતના એક નાનકડા ગામમાંથી સ્થળાંતર કરીને Mr. Suresh Morkhiya મુંબઈ જઇને વસી ગયા હતા અને અહીં તેમણે પબ્લિક કૉલ ઑપરેટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. મોબાઇલ ફોને માર્કેટમાં પ્રભુત્વ જમાવવાનું શરૂ કરતાં તેમના પબ્લિક ટેલિફોન બૂથમાં આવતાં ગ્રાહકોની સંખ્યા ઘટતી જવા લાગી અને તેના પરિણામરૂપે સુરેશે પોતાના નાનકડાં ફોન બૂથ અને સ્કાઉટ બંધ કરવાનો આકરો નિર્ણય લેવો પડ્યો અને વધુ સારી તકો શોધવાનું શરૂ કરવું પડ્યું.
Sureshના એક હિતેચ્છુ મિત્રે તેને ટ્રાવેલ એજન્ટ તરીકે કામ શરૂ કરવાની સલાહ આપી અને તેમના દૈનિક ગ્રાહકો માટે MoneyOnMobileની એર, રેલ તેમજ બસ બુકિંગની સુવિધા રજૂ કરી.
MoneyOnMobileના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર Ranjeet Oak જણાવે છે કે, '‘અમારા રીટેલર્સ જ્યારે અમારી પ્રોડક્ટ અને સેવાઓની ગુણવત્તાને બિરદાવે છે ત્યારે ખૂબ જ સંતોષ થાય છે; અને અમે આ તકને અમારા તમામ રીટેલર્સ અને ખાસ કરીને MoneyOnMobile સાથે સંકળાવા બદલ Mr. Suresh Morkhiyaનો આભાર માનવા માટે ઝડપી લઇએ છીએ.'’
MoneyOnMobileના એક્સેસ સાથે આજે Sureshએ પોતાની જાતને સક્ષમ બનાવી છે અને એટલું જ નહીં, તેઓ મુંબઈના આલીશાન વિસ્તારમાં પોતાનો સ્ટોર પણ ધરાવે છે, જ્યાંથી તે MoneyOnMobileની સેવાઓ મારફતે પોતાના ક્લાયેન્ટ્સને સેવા પૂરી પાડે છે.
MoneyOnMobile સાથે સંકળાયા પછી જ તેમના બિઝનેસનો વિકાસ થયો તેમ કહેવામાં Suresh ક્યારેય શરમાતા નથી. આ સાથે જ તેઓ MoneyOnMobile દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓથી ખૂબ જ સંતુષ્ટ અને ખુશ છે અને ખૂબ જ સંતોષી જીવન જીવી રહ્યાં છે.
ટ્રાવેલ એજન્ટ તરીકે અમારી સાથે હમણાં જ જોડાઓઃ http://bit.ly/2utWyRX
MoneyOnMobile વિશે
MoneyOnMobile એ ભારતનાં સૌથી મોટા મોબાઇલ પેમેન્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે, જે દેશની બીજી મોબાઇલ ક્રાંતિને આપના હાથોમાં મૂકી આપે છે. MoneyOnMobileનો અનન્ય અને ક્રાંતિકારી કૉન્સેપ્ટ લાખો ભારતીયોને સરળ, સુરક્ષિત અને સલામત નાણાંકિય વ્યવહારની સુવિધા પૂરી પાડે છે. ભારતના સુદૂરના વિસ્તારમાં અમારી પહોંચ આજે અમને માર્કેટમાં સ્ટેન્ડ એલોન પ્રીપેઇડ ઇન્સ્ટ્રૂમેન્ટ બનાવે છે. નાણાંકિય સમાવેશન અને આત્મનિર્ભરતા દ્વારા બેંકની સેવાથી વંચિત ગ્રાહકોને સેવા પૂરી પાડવી એ અમારો મૂળ મંત્ર છે.
સેફ હાર્બર સ્ટેટમેન્ટ
આ પ્રકાશન વેચવા માટેની કોઈ ઑફરનું નિર્માણ કરતું નથી અથવા તો કોઈ એન્ટિટીની કોઈ સિક્યુરિટીઝને ખરીદવા માટેના પ્રસ્તાવનો આગ્રહ કરતું નથી. આ પ્રકાશન કેટલાક દૂરંદેશી નિવેદનો ધરાવે છે, જે અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહીઓ અને અનુમાનો પર આધારિત છે અને તે જોખમો તેમજ અનિશ્ચિતતાઓનો સમાવેશ કરે છે. આ પ્રકાશનમાં રહેલા દૂરંદેશી નિવેદનો અહીં આપવામાં આવેલ તારીખ સુધીમાં અમને ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારા બિઝનેસ સાથે સંકળાયેલ જોખમો અને અનિશ્ચિતતાઓ કે જે ઓગસ્ટ 19, 2016ના રોજ ભરવામાં આવેલ અમારા ફોર્મ 10-Kમાં જાહેર કરવામાં આવેલા જોખમી પરિબળોનો સમાવેશ કરે છે તેને કારણે અમારા વાસ્તવિક પરિણામો આવા દૂરંદેશી નિવેદનોમાં ઉલ્લેખિત કે નિહીત દાવાઓથી ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. દૂરંદેશી નિવેદનોમાં અમારી અપેક્ષાઓ, માન્યતાઓ, ઇરાદાઓ કે ભવિષ્યની વ્યૂહરચનાઓ સાથે સંબંધિત નિવેદનોનો સમાવેશ થાય છે અને તે "પૂર્વાનુમાન," "વિશ્વાસ," "શકવું," "અંદાજ," "આશા રાખવી," "ઇરાદો," "કદાચ," "જોઈએ," તેમજ "શું કરશે" કે તેના જેવા અન્ય દૂરંદેશી લાગતા શબ્દો દ્વારા ઓળખી શકાય છે. આ પ્રેસ રીલીઝમાં સમાવિષ્ટ માહિતીને અપડેટ કરવા માટે અમે કોઈ જવાબદારી નથી લેતાં, ભલે પછી તે નવી જાણકારી, ભવિષ્યની ઘટના કે અન્ય કોઈના પરિણામસ્વરૂપ હોય.
વેબસાઇટ: http://www.moneyonmobile.in
ટ્વિટર: https://twitter.com/MoneyOnMobile
ફેસબુક: https://www.facebook.com/MoneyOnMobile
લિંક્ડઇન: https://www.linkedin.com/company/moneyonmobile
યુટ્યૂબ: https://www.youtube.com/channel/UCyqnrO2UWUQEQ8OYtneuidQ
Share this article