ચેન્નઈ, June 30, 2017 /PRNewswire/ --
UBM India દ્વારા આયોજિત એક્સ્પો વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા અને સર્વેલન્સ પર કેન્દ્રિત છે
ભારતની ટોચની પ્રદર્શન આયોજનકર્તા કંપની UBM India દ્વારા ચેન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે Occupational Safety & Health (OSH Chennai) Expo (29-30 જૂન, 2017 દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે)ની ચોથી આવૃત્તિને તેમજ 29 જૂન અને 1લી જુલાઈ દરમિયાન નિર્ધારિત કરવામાં આવેલ Security and Fire Expo (SAFE - South India)ની ત્રીજી આવૃત્તિને લોન્ચ કરવામાં આવી હતી. સલામતી, સુરક્ષા અને સર્વેલન્સનો સાકલ્યવાદી દ્રષ્ટિકોણ લઈ દક્ષિણ ભારતમાં તેમના પ્રકારના સૌથી મોટા ગણાતાં આ બંને એક્સ્પોએ ખ્યાતનામ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો, કન્સલ્ટન્ટ્સ, બિઝનેસના તજજ્ઞો અને સરકારના મહત્વના અધિકારીઓને ઇન્ડસ્ટ્રીના એક મંચ પર એકઠા કર્યા છે. તેમણે શ્રેષ્ઠ વૈશ્વિક વ્યવહારો અંગે તેમના વિચારોની આપ-લે કરી હતી અને કામના સ્થળોની અંદર તેમજ તેની બહારની સલામતી અને સુરક્ષાને લગતાં પડકારોના ઉકેલો શોધવાનો પ્રયાસ કર્યો હતો. વર્તમાન આવૃત્તિમાં 105 મહત્વના પ્રદર્શકો સાથે આ બંને એક્સ્પોનો ભેગામળીને 50 ટકા જેટલો ખૂબ પ્રભાવશાળી Y-O-Y વિકાસ નોંધાયો હતો.
(Photo: http://mma.prnewswire.com/media/529357/SAFE_EXPO.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/529358/Inauguration_OSH_Expo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
OSH Chennai અને SAFE South Indiaની 2017ની આવૃત્તિને લોન્ચ કરવાના પ્રસંગે વાત કરતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "સમગ્ર વિશ્વમાં સરકારોનું લક્ષ્ય એવી સ્થિતિ પર પહોંચવાનું છે જ્યાં પરિભાષિત અધિકારો, જવાબદારીઓ અને ફરજોની એક પ્રણાલીના માધ્યમથી તમામ સ્તરે સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ એ નાગરિકોનો અધિકાર છે તેમજ જ્યાં નિવારણના સિદ્ધાંતને સૌથી વધુ પ્રાધાન્યતા આપવામાં આવે છે. અમારા બંને એક્સ્પો OSH Chennai અને SAFE South India મારફતે અમે સલામતી અને સુરક્ષા એમ બંને મુદ્દાઓને તાલમેલપૂર્વક સંબોધિત કરવા માગીએ છીએ. અમે એવું માનીએ છીએ કે, આંતરિક સુરક્ષા અને સુખાકારીની ભાવના થકી જ બાહ્ય ક્ષેત્રની સલામતીને પ્રાપ્ત કરી શકાય. OSH Chennai અને SAFE South India મારફતે અમે સમગ્ર વિશ્વના સુરક્ષા અને સ્વાસ્થ્યના સપ્લાયર્સ તેમજ સેવા પ્રદાતાઓને તેમના નવીનીકરણો અને જ્ઞાનને ખૂબ જ વણખેડાયેલા ભારતીય તેમજ દક્ષિણ ભારતીય માર્કેટમાં પ્રદર્શિત કરવાની તક પૂરી પાડી છે. જે આજના વિશ્વમાં જેની ખૂબ જ ગંભીરતાપૂર્વક જરૂર છે તેવી સુરક્ષા અને સલામતીની મજબૂત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થશે."
OSH Chennai Expoનું ઉદઘાટન મુખ્ય અતિથિ Mr. Prem Anand Sinha, IPS, DIG, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), ચેન્નઈ દ્વારા અને મહત્વના મહાનુભાવો Shri S.Sreekumar, રીજનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, દક્ષિણ ક્ષેત્ર, Airports Authority of India, Ministry of Civil Aviation, Govt of India; Shri. S Ponsingh Mohanram, ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્યના એડિશનલ ડિરેક્ટર, ચેન્નઈ, Ministry of Labour & Employment, Government of Tamil Nadu; Euro Safety Footwear India Pvt. Ltd.ના ડિરેક્ટર Shri Varun Buddhiraja, DGFASLI, Govt of Indiaના ડિરેક્ટર જનરલ (નિવૃત્ત) Shri. G.M.E.K Raj, અને UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા કરવામાં આવ્યું હતું.
OSH Chennai 2017ને Gujarat Safety Council, Indian Technical Textile Association, Indian Society of Ergonomics, National Small Industries Corporation The International Powered Access Federation (IPAF) અને Aerial Platform Association of India (APAOI) જેવા મહત્વના સંગઠનો દ્વારા ટેકો પૂરો પાડવામાં આવ્યો છે. આ એક્સ્પોમાં Amazon, Acme Safetywears Limited, Accent Industries Ltd., Bata India Ltd., Euro Safety Footwear India Pvt. Ltd., Motorola Solutions India Pvt. Ltd., Oshkosh India Private Limited, Prolite Autoglo Limited, TATA Communications, Tribe, Toughscaff Pvt. Ltd., Udyogi International Pvt. Ltd. જેવા ટોચના પ્લેયર્સની સહભાગિતા જોવા મળી હતી.
OSHમાં જ્ઞાનપ્રસરણના બે દિવસીય પરિસંવાદ અને કાર્યશાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે 'વર્લ્ડ ક્લાસ સેફ્ટી હાંસલ કરવા માટે ઔદ્યોગિક શ્રેષ્ઠ પ્રયાસોને દત્તક', 'મનોવૈજ્ઞાનિક સ્વસ્થ કાર્યસ્થળોનું નિર્માણ', 'મહિલા અને ઓએસએચ - એક સાકલ્યવાદી અભિગમ' અને 'બાંધકામ ઉદ્યોગોમાં સુરક્ષાના મુદ્દાઓ' જેવા વિષયો પર પ્રકાશ પાડશે. સંમેલનમાં ઉપસ્થિત રહેનારા જાણીતા વક્તાઓમાં Reliance Industries Limited, Mahanagar Gas Limited, DGFASLI (Retd), AcuiZen Technologies Singapore Pte. Ltd. વગેરે જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞો અને કન્સલ્ટન્ટ્સનો સમાવેશ થાય છે. Tribe Ltd. સાથે ભેગા મળીને આ શૉએ મુખ્ય સંમેલનના ભાગરૂપે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કર્યું છે, જે 'વર્તણૂંક અને સાંસ્કૃતિક આધારિત સલામતી' પર કેન્દ્રિત છે. આ કાર્યશાળા Tribe Cultural Changeના ડિરેક્ટર Nick Wharton મારફતે વર્લ્ડ ઓફ બેહેવિઓરાલ એન્ડ કલચુરાલ બેસેડ સેફટી અંગે વ્યાપક સમજ પૂરી પાડે છે.
OSH Chennai Expoની સાથે-સાથે UBM Indiaએ Security and Fire Expo 2017 (SAFE South India)ની ત્રીજી આવૃત્તિની પણ મિજબાની કરી હતી, જેનું ઉદઘાટન મહાનુભાવોના એક મંડળની ઉપસ્થિતિમાં મુખ્ય અતિથિ Mr. Abhay Kumar Singh, અડિસનલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક), ચેન્નઈ, તામિલનાડુ; અને UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય ટ્રેડ શૉને Electronic Security Association of India (ESAI) અને Asian Professional Security Association (APSA) દ્વારા ટેકો પૂરો પાડવામાં આવ્યો છે.
SAFE - South India 2017 એ આ ક્ષેત્રના ઉદ્યોગ વ્યાવસાયિકોને માર્કેટમાં પ્રવેશવાની અને બિઝનેસની તકો પૂરી પાડે છે, જે ઉદ્યોગ વ્યાવસાયિકો સુરક્ષાને સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે નહીં પરંતુ સુઆયોજિત, પ્રાથમિક્તા ધરાવતાં અને વ્યૂહાત્મક રોકાણ તરીકે જુએ છે. SAFE Indiaએ તેના ત્રીજા વર્ષમાં ઉદ્યોગોના અગ્રણીઓ અને Premier Plus Partners eSSL, Hikvision, Mark Electronics GPS, Unicam Systems તેમજ TVT; તેના Premier Partners In4 Solutions & Zkteco, Road Point India, Starex & Orbit સહિતના મહત્વના પ્રદર્શકોને આકર્ષીને પોતાના કદ અને વ્યાપમાં વધારો કર્યો છે. એક્સ્પો ખાતે હાજર રહેલાં અન્ય મહત્વના સહભાગીઓમાં Vamosys, Hash Control, Swipe Technologies, Spectra, Main Hardware, Vitaran, Matrix Comsec, Micro અને Super Microનો સમાવેશ થાય છે. ઉભરી રહેલાં માર્કેટમાં 15 જેટલી નવી બ્રાન્ડ્સ અને લાભદાયી બિઝનેસ મોડ્યૂઅલ્સ રજૂ કરવામાં આવી રહ્યાં હોવાની સાથે 70થી વધુ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બ્રાન્ડ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ એક્સ્પોએ ઉદ્યોગોના પ્રભાવકો સાથે વ્યાવસાયિક સંબંધો સ્થાપિત કરવા માટે ઇષ્ટત્તમ વાતાવરણનું સર્જન કર્યું હતું. Hospitality, IT/BPO & Service Industry, Real Estate, Port Authorities, Power Plants, Logistics, Construction, Architecture, Automobile, Manufacturing, Retail, Jewellery, Health, Education, IT, Networking, Telecoms, Automation તેમજ BFSIના સલામતી અને સુરક્ષા મેનેજરો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
SAFE South India expo સુરક્ષા વ્યાવસાયિકો માટે એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે પોતાના સુરક્ષા બજેટમાં 35 ટકા જેટલો વધારો કરવાની પ્રતિબદ્ધતા દાખવી છે, જેમાં એક સમર્પિત હોમલેન્ડ સિક્યુરિટી વિભાગની રચના, સમન્વિત ગુપ્ત માહિતીના વિકાસ, મહત્વપૂર્ણ આંતરમાળખાની સુરક્ષા અને દરિયાઈ સુરક્ષાને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે.
UBM India વિશેઃ
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM Indiaના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઇ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે, જે એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચાઇના, ભારત અને મલેશિયા ભૂખંડની સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc એ વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. સતત વિકસી રહેલા ડિજીટલ વિશ્વમાં અર્થસભર અને માનવીય સ્તરે જોડાવવાના મૂલ્યની અગત્યતા આથી વધુ અગાઉ ક્યારેય નહોતી. UBM ખાતે ઉદ્યોગોના વિવિધ સેક્ટર વિશેનું અમારું ઊંડુ જ્ઞાન અને ઝુનૂન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધો સ્થાપિત કરે છે, ડીલ પાર પાડે છે અને તેમનો બિઝનેસ વિકસાવે છે. 20થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સામગ્રીઓ સુધીના 50થી વધુ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યવાન અને ઉત્સાહી લોકો અને માર્કેટમાં અગ્રણી ગણાતા કાર્યક્રમો બિઝનેસ કરનારા લોકોને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
મીડિયા સંપર્કઃ
Roshni Mitra
UBM India Pvt. Ltd.
[email protected]
+91-22-61727000
Mili Lalwani
UBM India Pvt. Ltd.
[email protected]
+91-22-61727000
Share this article