ચેન્નઈ, June 22, 2017 /PRNewswire/ --
દક્ષિણ ભારતનો એકમાત્ર ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ ટ્રેડ શૉ
UBM Indiaએ ચેન્નઈમાં Occupational Safety & Health (OSH) Indiaની ચોથી આવૃત્તિના લોન્ચની જાહેરાત કરી હતી, જેને ચેન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે તારીખ 29થી 30 જૂન, 2017 દરમિયાન આયોજિત કરવામાં આવ્યો છે. આ એક્સ્પો વૈશ્વિક શ્રેષ્ઠ વ્યવહારના આદાન-પ્રદાન અને કાર્યસ્થળની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યને લગતા પડકારોના નિરાકરણ માટે ખ્યાતનામ ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ, કન્સલ્ટન્ટ્સ, બિઝનેસના તજજ્ઞો, મહત્વના સરકારી અધિકારીઓને ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ પર એકસાથે લાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ એક્સ્પોને Gujarat Safety Council, Indian Technical Textile Association, Indian Society of Ergonomics, National Small Industries Corporation, The International Powered Access Federation (IPAF) અને Aerial Platform Association of India (APAOI) દ્વારા સમર્થન પ્રાપ્ત થયું છે.
(Logo: http://mma.prnewswire.com/media/525922/OSH_Exhibition_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
OSH એ ભારતમાં ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ ઉદ્યોગમાં સૌથી મોટો ટ્રેડ શૉ છે અને તે ઇન્ડસ્ટ્રીને એક મંચ પર લાવશે. આ એક્સ્પો કાર્યસ્થળે શ્રેષ્ઠ વ્યવહારનો સમાવેશ કરવાના માર્ગોને સુગમ બનાવી આપશે, ખાસ કરીને તે તેમાં સ્વાસ્થ્ય અને સલામતીને પ્રોત્સાહિત કરશે. OSH India 2017 ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ ઉપકરણોના વૈશ્વિક સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને વ્યાપકપણે ઉપયોગ કર્યા વિનાના રહેલા ભારતીય માર્કેટમાં પોતાના નવીનીકરણો અને જ્ઞાનને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, આ ભારતીય માર્કેટ સૌથી મોટા ઔદ્યોગિક પરિદ્રશ્યો ધરાવે છે. રીફ્લેક્ટિવ સેફ્ટી વેસ્ટ્સ, સેફ્ટી ફૂટવેર અને સેફ્ટી હાર્નેસિસ, હેલ્મેટ્સ, ગ્લોવ્સ, સેફ્ટી ગ્લાસિસ, પ્રોટેક્ટિવ આઇવેર, હાઇટ સેફ્ટી ઇક્વિપમેન્ટ, ગેસ ડીટેક્ટર્સ અને એર્ગોનોમિક ફર્નિચરનો જેમાં સમાવેશ થાય છે તેવા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જેવી પ્રોડક્ટ્સને પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે.
આ શૉમાં ઇન્ડસ્ટ્રીના અગ્રણી પ્લેયર્સ ભાગ લેશે, જેમાં Amazon, Acme Safetywears Limited, Accent Industries Ltd., Bata India Ltd., Euro Safety Footwear India Pvt. Ltd., Motorola Solutions India Pvt. Ltd., Mallcom (India) Ltd., Midas Safety Pvt. Ltd., Oshkosh India Private Limited, Prolite Autoglo Limited, TATA Communications, Tribe, Toughscaff Pvt. Ltd., Udyogi International Pvt. Ltd., Uniphos Envirotronic Pvt. Ltd. અને Victor Imports સહિત કેટલાકનો સમાવેશ થાય છે.
આ સાથે જ, OSH નોલેજ શેરિંગના બે-દિવસીય સેમિનાર અને વર્કશોપનો પણ સમાવેશ કરશે, જે 'એડોપ્શન ઓફ ઇન્ડસ્ટ્રિયલ બેસ્ટ પ્રાકટીસીસ ટુ આચિવ વર્લ્ડ ક્લાસ સેફટી', 'અકસિડેન્ટ એન્ડ ઇન્સીડેંટ ઇન્વેસ્ટિગેશન', 'ક્રેએટિન્ગ સાઇકોલોજિકાલી હેલ્થી વોર્કપ્લેસસ', 'વોર્કપ્લેસ એર્ગોનોમિક્સ', 'વોમેન એન્ડ OSH - એ હોલિસ્ટિક આપ્રોચ' અને 'સેફટી ઇસ્સુએસ ઈન દ કોન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી' જેવા વિષયો પર કેન્દ્રીત હશે. કૉન્ફરેન્સ ખાતે ખ્યાતનામ વક્તાઓમાં Reliance Industries Limited, Mahanagar Gas Limited, DGFASLI (Retd), AcuiZen Technologies Singapore Pte. Ltd., ONGC, Siemens Ltd., RECOUP Neuromusculoskeletal Rehabilitation Centre, બેંગલોર, Sri Ramachandra Medical College & Research Institute અને International Powered Access Federation જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞો અને કન્સલ્ટન્ટ્સનો સમાવેશ થાય છે, જેઓ આ ઉદ્યોગના તાજેતરના ટ્રેન્ડ્સ અને માહિતી પૂરા પાડશે.
OSH ઇન્ડિયા મુખ્ય કૉન્ફરન્સ ઉપરાંત TRIBE સાથેના સહયોગમાં બિહેવિઓર એન્ડ કલ્ચર બેસ્ડ સેફટી વિષય પર બે-દિવસીય વર્કશોપનું આયોજન કરશે, જેનું સંચાલન ખ્યાતનામ ટ્રેનર અને Tribe Culture Changeના ડિરેક્ટર Mr. Nick Wharton કરશે. આ વર્કશોપ બિહેવિઓર એન્ડ કલ્ચર બેસ્ડ સેફટીના વિશ્વની સર્વસમાવેશી જાણકારી પૂરી પાડશે, જેને સ્વાસ્થ્ય અને સલામતી પ્રત્યેના મૂલ્યવાન અભિગમના અગ્રણી પ્રતિનિધિઓ દ્વારા આકર્ષક અને અભિનવ રીતે રજૂ કરવામાં આવશે. આ ચાર સેશન દરમિયાન વ્યક્તિગત જવાબદારીની સાચી સ્વીકૃતિનું નિર્માણ કરવા પ્રતિનિધિઓને સંસ્કૃતિ અને વર્તણૂકોને સમજવાના આવશ્યક ઘટકોની, અગ્રણીઓ જે મહત્વની ભૂમિકા ભજવે છે તેને ઓળખવાની, કર્મચારીઓ સાથે સંલગ્ન રહેવાના અને તેમને કેવી રીતે સંલગ્ન કરવા તેના શ્રેષ્ઠ માર્ગ શીખવાની શોધયાત્રા પર લઈ જવામાં આવશે.
OSH Chennai 2017ની ચોથી આવૃત્તિની જાહેરાત અંગે બોલતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "આજે અસુરક્ષિત કાર્યસ્થળોએ વધી રહેલી જાનહાનિ સાથે વધી રહેલી સતર્કતા અને વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક સલામતીની વધી રહેલી જરૂરિયાતે ભારતીય કંપનીઓમાં વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્યના પાલનના મહત્વને વધારી દીધું છે. કાર્યસ્થળે સુરક્ષા પૂરી પાડવા અને યોગ્ય માળખાનો વિકાસ કરવા અંગે સરકાર દ્વારા સતત મૂકવામાં આવતા ભારની સાથે-સાથે આ ક્ષેત્રમાં વધેલા વૈશ્વિક રોકાણને કારણે સમગ્ર વિશ્વના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે તેમના ઉત્પાદનો અને ઉકેલ પ્રસ્તાવો પ્રદર્શિત કરવાની મોટી તક રહેલી છે. ચેન્નઈ દેશનું બીજા નંબરનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ હોવાને કારણે તે કેટલીક ઇન્ડસ્ટ્રીઓ માટે એક આધાર તરીકે કાર્ય કરે છે. આ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીના તમામ સહભાગીઓ તેમના નવીનીકરણો અને ટેકનોલોજી પ્રદર્શિત કરી, જ્ઞાનનું આદાન-પ્રદાન કરી અને બિઝનેસનું જોડાણ તેમજ રચના કરી સમગ્ર ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીઓમાં મજબૂત સેફ્ટી કલ્ચરને પ્રોત્સાહિત કરી શકે તે માટે તેમને મંચ પૂરો પાડવાનો UBM Indiaનો સતત પ્રયાસ રહ્યો છે."
તેમણે ઉમેર્યું હતું કે, "આ એક્સ્પોમાં કલ્ચર એન્ડ બિહેવિઓર પર આધારિત સલામતી વિષય પરના વર્કશોપ સહિત ઊર્જાથી ભરપૂર બે-દિવસીય કૉન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. હું એમ દ્રઢપણે માનું છું કે, જ્યાં સુધી કાર્યસ્થળોમાં યોગ્ય સંસ્કૃતિ અને વર્તણૂકને કાર્યાન્વિત નહીં કરવામાં આવે ત્યાં સુધી સિસ્ટમ્સ અને કાયદેસરતાથી કંઈ ખાસ વળશે નહીં. એમાં કોઈ શંકા નથી કે આ નોલેજ-શેરિંગ સેશન્સ કંપનીઓ માટેની પ્રાથમિક્તા તરીકે ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થને આગળ ધપાવશે, જે સમગ્રતયા સલામતી, સ્વાસ્થ્ય અને કર્મચારીઓની ઉત્પાદક્તા તેમજ તે સંસ્થા અને અર્થતંત્રને મોટાપાયે લાભ કરાવવા તરફ દોરી જશે."
ઉદ્યોગો OSH Chennai 2017ને ઔદ્યોગિક મંચ તરીકે માન્યતા આપે છે અને ચેન્નઈમાં આયોજિત આ વાર્ષિક એક્સ્પોના ધ્યેયની પુનરુક્તિ કરે છે.
Tribe Culture Change Limitedના Mr. Roopak Jakhmolaએ જણાવ્યું હતું કે, "Occupational Safety and Health India 2017 ખાતેની કોન્ફરન્સ પ્રગતિશીલ વિચારો ધરાવતા બિઝનેસને આકર્ષિત કરશે. તે આઇડિયા શેર કરવાની એક મહાન તક પૂરી પાડશે. આ સાથે જ, તે બિહેવિઓર એન્ડ કલ્ચર આધારિત સુરક્ષાના ઉદ્દેશ્યને આગળ ધપાવવામાં મદદરૂપ થશે, જે લોકો વાસ્તવમાં શું કરે છે તે અને તેની પાછળના કારણને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનાથી વધુને વધુ લોકો સહભાગી બને છે, તે ટીમવર્કને પ્રોત્સાહિત કરે છે અને સ્વાસ્થ્ય અને સલામતીની બાબતો પરના સંચારમાં સુધારો કરે છે."
Bata India Limitedના Mr Ankur Jainએ જણાવ્યું હતું કે, "અમે ભારતમાં આગામી 4 વર્ષ દરમિયાન પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે 20% વધારાની આશા રાખી રહ્યાં છીએ. Bata Industries OSH 2017 ખાતે સ્ટીલ, મેટલ અને માઇનિંગ ઉદ્યોગોના ફૂટવેર માટે પિલિયુરેથને રબરમાં નવી ટેકનોલોજીને લોન્ચ કરશે, જે વિશેષરૂપે ફૂટવેર પર કેન્દ્રિત છે. સરકાર અને નિયમનકારી સંસ્થાઓ વ્યાવસાયિક સલામતી અને તેના અમલીકરણ અને જાગૃતિના સહાયકો અંગે સભાન છે."
Udyogi Plastics Pvt Ltdના Ms. Meeta Raniએ જણાવ્યું હતું કે, "છેલ્લાં પાંચ વર્ષમાં ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થનો ભારતમાં કૂદકેને ભૂસકે વિકાસ થયો છે. MNC હવે સલામતીના આંતરરાષ્ટ્રીય માપદંડોનું અમલીકરણ કરી રહી છે અને મેનેજમેન્ટ તેમના કર્મચારીઓની સુખાકારી પ્રત્યે ધ્યાન આપતું થયું છે. સલામતીનો આ વ્યવહાર અને સંસ્કૃતિ આગામી દશકામાં વધુ ઉર્ધ્વ ગતિ કરશે. સરકાર પણ ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ અંગે સજાગ થઈ છે. સલામતી ઉપકરણો ખાસ કરીને PPEનું મહત્વ વધ્યું છે. હાથના મોજાં એ સૌથી મહત્વના PPE છે, જેની અર્ગોનોમિક્સ/સાઇઝ, લવચીક્તા/ચોક્કસાઈ અને આવરદા જેવી વિશિષ્ટતા સાથે તેના ઉપયોગ/પુનઃઉપયોગ દરમિયાન વપરાશકર્તાઓ/તજજ્ઞો વધુ સંવેદનશીલ બની ગયા છે. OSH 2017 પ્રત્યેની અમારી અપેક્ષાઓ ઘણી વધુ છે. તે સહભાગીઓ, વપરાશકર્તાઓ, કંપનીઓ, સલામતી વ્યાવસાયિકો અને સરકારી સેફ્ટી ઇન્સપેક્ટરોનો સંઘ છે અને અમે Proton Retractable Fall Arrestor, Proton Gloves તેમજ Wind Harness જેવા હાલમાં જેની ખૂબ માગ છે તેવા ઉત્પાદનો લોન્ચ કરીશું."
UBM India વિશેઃ
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM Indiaના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઇ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે, જે એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચાઇના, ભારત અને મલેશિયા ભૂખંડની સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc એ વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. સતત વિકસી રહેલા ડિજીટલ વિશ્વમાં અર્થસભર અને માનવીય સ્તરે જોડાવવાના મૂલ્યની અગત્યતા આથી વધુ અગાઉ ક્યારેય નહોતી. UBM ખાતે ઉદ્યોગોના વિવિધ સેક્ટર વિશેનું અમારું ઊંડુ જ્ઞાન અને ઝુનૂન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધો સ્થાપિત કરે છે, ડીલ પાર પાડે છે અને તેમનો બિઝનેસ વિકસાવે છે. 20થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સામગ્રીઓ સુધીના 50થી વધુ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યવાન અને ઉત્સાહી લોકો અને માર્કેટમાં અગ્રણી ગણાતા કાર્યક્રમો બિઝનેસ કરનારા લોકોને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
મીડિયા સંપર્કઃ
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
UBM India Pvt Ltd
Share this article