ચેન્નઈ, June 22, 2017 /PRNewswire/ --
દક્ષિણ ભારતનું સૌથી મોટું સિક્યુરિટી અને ફાયર એક્ઝિબિશન
સુરક્ષા અને સર્વેલન્સ પરના વિશિષ્ટ એક્સ્પો IFSEC Indiaના આયોજનકર્તા UBM India 'Security and Fire Expo (SAFE) - South India'ની ત્રીજી આવૃત્તિ રજૂ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ચેન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે 29 જૂનથી 1 જુલાઈ, 2017 દરમિયાન આયોજિત કરવામાં આવેલ આ એક્સ્પો સર્વેલન્સ, એન્ટ્રન્સ અને હોમ ઓટોમેશન ઇન્ડસ્ટ્રીની 70થી વધુ જાણીતી ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને તેમજ કન્સલ્ટન્ટ્સ, બિઝનેસના તજજ્ઞો અને ઇન્ડસ્ટ્રીમાંથી મહત્વના સરકારી અધિકારીઓને એકત્રિત કરવા, વાતચીત કરવા, માળખું સ્થાપવા, લેટેસ્ટ નવીનીકરણોને જોવા, બિઝનેસ સોલ્યુશન્સને સોર્સ કરવા અને તજજ્ઞોની અમૂલ્ય સહાય મેળવવા એક છત હેઠળ લાવશે. આ એક્સ્પોને Electronic Security Association of India (ESAI) અને Asian Professional Security Association (APSA) દ્વારા ટેકો પૂરો પાડવામાં આવી રહ્યો છે.
(Logo: http://mma.prnewswire.com/media/525918/SAFE_South_India_2017_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
સુરક્ષા પર ખર્ચવામાં આવી રહેલી રકમ વર્ષ 2017માં પણ વધવાની ચાલુ રહેશે તેવું અનુમાન છે અને તે 1.24 બિલિયન યુએસ ડૉલર સુધી પહોંચી જવાનો અંદાજ છે. જેમ કે, અપગ્રેડ થયેલા સિક્યુરિટી સોલ્યુશન્સની તીવ્ર જરૂરિયાતે સિક્યુરિટી સર્વિસિઝ (જેમાં કન્સલ્ટિંગ, અમલીકરણ, સપોર્ટ અને વ્યવસ્થાપિત સુરક્ષા સેવાઓનો સમાવેશ થાય છે) પર અગાઉ કરતાં અનેક ઘણા ખર્ચને પ્રોત્સાહિત કર્યો છે. સિક્યુરિટી સર્વિસની આવક છેલ્લાં બે વર્ષમાં ખર્ચાયેલ કુલ આવકના 61 ટકા જેટલી થવા જાય છે અને આ હિસ્સો વર્ષ 2020 સુધીમાં 66 ટકા જેટલો વધી જશે.
દક્ષિણ ભારતીય બજાર પર વિશેષ ફૉકસ સાથે SAFE 2017 મુલાકાતીઓને અદ્યતન ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડ્સ વિશે જાણકારી મેળવવાની અને તેમના બિઝનેસ તેમજ ક્લાયેન્ટ્સને સિક્યોર રાખવા માટેના શ્રેષ્ઠ સોલ્યુશન્સ શોધી કાઢવાની તક પૂરી પાડે છે. SAFE - South India એ દક્ષિણ ભારતીય માર્કેટમાં CCTV અને વીડિયો સર્વેલન્સ, બાયોમેટ્રિક્સ અને RFID, ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ્સ, એક્સેસ કન્ટ્રોલ, સાયબર સિક્યુરિટી, ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ્સ, ફીઝીકલ સિક્યુરિટી, પરિમિટર પ્રોટેક્શન, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ, ઇન્ટ્રુડર એલાર્મ્સ અને ફાયર એલાર્મ્સ જેવી પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરનારો મહત્વનો સિક્યુરિટી અને ફાયર ઇવેન્ટ છે.
SAFE 2017ની ત્રીજી આવૃત્તિની જાહેરાત અંગે બોલતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "આજે વિશ્વની તમામ સરકારો પોતાના નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટેની જરૂરિયાત અંગે સર્વસંમત છે. તેણે સિક્યુરિટી ઇન્ડસ્ટ્રીમાં ટોચના પ્લેયર્સ વચ્ચે ગળાકાપ હરિફાઈનો તખ્તો તૈયાર કરી એક ખૂબ મોટું માર્કેટ ખોલી આપ્યું છે. સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કેટલીક સંસ્થાઓને હવે તેમની સુરક્ષાની રણનીતિનું નવીનીકરણ કરવાની જરૂરિયાત સમજાઈ રહી છે અને અકસ્માતોનું નિરીક્ષણ કરવા તેમજ તેના પર કાબૂ મેળવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી અંગે ચર્ચા કરી રહી છે. તેજ રીતે, ભારતમાં ફક્ત કોર્પોરેટ હાઉસિઝમાં જ નહીં પરંતુ RWA અને સિક્યુરિટી એજન્સીઓમાં પણ વીડિયો સર્વેલન્સની માગમાં તીવ્ર વધારો થયો છે. એક્સેસ કન્ટ્રોલ, બાયોમેટ્રિક્સ, એલાર્મ સિસ્ટમ્સ, ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી, હોમ ઓટોમેશન, પરિમિટર સિક્યુરિટી અને મેટલ ડિટેક્ટર્સ જેવી સિક્યુરિટી સિસ્ટમ્સને સતત અપડેટ કરવામાં આવી રહી છે અને લોકોના જીવ બચાવવા માટે તેમાં પૂરતી ક્ષમતા છે."
તેમણે આગળ ઉમેર્યું કે, "દક્ષિણ ભારત એ કૉમર્શિયલ સિક્યુરિટી અને ભારતમાં માતૃભૂમિની સુરક્ષા માટેનું ખૂબ મહત્વનું બિઝનેસ હબ હોવાથી UBM India SAFE-South India 2017 દ્વારા આ ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેઇનની સાઇકલ મજબૂત બનાવવાની સાથે-સાથે આ ક્ષેત્રમાં વિકસી રહેલા માર્કેટમાં પ્રવેશ મેળવી આપવાનો અને બિઝનેસની તકો પૂરી પાડવાનો ઇરાદો ધરાવે છે."
આ એક્સ્પો ટોચની સિક્યુરિટી કંપની માટે મહત્વના નિર્ણયકર્તાઓ સાથે સંબંધ સ્થાપિત કરવાની સાથે-સાથે તેમની પ્રોડક્ટ્સને ઉભરી રહેલાં માર્કેટમાં રજૂ કરવાનું એક લોન્ચ પેડ બની રહેશે. આ મેળાવડામાં હોસ્પિટાલિટી, IT/BPO અને સર્વિસ ઇન્ડસ્ટ્રી, રીયલ એસ્ટેટ, પોર્ટ ઓથોરિટીઝ, પાવર પ્લાન્ટ્સ, લોજિસ્ટિક્સ, બાંધકામ, આર્કિટેક્ચર, ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, ઇન્ડસ્ટ્રીયલ, રીટેલ, જ્વેલરી, સ્વાસ્થ્ય, શિક્ષણ, IT, નેટવર્કિંગ, ટેલિકોમ્સ, ઓટોમેશન, BFSI જેવા ક્ષેત્રોના સિક્યુરિટી અને સેફ્ટી મેનેજર્સ સહિત સમગ્ર ઇન્ડસ્ટ્રીના વ્યાવસાયિકો હાજર રહેશે.
SAFE Indiaએ તેના ત્રીજા વર્ષમાં ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ અને તેના Premier Plus Partners ESSL, Hikvision, Mark Electronics, GPS, UNICAM Systems અને TVT તેમજ તેના Premier Partners In4 Solutions, Road Point India, Starex, Orbit અને ZKT Eco સહિતના મહત્વના પ્રદર્શનકર્તાઓને આકર્ષીને પોતાના વ્યાપ અને ગહનતામાં વધારો કર્યો છે. એક્સ્પોમાં હાજર રહેનારા અન્ય મહત્વના સહભાગીઓમાં Vamosys, Hash Control, Swipe Technologies, Spectra, Main Hardware, Vitaran, Matrix Comsec, Mantra, ERD, TS Infosystems, Commnet, Swaraj Secutech, Pictor, Copper Connections, WYSE, Green Field, Supreme Computers, Micro અને Super Microનો સમાવેશ થાય છે.
UBM India વિશેઃ
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM Indiaના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઇ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે, જે એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચાઇના, ભારત અને મલેશિયા ભૂખંડની સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc એ વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. સતત વિકસી રહેલા ડિજીટલ વિશ્વમાં અર્થસભર અને માનવીય સ્તરે જોડાવવાના મૂલ્યની અગત્યતા આથી વધુ અગાઉ ક્યારેય નહોતી. UBM ખાતે ઉદ્યોગોના વિવિધ સેક્ટર વિશેનું અમારું ઊંડુ જ્ઞાન અને ઝુનૂન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધો સ્થાપિત કરે છે, ડીલ પાર પાડે છે અને તેમનો બિઝનેસ વિકસાવે છે. 20થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સામગ્રીઓ સુધીના 50થી વધુ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યવાન અને ઉત્સાહી લોકો અને માર્કેટમાં અગ્રણી ગણાતા કાર્યક્રમો બિઝનેસ કરનારા લોકોને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે http://www.ubm.com;ની મુલાકાત લો, UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમારા Twitter પર @UBMને અને LinkedIn પર UBM Plcને ફોલો કરો.
મીડિયા સંપર્કઃ
Roshni Mitra
[email protected]
+91-22-61727000
UBM India Pvt Ltd.
Mili Lalwani
[email protected]
UBM India Pvt Ltd.
Share this article