નવી દિલ્હી, June 13, 2017 /PRNewswire/ --
માર્કેટના વૈશ્વિક પડકારો અને ટેકનોલોજીના વિકાસ વચ્ચે IMA® (Institute of Management Accountants) દ્વારા ફાઇનાન્સ અને એકાઉન્ટિંગની વિકસતી જતી ભૂમિકા વિશે વાત કરવા માટે શ્રેણીબદ્ધ કોર્પોરેટ મુલાકાતો ગોઠવવામાં આવી હતી. 17થી 24 મે દરમિયાન Benjamin R. Mulling, CMA, CPA, CITP, Chair-Emeritus of IMA's Global Directors; Chief Financial Officer (CFO) of TENTE Casters; અને Jim Gurowka, CAE, IMA Senior Vice President, Global Business Development એ દિલ્હી, નોઈડા, ગુડગાંવ, બેંગલોર અને ચેન્નાઇ સહિતના ભારતના મોટા શહેરોની મુલાકાત લીધી હતી અને સાથી CFOs તથા ફાઇનાન્સ લીડર્સ સાથે વાતચીત કરી હતી.
(Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
Mulling જણાવ્યું હતું કે, 'એકાઉન્ટિંગના વ્યવસાય સહિત ઘણા બધાં ક્ષેત્રોમાં ટેકનોલોજીના બળોએ નોકરીના પ્રકાર બદલવાની શરૂઆત કરી દીધી છે. ઑફશોરિંગ એ આ મોટા પરિવર્તનનો પ્રથમ સંકેત હતો. હવે ઑફશોરિંગને ખદેડવા માટે ઓટોમેશનની શરૂઆત થઈ ગઈ છે.' મોટાભાગની નોકરીઓ કમ્પ્યૂટર પ્રોગ્રામર્સ, સોફ્ટવેર એન્જિનિયર્સ, એકાઉન્ટન્ટ્સ, ઓડિટર્સ અને ઇન્શ્યોરન્સ એજન્ટ્સની પાસે જવા સાથે ભારતમાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની ઇન્ડસ્ટ્રી 150 યુએસ બિલિયન ડૉલર્સની છે.
Mullingએ દિલ્હીમાં Tata Power Delhi Distribution, IBM, Amexની અને ગુડગાંવમાં AIGની તેમજ નોઈડામાં Metlife's Global Operations Support Centre મુલાકાત લીધી હતી. ત્યાંથી તેઓ બેંગલોર જવા રવાના થયા હતા અને Axa Business Services, VMware, Viteos અને the Societe Generale Global Solution Center ખાતે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગના અગ્રણીઓ તેમજ ટીમના સભ્યો સાથે વાતચીત કરી હતી. બેંગલોરમાં Jain Universityના સહયોગથી અને માન્ય પ્રદાતા તરીકે Miles Education, IMA's Platinum સાથે ભેગા મળીને IMA Bangalore Chapterના સભ્યો દ્વારા આયોજિત કરવામાં આવેલ કોર્પોરેટ કોન્ક્લેવમાં તેઓ મુખ્ય વક્તા હતા.
ચેન્નાઇમાં Mullingએ Cognizant અને WNSની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વર્તમાન ટ્રેન્ડ્સનો લાભ ઉઠાવવા માટે જરૂરી હેન્ડ્સ-ઑન સ્કિલ્સ કેવી રીતે વિકસાવવી તેની પણ વાત કરી હતી.
ફક્ત 28 વર્ષની વયે CFO બની જનારા Mullingએ જણાવ્યું હતું કે, 'ડેટા એક્સપર્ટ્સ બનો. ફાઇનાન્સના વ્યવસાયમાં દાખલ થનારા નવા લોકો અને ફાઇનાન્સની કામગીરી, બિઝનેસ તેમજ વ્યવહારોની અંદરના અને બહારની ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે અનુકૂલન સાધો.' Mulling ત્યારથી જ ફાઇનાન્સ લીડરશીપ અંગે અને પરિવર્તનમાં સૌથી આગળ રહેવા માટેના માર્ગ અંગે ચર્ચા કરતા આવ્યા છે.
Mulling એ નવી દિલ્હીમાં આવેલ Hotel Lalit ખાતે CFOની ગોળમેજી ચર્ચાનું નેતૃત્વ પણ કર્યું હતું, જ્યાં એનાલીટિક્સ અને ટેકનોલોજીના યુગમાં CFO દ્વારા સામનો કરવામાં આવી રહેલા પડકારો અંગે ચર્ચા કરવા 12 CFOsએ હાજરી આપી હતી. આ CFOની ગોળમેજી ચર્ચાનું આયોજન MyCFO, Miles Education, અને CMA Learning Systemના પ્રકાશક John Wiley and Sons, Inc. (Wiley)ની ભાગીદારીમાં કરવામાં આવ્યું હતું.
Mullingએ તેમના સાથી CFOsને સલાહ આપી હતી કે, "હવે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વ્યાવસાયિકોને બિઝનેસ પાર્ટનર્સ તરીકે જોવામાં આવી રહ્યાં છે. આ અપેક્ષા પર ખરાં ઉતરવા માટે ડેટા અને પરિણામો આપવાથી વિશેષ માહિતીના અર્થઘટન અને નિર્ણય લેવાની પ્રવૃત્તિમાં યોગદાન આપવા તરફ આગળ વધી CFOs અને તેમની ફાઇનાન્સ ટીમે વધુ મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડવી જોઇએ.'
વર્ષ 2012થી IMA CFO અને ફાઇનાન્સ ફંક્શનની બદલાતી ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવી રહ્યી છે. IMA આવી કોર્પોરેટ મુલાકાતો અને ગોળમેજી ચર્ચાઓ મારફતે રીટુલિંગ અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ માટે સતત શીખતા રહેવાના મૂલ્ય પર ભાર મૂકે છે, કે જેમણે હવે ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ફંક્શન સાથે બિઝનેસ એનાલીટિક્સને એકીકૃત કરવું પડશે.
IMA® (Institute of Management Accountants) વિશે
એસોશિયેશન ઑફ એકાઉન્ટન્ટ્સ એન્ડ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ ઇન બિઝનેસ IMA એ સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એસોશિયેશનમાનું એક છે, જે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ ધપાવવા તરફ સંપૂર્ણપણે કેન્દ્રીત છે. IMA વૈશ્વિક સ્તરે સંશોધનના માધ્યમથી વ્યવસાય, the CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, નિરંતર શિક્ષણ, નેટવર્કિંગ અને સર્વોચ્ચ નૈતિક્તા ધરાવતી વ્યાવસાયિક કામગીરીની હિમાયત કરે છે. IMA 140 દેશમાં 85,000 સભ્યનું વૈશ્વિક નેટવર્ક અને 300 વ્યાવસાયિકો અને સ્ટુડન્ટ્સ ચેપ્ટર ધરાવે છે. Montvale, N.J., USA ખાતે હેડક્વાર્ટર ધરાવવાની સાથે IMA તેના ચાર વૈશ્વિક ક્ષેત્ર The Americas, Asia/Pacific, Europe અને Middle East/India મારફતે સ્થાનિય સેવાઓ પૂરી પાડે છે.
IMA અંગે વધુ માહિતી માટે http://www.imanet.orgની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Janice Sevilla
Communications Specialist
Institute of Management Accountants (IMA)
[email protected]
+91-900-316-2258
Share this article