મુંબઈ, June 5, 2017 /PRNewswire/ --
સમગ્ર ભારતમાં સફળતાપૂર્વક 1500+ MOM ATM સ્થાપિત કર્યા
MoneyOnMobile, (OTCQX: MOMT) 18મી મે, 2017ના રોજ મુંબઈ ખાતે યોજાયેલા Elets Digital Banking & Payments Conclaveમાં 'The Best Mobile Payment Solution of the Year' એવોર્ડ અને 26મી મે, 2017ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી BusinessWorld Digital India Summit, ખાતે 'Best Implementation of Digital Payments' એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
MoneyOnMobileએ સમગ્ર ભારતમાં MoneyOnMobileના રિટેલ નેટવર્ક ઉપર રોકડ ઉપાડ સુવિધા પુરી પાડવા માટે તેના ATM શરૂ કર્યા છે અને વર્તમાન સમયે 1500થી વધારે રિટેલ સ્ટોર્સ ખાતે સફળતાપૂર્વક ATM સ્થાપ્યાં છે.
જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર Mr Ranjeet Oakએ આ અંગે જણાવ્યું હતું કે, "તે ખૂબ જ પ્રેરણાત્મક બાબત છે કે ભારતમાં ડિજિટલ પેમેન્ટને લોકો સુધી પહોચાડવાના અમારા પ્રયત્નોએ અમને ખૂબ જ સ્વીકૃતિ મળી છે. તાજેતરમાં MOM ATMએ ડિજિટલ પેમેન્ટ ઇન્ડસ્ટ્રી તરફથી બે પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધી પ્રાપ્ત માટે તેમના પ્રયત્નો માટે હું MoneyOnMobileની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું."
MoneyOnMobile ના ચેરમેન અને CEO, Harold Montgomeryએ જણાવ્યું હતું કે, "અમારી ટીમને આ પ્રતિષ્ઠિત સંસ્થાઓ તરફથી પ્રાપ્ત થયેલા સન્માન માટે અમે ખૂબ જ ગર્વ અને સન્માન અનુભવીએ છીએ. અમારી ટીમ હંમેશા કેવી રીતે અમારા રિટેલર્સને તેમના વ્યવસાયમાં મદદરૂપ બનવા માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સેવાઓ પુરી પાડવી તેનો વિચાર કરતી હોય છે. આ પ્રકારની સ્વીકૃતિ અમારી ટીમે રોજેરોજ વિચારપૂર્વક હાથ ધરેલા પ્રયત્નો અને સમર્પણને માન્યતા બક્ષે છે."
MoneyOnMobile વિશે
MoneyOnMobile, Inc. વૈશ્વિક મોબાઇલ પેમેન્ટ્સ ટેક્નલોજી અને પ્રોસેસિંગ કંપની છે જે તેની ભારતીય પેટા કંપનીઓ દ્વારા મોબાઇલ પેમેન્ટ સેવાઓ પુરી પાડે છે. MoneyOnMobile ભારતીય વપરાશકર્તાઓને તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ચીજ-વસ્તુઓ અને સેવાઓની ચુકવણી કરવા અથવા એક સેલ ફોનથી બીજા ફોનમાં નાણાં હસ્તાંતર કરવા માટે સક્ષમ બનાવે છે. તેનો SMS ટેક્સ્ટ પ્રણાલી અથવા MoneyOnMobile એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ દ્વારા સરળતાથી ઉપયોગ કરી શકાય છે. MoneyOnMobile સમગ્ર ભારતમાં 3,30,000થી વધારે રિટેલ કેન્દ્રો
ધરાવે છે.
Safe Harbor નિવેદન
આ રિલીઝ કોઇપણ એકમની કોઇપણ થાપણોના વેચાણની દરખાસ્ત અથવા ખરીદવા માટે દરખાસ્તની વિનંતી કરતી નથી. આ રિલીઝ અમારી વર્તમાન અપેક્ષાઓ, આગાહીઓ અને ધારણાઓના આધારે કેટલાક ભવિષ્ય સંબંધિત નિવેદનોનો સમાવેશ કરે છે જેમાં જોખમો અને અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે. આ રિલીઝમાં સમાવિષ્ટ ભવિષ્ય સંબંધિત નિવેદનો તેની જે-તે તારીખે અમારી સમક્ષ ઉપલબ્ધ માહિતી ઉપર આધારિત છે. અમારા વાસ્તવિક પરિણામો અમારા વ્યવસાય સાથે સંકળાયેલા જોખમો અને અનિશ્ચિતતાઓના કારણે આવા ભવિષ્ય સંબંધિત નિવદનોમાં નિર્દિષ્ટ અથવા ગર્ભીત રીતે રહેલા નિવેદનોથી વાસ્તવિકપણે ભિન્ન હોઇ શકે છે, જેમાં 19 ઓગસ્ટ, 2016ના રોજ ફાઇલ કરેલા અમારા ફોર્મ 10-K માં જાહેર કરાયેલા જોખમ પરિબળોનો સમાવેશ થાય છે. ભવિષ્ય સંબંધિત નિવેદનોમાં અમારી ધારણાંઓ, માન્યતાઓ, ઇરાદાઓ અથવા ભવિષ્ય સંબંધિત રણનીતિઓનો સમાવેશ થાય છે અને તેને "anticipate," "believe," "could," "estimate," "expect," "intend," "may," "should," અને "would" અથવા સમાન શબ્દો દ્વારા ઓળખી શકાય છે. નવી માહિતી, ભવિષ્ય અથવા અન્ય કોઇ ઘટનાઓના પરિણામે આ પ્રેસ વિજ્ઞપ્તિમાં સમાવિષ્ટ માહિતી અંગે જાણકારી આપવાની અમે કોઇ જવાબદારી ધારણ કરતાં નથી.
કોર્પોરેટ કમ્યુનિકેશન કોન્ટેક્ટઃ
Navaz Damania
Vice President - Corporate Communications
61, MoneyOnMobile House
Ramchandra Lane, Malad West
Mumbai - 400064
Tel: +91-22-45021541
Web site: http://MoneyOnMobile.in
Twitter: https://twitter.com/MoneyOnMobile
Facebook: https://www.facebook.com/MoneyOnMobile
LinkedIn: https://www.linkedin.com/company/MoneyOnMobile
YouTube: https://www.youtube.com/channel/UCxqO4N1z9acnQmEysjqfBaQ
Share this article