Jindalના વિદ્યાર્થીઓ Oxford, Harvard અને Columbia Universities ખાતે વિદેશ શિક્ષણ કાર્યક્રમો હાથ ધરશે
સોનીપત, ભારત, June 5, 2017 /PRNewswire/ --
- ભારતીય વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક તકો સંબંધે આંતરરાષ્ટ્રીય જોડાણોએ માર્ગ મોગળો કર્યો
- યુનિવર્સિટીના વિદેશમાં શિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે 120થી વધુ વિદ્યાર્થીઓ વિશ્વભરમાં પ્રવાસ ખેડશે
વિદેશમાં અભ્યાસમાં વિતાવેલો ગાળો માત્ર શિક્ષણ અને વ્યાવસાયિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓના જીવનને જ સમૃદ્ધ નથી કરતો, પરંતુ તેનાથી તેમની ભાષા, બુદ્ધિમત્તા અને સ્વ-જાગૃતિ કૌશલ્ય પણ સુધારવામાં મદદ કરે છે. આ અનુભવો વિદ્યાર્થીઓને મહત્ત્વપૂર્ણ વૈશ્વિક અનુભૂતિ, પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈને ચાવીરૂપ નિપૂણતા હાંસલ કરાવે છે જેનું નોકરીદાતાઓને મન ઘણું મૂલ્ય છે.
પોતાના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક તકોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોમાં O.P. Jindal Global University અગ્રેસર છે, જેના સ્નાતકો અગ્રણી વિશ્વ સ્તરીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ ખાતેના વિદેશ અભ્યાસ કાર્યક્રમો હાથ ધરી ચૂક્યા છે અને ધરી રહ્યા છે. આ કાર્યક્રમોના ભાગરૂપે 120થી વધુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ આ ઉનાળામાં વિશ્વભરમાં અગ્રણી સંસ્થાઓમાં અભ્યાસ કરશે.
માનવ અધિકાર અને વિકાસની થીમ પર Harvard T. H. Chan School of Public Health ખાતે માનવ અધિકાર અને વિકાસ અંગેના કાર્યક્રમ માટે 30થી વધુ વિદ્યાર્થી નોંધણી કરાવી ચૂક્યા છે, જ્યારે અન્ય 30 વિદ્યાર્થી International Law and Global Governance at Somerville College, Oxford ખાતે અભ્યાસ કરશે, જ્યારે 15 વિદ્યાર્થીએ Columbia University ખાતે બિઝનેસ એન્ડ કોર્પોરેટ લોના અભ્યાસ માટે નોંધણી કરાવી દીધી છે.
જ્યારે 17 વિદ્યાર્થીનું અન્ય ગ્રુપ આગિયાર ટોચની East-European Universitiesની અભ્યાસ મુલાકાત માટે Europeની મુલાકાત લેશે તથા અન્ય કેટલાક ITAM, Mexico અને China University of Political Science and Law ખાતે અભ્યાસ કરશે. University of Granda અને Instituto Superior de Derecho Economia, Madrid ખાતે ભાષા તાલીમ માટે પણ વિદ્યાર્થીઓ નોંધણી કરાવી ચૂક્યા છે.
વિદેશમાં અભ્યાસ તેમજ યુનિવર્સિટી ખાતે એક્સચેન્જ પ્રોગ્રામ માટેના પરિદૃશ્યનો ખ્યાલ આપતા, JGUના સ્થાપક ઉપ-કુલપતિ, પ્રોફેસર (Dr.) C. Raj Kumar કહે છે કે, "અમે વૈશ્વિક નાગરિકોનું સર્જન કરવા કટિબદ્ધ છીએ અને અમારા વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક તકોને સતત શોધી રહ્યા છીએ. અમારા એક્સચેન્જ પ્રોગ્રામ ફક્ત અમારા વિદ્યાર્થીઓને બહુસાંસ્કૃતિ અને સમૃદ્ધ વાતાવરણ સમક્ષ પ્રસ્તુત જ નથી કરતા, પરંતુ તે પાછળનો ઉદ્દેશ તેમને જરૂરી લાયકાતો અને ક્ષમતાઓથી સુસજ્જ કરવાનો છે જેથી વૈશ્વીકીકૃત બજારસ્થળમાં તેઓ નોખા તરી આવે."
"આમાંનો દરેક પ્રોગ્રામ ખાસ તૈયાર કરાયો છે અને કાયદા, બિઝનેસ, વૈશ્વિક પ્રશાસન વગેરે જેવા વૈવિધ્યસભર પાસાઓને આવરી લે છે, ઉદાહરણ સ્વરૂપે, University of Oxford ખાતેનો પ્રોગ્રામ Somerville College, Oxfordના સહયોગમાં છે અને તેમાં 'International Law and Global Governance'ને આવરી ત્રણ સપ્તાહ માટે આવરી લેવાયો છે, વિદ્યાર્થીઓ વિશ્વના આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક શ્રેષ્ઠ અધ્યાપકો પાસે ભણશે અને Oxford ખાતેની અનોખી શિક્ષણ પ્રણાલિની અનુભૂતિ મેળવશે. આ પ્રકારે જ, Harvard University ખાતે Harvard T. H. Chan School of Public Healthના સહયોગથી 'માનવ અધિકાર અને વિકાસ' અંગેનો ત્રણ સપ્તાહનો નિવાસી કોર્સ અમારા અન્ય સંખ્યાબંધ એક્સચેન્જ પ્રોગ્રામમાંનો એક છે," એમ Jindal Global Law School ખાતેના મદદનીશ અધ્યાપક અને મદદનીશ ડીન Aditya Swarup જણાવે છે.
આ પ્રોગ્રામમાં સામેલ છે ઈમર્સન ટ્રીપ્સ, જેની ડિઝાઈન વિદ્યાર્થીઓને France અને Spainની વ્યવસાય અને ભાષા હેતુક ટ્રિપ્સનો પ્રેક્ટિકલ, પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવા માટે બનાવાઈ છે. The Jindal Global Business School દ્વારા Naveen Jindal School of Management, University of Dallas, Texas ખાતે એક પ્રોગ્રામનું પણ આયોજન કરાય છે.
Oxford ખાતે સમર સ્કૂલ માટે તૈયારી કરી રહેલા B.A. LLBના 1લા વર્ષના વિદ્યાર્થી Shubham Daymaએ કહ્યું હતું કે, "Oxford ખાતે ફેકલ્ટી સાથે જોડાવા તેમજ આંતરરાષ્ટ્રીય કાયદા વિશે મારા વિચારો જણાવવા હું ખૂબ જ ઉત્સુક છું, અને Oxford Union ખાતે ડિબેટ્સમાં ભાગ લેવો એ પણ મારી પ્રાથમિકતામાં ટોચે છે."
O.P. Jindal Global Universityની સ્થાપના થઈ ત્યારથી તેણે વિશ્વભરના 45 દેશોમાં 175થી વધુ યુનિવર્સિટી અને સંસ્થાઓ સાથે સહકારની માવજત કરી છે. આ સહકારાત્મક સાહસોએ ભાગીદારીના 10 ભિન્ન સ્વરૂપનો અમલ કરવામાં મદદ કરી છે: Faculty Exchange Programmes, Student Exchange Programmes, Joint Teaching, Joint Research, Joint Conferences, Joint Publications, Dual Degree Programmes, Joint Executive Education Programmes, Summer and Winter Schools અને Study Abroad Programmes.
JGUના વિદ્યાર્થીઓ Brooklyn Law School, Bond University, East China University of Political Sciences and Law, ESADE Law School, SGV Sao Paolo, National Taiwan University, Queens Mary University, London, Singapore Management University, Stockholm University, Tel Aviv University, Tilburg University, University of California, Temple University, Cornell Law School અને Trinity College, Dublin સહિત ઘણી અન્ય અગ્રણી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓની એક્સચેન્જ અને વિદેશ અભ્યાસ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લઈ ચૂક્યા છે.
એક્સચેન્જ પ્રોગ્રામના ભાગરૂપે, વિદ્યાર્થીઓ વિદેશમાં એક ભાગીદાર યુનિવર્સિટીમાં એક સત્ર વિતાવે છે અને હોસ્ટ યુનિવર્સિટીમાં ક્રેડિટ પ્રાપ્ત કરે છે, જેનાથી JGU ખાતેની શૈક્ષણિક જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. આ કાર્યક્રમ આમ જોઈએ તો અન્યોન્ય છે, અને JGU ભાગીદાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ સ્વીકારે છે. આ પ્રોગ્રામ ફી માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચલાવાય છે, અને આ કારણે વિદ્યાર્થીઓ તેમના ટ્યૂશન માટે ઘરેથી ચૂકવણી કરવાનું ચાલુ રાખી શકે છે, જ્યારે ઘણા વિદ્યાર્થીઓને ભાગીદાર સંસ્થાઓની શિષ્યવૃત્તિ મળે છે.
વિદેશ અભ્યાસ કાર્યક્રમ ભરતી કરનારા તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેઓ વૈશ્વિક માપદંડો તથા આંતરરાષ્ટ્રીય પરિદૃશ્યનું જ્ઞાન ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપે છે.
O.P. Jindal Global University (JGU) વિશે
JGU એ એક સંશોધન-સઘન યુનિવર્સિટી છે જે પોતાની છ સ્કૂલમાં સંખ્યાબંધ સંશોધન કેન્દ્રોના સ્વરૂપમાં સંશોધન ઝૂમખું ધરાવે છે અને હાલ 42 દેશોમાં 150 કરતા વધુ અગ્રણી યુનિવર્સિટીઓ સાથે આંતરરાષ્ટ્રીય સહકાર માટેની વ્યવસ્થા ધરાવે છે. માત્ર છ વર્ષના ટૂંકા ગાળામાં JGUએ National Assessment and Accreditation Council (NAAC) તરફથી સર્વોચ્ચ રેટિંગ ગ્રેડ 'A' પ્રાપ્ત કરવા માટે હરિયાણા રાજ્યની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બનવાનું ગૌરવ પણ હાંસલ કર્યું છે.
વધુ માહિતી માટે મુલાકાત લો: http://www.jgu.edu.in/
મીડિયા સંપર્ક:
Kakul Rizvi
Additional Director
Communications and Public Affairs
O.P. Jindal Global University
+91-8396907273
[email protected]
Share this article