મુંબઈ, May 23, 2017 /PRNewswire/ --
Sahu દક્ષિણ એશિયા અને અમેરિકામાં ઉત્પાદનો માટે વિકાસશીલ બજારોમાં બહોળો અનુભવ ધરાવે છે
MoneyOnMobileએ જે જાહેરાત કરી હતી કે કંપનીએ બિઝનેસ ડેવલપમેન્ટનાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે Ankit Sahuની નિમણૂક કરી છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20161026/432722LOGO )
Sahu વિવિધ કંપનીઓ માટે કામ કરવાનો 25 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, જેણે સ્થાપિત ઉત્પાદનો સાથે નવા બજારોમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તેઓ અગાઉ News Corp., IMG Inc., Merrill Lynch/Bank of Americaમાં કામ કરતાં હતાં અને છેલ્લે UBS Financial Services માટે ઇન્વેસ્ટમેન્ટનાં પ્રથમ વાઇસ પ્રેસિડન્ટ હતાં.
Sahu મૂળે ભારતનાં છે અને હિંદી ભાષા પર સારી પકડ ધરાવે છે. ફાઇનાન્સિયલ ટેકનોલોજી અને માર્કેટપ્લેટમાં બહોળા અનુભવ સાથે Sahu ભારતીય મૂડીરોકાણ અને ઉપભોક્તા બજારની તકો વિકસાવવા યોગ્ય અનુભવ ધરાવે છે.
સાહુએ કહ્યું હતું કે, "મારી પ્રથમ જોબ એશિયામાં પ્રથમ pay-TV નેટવર્કનું નિર્માણ કરવાની હતી. ત્યાંથી ફેમિલી ઓફિસ અને હાઇ-નેટ-વર્થ વ્યક્તિઓ સાથે કામ કર્યું છે. આ દરમિયાન મારાં માટે સૌથી મોટો પડકાર રોકાણકારો અને ઉપભોક્તાઓ એમ બંનેને નવાં ઉત્પાદનો કે પ્રક્રિયાઓ વિશે જાણકારી આપવાનો રહ્યો છે. MoneyOnMobileમાં જોડાવું મારા માટે ઘરવાપસી સમાન છે - જે અભૂતપૂર્વ ટેકનોલોજી છે - અને મારું માનવું છે કે હું તેને અસરકારક રીતે વિકસાવવા માટે મદદ કરી શકીશ અને તેને ભારતમાં વિસ્તૃત રીતે સ્વીકાર્ય સેવા બનાવી શકીશ."
MoneyOnMobileનાં જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર રણજીક ઓકે કહ્યું હતું કે, "Ankit Sahu અમેરિકામાં રોકાણકારોને જાણકારી આપવા અમને મદદ કરવાની અને ભારતમાં કોન્ટેક્ટ વિકસાવવાની સારી પોઝિશનમાં છે. તેમનું ફાઇનાન્સિયલ અને ટેકનોલોજીલ બેકગ્રાઉન્ડ તેમજ બજારની સારી જાણકારી કંપની માટે ઉપયોગી અનુભવ લાવે છે. MoneyOnMobileમાં દરેક તેમનાં આગમનથી રોમાંચિત અને ખુશ છે."
ભારતનાં અજમેરમાં માયો કોલેજમાં અભ્યાસ કરેલા Sahuની પસંદગી ઇંગ્લેન્ડની એટોન કોલેજમાં વિદ્યાર્થીઓનાં આદાનપ્રદાનમાં થઈ હતી. પછી તેમણે બેંગલોર યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલીકમ્યુનિકેશનમાં બેચલરની ડિગ્રી મેળવી હતી તથા યુનિવર્સિટી ઓફ સાન ફ્રાન્સિસ્કોમાંથી ફાઇનાન્સમાં એમબીએ કર્યું હતું. તેઓ તેમનાં પરિવાર સાથે સાન ફ્રાન્સિસકોમાં રહે છે અને એચબીઓ ડોક્યુમેન્ટરી, સાન ફ્રાન્સિસ્કો 2.0નાં મુખ્ય પ્રદાતાઓમાંનાં એક છે.
MoneyOnMobile વિશે
MoneyOnMobile તમામ સાઇઝનાં રિટેલર્સને તેમનો વ્યવસાય શરૂ કરવા, સંચાલન કરવા અને વિકસાવવામાં મદદ કરે છે. MoneyOnMobile પેમેન્ટ પ્લેટફોર્મ રિટેલર્સને તેમનાં ગ્રાહકોને રોજિંદા જીવન માટેની જરૂરિયાત પૂર્ણ કરતાં નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરે છે, જે સંપૂર્ણ અનુકૂળતા ધરાવે છે અને કોઈ પણ સ્થળે ઉપયોગ કરવામાં સરળ છે. અમારાં રિટેલર્સ MoneyOnMobileનાં વ્યવસાયનું મુખ્ય સંચાલક પરિબળ છે. તેઓ તેમનાં અને અમારાં વ્યવસાય માટે દરેક વ્યવહારમાંથી કમિશન મેળવે છે. અમે રિટેલર્સ સાથે વિકસાવેલ સંબંધ અમને બજારમાં વિશિષ્ટ બનાવે છે અને અમે વિકસાવેલ પ્રોડક્ટ્સની પાછળ સંચાલક પરિબળ છે.
સેફ હાર્બર સ્ટેટમેન્ટ
આ રીલિઝ કોઈ પણ કંપનીની કોઈ પણ સીક્યોરિટીનું વેચાણ કરવાની કે ખરીદવાની ઓફર ધરાવતી નથી. આ રીલિઝ અમારી અપેક્ષાઓ, ધારણાઓ અને અંદાજો પર આધારિત ફોરવર્ડ-લૂકિંગ સ્ટેટમેન્ટ ધરાવે છે, જેમાં જોખમ અને અનિશ્ચિતતાઓ સંકળાયેલ છે. આ રીલિઝમાં ફોરવર્ડ-લૂકિંગ સ્ટેટમેન્ટ અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારાં વાસ્તવિક પરિણામો અગાઉ જણાવેલ કે આ પ્રકારનાં ફોરવર્ડ-લૂકિંગ સ્ટેટમેન્ટમાં સૂચિતાર્થોથી અલગ હોઈ શકે છે, જે માટે અમારાં વ્યવસાય સાથે સંકળાયેલ જોખમો અને અનિશ્ચિતતાઓ જવાબદાર હોઈ શકે છે, જેમાં 19 ઓગસ્ટ, 2016નાં રોજ ફાઇલ કરેલ અમારાં ફોર્મ 10-Kમાં જણાવેલ જોખમકારક પરિબળો સામેલ છે. ફોરવર્ડ-લૂકિંગ સ્ટેટમેન્ટમાં અમારી અપેક્ષાઓ, માન્યતાઓ, ઇરાદાઓ કે ભવિષ્ય સાથે સંબંધિત વ્યૂહરચનાઓ સામેલ છે તથા ફોરવર્ડ-લૂકિંગ શબ્દો જેમ કે "અપેક્ષિત", "વિશ્વાસ", "થઈ શકે છે", "અંદાજ", "અપેક્ષા", "ઇરાદો", "બની શકે છે", "હોવું જોઈએ" અને "થશે" કે અન્ય શબ્દોથી ઓળખી શકાશે. અમે આ પ્રેસ રીલિઝમાં સામેલ માહિતીને અપડેટ કરવાની જવાબદારી ધરાવતાં નથી, જે નવી માહિતીનું પરિણામ, ભવિષ્યની ઘટનાઓ કે અન્ય કોઈ બાબત સાથે સંકળાયેલ હોઈ શકે છે.
મીડિયા સંપર્ક:
Navaz Damania,
Vice President of Corporate Communications, MoneyOnMobile
61, MoneyOnMobile House
Ramchandra Lane, Malad West
Mumbai - 400064
Tel: +91-22-45021541
E-mail: [email protected]
Web site: http://MoneyOnMobile.in
Twitter: https://twitter.com/MoneyOnMobile
Facebook: https://www.facebook.com/MoneyOnMobile
LinkedIn: https://www.linkedin.com/company/MoneyOnMobile
YouTube: https://www.youtube.com/channel/UCxqO4N1z9acnQmEysjqfBaQ
Share this article