મુંબઈ, May 12, 2017 /PRNewswire/ --
ફાર્માશ્યુટિકલ્સની સંખ્યાબંધ સફળ પરિષદોનું આયોજન કરતા UBM Indiaના એક વિભાગ CPhI Conferencesએ 6ઠ્ઠી વાર્ષિક Innopack Pharma Confexની જાહેરાત કરી છે, જે Mumbaiમાં The Sahara Star ખાતે 1-2 જૂન, 2017ના રોજ યોજાશે. Confex ફાર્મા પેકેજિંગ ઉદ્યોગના વ્યાવસાયિકો માટે એક છત હેઠળ એકત્રિત થવા, નેટવર્ક બનાવવા, વિચારો અને જ્ઞાનની આપ-લે કરવા, જોડાણ રચવા અને ફાર્મા પેકેજિંગ ઉદ્યોગના ભવિષ્યને આકાર આપવા માટેનું અગ્રણી મંચ બનવાની આશા છે.
(Logo: http://mma.prnewswire.com/media/510763/Innopack_2017_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
Confexનું ઉદઘાટન પ્રવર્તમાન વર્ષે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય વિભાગના માનનીય સચિવ Ms. Rita A. Teaotia કરશે અને તેઓ ભારતીય ફાર્મા ઉદ્યોગની ઉત્ક્રાંતિ અંગેના તેમના અભિપ્રાયોની આપ-લે કરશે. બે દિવસીય પરિષદ દરમિયાન મુખ્ય બાબતોનાં સત્ર Central Drugs Standard Control Organization (CDSCO)ના ડેપ્યુટી ડ્રગ્સ કન્ટ્રોલર (ભારત) Dr. K Bangarurajan; Indian Institute of Packagingના ડિરેક્ટર અને પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ઓફિસર Dr. N.C. Saha અને Ecobliss India Pvt. Ltdના મેનેજિંગ ડિરેક્ટર Mr. Chakravarthi AVPS દ્વારા આપવામાં આવશે. આ પરિષદમાં ફાર્માશ્યુટિકલ પેકેજિંગની વૃદ્ધિ, નિયમનો અને ભવિષ્ય અંગે વિસ્તૃત્ત ચર્ચા કરવામાં આવશે.
Confexમાં Packaging Clinic and Research Institute (PCRI)ના ડિરેક્ટર Prof. B K Karna; Dr. Reddy's Laboratories Ltd ના ડિરેક્ટર - પેકેજિંગ ડેવલપમેન્ટ Ms. Neelam Lalwani; Aurobindo Pharmaના હેડ - પેકેજિંગ ડેવલપમેન્ટ Mr. Prasad Satam; Mylanના વાઇસ પ્રેસિડેન્ટ Mr. Prabir Das; Dr Reddy's Laboratoriesના ડિરેક્ટર - પેકેજિંગ ડેવલપમેન્ટ Mr. Barun Dey; Dr. Reddy's Laboratories ના વાઇસ પ્રેસિડેન્ટ - ઈન્ડિયા બિઝનેસ Mr. Manish Bajaj; Alembic Pharmaceutical Limitedના સિનિયર મેનેજર - પેકેજિંગ ડેવલપમેન્ટ સેલ Ms. Anahita Karande; Unichem Laboratories Limitedના પેકેજિંગ ડેવલપમેન્ટના હેડ Mr. Pradeep Dhargalkar સહિતના ઘણા અગ્રણી વક્તાઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે અને તેઓ ફાર્મા ઉદ્યોગમાં પેકેજિંગ માટેના જુદા જુદા પાસાઓ અંગે તેમના અભિપ્રાયોની આપ-લે કરશે.
InnoPack Pharma એ ફાર્મા પેકેજિંગમાં નવીનીકરણ માટે પોતાને પ્રમુખ મંચ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. પાછલા વર્ષે યોજાયેલી પાંચમી આવૃત્તિએ બે વ્યસ્ત દિવસ દરમિયાન દેશભરમાંથી 650થી વધુ અતિથિઓને આકર્ષ્યા હતા.
આ પરિષદ શિર્ષક ભાગીદાર તરીકે Accupackના સહકારથી The India Packaging Awardsની (1લી જૂન) બીજી આવૃત્તિ રજૂ થયા બાદ યોજાશે. આ એવોર્ડ્સ પેકેજિંગ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા અને નવીનીકરણને સન્માનિત કરશે અને જે લોકોએ પેકેજિંગમાં નવી શોધ કરી છે એવા વિચારકો અને સર્જકોનું સન્માન કરશે.
આ સાંજે ઉદ્યોગના માંધાતાઓ એક છત નીચે આવીને પ્રેરણાદાયી હોનહાર લોકોને પ્રોત્સાહન આપશે અને આ પરિષદમાં પ્રેઝનટેશન, વિશેષ પ્રોડક્ટની રજૂઆતો, મનોરંજન અભિનયની સાથે સાથે એવોર્ડ્સ અને સન્માન કાર્યક્રમનો સમાવેશ થશે.
The India Packaging Awardsએ નીચેની કેટેગરીઝમાં નોમિનેશન્સ માટે વ્યાપક પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છેઃ
6ઠ્ઠા વાર્ષિક InnoPack Pharma Confexની જાહેરાત અંગે UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે "ફાર્મા પેકેજિંગ આશાસ્પદ સેક્ટર છે અને તે ફાર્માશ્યુટિકલ ઉદ્યોગમાં યોગદાન આપનાર સફળ ક્ષેત્ર છે. InnoPack Pharma Confex પેકેજિંગના વૈવિધ્ય પાસાઓ પર પ્રકાશ પાડવામાં મદદ કરશે. તે નવીનીકરણ મારફતે ટકાઉતા જેવી ડ્રગ પેકેજિંગને લગતી ઉદ્યોગની શ્રેષ્ઠ પદ્ધત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. આ પરિષદ ઉદ્યોગને એક્સપોઝરનું સર્જન કરવા અને ઉપયોગમાં ન લીધા હોય એવા બજારોમાં પ્રવેશવાની સુવિધા કરી આપશે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "UBM India પણ બીજા India Packaging Awardsનું આયોજન કરવા માટે ઉત્સુક છે, જે પેકેજિંગ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા અને નવીનીકરણ અને વૈશ્વિક સ્તરે વૈચારિક નેતૃત્ત્વને આંતરરાષ્ટ્રીય સ્તરે પેકેજિંગમાં હાંસલ થયેલી સિદ્ધિઓનું અનાવરણ કરીને સન્માન, પ્રોત્સાહન અને અભિનંદન આપશે."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક છે, જે ઉદ્યોગને પ્રદર્શનો, કન્ટેન્ટ આધારિત સભાઓ અને પરિષદોના પોર્ટફોલિયો મારફતે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને એકત્રિત કરતું મંચ પૂરું પાડે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25થી વધુ મોટા સ્તરનાં પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; અને તેનાથી બહુવિધ ઉદ્યોગોમાં વેપાર સક્ષમ બને છે. UBM Asiaની કંપની UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia UBM plcની માલિકી ધરાવતી કંપની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને ચીન, ભારત તથા મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની અગ્રણી B2B કાર્યક્રમ આયોજક છે. વૃદ્ધિ પામી રહેલા ડિજિટલ વિશ્વમાં અર્થસભર, માનવ સ્તર પર જોડાણનાં મૂલ્યનું ક્યારેય એટલું મહત્ત્વનું રહ્યું નથી. UBM ખાતે અમે જેમને સેવા આપીએ છીએ એવા અદ્યોગિક ક્ષેત્રો માટે અમારું ઊંડું જ્ઞાન અને જુસ્સો એવા મૂલ્યવાન અનુભવનું સર્જન કરવા સક્ષમ બનાવે છે જેમાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધોનું નિર્માણ કરે છે, સોદા પૂર્ણ કરે છે અને તેમના કારોબારની વૃદ્ધિ કરે છે. 20થી વધુ દેશો સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી લઈને ફાર્માશ્યુટિકલ સામગ્રીઓ જેવા વિવિધ 50થી વધુ ક્ષેત્રોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળતા, જુસ્સો ધરાવતા લોકો અને બજારના અગ્રણી કાર્યક્રમો વેપારીઓને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે ઉત્સાહક તકો પૂરી પાડે છે.
મીડિયા સંપર્કઃ
UBM India
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Share this article