ચૈન્નાઈ, May 10, 2017 /PRNewswire/ --
કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)એ હાલમાં SPICe (એક દિવસ-એક પગલું) કંપની નોંધણીના નવા વર્ઝનને પ્રસ્તાવિત કર્યુ છે. SPICeનો અર્થ ઇલેક્ટ્રોનિકલી ઇન્કોર્પોરેટિંગ કંપની માટે સરળ પ્રોફોર્મા થાય છે. નવા SPICe હાલની પ્રક્રિયાનું ફરીથી એન્જિનિયરીંગ કરવાનું અને એક દિવસમાં કંપનીના ઇનકોર્પોરેશન એપ્લિકેશનની સંપૂર્ણ સરકારી પ્રક્રિયા માટે કેન્દ્રિય નોંધણી કેન્દ્રની સ્થાપનાનો લાભ લે છે. SPICe ડિરેક્ટર્સ ઓળખ સંખ્યા (DIN)ની ફાળવણી, નામની માન્યતા, સંસ્થાપન પ્રમાણપત્ર, કાયમી એકાઉન્ટ નંબર (PAN) અને ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર (TAN)ની એક પ્રક્રિયા હેઠળની ફાળવણીને એક ફોર્મમાં સંકલિત કરે છે. Lionel Charles, IndiaFilingsના સીઈઓ નવા SPICe ફોર્મના લાભોની અને ભારત અને MCAએ ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા માટે જબરજસ્ત પ્રગતિ કરી છે તેની વિગતવાર ચર્ચા કરે છે.
(photo: http://mma.prnewswire.com/media/509498/SPICe_Process.jpg )
INC-29 - SPICeનું પુરોગામી
નવા SPICe ફોર્મને જોવાનું શરૂ કરતાં પહેલાં, કોઇપણે સરકાર દ્વારા કંપનીને સરળ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવા લીધેલ અમુક પગલાં અને આજે એક દિવસમાં કંપનીનું સંસ્થાપન તેણે કેવી રીતે સરળ બનાવ્યુ તેને ધ્યાનમાં લેવું જોઇએ. SPICeને પ્રસ્તાવિત કરતાં પહેલાં, ફોર્મ INC-29 મે, 2015માં MCA દ્વારા કંપનીનું એક પગલાંમાં નિર્માણ કરવા માટે રજૂ કર્યુ હતું. INC-29 હેઠળ, DIN, નામની માન્યતા અને નિર્માણ મેળવવાની પ્રક્રિયા એક જ પ્રક્રિયામાં સુવ્યવસ્થિત હતી. આમછતાં, INC-29 ખામી વિનાનું ન હતું અને કારણ કે INC-29 ફોર્મમાં નામનું આરક્ષણ અને એકીકરણ એક પગલુંમાં જોડાય છે, જો કંપનીનું નામ કંપનીઓના રજીસ્ટ્રાર દ્વારા નકારવામાં આવેમ તો નિર્માણના દસ્તાવેજો સંપૂર્ણપણે ફરી કરવા પડતાં હતાં. વધુમાં, એપ્લિકેશની પ્રક્રિયા પણ સંબંધિત ROC દ્વારા થતી, જે સંસ્થાપન માટે વિવિધ સમયરેખા તરફ દોરી જાય છે.
કેન્દ્રિય નોંધણી કેન્દ્ર હેઠળ એકત્રીકરણ
માર્ચ 2016માં, MCAએ કેન્દ્રિય નોંધણી કેન્દ્રને પ્રસ્તાવિત કર્યુ, જે એક કેન્દ્ર હેઠળ બધી નામની માન્યતા અને નિર્માણની પ્રક્રિયાનું એકત્રિકરણ કરે છે. એક કેન્દ્ર હેઠળ બધી નામની માન્યતા અને નિર્માણની પ્રક્રિયાનું એકત્રિકરણ સાથે, નામની માન્યતા, નિર્માણ વગેરે માટે લેવાતો સમય સંપૂર્ણપણે સુવ્યવસ્થિત થયો અને પ્રક્રિયા સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો. હાલમાં, લગભગ બધી નામની માન્યતા અને નિર્માણની એપ્લિકેશનોને એકજ દિવસમાં પરવાનગી મળે છે. વધુમાં, કેન્દ્રિય નોંધણી કેન્દ્ર હેઠળ સંસ્થાપન અને નામની મંજૂરીનું એકત્રીકરણ નવા પ્રસ્તાવિત SPICe ફોર્મ માટે પાયો નાંખે છે, જે એક પ્રક્રિયામાં 5 અલગ અલગ પગલાં આપે છે.
eMOA અને eAOA સાથે SPICe
ઑક્ટોબર 2016માં, MCAએ પહેલાં SPICeને eMOA અને eAOA ભરવાની જોગવાઈઓ સાથે રજૂ કર્યુ હતું. જયારે કંપનીના નિર્માણ વખતે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અને આર્ટિકલ ઓફ એસોસિએશનની તૈયારી વ્યવસાયિક માટે નોંધપાત્ર સમય લે છે. આને સરળ બનાવવા અને પ્રમાણિત કરવા માટે ભારતમાં નોંધાયેલી તમામ કંપનીઓના ચાર્ટર, SPICe ફોર્મ eMOA અને eAOA સાથે લોન્ચ થયા.
SPICe નએ રજૂ કર્યા બાદ, કંપનીના નિર્માણ માટે આગળના બધા ફોર્મને બંધ કરવામાં આવ્યા હતાં, જે SPICe ફોર્મને કંપનીના રજીસ્ટ્રેશન માટે એક માત્ર માર્ગ બનાવે છે. હાલના SPICe ફોર્મ આમ છતા માત્ર નામ, નિર્માણ અને PANની ફાળવણી માટે વપરાય છે. SPICe ફોર્મનો ઉપયોગ કરી DIN મેળવવું શક્ય નથી. આથી, DIN અને TAN એપ્લિકેશનો અલગથી કરવી પડતી હતી.
નવું SPICe ફોર્મ - એક દિવસમાં કંપનીનું નિર્માણ
એપ્રિલ 2017માં, MCAએ તેની વેબસાઇટ પર એક વિજ્ઞાપન સાથે SPICeની ખાસિયતોની જાહેરાત કરી. નવા SPICe ફોર્મ DIN, નામ આરક્ષણ, નિર્માણ, PAN અને TANને એક પગલાંમાં મેળવવાની પ્રક્રિયાને - સંપૂર્ણપણે એક પગલાંમાં કંપનીના સંસ્થાપન પ્રક્રિયા એકસાથે મજબૂત કરે છે. નવું SPICe ફોર્મ DIN અને TANને મેળવવાની પ્રક્રિયાને પણ એક જ પગલાંમાં સંકલિત કરે છે, જે ભરવા પડતાં ફોર્મની સંખ્યામાં ઘટાડો કરે છે. અંતે, ફોર્મ એ પણ જણાવે છે કે નિર્માણ ફી પણ રૂ, 2000થી ઘટાડીને રૂ. 500 કરવામાં આવી છે.
કંપનીનું એક દિવસમાં નિર્માણ
કંપનીના નિર્માણમાં વિવિધ દસ્તાવેજોની મુસદ્દા અને રજૂઆત MCAમાં કરવાનું સંકળાયેલું છે. સરકાર બધા SPICe ફોર્મને એક દિવસમાં પ્રક્રિયા કરી આપવાની ખાતરી આપી છે. તે પ્રશંસનીય પગલું છે અને સરકાર દ્વારા તેના કેન્દ્રિય નોંધણી કેન્દ્ર ખાતે કેન્દ્રિય નોંધણી કેન્દ્ર તરીકે 1 દિવસની અંદર નિર્માણ એપ્લિકેશનની પ્રક્રિયા પહેલેથી પૂરી કરી તેને ચોક્ક્સપણે પૂર્ણ કરવામાં આવશે.
આમછતાં, કંપનીના નિર્માણ માટે રજૂ કરવા પડતાં દસ્તાવેજોની સંખ્યા હજી પણ એકદમ વ્યાપક છે અને ડિજીટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર બનાવવું પડે છે - કે જે ઘણાબધા કિસ્સાઓમાં લગભગ 1 - 2 દિવસ લે છે. નવા SPICe અને eMOA હેઠળ, DSC બધા ડિરેક્ટરો, શેરધારકો અને MOA/AOA સાક્ષીઓ માટે આવશ્યક છે.
આથી, SPICe ફોર્મનો ઉપયોગ થયા હોવા છતાં અને વ્યવસાયિક દ્વારા 1 દિવસમાં જ નિર્માણના દસ્તાવેજો ડ્રાફ્ટ થયા હોવા છતાં, કંપનીના નિર્માણ માટે લગભગ 2 - 3 કાર્યના દિવસો લાગી શકે છે. (1 દસ્તાવેજની તૈયારી અને ડિજીટલ હસ્તાક્ષરની એપ્લિકેશન માટે, 1 દિવસ દસ્તાવેજો પર સહી કરવા માટે અને 1 દિવસ નિર્માણની પ્રક્રિયામાં). આમછતાં, જેમની પાસે ડિજીસ્ટલ હસ્તાક્ષર ઉપલબ્ધ હોય, તેઓ માટે ચોક્કસ પણે એક દિવસમાં કંપનીનું નિર્માણ શક્ય છે.
આમ, વ્યવસાયિકો/સાહસિકો કે જેઓ ઘણા અનન્ય નામ સાથે કંપનીની શરૂઆત કરવાનું વિચારે છે, SPICe ફોર્મ ચોક્કસ પણે કંપની રજીસ્ટર કરવવાનું ઘણું સરળ બનાવી ખૂબ અગત્યનો પરિવર્તક બની શકે છે. જો કોઇ વ્યવસાયિક SPICe ફોર્મ નામ એકદમ અનન્ય છે તેવી નિશ્ચિતતા સાથે ફાઈલ કરે તો કંપની નિર્માણના મોટાભાગના પગલાંઓ એક સાથે જોડાય, વ્યવસાયિકને DIN, નામની મંજૂરી, નિર્માણ પ્રમાણપત્ર, PAN અને TAN એક અઠવાડિયામાં પૂરા પાડે છે.
IndiaFilings વિશે
IndiaFilings ભારતનું ઓનલાઇન પ્લેટફોર્મ છે જે સેવાઓની શ્રેણી જેમકે કંપની રજિસ્ટ્રેશન, ટ્રેડમાર્ક ફાઇલિંગ, GST નોંધણી, GST ફાઇલિંગ, આવકવેરા ફાઇલિંગ અને ક્લાઉડ બેઈજ્ડ એકાઉન્ટિંગ સોફ્ટવેર સેવાઓની રજૂઆત કરે છે. IndiaFilingsએ હજારો સાહસિકો અને વ્યક્તિઓને ગુણવત્તા અને વિશ્વસનીય બિઝનેસ સેવાઓ ઓનલાઇન અસરકાર કિંમત બિંદુએ પૂરી પાડી મદદ કરી છે.
વધુ માહિતી માટે, કૃપયા https://www.indiafilings.com/company-registration ની મુલાકાત લો.
મિડિયા સંપર્ક:
Deepak Menon
[email protected]
+91-44-40247777
PR Manager
IndiaFilings
Share this article