મુંબઈ, May 5, 2017 /PRNewswire/ --
100થી વધુ ટોચની ભારતીય અને વૈશ્વિક કંપનીઓનો ઔદ્યોગિક સમૂહ
UBM India દ્વારા આયોજિત કરવામાં આવેલા ત્રણ દિવસીય (4 - 6 મે, 2017) ટ્રેડ શો Concrete Show India (CSI) 2017નો આજે Bombay Convention and Exhibition Centre, મુંબઈ ખાતે આરંભ થયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન ઓગસ્ટના ઔદ્યોગિક સંમેલનની વચ્ચે Indian Concrete Instituteના વાઇસ પ્રેસિડેન્ટ - વેસ્ટ, Mr. Samir Surleker, Indian Construction Equipment Manufacturers' Association (ICEMA)ના સભ્ય અને Schwing Stetter India Pvt Ltdના ઝોનલ મેનેજર Mr. Harshad Patel, UBM Asiaના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ Mr. Michael Duck, UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras અને UBM Indiaના ગ્રુપ ડિરેક્ટર Mr. Abhijit Mukherjee દ્વારા કરવામાં આવ્યું હતું.
(Photo: http://mma.prnewswire.com/media/507959/Concrete_Show_India_2017_Inaugural_Ceremony.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/507958/Concrete_Show_India_2017_Lamp_Lighting_Ceremony.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/492740/UBM_Concrete_Show_India_logo_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
Concrete Show Indiaમાં માર્ગ અને રાજમાર્ગો, આવાસ, હવાઇમથકો, બંદરો, વીજ, રેલ, ડેમ અને પુલ સહિતના ચાવીરૂપ ક્ષેત્રો આવરવામાં આવ્યા હતા. તેમાં કોંક્રિટ અને બાંધકામ, બાંધકામ ઉપકરણો, બાંધકામ કેમિકલ અને કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રિયલ ફ્લોરિંગ સહિતના ઉદ્યોગોના 100થી વધુ ભારતીય અને વૈશ્વિક સ્તરના સપ્લાયર્સ અને ઉત્પાદકો એક છત નીચે એકત્ર થયા હતા. પ્રવર્તમાન વર્ષે આ પ્રદર્શનમાં તદ્દન નવી કેગેટરી Smart BuildTech રજૂ કરવામાં આવી હતી, જેમાં ઓટોમેશન્સ, સોફ્ટવેર અને IT સિસ્ટમ્સ તથા બાંધકામ ઓજારો અને સાધનોમાં થયેલા નવીનીકરણને પ્રકટ કરવામાં આવ્યું હતું.
Concrete Show Indiaની પાંચમી આવૃત્તિના ઉદઘાટન ખાતે ચર્ચા કરી રહેલા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે "ભારત જેવા મોટા દેશ માટે આંતરમાળખાકીય સુવિધામાં સુધારો થવો એ જરૂરિયાત છે. સરકારના સારા ટેકા અને કેન્દ્રીય બજેટ 2017માં રૂ. 3.96 લાખ કરોડની વિક્રમજનક ફાળવણીની સાથે આ ક્ષેત્રમાં 2017-18માં મોટો સકારાત્મક ફેરફાર નોંધાશે. ઉદ્યોગના એકંદર વિકાસને વધુ વેગ આપવા માટે આંતરમાળખાકીય સ્તરે અવરોધોને દૂર કરવાનો તેમ જ સંસાધનોની સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો લક્ષ્યાંક ધરાવતી સંખ્યાબંધ નીતિઓને કેન્દ્રીય સરકાર દ્વારા આરંભવામાં આવી છે. 100થી વધુ પ્રદર્શનકર્તાઓ, પ્રદર્શનમાં આકર્ષક પ્રોડક્ટ્સની વિપુલતા, ચાવીરૂપ સંગઠનોના ટેકા અને જ્ઞાનની આપ-લેની સાથે Concrete Show India નેટવર્કને એકત્ર કરવા અને ઉદ્યોગનાં વલણો, પડકારો અને બજારની આંતરદૃષ્ટિ અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગના વ્યાવસાયિકોને કારોબારની અજોડ તકો પૂરી પાડશે. આ પ્રદર્શનની પાંચમી આવૃત્તિ માટે UBM India ખાતે અમે જે રીતે ઉદ્યોગનો પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે તે આ ઉદ્યોગની ક્ષમતાની વધુ પુષ્ટિ આપે છે."
Lucid Colloids Ltd.; Bianchi Casseforme India Pvt. Ltd.; Reckli India; Hicrete Decorative Systems Pvt. Ltd; Atlas Copco (India) Ltd.; Concrete Additives & Chemicals Pvt. Ltd.; Skyway RMC Plants Pvt. Ltd.; Godrej Construction; Apollo Infratech Pvt. Ltd.; Ashtech; Shri Ram Panels; Reit Qgreen, MASA Concrete Plants India Ltd.; WAM India Ltd. અને JK Cement Ltd. વગેરે જેવા ઉદ્યોગના માંધાતાઓએ આ એક્સપોમાં ભાગ લીધો હતો. આ એક્સપોમાં બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરતા ચાઇના, જર્મની, ઇટાલી અને રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશોમાંથી સહભાગિતાની સાથે આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિ પણ જોવા મળી હતી.
Indian Construction Equipment Manufacturers' Association (ICEMA), Indian Concrete Institute (ICI), Construction Chemicals Manufacturers Association (CCMA), Cement Manufacturers Association (CMA), Consulting Engineers Association of India (CEAI), Construction Industry Development Council (CIDC), Ready Mixed Concrete Manufacturers' Association (RMCMA), Indian Association of Structural Engineers (IAStructE), Indian Institution of Bridge Engineers (IIBE), Logistics Federation of India (ILFI), Indian Society of Structural Engineers (ISSE), Ontario Building Envelope Council (OBEC), Pre Engineered structures Society of India (PSI) વગેરે સહિતના ચાવીરૂપ સંગઠનોના ટેકા સાથે Concrete Show India 2017ને ઉદ્યોગ દ્વારા સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.
Concrete Show Indiaમાં પ્રવર્તમાન વર્ષે ઉદ્યોગના સમકક્ષોમાં જ્ઞાનની આપ-લે કરવામાં આવી હતી. એક દિવસીય સભામાં ટેકનિકલ પરિષદો યોજાયી હતી, જેમાં સ્માર્ટ શહેરો, ટકાઉતા અને કોંક્રિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. તેમાં 'પ્લાનીંગ સ્માર્ટ સિટીઝ', 'કન્સ્ટ્રક્ટીંગ સ્માર્ટલી એન્ડ સસ્ટેઈનેબલી', 'રીપેર એન્ડ રીહેબ ફોર કોન્ક્રીટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર', 'ન્યુ જનરેશન મટીરીયલ્સ ફોર સ્માર્ટ સિટીઝ ' અને 'રોડ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કનેક્ટીવિટી' જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ફોટો કેપ્શન (ડાબેથી જમણે)
ફોટો 1 - ઉદઘાટન સમારોહ
UBM Asiaના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ Mr. Michael Duck
Indian Concrete Instituteના વાઇસ પ્રેસિડેન્ટ - વેસ્ટ Mr. Samir Surleker
UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras
Indian Construction Equipment Manufacturers' Association (ICEMA)ના સભ્ય અને Schwing Stetter India Pvt Ltdના ઝોનલ મેનેજર Mr. Harshad Patel
ફોટો 2 - દીપ-પ્રાગટ્ય સમારોહ
UBM Asiaના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ Mr. Michael Duck
Indian Concrete Instituteના વાઇસ પ્રેસિડેન્ટ - વેસ્ટ Mr. Samir Surleker
UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras
Concrete Show India 2017 ખાતે થયેલી ઔદ્યોગિક અભિવ્યક્તિ અને રજૂઆતઃ
Godrej Constructionના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ Mr. Abhijeet N. Gawde
"ભારતમાં શહેરો વૃદ્ધિ પામી રહ્યા છે અને શહેરીકરણ હવે ઝડપી ગતિએ થઈ રહ્યું છે. શહેરોમાં નવી આંતરમાળખાકીય સુવિધાઓની જરૂરિયાત છે અને આ જરૂરિયાત ટૂંકા ગાળાની નથી. મકાનો અને આંતરમાળખાકીય સુવિધાઓ માટેના નવા બંધારણો માત્ર સમયના અમુક પરિમાણ સુધી નહીં, પરંતુ ઉપયોગિતાની દૃષ્ટિએ લાંબી આવરદાના, મજબૂત અને અધિક સમય સુધી ચાલી શકે એવા હોવાની જરૂર છે. મજબૂત અને ટકાઉ બાંધકામ સામગ્રીનો ઉપયોગ આગામી દાયકામાં ચાવીરૂપ હશે. Concrete Show India બાંધકામ સામગ્રીનાં ક્ષેત્રમાં પ્રગતિ દર્શાવવા માટેનું સારું મંચ પૂરું પાડે છે અને સરકારે ટકાઉ અને વિશ્વભરની બાંધકામની નવી ટેકનોલોજી ધરાવતી આધુનિક સામગ્રી લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, જે ભારતીય બાંધકામ ઉદ્યોગમાં મૂલ્યનો અને તેની સાથે સાથે વિવિધ પરિમાણોનો ઉમેરો કરશે. ડિસઇન્વેસ્ટમેન્ટના ઘણા વર્ષોમાં ભારતની આંતરમાળખાકીય સુવિધાની જરૂરિયાતમાં ખાધ સર્જાઇ છે, જેને પગલે તાજેતરના વર્ષોમાં શહેરોમાં આવાસ અને અન્ય જરૂરિયાતો માટેની માગમાં વધારો થયો છે. જમીનને સુરક્ષિત કરવી એ આંતરમાળખાકીય સુવિધાના વિકાસને ઝડપી બનાવવામાં મુખ્ય પડકાર હોવા ઉપરાંત પારદર્શકતા જેવા મુદ્દાઓને પણ સંબોધવા જોઇએ."
SKYWAY RMC Plants Pvt. Ltdના ચીફ ઓપરેટિંગ ઓફિસર Mr. Arvvind Dubeyy
"કૃષિ ક્ષેત્ર પછી ભારતમાં બાંધકામ ક્ષેત્ર રોજગારી આપતું અને આર્થિક પ્રવૃત્તિમાં યોગદાન આપતું બીજું મોટું ક્ષેત્ર માનવામાં આવે છે. સર્વિસ ક્ષેત્ર બાદ બાંધકામ ક્ષેત્રમાં Foreign Direct Investment (FDI)ના મોટા ભાગનો પ્રવાહ આવે છે અને તે દેશમાં 35 મિલિયનથી પણ વધુ લોકોને રોજગારી આપે છે. ભારતમાં બાંધકામ પ્રવૃત્તિઓ માટેની 50%થી પણ વધુ માગ આંતરમાળખાકીય ક્ષેત્રમાંથી આવે છે, જ્યારે બાકીની માગ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, આવાસ અને કોમર્શિયલ ડેવલપમેન્ટમાંથી આવે છે. Concrete Show 2017 બિલ્ડર્સ, આર્કિટેક્સ, પર્ચેસ હેડ્સ અને આ ઉદ્યોગના અન્ય લાગતા વળગતા મુલાકાતીઓની દૃષ્ટિએ મહત્તમ લોકોને આકર્ષશે, જે પ્રદર્શનકર્તાઓને તેમની નિપુણતાને પ્રદર્શિત કરવા માટે વધુ તકો ખોલશે. બાંધકામ ઉદ્યોગના કેટલાક મોટા પડકારોમાં જમીન હસ્તાંતરણના મુદ્દાઓ, પર્યાવરણને લગતી મંજરીઓ, સંકલનના અભાવ, પ્રોજેક્ટ્સના અયોગ્ય માળખા, સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે જોખમોનું સીમાંકન અને બક્ષિસ, ખાનગી ખેલાડીઓ અને સરકારી એજન્સીઓ વચ્ચે તકરાર નિવારણની યોગ્ય કાર્યપ્રણાલીના અભાવનો સમાવેશ થાય છે. અમે અમારી તાજેતરની નવીન પ્રોડક્ટ્સ જેવી કે 'SKYCOOL', 'SKYFLOW', 'SKYFILL', 'DURASKY', 'EASYSKY' અને 'SUPER STRENGTH SKY' પ્રદર્શિત કરી રહ્યા છીએ. અમે દર વર્ષે જુદી જુદી નવીન પ્રોડક્ટ્સ ઉમેરીને એક અલગ સ્તર સુધી અમારો બેન્ચમાર્ક સતત સ્થાપી રહ્યા છીએ."
REIT QGREEN MACHINES PVT LTDના બિઝનેસ એસોસિએટ Mr. SOJI T.P
"દેશની આંતરમાળખાકીય ક્ષેત્રની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રીત કરતી કેન્દ્રમાં મજબૂત સરકાર હોવાની સાથે ભારતમાં બાંધકામ અને આંતરમાળખાકીય ઉપકરણ ઉદ્યોગ લગભગ 5%ના CAGR દરની ઝડપી ગતિએ વૃદ્ધિ પામી રહ્યો છે. વિકાસશીલ દેશ હોવાથી ભારતે આંતરમાળખાકીય ક્ષેત્રમાં હજુ પણ કેટલુક કાર્ય કરવાનું છે, બંદરનાં જોડાણના પ્રોજેક્ટ્સ, કન્ટેઇનર ટર્મિનલ્સ, મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, હાઇ સ્પીડ રેલ કોરિડોર્સ, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને જોડતા સમાંત્તર રાજમાર્ગોનાં નેટવર્ક જેવા પ્રોજેક્ટ્સ રચવાના છે. મુંબઈ નાગપુર સુપર કનેક્ટિવિટી હાઇવે આ મહત્તવકાંક્ષી યોજનાનો આરંભ છે. કોંક્રિટ પેવર બ્લોક્સ, સોલિડ / હૉલો બ્લોક્સ, ફ્લાયશ બ્રીક્સ, કેર્બ્સ્ટોન્સ, રીટેનિંગ વોલ બ્લોક્સ વગેરેનું ઉત્પાદન કરવા ઓટોમેટિક એકમો માટે પોતાની જરૂરિયાત પહોંચી વળવા માટે દેશભરના કોન્ટ્રાક્ટર્સ, બિલ્ડર્સ અને બિલ્ડિંગ સામગ્રી અને પ્રિકાસ્ટ ઉત્પાદકો અમારા બુથની મુલાકાત લે એવી અમે આશા રાખીએ છીએ. આ ઉપરાંત Concrete Show India અમારા પ્રવર્તમાન ગ્રાહકોને મળવાનું, અમારા ક્ષેત્રમાં ટેકનોલોજીના તાજેતરના વિકાસની તેમની સાથે આપ-લે કરવાનું આદર્શ મંચ બની રહેશે. દરોમાં કાપ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં વ્યાજદર હજુ પણ ઊંચા છે. ઊંચા વ્યાજનો ખર્ચ ભારતમાં મોટા પડકારો પૈકીનો એક છે. ત્યાર પછીનો પડકાર આ વ્યવહારું એકમોનું સંચાલન અને જાળવણી કરવા માટે કુશળ માનવબળનો અભાવ છે. પ્રવર્તમાન વર્ષે અમારા બુથમાં અમે અમારા ઑટોમેટિક કોંક્રિટ બ્લોક પ્લાન્ટના પ્રોટોટાઇપ, વર્કિંગ વિડિયો અને ભારતમાં અગ્રણી ઉત્પાદકો દ્વારા બનાવેલી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સના નમૂના પ્રદર્શિત કરી રહ્યા છીએ."
DeeTech ToolsLLPના મેનેજિંગ ડિરેક્ટર Mr. Gaurang Doongursee
"અમે ભારતના મુંબઈ શહેરમાં આવેલી ઉત્પાદક કંપની છીએ. અમે સ્ટોન અને બાંધકામ ઉદ્યોગો માટે અત્યાધુનિક ડાયમંડનાં સાધનોનું ઉત્પાદન કરીએ છીએ. અમે તાજેતરમાં ProHybridના નામ હેઠળ નવા ડાયમંડનાં સાધનોની રજૂઆત કરી હતી, જે અમારા ગ્રાહકોને બાંધકામ ઉદ્યોગમાં વોલ સો, ફ્લોર સો, વાયર સો માટે અને ડ્રિલિંગ ઉપયોગ માટે વિશ્વકક્ષાની ગુણવત્તાના સાધનો ઓફર કરે છે. Concrete Showથી અમે બ્રાન્ડની જાગૃત્તિનું નિર્માણ કરવાની અને એકંદર બજારની તક મેળવવાની અપેક્ષા ધરાવીએ છીએ. બાંધકામ માટે ડાયમંડનાં સાધનોની નવી શ્રેણીમાં આગળ જતા અમને દેખાઇ રહેલો મોટો પડકાર અંતિમ ગ્રાહક માટે ગુણવત્તા અને બ્રાન્ડની જાગૃત્તિ લાવવાનો છે. અમે ઉચ્ચ ગુણવત્તાનાં સાધનોના ઉત્પાદક તરીકેનું સ્થાન પ્રાપ્ત કરવાની અપેક્ષા ધરાવીએ છીએ, જે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આ પ્રોડક્ટ્સ માટેના નિકાસકાર તરીકે પણ પ્રસ્થાપિત થવા માગે છે. ઉપર ઉલ્લેખ કર્યા પ્રમાણે અમે ProHybrid શ્રેણીના નામ હેઠળ ડાયમંડનાં સાધનોની નવી શ્રેણી ધરાવીએ છીએ. અમારા કોર ડ્રિલ, વાયર સો, ફ્લોર સો અને વોલ સો સાધનો અંતિમ ગ્રાહકોને સર્વિસની સારી અવધિની સાથે ઝડપી કટિંગ જેવા લાભ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. અમારી ProHybrid શ્રેણી ડાયમંડ પ્લેસમેન્ટ ટેકનોલોજી, વેલ્ડિંગમાં વિવિધ નવીનીકરણ ધરાવે છે અને અમારા તમામ સાધનો અત્યાધુનિક હોટ આઇસોસ્ટેટિક પ્રેસિંગ માર્ગ મારફતે પ્રક્રિયા પામેલા છે."
Elematic India Pvt Ltd.ના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર Mr. Shrikant Luktuke
"જો ભારતે મહત્ત્વકાંક્ષી સ્વપ્ન - દરેક માટે આવસને હાંસલ કરવું હશે તો તેમાં બાંધકામની નવી પદ્ધત્તિઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે. હવે અલગ રીતે વિચારવાનો સમય આવી ગયો છે, બાંધકામની ઝડપી પદ્ધત્તિ અને ટેકનોલોજી રજૂ કરવાની જરૂરિયાત છે અને તેની સાથે આપણે બાંધકામની નવી ટેકનોલોજીને અનુરૂપ આપણી કુશળતા અને જ્ઞાનમાં સુધારો પણ કરવાનો છે. સ્માર્ટ શહેરો અને વર્ટિકલ કન્સ્ટ્રક્શનના વિચારની રજૂઆત સાથે બાંધકામની ઝડપી અને નવીન ટેકનોલોજી, વેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સના ક્ષેત્રમાં કંપનીઓની હાજરીમાં HVAC, MEPની ઉપસ્થિતિ આ concrete showમાં પ્રમુખ સ્થાને રહી છે, જે મારા મુજબ આ પ્રદર્શનનો ખૂબ સકારાત્મક સંકેત છે. મુંબઈમાં આ એક માત્ર મંચ છે, જેમાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ આર્કિટેક્ટ્સથી લઈને સ્ટ્રક્ચરલ કન્સલટન્ટ્સ જેવા સંભિવત મુલાકાતીઓને આકર્ષે છે. આ વખતે પણ અમે નવી ટેકનોલોજી અને પદ્ધત્તિઓને અપનાવવાની પૂર્વ તૈયારી ધરાવતા વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખીએ છીએ."
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક છે, જે ઉદ્યોગને પ્રદર્શનો, કન્ટેન્ટ આધારિત સભાઓ અને પરિષદોના પોર્ટફોલિયો મારફતે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને એકત્રિત કરતું મંચ પૂરું પાડે છે. UBM India દર વર્ષે દેશભરમાં 25થી વધુ મોટા સ્તરનાં પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; અને તેનાથી બહુવિધ ઉદ્યોગોમાં વેપાર સક્ષમ બને છે. UBM Asiaની કંપની UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia UBM plcની માલિકી ધરાવતી કંપની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને ચીન, ભારત તથા મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજક છે.
વધુ વિગતો માટે કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc વિશ્વની અગ્રણી B2B કાર્યક્રમ આયોજક છે. વૃદ્ધિ પામી રહેલા ડિજિટલ વિશ્વમાં અર્થસભર, માનવ સ્તર પર જોડાણનાં મૂલ્યનું ક્યારેય એટલું મહત્ત્વનું રહ્યું નથી. UBM ખાતે અમે જેમને સેવા આપીએ છીએ એવા અદ્યોગિક ક્ષેત્રો માટે અમારું ઊંડું જ્ઞાન અને જુસ્સો એવા મૂલ્યવાન અનુભવનું સર્જન કરવા સક્ષમ બનાવે છે જેમાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધોનું નિર્માણ કરે છે, સોદા પૂર્ણ કરે છે અને તેમના કારોબારની વૃદ્ધિ કરે છે. 20થી વધુ દેશો સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી લઈને ફાર્માશ્યુટિકલ સામગ્રીઓ જેવા વિવિધ 50થી વધુ ક્ષેત્રોમાં સેવા આપે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળતા, જુસ્સો ધરાવતા લોકો અને બજારના અગ્રણી કાર્યક્રમો વેપારીઓને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે ઉત્સાહક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે http://www.ubm.comની મુલાકાત લો; UBM કોર્પોરેટ સમાચાર માટે અમને Twitter પર @UBM ,UBM Plc LinkedIn ઉપર ફોલો કરો.
મીડિયા સંપર્કઃ
UBM India
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Share this article