Jindal Law Schoolના વિદ્યાર્થીઓએ Global Legal Internships પ્રાપ્ત કરી
સોનિપત, ભારત, May 5, 2017 /PRNewswire/ --
Jindal Global Law Schoolના વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ચીન, ઓસ્ટ્રેલિયા અને અબુ ધાબીમાં global legal internships કરવાની તક પ્રાપ્ત થઈ છે. સુપ્રીમ કોર્ટ ઑફ હવાઈમાં જ્યુડિશિયલ ક્લાર્ક તરીકે કામ કરવાની તક પ્રાપ્ત થવા ઉપરાંત તેમને આંતરરાષ્ટ્રીય લૉ ફર્મ્સ, NGO અને સરકારી એજન્સીઓમાં કામ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
Jindal Global Law School (JGLS) દ્વારા તેના વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રેક્ટિકલ ટ્રેનિંગની આકર્ષક તકો ઉપરાંત વર્ષ 2017માં કેટલીક આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશિપ અને ક્લર્કશિપની તકોનો પણ ઉમેરો થયો છે. ઓસ્ટ્રેલિયાની ટોચની કોર્પોરેટ અને IP લૉ ફર્મ Mitry Lawyers અને ઓસ્ટ્રેલિયાના Attorney General's Department (AGD) સહિતના કેટલાક ઉલ્લેખનીય લોકોનો આ વર્ષે ઉમેરો થયો છે. વર્ષ 2017ના ઉનાળાના ટર્મ બ્રેક દરમિયાન 2 વિદ્યાર્થીઓ સિડનીમાં આવેલ Mitry Lawyerની ઓફિસિઝમાં એક મહિના લાંબી ચાલનારી ઇન્ટર્નશિપનો પ્રારંભ કરવા પસંદગી પામેલ છે, તો વર્ષ 2017-18ના શિયાળાના ટર્મ બ્રેક દરમિયાન JGLSના 4 વિદ્યાર્થીઓ સિડનીમાં આવેલ AGD ઓફિસ તરફ પ્રયાણ કરશે. O.P. Jindal Global Universityના સંસ્થાપક વાઇસ-ચાન્સેલર Prof. (Dr.) C. Raj kumarએ જણાવ્યું હતું કે, "JGLSના વિદ્યાર્થીઓ માટે આ વૈશ્વિક નિયમન પ્રથાના વ્યવહારુ શિક્ષણની અદભૂત તક છે. આંતરરાષ્ટ્રીય એક્સપોઝર વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ન્યાયના માળખાની ઊંડી સમજ પૂરી પાડવામાં મદદરૂપ થશે."
JGLS ખાતેની આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશિપના આ પુષ્પગુચ્છમાં લંડન અને અબુ ધાબી ખાતે પોતાની ઓફિસ ધરાવતી ટોચની US international law firm, White & Case, the Supreme Court of State of Hawaii in Honululu (USA) અને બેઇજિંગ, ચીનમાં આવેલ Zhicheng Public Interest Law Firmનો સમાવેશ થાય છે. કેરિયર્સના આસિસ્ટન્ટ ડીન Prof. Anuranjan Sethi જણાવ્યું હતું કે, "અમે JGLS ખાતે આંતરરાષ્ટ્રીય નિમણૂક અને ઇન્ટર્નશિપ સંસ્થાનો બેઝ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી કરીને અમારા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને કાયદાના ક્ષેત્રની અંદર અને તે સિવાય પણ વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવવાનું મજબૂત ગ્રાઉન્ડિંગ પ્રાપ્ત કરી શકે."
JGLS ખાતે આંતરરાષ્ટ્રીય ઇન્ટર્નશિપ ઉપરાંત સ્થાનિક નિમણૂક અને ઇન્ટર્નશિપ સંસ્થાનો બેઝ પણ નોંધપાત્ર રીતે વિકસ્યો છે. 115થી વધુ ટોચની સંસ્થાઓએ હવે યુનિવર્સિટી દ્વારા આયોજિત નિમણૂક પ્રક્રિયા મારફતે નિમણૂક માટે હસ્તાક્ષર કર્યા છે.
વર્ષ 2017ની ગ્રેજ્યુએટિંગ બેચને અન્ય કેટલીક સંસ્થાઓ સહિત ટોચની લૉ ફર્મ્સ, કૉર્પોરેટ્સ, વરિષ્ઠ અધિવક્તાઓ, થિંક-ટેન્ક્સ, સ્ટાર્ટ-અપ્સ અને સાર્વજનિક નીતિ સંગઠનોમાં ઇન્ટર્નશિપ અને રોજગારીની તકો મળેલ છે.
સંસ્થાઓની વિગતવાર યાદી નીચે મુજબ છે -
Adani Group, JSA
Aditya Birla Group Jindal Steel & Power Limited (JSPL)
Advaita Legal K&S Partners
AM Legals Khaitan & Co.
Athena Law Associates KMA Law Offices
Bharucha Partners Koan Advisory Group
Cyril Amarchand Mangaldas Lakshmikumaran & Sridharan
Chambers of Pervez Rustomkhan Lex Pro
Chambers of Simon Benjamin Link Legal
Chandhiok & Associates Majmudar & Partners
Clutch Group Nishith Desai & Associates
Competition Commission of India NovoJuris
CUTS International Phoenix Legal
Directorate General of Foreign Trade Platinum Partners
Dave & Girish PricewaterhouseCoopers
Desai Law Offices Remfry & Sagar
Dua Associates Shardul Amarchand Mangaldas
Economic Law Practice SMA Legal
Hammurabi & Solomon Talekar & Associates
HCL Technologies Teach for India
Herbert Smith Freehills
(લન્ડન ઓફિસ) Thomson Reuters
Impact Law Ventures Trilegal
Infosys Limited Vidhi Center for Legal Policy
O.P. Jindal Global University (JGU) વિશે
JGU એ હરિયાણા પ્રાઇવેટ યુનિવર્સિટીઝ (બીજું સુધારો) અધિનિયમ, 2009 દ્વારા સ્થાપવામાં આવેલ નોન-પ્રોફિટ ગ્લોબલ યુનિવર્સિટી છે. Mr. O.P. Jindalની સ્મૃતિમાં સ્થાપક ચાન્સેલર Mr. Naveen Jindalની પરોપકારી પહેલ તરીકે JGUની સ્થાપના કરવામાં આવી છે. University Grants Commissionએ તેને O.P. Jindal Global University તરીકે માન્યતા પ્રદાન કરી છે. JGUનો દ્રષ્ટિકોણ વૈશ્વિક ફેકલ્ટી મારફતે વૈશ્વિક કોર્સિઝ, વૈશ્વિક કાર્યક્રમો, વૈશ્વિક પાઠ્યક્રમ, વૈશ્વિક સંશોધન, વૈશ્વિક સહયોગ અને વૈશ્વિક વિચાર-વિમર્શને પ્રોત્સાહિત કરવાનો છે. દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં 80 એકરમાં ફેલાયેલ અત્યાધુનિક આવાસીય પરિસરમાં JGU સ્થિત છે. JGU એ એશિયામાં આવેલ એવી કેટલીક જૂજ યુનિવર્સિટીઓમાંની એક છે, જે ફેકલ્ટી-સ્ટુડન્ટનો 1:15નો ગુણોત્તર જાળવે છે અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક યોગ્યતા અને અનુભવ ધરાવતા ફેકલ્ટી મેમ્બર્સની વિશ્વના વિવિધ ભાગોમાંથી નિમણૂક કરે છે. તેણે પાંચ શાળાઓની સ્થાપના કરી છેઃ Jindal Global Law School, Jindal Global Business School, Jindal School of International Affairs, Jindal School of Government and Public Policy અને Jindal School of Liberal Arts and Humanities.
વધુ માહિતી માટે http://www.jgu.edu.in/ની મુલાકાત લો.
મીડિયા સંપર્કઃ
Ms. Kakul Rizvi
Additional Director, Communication and Public Affairs,
O.P. Jindal Global University
[email protected]
+91-839607273
Share this article