મુંબઈ, April 26, 2017 /PRNewswire/ --
ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોડક્ટ અને સેવા ઉદ્યોગ માટે ભારતનો પ્રમુખ વેપાર કાર્યક્રમ અને પરિષદ
UBM India, ભારતની અગ્રણી પ્રદર્શન આયોજકે આજે મુંબઈમાં ગોરેગાંવ સ્થિત Bombay Convention & Exhibition Centre (BCEC) ખાતે World of Facilities (WOF)ની પ્રથમ આવૃત્તિ રજૂ કરી હતી. ત્રણ દિવસીય પ્રદર્શન (24 - 26 એપ્રિલ, 2017) World of Facilities ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોડક્ટ અને સેવા ઉદ્યોગ માટે ભારતનો પ્રમુખ વેપાર કાર્યક્રમ અને પરિષદ છે.
(Photo: http://mma.prnewswire.com/media/493270/UBM_Lamp_Lighting_Ceremony_of_World_of_Facilities_2017.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/490513/WOF_UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
World of Facilities 2017નો ઉદઘાટન સમારોહ મોટા ઔદ્યોગિક સંમેલનની વચ્ચે Mr. Sandeep Sethi, મેનેજિંગ ડિરેક્ટર - West Asia, ઈન્ટીગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ - JLL India; Mr. Dharminder Salwan, ડિરેક્ટર Blackrock APAC અને બોર્ડ સભ્ય iNFHRA; Mr. Yogesh Mudras - એમડી, UBM India અને Mr. Abhijit Mukherjee - ગ્રુપ ડિરેક્ટર, UBM India સહિતના મુખ્ય મહાનુભવોની હાજરીમાં યોજાયો હતો.
આ પ્રદર્શન મારફતે UBM India એ ફેસિલિટીઝ મેનેજમેન્ટ પૂરું પાડતા ઉદ્યોગ માટે તેમની નવીન પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદર્શિત કરવા માટે અને વ્યાપક શ્રેણીના ક્ષેત્રોના પ્રત્યેક સ્તરના મુખ્ય નિર્ણયકર્તાઓ સાથે નેટવર્ક અને જોડાણ માટે વેપારનું મંચ પૂરું પાડ્યું હતું. તેના નોલેજ પાર્ટનર તરીકે વૈશ્વિક સ્તરની રિઅલ એસ્ટેટ સેવા કંપની JLLની સાથે આ પ્રદર્શનમાં હાઇ પ્રોફાઇલ પરિષદ પણ કરવામાં આવી છે, જેમાં ઉદ્યોગ સમુદાયના દિગ્ગજોએ ઉદ્યોગમાં ચાલતા વલણ અંગે, ભવિષ્યની સંભાવનાઓ, પડકારો અને બજારના દૃષ્ટિકોણ અંગે ચર્ચા કરી હતી અને ઊંડા ઉકેલો પણ પૂરા પાડ્યા હતા.
આ પ્રદર્શને 100થી વધુ પ્રદર્શનકારો અને ફેસિલિટી મેનેજમેન્ટ ઉદ્યોગની 200થી વધુ અગ્રણી ભારતીય અને વૈશ્વિક બ્રાન્ડ્સ જેવી કે HIKVISION, Zeta, NESTLE, Cannon Hygiene, 3M, Karcher Cleaning, Charnok Cleaning, Uniclean, MCS, Buzil Rossario, Pure Duct Services, SMS, Sierra ODC, Aura Facility Management, Arrow Greentech Ltd, Synconext India Pvt Ltd., MCS Solutions (P) Ltd, Fine Grace અને HygieneTech વગેરેને એકત્રિત કર્યા હતા.
WOFએ સ્માર્ટ ઉકેલ, સુરક્ષા ઉકેલ, એર કન્ડિશનિંગ અને મિકેનિક વેન્ટિલેશનથી લઈને ઉર્જા સંચાલન, પર્યાવરણ સંચાલન, આરોગ્યનું રક્ષણ કરતી સફાઇ અને કચરાના નિકાલના ઉકેલો, FM સોફ્ટવેર અને IT ઉકેલો, ફેસિલિટી સેવાઓ, વર્કપ્લેસ, HR સેવાઓ અને અન્ય ઘણી નવીન અને ભવિષ્યને લગતી પ્રોડક્ટ્સ અને સેવાઓની ઉત્સાહક ગોઠવણીને પ્રદર્શિત કરી હતી. નોંધપાત્ર રીતે આ કાર્યક્રમને મુખ્ય સંગઠનો જેવા કે Hospitality Purchase Managers Forum (HPMF), Global Infra-facilities and Project Management Association (GIFPMA), The Infrastructure Facility Human Resource & Realty Association (iNFHRA) અને Indian Pest Control Association (IPCA); ભાગીદાર રૂપે Maharashtra Fire Serviceની સાથે નોલેજ પાર્ટનર્સ - Jones Lang LaSalle (JLL India), દ્વારા સારી રીતે ટેકો આપવામાં આવ્યો હતો.
બે દિવસીય સભાએ પ્રદર્શનકર્તા અને મુલાકાતીઓને સમાનપણે અદ્વીતીય અને નવીન મહત્ત્વપૂર્ણ દરખાસ્તો પૂરી પાડી હતી. તેમાં કાર્યક્ષેત્રમાં રહેલી અસંખ્ય શક્યતાઓ તેમ જ ફેસિલિટી મેનેજર્સ, એડમિન અને ઓપરેશન્સ મેનેજર્સ, પર્ચેસ મેનેજર્સ, ખર્ચ સંચાલન, માનવબળ સંચાલન, સંકલિત ફેસિલિટી સંચાલન, ઓટોમેશન, સુરક્ષા અને નવી ટેકનોલોજી અંગે ફેસિલિટી ટેકનિકલ વડાઓની સામે રહેલા પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.
આ સભા ઉદ્યોગના જાણિતા શ્રેષ્ઠ વક્તાઓને સામેલ કરે છે, જેમાં Mr. Sandeep Sethi, મેનેજિંગ ડિરેક્ટર - West Asia, Integrated Facilities Management, JLL; Mr. Subroto Mukherjee, Head Administration & Facilities Management, Cipla Ltd.; Mr. Sandeep Sudan, Head - Centre of Excellence - Global Corporate Security, Reliance Industries Limited; Ms. Ratna Pawan, Global Head of Security Risk, GSCs and Technology; HSBC Operations, Service and Technology - Operations, HSBC Electronic Data Processing India Pvt. Ltd.; Mr. Manish Kachhy, Head Intelligence and Vigilance, Reliance Jio Infocomm Ltd., અને Ms. Gandhali Samant, Senior Technology Evangelist - Microsoft, વગેરેનો સમાવેશ થાય છે.
પ્રથમ દિવસે ઉદ્યોગના જાણિતા આગેવાનો 'બોર્ડરૂમ સુધી FM (ફેસિલિટી મેનેજમેન્ટ)'; 'ડેટા એનાલિટીક્સ અને ઈન્ટરનેટ ઓફ થીંગ્સ'; 'ધારણાઃ રણનિતી કે ટેકનિકલ એપ્રોચ?' અંગે સમિતિ ચર્ચા અને 'ટેકનોલોજી અને ફેસિલિટી મેનેજરોની બદલાતી ભૂમિકા'; 'FM ઉદ્યોગને પ્રભાવિત કરતા ટ્રેન્ડ્સ'; 'ટેકનીકલ સક્ષમતા પ્રાપ્તિના માધ્યમથી મૂલ્ય પ્રેરીત કરવા'; 'એનર્જી પ્રોક્યોરમેન્ટ' અને 'આગળ વધી રહેલ ભાગીદારીના મોડેલ' અંગે જ્ઞાનવિષયક સત્રમાં સામેલ થયા હતા.
બીજા દિવસ માટેના સમયપત્રકમાં 'વિવિધતા અને સમાવેશન - એક ઔદ્યોગીક ધૂન કે મજબૂત વ્યાવસાયિક વિચાર?'; 'ક્લિનીંગ, હાઈજીન, કચરાનું પ્રબંધન અને હરીત સમાધાન'; 'FM ઉદ્યોગ તરફ પ્રતિભાઓને આકર્ષીત કરવી (ઔદ્યોગીક ઉદાહરણ)'; 'કિટક નિયંત્રણઃ સંપતિઓ પર કિટકોનો પ્રભાવ - IPMની ભૂમિકા, FM ઉદ્યોગ અને સાર્વજનિક સ્વાસ્થ્ય' અને 'નવા જમાનામાં પ્રતિભાઓના પ્રબંધનમાં FMની ભૂમિકા' વગેરે વિષયોને સામેલ કરવામાં આવ્યા છે. તે સિવાય આમાં 'કાર્યનું ભવિષ્ય'; 'ટેકનીકના માધ્યમથી સુરક્ષા સુનિશ્વિત કરતા'; 'અનુપાલન અને શ્રમ કાયદાઓનું બદલાતું પરીદ્રશ્ય' સહિતના વિષયો પર નોલેજ સેશન આયોજીત થશે.
World of Facilities 2017ની પ્રથમ રજૂઆત પ્રસંગે ચર્ચા કરતા UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે "ઘણા પરિબળોનાં સંયોજનથી ભારતમાં FM સેવાઓ માટે મોટી ક્ષમતાઓ સર્જાઇ છે. તેમાં રિઅલ એસ્ટેટમાં તેજી, રિટેઇલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં વૃદ્ધિ, ટેકનોલોજીનું અત્યાધુનિકરણ, જીવનધોરણમાં થયેલા વધારા અને મોલ, હોસ્પિટલ્સ, હવાઇમથકો અને વર્કપ્લેસ ક્લસ્ટર્સમાં પ્રચંડ અને સતત વધી રહેલા માનવ ટ્રાફિકનાં કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ ઉદ્યોગ 2020 સુધી લગભગ $19.4 અબજનાં મૂલ્ય સુધી પહોંચે એવી શક્યતા છે. સાથે સાથે ભવિષ્ય માટે ઊર્જા અને સંસાધનોનું સંરક્ષણ કરવામાં મદદ કરનારા પર્યાવરણને અનુકૂળ, હરિત પહેલ તરફનાં વલણે ફેસિલિટી મેનેજમેન્ટ સેવાઓ માટેની સંવેદનશીલતામાં પણ વધારો કર્યો છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે "નવપરિવર્તન લાવનાર અને સમુદાયને પ્રભાવિત કરનાર તરીકે UBM India માને છે કે ભારત સમક્ષ World of Facilitiesની પ્રથમ આવૃત્તિ રજૂ કરવાનો અને ઓફર પર ઉત્તમ, નવીન તથા પર્યાવરણને સૌથી અનુકૂળ પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવાનો આ યોગ્ય સમય છે. મને વિશ્વાસ છે કે World of Facilities આ ક્ષેત્રની વૃદ્ધિને વધુ સક્રિય કરશે અને આ સભા ઉદ્યોગના વ્યાવસાયિકોને લાગતા વળગતા વિચારો પૂરા પાડશે."
ઈન્ટીગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ, JLL West Asiaના એમડી અને World of Facilitiesની Steering Committeeના ચેરમેન Sandeep Sethiએ જણાવ્યું હતું કે "ફેસિલિટીઝ મેનેજમેન્ટ ઉદ્યોગ $7.5 અબજ જેટલો મોટો છે. તે પાછલા ત્રણ વર્ષમાં લગભગ 15% જેટલો વૃદ્ધિ પામ્યો છે. એવો અંદાજ છે કે તે 2020 સુધી સમાન ગતિએ વૃદ્ધિ પામવાનું જારી રાખશે. આ એવો અનુકૂળ સમય છે જ્યારે JLL એ World of Facilities રજૂ કરવા માટે UBM India સાથે જ્ઞાન ભાગીદાર તરીકે હાથ મિલાવ્યો છે. આ ફેસિલિટી મેનેજમેન્ટ ઉદ્યોગ માટે ભારતના પ્રમુખ અને સૌથી સમગ્રલક્ષી B2B મંચ બની રહેશે. આ પ્રદર્શન બે ફોર્મેટ્સ - એક્સપો અને સભાનું બનેલું છે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના ભાગ લઈ રહેલા હજારો લોકોની સાથે સાથે સ્થાનિક અને વૈશ્વિક સ્તરના સપ્લાયર્સ, ઉત્પાદકો, સલાહકારો, સેવા પૂરી પાડનારાઓને સેવા આપવામાં આવી હતી. ભાગ લઈ રહેલી તમામ સંસ્થાઓને ફેસિલિટી મેનેજમેન્ટ ઉદ્યોગ દ્વારા કરવામાં આવેલી નવી પહેલના વિસ્તૃત્ત જ્ઞાન અને પ્રદર્શનથી લાભ થશે. Maharashtra Fire Services, iNFHRA સહિતની વિવિધ સંસ્થાઓના સમર્થનની સાથે જ્ઞાનના ભાગીદાર તરીકે JLLની સાથે World of Facilities વિશ્વભરના અને વિવિધ ઉદ્યોગના વિવિધ હિસ્સેદારોને એકબીજા સાથે સામેલ થવા, નેટવર્ક બનાવવા અને શીખવા માટેનું અદ્વીતીય મંચ પૂરું પાડવા માટે તૈયાર છે. JLL આ શક્તિશાળી કાર્યક્રમ માટે ફેસિલિટી મેનેજમેન્ટ ક્ષેત્રને પ્રભાવિત કરવા માટે UBM સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવે છે."
World of Facilities 2017 ખાતે થયેલી ઔદ્યોગિક અભિવ્યક્તિ અને રજૂઆત
Prashant Sule - બ્રાન્ડ ડિરેક્ટર, Cannon Hygiene (India) Pvt. Ltd.
"ભારતમાં ફેસિલિટીઝ મેનેજમેન્ટ (FM) ઉદ્યોગ લગભગ 17%ના CAGR દરે સ્થિરતાથી વૃદ્ધિ પામી રહ્યો છે અને તેને પ્રાથમિક રીતે પ્રોપર્ટી સંચાલનની વૃદ્ધિ અને રિઅલ એસ્ટેટ બજારની વૃદ્ધિ દ્વારા વેગ મળ્યો છે. વૈશ્વિક સ્તરની કંપનીઓ બહુવિધ સ્થળોને આવરીને સિંગલ કોન્ટ્રાક્ટ્સ લઈ રહ્યા છે અને તેઓ ખર્ચમાં કાપ મૂકવા, પ્રક્રિયાને પ્રમાણભૂત કરવા અને એકસમાન ગુણવત્તા પૂરી પાડવા સક્ષમ છે. આ ક્ષેત્રમાં સંગઠિત ખેલાડીઓની જરૂર છે અને UKના OCS Groupના મૂલ્યવાન ભાગ Cannon Hygiene જૂથની સાથે સાથે વૃદ્ધિ પામવા માટે તૈયાર છે. એક્સપોમાં માર્કેટિંગની રચના સારી છે અને તેનાથી ઉદ્યોગમાંથી ગુણવત્તાયુક્ત ખેલાડીઓ આકર્ષાવા જોઇએ, જે હિસ્સેદારોને સારો દેખાવ પૂરો પાડશે. અમે અમારી સ્વચ્છતાની અગ્રીમતા મારફતે નવી પ્રોડક્ટ્સ અને સેવાઓ રજૂ કરવાનું જારી રાખીશું."
Karan Thakkar - સ્થાપક અને એમડી, EcoCentric Management Pvt. Ltd.
"ફેસિલિટીઝ મેનેજમેન્ટમાં પાછલા બે વર્ષોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે અને તે ભવિષ્યમાં ઝડપી વેગે વૃદ્ધિ પામશે. ફેસિલિટીઝ મેનેજમેન્ટ ખૂબ વ્યાપક શ્રેણીનો વિષય છે અને આ સેક્ટરમાં પ્રત્યેક ક્ષેત્ર તે પોતો એક ઉદ્યોગ છે. અત્યાર સુધી ઉદ્યોગમાં તમામ કંપનીઓએ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે અને એક વખત વ્યુહરચના પર ધ્યાન કેન્દ્રીત થઈ જાય ત્યાર પછી કાર્યક્ષમતાના એકંદર આંકડાઓમાં શ્રેષ્ઠ વધારો થશે. ઘણા નવા સાહસિકો આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે અને માનવબળ તથા અન્ય ખર્ચને ઘટાડવાના નવા માર્ગો ધ્યાનમાં લીધા છે, જેને લીધે વૃદ્ધિ થાય છે. હું એક્સપોમાં ભાગ લેતા ઉદ્યોગના આગેવાનોના અભિપ્રાયોને આવકારું છું. અમે ફેસિલિટીઝ હેડ માટે ખાસ કરીને તૈયાર કરેલા ઇ-વેસ્ટ માટેના 48 કલાકના ડિસ્પોઝલ પિક-અપ પ્રોગ્રામને રજૂ કરી રહ્યા છીએ અને તાકીદના સમયમાં તેમણે ચિંતિત થવાની જરૂર નથી, પરંતુ તેમણે અમારી સાથે સંપર્કમાં રહેવાની જરૂર રહેશે."
Vivek Mata - મેનેજિંગ ડિરેક્ટર, Charnock Equipments Pvt. Ltd.
"ફેસિલિટી મેનેજમેન્ટ ઉદ્યોગ હાલમાં પ્રભાવક દરે વૃદ્ધિ પામી રહ્યો છે. ભારતમાં ફેસિલિટી મેનેજમેન્ટ ઉદ્યોગમાં નવીનીકરણ અસ્તિત્ત્વ ધરાવે છે, પરંતુ અન્ય વિકસિત બજારો જેવા કે મધ્ય-પૂર્વ અથવા યુરોપની સરખામણીએ એટલું અસ્તિત્ત્વ ધરાવતું નથી. ભારત વિશ્વભરની અગ્રણી કંપનીઓ માટે રોકાણ માટેનું આકર્ષક સ્થળ છે. ભારતમાં ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીઓ ગ્રાહકોને શ્રેષ્ઠ કક્ષાની સેવાઓ પૂરી પાડવા માટે જાણીતી છે. આ અપેક્ષિત ઝડપી વૃદ્ધિ દર માટેનો મજબૂત આધાર છે. અમે અગ્રણી ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીઓના તમામ પ્રતિનિધિઓ સાથે બેઠક કરવાની અને તેમની સાથે સારા અને સ્વસ્થ વ્યાવસાયિક સંબંધો વિકસાવવાની આશા રાખીએ છીએ, જે ગ્રાહકો માટે અનુકૂળ પરિસ્થિતિને વેગ આપી શકે છે. Charnock માઇક્રો-ફાઇબર ક્લિનિંગ સિસ્ટમની તેની નવી શ્રેણી રજૂ કરી રહી છે. આ માઇક્રો-ફાઇબર ક્લિનિંગ સિસ્ટમ્સ પ્રોડક્ટની ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કક્ષાની છે અને ભારતીય બજાર માટે આક્રમક કિંમત ધરાવે છે."
Vishal Jain - સ્થાપક અને સીઇઓ, Syncolite India Pvt Ltd (બ્રાન્ડ નામ: Synconext)
"વર્ષદીઠ અંદાજિત 40 મિલિયન ચોરસ ફૂટ કરતા પણ વધુની કોમર્શિયલ રિઅલ એસ્ટેટની જરૂરિયાત સાથે ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. કર્મચારીની અનુકૂળતા, ઉર્જાની બચત અને એકબીજાને 'જણાવવા' માટે તમામ બાબતો ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં મદદ કરતા હેન્ડ્ઝ-ઓફ નિયંત્રણોને સુનિશ્ચિત કરે છે અને તેથી કામગીરી અવિરત, દૂરવર્તી અને કરકસરતાથી થાય છે."
Amarjot Joura - સીઇઓ અને સ્થાપક નિયામક, Pureera India Pvt. Ltd.
"ભારતમાં ફેસિલિટી મેનેજમેન્ટ (FM) ઉદ્યોગ નોંધપાત્ર રૂપાંતરણ હાંસલ કરે એવી શક્યતા છે. સંગઠિત ફેસિલિટી મેનેજમેન્ટ માટેની જરૂરિયાતને અપનાવવામાં ચાવીરૂપ હિસ્સેદારોમાં વધારાનું વલણ અને આંતરરાષ્ટ્રીય FM કંપનીઓના પ્રવેશથી વધી રહેલી સ્પર્ધા નવીનીકરણમાં વ્યાપક વધારાને ચાલકબળ આપી રહી છે. અમે આરોગ્યની સંભાળ, હોસ્પિટાલિટી, IT, ITES, BPO, ઉત્પાદન, રિટેઇલ, આંતરમાળખાકીય સુવિધા, સરકારી અને શિક્ષણ ક્ષેત્રોમાંથી ફેસિલિટી મેનેજમેન્ટમાં ચાવીરૂપ હિસ્સેદારોને અમારી ક્રાંતિકારી હેન્ડ અને સરફેસ હાઇજિન પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરી શકવાની અપેક્ષા ધરાવીએ છીએ. અમે અમારી બે ક્રાંતિકારી એન્ટિમાઇક્રોબાયલ હેન્ડ અને સરફેસ હાઇજિન પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છીએ. પ્રથમ પ્રોડક્ટ સેફ ટચ 24 તરીકે જાણિતી 24 કલાક માટે હેન્ડ સેનિટાઇઝર અને બીજી પ્રોડક્ટ લાંબા સમય સુધી ચાલતી SurfaceSHIELD તરીકે જાણિતી સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ છે. આ બંને પ્રોડક્ટ્સ અદ્વીતીય છે અને તે અસરકારક સ્વચ્છતા અને ચેપ નિયંત્રણમાં નવા યુગની શરૂઆત કરવાની ક્ષમતા ધરાવે છે."
UBM India વિશે:
UBM India ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક છે, જે ઉદ્યોગને પ્રદર્શનો, કન્ટેન્ટ આધારિત સભાઓ અને પરિષદોના પોર્ટફોલિયો મારફતે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને એકત્રિત કરતું મંચ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asiaની કંપની UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia UBM plcની માલિકી ધરાવતી કંપની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થયેલી છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને ચીન, ભારત તથા મલેશિયામાં સૌથી મોટી વાણિજ્યક આયોજક છે.
વધુ વિગતો માટે કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc દુનિયામાં સૌથી મોટી B2B ઇવેન્ટ છે. સતત વધતા ડિજિટલ વર્લ્ડમાં અર્થસભર જોડાણનું મૂલ્ય માનવીય સ્તરે અગાઉ આટલું બધું ક્યારેય મહત્ત્વપૂર્ણ નહોતું. UBMમાં ઔદ્યોગિક ક્ષેત્રો માટે અમારું નોલેજ અને અમારો ઉત્સાહ અમને કિંમતી અનુભવ પ્રદાન કરે છે, જેમાં લોકોને સફળતા મળી શકે છે. અમારી ઇવેન્ટ લોકોને સંબંધોનું નિર્માણ કરવા, ડિલ કરવા અને તેમનો વ્યવસાય વધારવા સહાયભૂત થાય છે. 20થી વધારે દેશોમાં અમારાં 3,750થી વધારે લોકો 50થી વધારે જુદાં જુદાં ક્ષેત્રો ફેશનથી ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિઅન્ટમાં કામ કરે છે. આ કુશળ, અનુભવી લોકોનું વૈશ્વિક નેટવર્ક અને બજારમાં અગ્રણી ઇવેન્ટ તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા વ્યાવસાયિક લોકોને રોમાંચક તક પ્રદાન કરે છે.
વધુ માહિતી માટે http://www.ubm.comની મુલાકાત લો; UBM કોર્પોરેટ સમાચાર માટે અમને @UBM પર Twitter ઉપર અને LinkedIn પર UBM Plc ઉપર ફોલો કરો.
મિડિયા સંપર્કઃ
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article