મુંબઈ, April 24, 2017 /PRNewswire/ --
UBM Indiaએ નિર્માણ અને માળખાગત ક્ષેત્રને પ્રતિબદ્ધ દેશમાં એકમાત્ર એક્ષ્પો Concrete Show India (CSI)ની 5મી એડિશનની જાહેરાત કરી હતી. મુંબઈમાં ગોરેગાંવમાં 4થી 6 મે, 2007 સુધી Bombay Convention & Exhibition Centre (BCEC)માં CSI 2017નું આયોજન થશે, જેમાં રોડ અને હાઇવેઝ, હાઉસિંગ, એરપોર્ટ, પોર્ટ, પાવર, રેલ, ડેમ અને પુલો સહિત મુખ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે.
(Logo: http://mma.prnewswire.com/media/492740/UBM_Concrete_Show_India_logo_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
CSIમાં કોન્ક્રિટ અને નિર્માણ, નિર્માણ ઉપકરણ, નિર્માણ કેમિકલ અને કમર્શિયલ એન્ડ ઔદ્યોગિક ફ્લોરિંગ જેવી મુખ્ય કેટેગરીમાં લેટેસ્ટ ઓફર પ્રદર્શિત થશે. શોમાં Smart BuildTech નામની નવી કેટેગરી ઉમેરવામાં આવી છે, જેમાં ઓટોમેશન, સોફ્ટવેર અને IT સિસ્ટમ તથા કન્સ્ટ્રક્શન ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટમાં નવીનતા પ્રદર્શિત થશે. ત્રણ દિવસનો આ શો ગ્રણી કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓનાં આર્કિટેક્ટ્સ, સિવિલ એન્જિનીયર્સ, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર, ડેવલપર્સ, પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ તથા કન્સલ્ટન્ટને સમગ્ર દેશનાં પ્રદર્શકો સાથે આદાનપ્રદાન કરવા, નેટવર્ક સ્થાપિત કરવા અને ઉપયોગી માહિતીનું આદાનપ્રદાન કરવાની ઉત્કૃષ્ટ તક પ્રદાન કરશે.
આ ઇવેન્ટમાં 100 વધારે પ્રદર્શકો હાજર રહેશે. તેમાં ઉદ્યોગની અગ્રણી કંપનીઓ Lucid Colloids Ltd.; Bianchi Casseforme India Pvt. Ltd.; Reckli India; Hicrete Decorative Systems Pvt. Ltd; Atlas Copco (India) Ltd.; Concrete Additives & Chemicals Pvt. Ltd.; Skyway RMC Plants Pvt. Ltd.; Godrej Construction; Apollo Infratech Pvt. Ltd.; Ashtech; Shri Ram Panels; Reit Qgreen; MASA Concrete Plants India Ltd.; WAM India Ltd. અને JK Cement Ltd. સામેલ છે. શોમાં મુલાકાતીઓને ચીન, જર્મની, ઇટાલી અને પ્રજાસત્તાક કોરિયા જેવા દેશોની વિવિધ બ્રાન્ડ અને ઉત્પાદનો પણ જોવા મળી શકે છે.
CSI એક્ષ્પો એવા સમયે યોજાઈ રહ્યો છે, જ્યારે ભારત સરકારે દેશનાં અર્થતંત્રનાં મુખ્ય ચાલક પરિબળ તરીકે માળખાગત ક્ષેત્રને અભૂતપૂર્વ મહત્ત્વ આપ્યું છે. કેન્દ્ર સરકારે અનેક નીતિગત પહેલો શરૂ કરી છે, જે દેશમાં વૈશ્વિક કક્ષાનું માળખું નિશ્ચિત સમયમર્યાદામાં ઊભું કરવાની સુનિશ્ચિતતા કરશે અને તેનાં સંપૂર્ણ વિકાસને વેગ આપશે.
CSI 2017ને ચાલુ વર્ષે તેનાં સેક્ટર પાર્ટનર તરીકે મુખ્ય એસોસિએશન્સનાં સાથસહકાર સાથે ઉદ્યોગનો સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં Indian Construction Equipment Manufacturers' Association (ICEMA), જે પહેલી વખત સામેલ થયું છે; તેનાં કોન્ફરન્સ પાર્ટનર Indian Concrete Institute (ICI), Construction Chemicals Manufacturers Association (CCMA), Cement Manufacturers Association (CMA), Consulting Engineers Association of India (CEAI), Construction Industry Development Council (CIDC), Ready Mixed Concrete Manufacturers' Association (RMCMA), Indian Institution of Bridge Engineers (IIBE), Infrastructure Industry and Logistics Federation of India (ILFI), Indian Association of Structural Engineers (IAStructE), Indian Society of Structural Engineers (ISSE), Ontario Building Envelope Council (OBEC) અને Pre Engineered structures Society of India (PSI) વગેરે સામેલ છે.
UBM Indiaનાં મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ CSIની 5મી એડિશનની જાહેરાત કરતાં કહ્યું હતું કે, "સરકારે કેન્દ્રિય બજેટ FY17-18માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો છે, જે આ સેક્ટરમાં હિતધારકો માટે મોટી સંભવિતતા પ્રદાન કરશે. રોડવેઝ, રેલવે, એરપોર્ટ અને સ્માર્ટ સિટીની અન્ય કેટલીક પહેલોમાં સક્રિય નીતિઓ અને રોકાણો ખરાં અર્થમાં ફળ્યાં છે, જેનાં પરિણામે 2016માં વર્લ્ડ બેંકનાં Logistics Performance Index (LPI) 2016માં ભારતે 19 સ્થાનનો કૂદકો માર્યો છે તથા 160 દેશોમાં 35મું સ્થાન સ્થાન મેળવ્યું છે. ભારતીય નિર્માણ ઉપકરણ ઉદ્યોગમાં પુનઃસંચાર થયો છે અને FY2019-20 સુધીમાં US$ 5 અબજને આંબી જાય તેવી અપેક્ષા છે."
તેમણે ઉમેર્યું હતું કે, "Concrete Show આ સોનેરી તકનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગે ઉદ્યોગનાં વ્યાવસાયિકોને માર્ગદર્શન આપે છે તથા સમાન દરે પ્રગતિ જાળવવા માટેની ગતિ પણ સુનિશ્ચિત કરે છે. ડિસ્પ્લેમાં અનેક ઉત્પાદનો સાથે શ્રેષ્ઠ પ્રદર્શકો, મુખ્ય સંગઠનોના સાથસહકાર અને પ્રસ્તુત ઇન્ટેલિજન્સ-શેરિંગ સાથે આ સરળતાથી હાંસલ થઈ શકશે."
મુખ્ય પ્રદર્શન સાથે CSI 2017 સ્કોર ઉદ્યોગમાં તેનાં હરિફો વચ્ચે નોલેજ-શેરિંગ પર ઊંચો સ્કોર ધરાવે છે. શોમાં બે-દિવસનો ટેકનિકલ સેમિનાર યોજાશે, જે 'પ્રેક્ટિસ ફોર સસ્ટેઇનેબલ સ્માર્ટ સિટીઝઃ 2017 એન્ડ બિયોન્ડ મેથડ્સ, મટિરિયલ્સ, મશીનરી એન્ડ મેનપાવર' પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઉદ્યોગનાં લીડર્સ 'પ્લાનિંગ સ્માર્ટ સિટીઝઃ CIDCO / GIFT'; 'કન્સ્ટ્રક્ટિંગ સ્માર્ટલી એન્ડ સસ્ટેઇનબલી'; 'રિપેર એન્ડ રિહેબ ફોર કોન્ક્રિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર'; 'સ્કિલ ડેવલપમેન્ટ ફોર સ્માર્ટ કન્સ્ટ્રક્શન'; 'રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કનેક્ટિવિટી'; અને 'સ્માર્ટ સસ્ટેઇનેબલ કન્સ્ટ્રક્શન મશીનરી' જેવા વિષયો પર ચર્ચા કરશે.
UBM India વિશે
UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM એશિયા કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plcની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે.
વધુ વિગત મેળવવા કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશે:
UBM plc દુનિયામાં સૌથી મોટી B2B ઇવેન્ટ છે. સતત વધતા ડિજિટલ વર્લ્ડમાં અર્થસભર જોડાણનું મૂલ્ય માનવીય સ્તરે અગાઉ આટલું બધું ક્યારેય મહત્ત્વપૂર્ણ નહોતું. UBMમાં ઔદ્યોગિક ક્ષેત્રો માટે અમારું નોલેજ અને અમારો ઉત્સાહ અમને કિંમતી અનુભવ પ્રદાન કરે છે, જેમાં લોકોને સફળતા મળી શકે છે. અમારી ઇવેન્ટ લોકોને સંબંધોનું નિર્માણ કરવા, ડિલ કરવા અને તેમનો વ્યવસાય વધારવા સહાયભૂત થાય છે. 20થી વધારે દેશોમાં અમારાં 3,750થી વધારે લોકો 50થી વધારે જુદાં જુદાં ક્ષેત્રો ફેશનથી ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિઅન્ટમાં કામ કરે છે. આ કુશળ, અનુભવી લોકોનું વૈશ્વિક નેટવર્ક અને બજારમાં અગ્રણી ઇવેન્ટ તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા વ્યાવસાયિક લોકોને રોમાંચક તક પ્રદાન કરે છે.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article