મુંબઈ, April 18, 2017 /PRNewswire/ --
ભારતના ઝડપથી વિકસી રહેલા ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોડક્ટ્સ અને સર્વિસિઝ ઇન્ડસ્ટ્રીનું પ્રવેશદ્વાર
ભારતના ટોચના પ્રદર્શન આયોજક UBM India Bombay Convention & Exhibition Centre (BCEC) ગોરેગાંવ, મુંબઈ ખાતે તારીખ 24થી 26 એપ્રિલ, 2017 દરમિયાન ફેસિલિટી મેનેજમેન્ટ પ્રોડક્ટ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી માટે ભારતની પ્રીમિયર ટ્રેડ ઇવેન્ટ અને કૉન્ફરેન્સ World of Facilitiesની સર્વપ્રથમ આવૃત્તિની મિજબાની કરવા માટે સજ્જ છે. સુવિધાઓની દુનિયા મારફતે ફેસિલિટીઝ મેનેજમેન્ટ સપ્લાયર ઇન્ડસ્ટ્રીને તેમના નવીન ઉત્પાદનો અને સેવાઓ તેમજ નેટવર્કને પ્રદર્શિત કરવા અને ક્ષેત્રોની એક વ્યાપક શ્રૃંખલાના તમામ સ્તરમાંથી આવતા મહત્વના નિર્ણયકર્તાઓ સાથે જોડાણ સાધવા World of Facilities દ્વારા UBM India એક વ્યાપારમંચ પૂરું પાડે છે. આ સાથે જ એક્સ્પો હાઈ પ્રોફાઇલ કૉન્ફરન્સનો સાક્ષી બનશે, જેમાં ઉદ્યોગજગતની બિરાદરી ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડ, પડકારો અને માર્કેટની આંતરસૂઝ વિશે ચર્ચા કરશે તેમજ ઊંડાણપૂર્વકના સમાધાનો પૂરા પાડશે.
(Logo: http://mma.prnewswire.com/media/490513/WOF_UBM_Logo.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
ફેસિલિટી મેનેજમેન્ટ (FM) સેવાઓ બિલ્ડિંગની સુવિધાના કોઈ એક હિસ્સાની જાળવણી કરવા અથવા તો આ સેવાને વ્યાવસાયિક રીતે ચલાવનાર કોઈ સંસ્થાને સમગ્ર સુવિધાના વ્યવસ્થાપનનું આઉટસોર્સિંગ કરવા થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડરના ઉપયોગને સૂચિત કરે છે. જેમાં ઇલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રો-મિકેનિકલ, મિકેનિકલ, પાણીનું વ્યવસ્થાપન અને ઊર્જાનું વ્યવસ્થાપન જેવી હાર્ડ સર્વિસિઝ તેમજ ઘરની દેખ-રેખ, સુરક્ષા, સફાઈ, ખાનપાન, પરિવહન, બાગાયતી કામ, ઉછેરકાર્ય અને ફ્રન્ટ ઑફિસ મેનેજમેન્ટ વગેરે જેવી સોફ્ટ સર્વિસિઝનો સમાવેશ થાય છે.
આ એક્સ્પો સ્માર્ટ સોલ્યુશન્સથી માંડીને સિક્યુરિટી સોલ્યુશન્સ, એર કન્ડિશનિંગ અને મિકેનિકલ વેન્ટિલેશન, એનર્જી મેનેજમેન્ટ, એન્વાર્યોમેન્ટલ મેનેજમેન્ટ, હાઇજિન ક્લિનિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સસ, FM સોફ્ટવેર અને IT સોલ્યુશન્સ, ફેસિલિટીઝ સર્વિસિઝ, વર્કપ્લેસ, HR સર્વિસિઝ અને બીજા ઘણા બધાં નવીન ઉત્પાદનો અને સેવાઓની આકર્ષક શ્રેણીનું પ્રદર્શન કરશે. આ એક્સ્પોને Hospitality Purchase Managers Forum (HPMF), Global Infra-facilities and Project Management Association (GIFPMA), The Infrastructure Facility Human Resource & Realty Association (iNFHRA) અને Indian Pest Control Association (IPCA); ભાગીદારો - Jones Lang LaSalle (JLL India ), Zeta Express, Cannon Hygiene, HIKVISION અને Maharashtra Fire Service જેવી સંસ્થાઓનું ઘણું સારું સમર્થન પ્રાપ્ત છે.
ફેસિલિટીઝ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને એક મંચ પર લાવી World of Facilities 2017 તેમાં સહભાગી થઈ રહેલા મહત્વના પ્રદર્શકો ધરાવે છે, જેમાં બીજા ઘણાં બધાંની સાથે-સાથે HIKVISION, Cannon Hygiene, 3M, Karcher Cleaning, Charnok Cleaning, Uniclean, Haworth, Buzil Rossario, Pure Duct Services Pvt. Ltd., SMS Pvt Ltd, Sierra ODC Pvt. Ltd., Aura facility Management, Arrow Greentech Ltd, Synconext India Pvt Ltd. અને MCS Solutions (P) Ltd, Fine Grace, HygieneTechનો સમાવેશ થાય છે.
ફેસિલિટી મેનેજમેન્ટ માર્કેટ 2016ના 28.90 બિલિયન USDથી 2021 સુધીમાં 14.42%ના હાઈ કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) પર 56.67 બિલિયન USD સુધી વિકસવાનો અંદાજ છે. હોટલ, ઓફિસ, શોપિંગ મોલ અને હોસ્પિટલ સહિતના રહેણાંક અને વ્યાવસાયિક મકાનોના બાંધકામની સંખ્યામાં થયેલો વધારો આ ક્ષેત્ર માટે વૃદ્ધિની પુષ્કળ સંભાવનાઓ પૂરી પાડે છે. ફેસિલિટી મેનેજમેન્ટ સોલ્યુશન્સ બિઝનેસના કાર્યોમાં ઝડપ અને કાર્યદક્ષતા પૂરી પાડતા હોવાથી સંસ્થાઓમાં તેનું મહત્વ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. ફેસિલિટી મેનેજમેન્ટના કૉન્સેપ્ટમાં સોફ્ટવેર અને સોલ્યુશન્સનો સમાવેશ થાય છે કે જે કાર્યસ્થળ, રિયલ એસ્ટેટ, સંપત્તિઓ, કાર્યાલયો અને ઇમારતોના સ્થાનાંતર તેમજ ઊર્જાના વ્યવસ્થાપનના કાર્યક્ષમ વ્યવસ્થાપનને શક્ય બનાવે છે, તે સેવાઓને પ્રમાણિત કરે છે અને પ્રક્રિયાને સરળ બનાવે છે. ટેકનોલોજીમાં ઝડપથી આવી રહેલા ફેરફારો અને આજના બિઝનેસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વ્યાવસાયિક સાહસો ફેસિલિટી મેનેજમેન્ટના પારંપરિક કૉન્સેપ્ટથી આગળ વધી રહ્યાં છે કે જે આ સોલ્યુશન્સની વધી રહેલી સ્વીકૃતિમાં મદદરૂપ છે.
આ એક્સ્પોનું મુખ્ય આકર્ષણ બે-દિવસીય કૉન્ફરન્સ છે, જે ફેસિલિટી મેનેજર્સ, એડમિન અને ઓપરેશન્સ મેનેજર્સ, પર્ચેઝ મેનેજર્સ, કોસ્ટ મેનેજમેન્ટ પર ફેસિલિટી ટેકનિકલ હેડ્સ, મેનપાવર મેનેજમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ, ઓટોમેશન, સિક્યુરિટી અને નવી ટેકનોલોજી/સોફ્ટવેર દ્વારા ઝીલવામાં આવી રહેલા પડકારો પર કેન્દ્રીત રહેશે. બંને દિવસે કૉન્ફરન્સમાં 2 સમાંતર ટ્રેક્સ રહેશે, જેમાં ફેસિલિટી મેનેજમેન્ટ પર ભારત અને સમગ્ર વિશ્વના ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા સંભાળવામાં આવેલા સફળ કેસ સ્ટડીઝ દર્શાવવામાં આવશે.
કૉન્ફરન્સના મુદ્દાઓમાં સમાવિષ્ટ છે - બોર્ડરૂમમાં ફેસિલિટી મેનેજમેન્ટ લઈ આવવું, ટેકનોલોજી અને ફેસિલિટી મેનેજર્સની બદલાઈ રહેલી ભૂમિકા, ફેસિલિટી મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી 2016ને પ્રભાવિત કરનારા ટ્રેન્ડ્સ અને તેથી વિશેષ, ટેકનોલોજીની પ્રાપ્તિ મારફતે મૂલ્ય નિર્ધારણ, સ્થિરતા - વ્યૂહાત્મક કે સુનિયોજિત અભિગમ?, સફાઈ, સ્વચ્છતા, વેસ્ટ મેનેજમેન્ટ અને ગ્રીન સોલ્યુશન્સ, ડેટા, ચીજોનું એનાલિટિક્સ અને ઇન્ટરનેટ, સ્માર્ટ ઇમારતો અને ઊર્જા પ્રાપ્તિ તેમજ વિકસી રહેલી ભાગીદારીઓ.
World of Facilities 2017ના લોન્ચની જાહેરાત કરતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudrasએ જણાવ્યું હતું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારની નિરંતર ચાલી રહેલી ઝુંબેશે રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગોમાં સમગ્રતયા રીતે વેગીલી વૃદ્ધિ લાવી દીધી છે. આ સાથે જ તેણે સંલગ્ન સેવાઓની વૃદ્ધિને વેગ આપ્યો હતો. જ્યારે સંલગ્ન સેવાઓની વાત આવે છે ત્યારે ફેસિલિટીઝ મેનેજમેન્ટ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. હાલના સંશોધન રિપોર્ટ્સ મુજબ, ફેસિલિટી મેનેજમેન્ટ માર્કેટ વર્ષ 2021 સુધીમાં US$56.67 બિલિયન સુધી વિકસવા માટે સજ્જ છે. આવા વિસ્તરણને કારણે તે અમારામાં ફેસિલિટી મેનેજમેન્ટેને કેન્દ્રમાં રાખવાની યોગ્ય સમજ વિકસાવે છે. World of Facilitiesની પ્રથમ આવૃત્તિને ભારતીય ઉપખંડમાં લઈ આવવી એ ફેસિલિટી મેનેજમેન્ટના નિર્ણાયક મહત્વ પર ધ્યાન કેન્દ્રીત કરવા અને બિઝનેસના પરિચાલનોને સરળ બનાવવા UBM Indiaના ઘણાં બધાં સાહસોમાંનું એક છે. મને વિશ્વાસ છે કે, આ કાર્યક્રમ જ્ઞાનના જરૂરી અંતરાલની આપૂર્તિ કરવા સક્ષમ છે અને તે ફેસિલિટીઝ મેનેજમેન્ટના ઘણાં બધાં પાસા રજૂ કરે છે, જેની ઉજાગર થવાની રાહ જોવાઈ રહી છે. બિઝનેસની અમર્યાદિત તકો અને જોડાણ સાધવાની પુષ્કળ શક્યતાઓને ઝડપી લેવા માટે હું ઇન્ડસ્ટ્રીને આ સર્વપ્રથમ એવા શૉનો હિસ્સો બનવા માટે અંતઃકરણપૂર્વક વિનંતી કરું છું."
UBM India વિશે:
UBM India એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો અને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM Asia કંપની, UBM Indiaના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM Asia એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM Asia એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે ubmindia.inની મુલાકાત લો.
UBM plc વિશેઃ
UBM plc એ વિશ્વમાં સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. સતત વિકસી રહેલા ડિજીટલ વિશ્વમાં અર્થસભર અને માનવીય સ્તરે જોડાવવાના મૂલ્યની અગત્યતા આથી વધુ અગાઉ ક્યારેય નહોતી. UBM ખાતે ઉદ્યોગોના વિવિધ સેક્ટર વિશેનું અમારું ઊંડુ જ્ઞાન અને ઝુનૂન અમને મૂલ્યવાન અનુભવો સર્જવા સક્ષમ બનાવે છે, જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારા કાર્યક્રમોમાં લોકો સંબંધો સ્થાપિત કરે છે, ડીલ પાર પાડે છે અને તેમનો બિઝનેસ વિકસાવે છે. 20થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750થી વધુ લોકો ફેશનથી માંડીને ફાર્માસ્યુટિકલ્સ સામગ્રીઓ સુધીના 50થી વધુ ક્ષેત્રોમાં પોતાની સેવા આપી રહ્યાં છે. આ વૈશ્વિક નેટવર્ક, કૌશલ્યવાન અને ઉત્સાહી લોકો અને માર્કેટમાં અગ્રણી ગણાતા કાર્યક્રમો બિઝનેસ કરનારા લોકોને તેમની મહત્વકાંક્ષાઓ હાંસલ કરવા માટે આકર્ષક તકો પૂરી પાડે છે.
વધુ માહિતી માટે http://www.ubm.comની મુલાકાત લો, UBM કોર્પોરેટ ન્યૂઝ માટે અમારા Twitter પર @UBMને અને LinkedIn પર UBM Plcને ફોલો કરો.
મીડિયા સંપર્કઃ
UBM India
Roshni Mitra
[email protected]
+91-22-61727000
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Share this article