બેંગલોર, April 7, 2017 /PRNewswire/ --
IMA® (Institute of Management Accountants)એ 25 માર્ચ, 2017નાં રોજ બેંગલોરમાં સ્ટુડન્ટ કેસ કોમ્પિટિશન યોજી હતી. આશરે 50 સ્ટુડન્ટ ટીમના સબમિશનમાંથી પૂણેની Brihan Maharashtra College of Commerce (BMCC)ની ટીમ નીચેની સ્પર્ધામાં ગ્રાન્ડ વિનર બની હતી.
(Photo: http://mma.prnewswire.com/media/487250/1st_Place_Team_Brihan_Maharashtra_College_of_Commerce.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/487251/2nd_Place_Team_Chennai_s_Ethiraj_College_for_Women.jpg )
(Photo: http://mma.prnewswire.com/media/487252/3rd_Place_Team_Symbiosis_College_of_Arts_and_Commerce_Pune.jpg )
આ સ્પર્ધામાં ભાગ લેવા કોલેજો અને યુનિવર્સિટીઓએ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કેસ માટે શ્રેષ્ઠ સોલ્યુશન નક્કી કરવા ત્રણથી પાંચ વિદ્યાર્થીઓની ટીમની પસંદગી કરી હતી. સ્ટુડન્ટ ટીમોએ તેમના કેસ એનાલીસિસ સબમિટ કર્યા હતા, જેનું વિસ્તૃત પ્રાથમિક મૂલ્યાંકન થયું હતું. આ રીતે ટોચની આઠ ટીમોની પસંદગી થઈ હતી અને તેમને નિર્ણાયકોની પેનલ સમક્ષ તેમના કેસ પ્રસ્તુત કરવાનું કહેવામાં આવ્યું હતું. ફાઇનલમાં સામેલ થયેલી ટીમોમાં Brihan Maharashtra College of Commerce, પૂણે; Christ University, બેંગલોર; Ethiraj College for Women, ચેન્નાઈ; Indian Institute of Technology (IIT), ગૌહાટી; Indian Institute of Technology (IIT), મદ્રાસ; Jain College, બેંગલોર; Manav Rachna International University, હરિયાણા; અને Symbiosis College of Arts and Commerce, પૂણે સામેલ હતી.
સ્પર્ધા માટે BMCC ટીમને તૈયારી કેવી રીતે કરાવી હતી એ વિશે Aditya Sudhir Shelar કહ્યું હતું કે, "સૌપ્રથમ, જ્યાં સુધી અમે સંપૂર્ણ કેસની જાણકારી ન મેળવી, ત્યાં સુધી અમે કેસનો અભ્યાસ કર્યો હતો. પછી અમે સૌથી વધુ પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓ અને સંભવિત સમસ્યાઓની યાદી બનાવી હતી. પછી અમે તેમાંથી કોઈ એક પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ કેસ સ્ટડીએ અમને થિયોરેટિકલ નોલેજને પ્રેક્ટિકલ દુનિયામાં અજમાવવાની ઉત્કૃષ્ટ તક આપી હતી. તેણે અમને સમસ્યાનાં સમાધાન અને નિર્ણય લેવા માટે મેનેજરનો દ્રષ્ટિકોણ વિકસાવવામાં પણ મદદ કરી હતી."
દરમિયાન ચેન્નાઈમાં Ethiraj College for Women ફર્સ્ટ રનર-અપ અને પૂણેની Symbiosis College of Arts and Commerceની ટીમ સેકન્ડ રનર-અપ બની હતી.
Ethiraj College for Womenની ટીમના એક સભ્ય Niveditha Kએ કહ્યું હતું કે, "આ સ્પર્ધા શિક્ષણનો સારો અનુભવ આપે છે. અમને આત્મવિશ્વાસ સાથે અમારા વિચારો અને મતો રજૂ કરવાનું શીખવા મળ્યું હતું. આ ઇવેન્ટમાંથી અમને પ્રાપ્ત થયેલો સૌથી મોટો લાભ છે."
વિજેતા ટીમોને અનુક્રમે US$1500, US$1000, અને US$500નું ઇનામ મળ્યું હતું. નાણાકીય ઇનામ ઉપરાંત ટોચની ત્રણ ટીમોના દરેક સભ્યોને US$850ની CMA® (Certified Management Accountant) શિષ્યાવૃત્તિ મળવાની તક સાંપડશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે IMA વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ માન્યતા મેળવવામાં મદદરૂપ થવા વિવિધ પ્રકારનાં એવોર્ડ, સ્પર્ધાઓ અને સ્કોલરશિપ પ્રોગ્રામ સ્પોન્સર કરે છે તથા ભવિષ્યનાં એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ પ્રોફેશનલ્સ વચ્ચે જિજ્ઞાસુ, અનુભવજન્ય અને સ્વીકાર્ય માનસિકતા વિકસાવે છે.
ભારતમાં ધ સ્ટુડન્ટ કેસ કોમ્પિટિશન ભારતમાં પ્લેટિનમ-એપ્રૂવ્ડ રિવ્યૂ પ્રોવાઇડર સીએમએ લર્નિંગ સિસ્ટમના પબ્લિશર John Wiley and Sons, Inc. (Wiley) અને Miles Professional Education (Miles), IMA સાથે પાર્ટનરશિપમાં યોજાઈ હતી.
IMA® (Institute of Management Accountants) વિશે
બિઝનેસમાં એકાઉન્ટ્સ અને ફાઇનાન્સિયલ પ્રોફેશનલ્સનું એસોસિએશન IMA આધુનિક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરતું સૌથી મોટાં અને સૌથી સન્માનિય એસોસિએશન પૈકીનું એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે IMA સંશોધન મારફતે CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, સતત શિક્ષણ, નેટવર્કિંગ અને નીતિમત્તાપૂર્વક વ્યવસાય કરવાની હિમાયત કરીને વ્યવસાયને સપોર્ટ કરે છે. IMA 140 દેશોમાં 85,000થી વધારે સભ્યો તથા 300 વ્યવસાયો અને વિદ્યાર્થીઓ ચેપ્ટર્સનું વૈશ્વિક નેટવર્ક છે. અમેરિકાનાં ન્યૂજર્સીમાં મોન્ટવેલમાં હેડક્વાર્ટર ધરાવતું IMA તેનાં ચાર વૈશ્વિક પ્રદેશો મારફતે સ્થાનિક સેવાઓ પૂરી પાડે છેઃ ધ અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત.
IMA વિશે વધારે માહિતી મેળવવા કૃપા કરીને મુલાકાત લો http://www.imanet.org.
મીડિયા સંપર્ક:
Chandan Kumar
[email protected]
+91-8897502340
Pranesh Krishnan
[email protected]
+971-55-9677-974
IMA® (Institute of Management Accountants)
Share this article